એપ્રિલની અપીલ : સૌરભ શાહ

‘ન્યુઝપ્રેમી’થી મારું ઘર ચાલે છે, મારું લેખન ચાલે છે, મારું બધું જ ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ મારો વ્યવસાય છે, પ્રૉફેશન છે. ‘ન્યુઝપ્રેમી’ મારું અનુષ્ઠાન છે—તપ છે, મારી ઉપાસના છે, મારો યજ્ઞ છે.

‘ન્યુઝપ્રેમી’ મારા પ્રસ્વેદથી અને તમારા સૌના આર્થિક સહયોગથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર તમારો જ આર્થિક ટેકો માગે છે અને સ્વીકારે છે. કોઈ પણ પ્રકારની સીધી-આડકતરી જાહેરખબરો, સ્પોન્સરશિપ, ફંડિંગ ઇત્યાદિથી ‘ન્યુઝપ્રેમી’ મુક્ત છે અને એટલે જ પોતાની મરજી મુજબ ચાલે છે.

બે દિવસ પછી હનુમાન જયંતિ છે. 2020ની હનુમાન જયંતિથી ‘ન્યુઝપ્રેમી’એ વાચકો પાસેથી આર્થિક કૉન્ટ્રિબ્યુશન લેવાનું શરૂ કર્યું. તે પહેલાં છાપાં-મૅગેઝિનોમાં લખીને આવકો થતી. તે તમામ કામ બંધ કર્યું (એક માત્ર અપવાદ ‘સંદેશ’ની બે વીકલી કૉલમોનો રાખ્યો છે). હવે મારું સઘળુંય લેખન-સર્જન ‘ન્યુઝપ્રેમી’ માટે થાય છે. તમારા કૉન્ટ્રિબ્યુશનથી આ બધો ખેલ ચાલે છે, જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ચાલશે.

‘ન્યુઝપ્રેમી’ પર આવીને મારા લેખો વાંચનારા વાચકોમાંના 6.7% વાચકો તરફથી આર્થિક સપોર્ટ મળ્યો છે જેમાંના કેટલાક નિયમિત સપોર્ટર્સ છે. આ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારા વાચકોનો એક વિશાળ વર્ગ (93.3%) પણ મને ખૂબ ચાહે છે, આદર આપે છે, મારાં લખાણોને વખાણે છે અને એમનો પણ હૃદયપૂર્વક આભાર. આ વાચકોને કહેવાનું કે તમે પણ 6.7% વાચકોની જેમ કૉન્ટ્રિબ્યુટ કરતા થઈ જાઓ તો સારું, દર મહિને કૉન્ટ્રિબ્યુટ કરો તો ઉત્તમ.

‘ન્યુઝપ્રેમી’ના વાચકો જે સ્થિતિપાત્ર છે તેઓ મોટી રકમ મોકલે, બાકીના પોતપોતાના ગજા અનુસાર મોકલે એવી વિનંતી.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો સૌ કોઈને વિનામૂલ્યે પહોંચે છે એટલે એની તો વળી શું કિંમત મૂકવાની હોય એવી માનસિકતા છોડીએ. ભારતનાં અને દુનિયાભરનાં અનેક ડિજિટલ માધ્યમો વાચકભરોસે જ ચાલતાં હોય છે, વાચકોના આર્થિક સહકારથી જ આગળ વધતાં હોય છે અને વાચકો આ બાબતે બેદરકાર બનીને પોતાની જવાબદારી નથી નિભાવતા ત્યારે અચ્છા અચ્છા ડિજિટલ માધ્યમોને દમ તોડતાં મેં જોયાં છે.

‘ન્યુઝપ્રેમી’ના વાચકો આ ડિજિટલ પ્લૅટફૉર્મને વધુને વધુ મજબૂત બનાવવા પોતાનો પ્રેમ, ઉમળકો અને આદર ઉપરાંત આર્થિક ટેકો પણ આપે એવી અપીલ સાથે,આજે બસ આટલું જ.

કૉન્ટ્રિબ્યુશન મોકલવાની ડિટેલ્સ આ સાથે છે.

જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda

A/c name: Saurabh Ashvin Shah

A/c No. : 33520100000251

A/c type : Savings

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

BHIM, PhonePe, G pay, UPI ID : hisaurabhshah@okaxis

Paytm : 90040 99112

તમારો વ્યક્તિગત આભાર માની શકાય એ બદલ એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો તો સારું.

બૈસાખી, મહાવીર જયંતિ અને આંબેડકર જયંતિની તહેવાર-ત્રિવેણી નિમિત્તે સૌને શુભેચ્છાઓ.

સૌરભ શાહ
ગુરુવાર, 14 એપ્રિલ 2022

તા.ક.: જે વાચકોએ હજુ સુધી મારી ‘કટિંગ ચાય સિરીઝ’ ન વાંચી હોય તે સમય કાઢીને આ શ્રેણીના તમામ લેખ વાંચી જાય એવી અપેક્ષા છે જેથી ‘ન્યુઝપ્રેમી’ શું અને કેવું કામ કરી રહ્યું છે, કેવી રીતે અને કેટલું કામ કરી રહ્યું છે તેનો અંદાજ આવે. દરેકે દરેક લેખમાં આરંભે તેમ જ અંતે આર્થિક કૉન્ટ્રિબ્યુશન માટેની અપીલના રિમાઇન્ડર મૂકાય છે – એના પર ક્લિક કરીને પણ જોઈ લેજો. ‘કટિંગ ચાય સિરીઝ’ની ટેમ્પ્લેટ પણ દરેક લેખમાં હોય જ છે. એના પર જરૂર ક્લિક કરી લેજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here