હોળી ગઈ, રામ નવમી ગઈ, હનુમાન જન્મોત્સવનો તહેવાર ગયો અને હવે અખા ત્રીજ આવશે : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 27 એપ્રિલ 2025 )

સાચું કહેજો, આ વૉટ્સઍપ નહોતું કે જ્યારે એસએમએસ પણ નહોતા ત્યારે તમે કોઈ દિવસ ફોન કરીને કે રૂબરૂ મળવા જઈને તમારા મિત્રોને કે સગાસંબંધીઓને ‘હેપી હોલી’, ‘રામ નવમી કી શુભકામનાએં’ વગેરે શુભેચ્છાઓ પાઠવી છે?

ના.

પાંચછ મહિના પછી નવરાત્રિ આવશે. નવરાત્રિના પહેલા દિવસથી શુભેચ્છાઓનું જે બૉમ્બાર્ડિંગ શરૂ થશે તે છેક લાભપાંચમ સુધી ચાલુ રહેશે. એ પછી થોડાક અઠવાડિયાના યુદ્ધવિરામ બાદ ક્રિસમસ અને ઈસુનું નવું વર્ષ આવશે એટલે ફરી પાછું શરૂ થઈ જશે. પછી ઉતરાણ વખતે, હોળી વખતે, રામનવમી, અષાઢી બીજ અને રક્ષાબંધન વખતે, ગણેશોત્સવ અને જન્માષ્ટમી વખતે. હેપી ધિસ તહેવાર અને હેપી ધૅટ તહેવાર. ફલાણા ફેસ્ટિવલ નિમિત્તે શુભેચ્છાઓ અને ઢીંકણા ત્યોહાર પ્રસંગે શુભકામનાઓ.

આ આપણી સંસ્કૃતિ જ નથી. હેપી ન્યુ યર અને મેરિ ક્રિસમસ એવી લાગણીઓની શાબ્દિક આપલે એ લોકો કરે. આપણે ત્યાં બોલીને નહીં, વર્તીને શુભ લાગણીઓ – આશીર્વાદોને આપલે કરવાનો રિવાજ હતો જે દેખાદેખીમાં ખોવાઈ ગયો. દિવાળી પછીના બેસતા વરસના દિવસે વડીલોને તમે પગે લાગો અને એ તમારા માથા પર હાથ મૂકે એટલે હેપી ન્યુ યર કે સાલ મુબારક બોલવા કરતાં અનેકગણી તીવ્રતાએ તહેવાર નિમિત્તના આનંદની આપલે થઈ ગઈ. તમે મારે ત્યાં મગસ-મોહનથાળ મોકલો અને હું તમારે ત્યાં મઠિયાં-ચોળાફળીની થાળી મોકલું એટલે અપાઈ ગઈ શુભેચ્છાઓ. બોલવાની કંઈ જરૂર નથી. મારાં અને તમારાં છોકરાંઓ સાથે મળીને ફટાકડા ફોડે, રંગોળીઓ પૂરે કે પછી સાથે મળીને પતંગ ચગાવે, લાકડાં-ભૂસું ભેગું કરીને હોળી પ્રગટાવે, રંગીન પાણીની પિચકારીઓથી તેમ જ ગુલાલથી એકબીજાને રંગે કે સાથે મળીને હનુમાન ચાલીસાનું પઠન કરે કે ભાઈબહેનના સંબંધોમાં રાખડી બાંધી કે ગણપતિની પૂજા કરીને આરતી ગાય કે દહીંની મટકી ફોડે કે નવ દિવસ સુધી રાસગરબા ગાય અને દસમે દિવસે રાવણ બાળે કે ધાબે જઈને બધા સાથે મળીને દૂધપૌંઆ આરોગે ત્યારે જે લાગણીઓ પ્રગટે છે તે બોલીને કે લખીને અપાતી – મોકલાતી શુભેચ્છાઓ કરતાં અનેકગણી મૂલ્યવાન પુરવાર થાય છે.

હૅપી ન્યુ યર કે સાલ મુબારક કહ્યા પછી સામેની વ્યક્તિનું બાકીનું વરસ કેવું જાય છે એની ફિકર કરી છે ક્યારેય? શુભેચ્છાઓને સસ્તી બનાવી દીધી છે આપણે. શુભ લાગણીઓમાંનું હીર ચૂસી નાખ્યું છે. પછી રસ વિનાના શેરડીના સાંઠાના ડૂચા જેવી શુભેચ્છાના સંદેશાઓ ઢગલામોઢે વૉટ્સઍપ પર મોકલ્યા કરીએ છીએ. સુખનાં તોરણ ઝૂલે ને એવા બધા ચાંપલા, વાયડા, વેવલા શબ્દોના સાથિયાને દીવડાઓના ફોગટિયા પિક્ચરો સાથે ફોરવર્ડ કર્યા કરીએ છીએ.

માંડ એક ટકો લોકો તહેવાર પ્રસંગે નિરાંત કાઢીને રૂબરૂ મળવાનું કે પછી ફોન પર ખરા દિલથી વાતો કરીને એકબીજાની સાથે હૂંફાળી લાગણીઓ વહેંચતા હોય છે. નવ્વાણું ટકા લોકો ઔપચારિકતાઓ આટોપવાના આશયે હેપી દશેરા, હેપી રક્ષાબંધન, હેપી હોલી, હેપી મકરસંક્રાન્તિ વગેરેના સંદેશાઓ મોકલી મોકલીને સામા પક્ષે ત્રાસ ત્રાસ કરી નાખતા હોય છે.

હેપી દિવાળીના ગ્રીટિંગ્સ કાર્ડ પણ શરૂ થયા ક્રિસમસ વગેરેની દેખાદેખીથી. સાલ મુબારક કહેવાની પ્રથા સુધ્ધાં નહોતી. અંગ્રેજો હેપી ન્યુ યર કહેતા એટલે એમનું જોઈને પારસીઓએ આપસમાં સાલ મુબારક કહેવાનું શરૂ કર્યું અને પછી એમના હિન્દુ મિત્રો-ઓળખીતાઓને પણ કારતક સુદ એકમે તેઓ સાલ મુબારક કહેવા લાગ્યા. એમનું જોઈને આપણે પણ આપસમાં ‘સાલ મુબારક’ ‘સાલ મુબારક’ કરવા લાગ્યા. કેટલાકને વળી લાગ્યું કે આ તો ‘ઈદ મુબારક’ની જેમ પરધર્મવાળી છાંટ છે આમાં એટલે એનું શુદ્ધિકરણ કરીને ‘નૂતન વર્ષાભિનંદન’ કરી નાખ્યું એટલે આપણે માનવા માંડ્યા કે આ તો આપણી સંસ્કૃતિની પરંપરા થઈ! ના. એવું નથી. દીવા પ્રગટાવીએ, રંગોળીઓ પૂરીએ, નવાં કપડાં પહેરીને એકબીજાના ઘરે નાસ્તાઓ લઈ જઈએ. વડીલોને પગે લાગીને અને નાનાઓને કવરમાં આશીર્વાદ ભરીને આપીએ જેથી તેઓ ફટાકડા ખરીદીને ખુશ થાય, નોકરચાકરોમાં સન્માનપૂર્વક બક્ષિસો વહેંચીએ – આ બધી દિવાળીની ઉજવણીઓ છે. દરેક તહેવારની આ પોતાની આગવી ઉજવણીઓ હોય. તહેવારો દરમ્યાન ઘરનાં સભ્યો, કુટુંબ-પરિવારના સભ્યો, સગાંમિત્રો વગેરેને મળીએ, એમની સાથે ક્વોલિટી ટાઈમ ગાળીએ, હસીખુશીની વાતો કરીએ, ભવિષ્ય માટેની સ્મૃતિઓ બનાવીએ તો પછી તહેવારો માટે કૃત્રિમ રીતે અપાતી શુભેચ્છાઓની આપલે કરવાનો વારો ના આવે.

એક જમાનામાં દિવાળીના ગાળામાં ટપાલીઓ નવરા પડતા નહીં. દરેક ઘરે ઢગલો શુભેચ્છાપત્રો પહોંચાડવાના આવતા. હવે ટપાલીઓને બેકાર બનાવીને માર્ક ઝકરબર્ગ એકલાએ આ કામ ઉપાડી લીધું છે. એના વૉટ્સઍપ પર જાતજાતના અપડેટ્સ આવતા રહે છે. બહુ જલદી એક એવું અપડેટ આવે તો સારું: તમારે આવા શુભેચ્છાના સંદેશાઓ બ્લોક કરવા છે?

હા કે ના.

પાન બનારસવાલા

બધું જ મળતું હોય છે જીવનમાં. પણ એક સાથે નહીં. એક પછી એક. ધીરજ રાખવી.

– અજ્ઞાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here