વો સુબહ કભી તો આયેગી : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 15 ડિસેમ્બર 2024)

જિંદગીની નિષ્ફળતાઓ વિશે ઝાઝી વાત બહુ લોકો કરતા નથી. બધા સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી એ વિશે જ વિચારતા રહે છે.

નિષ્ફળતાઓ આવતી રહે છે, વારંવાર આવતી રહે છે અને ભવિષ્યમાં પણ આવવાની. વાંક સરકમસ્ટન્સીઝનો હોય, બીજા ભાગીદારીનો હોય, કોમ્પીટિટર્સનો હોય કે પછી ગમે એનો હોય. અલ્ટીમેટલી તો આ તમારી નિષ્ફળતા છે. સફળતા વખતે જેમ તમે તમને કેન્દ્રમાં રાખીને બધી જ ક્રેડિટ્સ લઈ લો છો અને માથે તાજ મૂકીને મહાલો છો એમ નિષ્ફળતા વખતે પણ દોષનો આખેઆખો ટોપલો તમારે જ તમારા માથે ઊંચકવાનો છે. ચાહે એ બિઝનેસની નિષ્ફળતા હોય, ચાહે બીજા કોઈ કામકાજની, ચાહે સંબંધોની, ચાહે જિંદગીની.

સામે જ પથરાયેલી તબાહીને જોઈને તમારી હિંમત ભાંગી જાય એ સ્વાભાવિક છે. આવા સમયે ધીરજ ધરવી એવું બધા કહેશે. પણ ક્યાં સુધી ધીરજ ધરવાની? ધીરજ ધરતાં ધરતાં શું કરવાનું? ધીરજ ખૂટી પડી તો શું કરવાનું? આ બધા સવાલોના જવાબ તમને કોઈ નહીં આપે. આપણે જાતે જ શોધી લેવા પડશે. કોશિશ કરીએ.

નિષ્ફળતાનું ફુલ ઍન્ડ ફાઈનલ પરિણામ આવી ગયા પછી આ પાંચ વાતો યાદ રાખવીઃ

1. એક્ઝેટલી કેટલું નુકસાન થયું છે એનું આકલન કરવાનું. કઈ કઈ વાતે નુકસાન થયું છે તે અને ભવિષ્યમાં આ તમામ નુકસાનોનો પડઘો કઈ કઈ બાબતોમાં પડી શકે છે એવું પણ અસેસમેન્ટ કરી લેવાનું. સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયેલી ઈમારતમાંથી બારીબારણાની બારસાખો વગેરે બચાવીને એનો ભંગાર વેચીને જે કંઈ આવ્યું તેને રોકડી કરી લેવામાં ટાઈમ અને એનર્જી બગાડવાનાં નહીં. ઘા ભેગું લસરકો માનીને બધું જ છોડી દેવાનું. નહીં તો તમારી માનસિકતા એમાંને એમાં જ અટવાયા કરશે. તમારા વતી કોઈ એવું ડર્ટી વર્ક કરવા તૈયાર હોય તો એને એનો હિસ્સો આપીને જે કંઈ સાલ્વેજ થતું હોય તેને બચાવી લો એ સારી વાત છે. પણ તમે જાતે ઈન્વોલ્વ નહીં થતા. તમારે આજે રાતે ઉંઘીને આવતી કાલના નવા સૂર્યોદયને આવકારવાનો છે. આ બધું સાલ્વેજ કરવાના ચક્કરમાં ઉજાગરો કરશો તો સવારનાં પ્રથમ કિરણોમાંથી મળનારી ઊર્જાનો લાભ લેવાનું ચૂકી જશો. નવેસરથી આરંભ કરવા માટે જૂનું બધું જ છોડી દેવુ અનિવાર્ય છે, એ બધું જેના કારણે તમારી આ તબાહી સર્જાઈ છે.

૨. નિષ્ફળતા પછી મદદ કરવા માટે જે કોઈ આગળ આવે એને તમારા તારણહાર માની લેવાની ભૂલ ક્યારેય નહીં કરતા. ડૂબતાને તરણાનો સહારો એવું માનીને જો આ તરણાને તમે તારણહાર માનીને વળગી જશો તો હવે પછી જે કોઈ મજબૂત થડનો સહારો તમને મળવાનો છે તે તમારા સુધી નહીં પહોંચે. નિષ્ફળતા પામ્યા પછીની સૌથી મોટી ભૂલોમાંની એક એ છે કે તમે ખોટી વ્યક્તિને તમારી નવી સફળતાની સીડી માની બેસો છો. કોઈ તમને સહાનુભૂતિના બે શબ્દ કહે કે તમને નાનીમોટી ભૌતિક મદદ પણ કરે એને કારણે તમે એને તારણહાર માની લો છો ત્યારે તમારું બેઉ રીતે બગડે છે. એક તો, ઘાસના તરણામાં અને વૃક્ષના મજબૂત થડમાં જે ફરક હોય છે તે ફરક જાણ્યા વિના તમે તમારા ભવિષ્યના પ્લાનિંગમાં આગળ વધી જાઓ છો જેને કારણે તમે ફરી પટકાઓ છો, ફરી તમારું નુકસાન થાય છે. ફરી તમારી જિંદગીમાંથી એટલા વર્ષો વેડફાઈ જાય છે. બીજું, તમને જેવો ખ્યાલ આવે છે કે આ તો તરણું હતું, મજબૂત થડ નહીં- ત્યારે સામેની વ્યક્તિ કહે છે કે હું ક્યાં થડ બનીને તમને મદદ કરવા પહોંચી હતી, મને ખબર છે કે હું તરણું છું. વાંક તમારો કે તમને મને તારણહાર માની બેઠા.

મુસીબતમાં ફસાયા પછી જે કોઈ તમને મદદ કરવા આવે તેમાં તમને ભગવાન જ દેખાવાના. પણ જો સ્વસ્થ માનસિકતા રાખી હશે તો આવા કપરા કાળમાં પણ તમારી સદ્દબુદ્ધિ સલામત રહેશે કે મદદ કરનારાઓમાંથી કોને કેટલું ઈમ્પોર્ટ્ન્સ આપવું, કોની કેટલી વાત સાંભળવી, કોને કેટલી વાત કરવી એને સૌથી મહત્ત્વનું તો એ કોના પર કેટલો ભરોસો મૂકવાનો.

3. નિષ્ફળતા પામ્યા પછી કોચલામાં ભરાઈ જવાને બદલે હામ રાખી પૂર્વવત જિંદગી શરૂ કરી દેવાની. તમે નિષ્ફળ ગયા છો એ કંઈ મોટી શરમની વાત નથી. નાપાસ થવું, સંબંધો તૂટી જવા કે નોકરીમાંથી રુખસદ મળવી, ધંધામાં નુકસાની જવી, દેવાળું ફૂંકવું – આવી બધી જ નાનીમોટી નિષ્ફળતાઓ દરેકના જીવનમાં આવતી હોય છે. આને લીધે કંઈ જીવન પર પૂર્ણવિરામનું ટપકું મૂકાઈ જતું નથી. શરમના માર્યા તમે તમારા જૂના મિત્રો- સંબંધોમાંથી દૂર થઈ જશો તો નુકસાન તમારું છે. તમારી નિષ્ફળતાને લીધે જે લોકો તમારાથી દૂર થઈ ગયા છે એમને પણ ફરી એકવાર તમારી સાથે જોડવાની જવાબદારી તમારે જ નિભાવવાની છે. શક્ય છે કે તમારી પડતીના સંજોગોમાં તમારી કોઈ વર્તણૂકથી તેઓ હર્ટ થયા હોય એટલે તમારાથી ફંટાઈ ગયા હોય.

બધા લોકોના જીવનમાં નિષ્ફળતા આવતી જ હોય છે. એમાંના ઘણાની નિષ્ફળતા તમારા સુધી પહોંચતી જ નથી જેનાં ઘણાં કારણો હોઈ શકે. તમારે શરમના માર્યા, સંકોચના માર્યા, કોચલામાં ભરાઈ જવાને બદલે દુનિયા સાથેના સંપર્કો ઓછા કરી નાંખવાની જરૂર નથી. જીવનમાં સર્જાતો દરેક સંબંધ ઉપયોગી છે એ વાત ધ્યાનમાં રાખવી. નિષ્ફળતા પછીના ગાળામાં આ બધા જ સંબંધો ક્યાંક, કોઈક રીતે તમને કામ લાગવાના છે અને તમે પણ એ લોકોને અગાઉની જેમ જ ઉપયોગી થતા રહેવાના છો એ યાદ રાખવું.

૪. જૂના ઘા ખોતર્યા નહીં કરવાના. તમારી પડતી કોને કોને લીધે થઈ એની યાદી તૈયાર કરીને એમની સામે બદલો લેવાની ભાવના નહીં રાખવાની. આમાં કંઈ સારા થવાની કે સારા દેખાવાની કોઈ વાત નથી. બદલો લેવામાં તમારો જેટલો ટાઈમ જશે એટલા તમે ફરી બેઠા થવામાં મોડું કરશો. ત્યાં ધ્યાન હશે તો અહીં કેવી રીતે કોન્સન્ટ્રેટ કરવાના? તમારી પાસે કંઈ એવું મોટું લાવલશ્કર નથી કે અડધું દુશ્મનોને સીધા કરવા મોકલીને બાકીના અડધાને તમારી ઉધ્વસ્ત રાજધાનીના પુનઃનિર્માણનું કામ સોંપી શકો. કોઈ તમને ઉશ્કેરે તો પણ તમે એની વાદે નહીં ચડતા. થઈ ગયું તે થઈ ગયું. જે લોકોને કારણે નુકસાન થયું છે એ લોકો કે એવા બીજા લોકો ભવિષ્યમાં ફરી તમારા રસ્તે આડા ન ઉતરે એટલું ધ્યાન રાખવું પૂરતું છે.

5. અને છેલ્લી વાત. સારો નિર્માતા, સારો દિગ્દર્શક કે સારો સુપરસ્ટાર પોતાની એક ફિલ્મ ફ્લોપ ગયા પછી એનાં રોદણાં રડવાને બદલે તરત જ બીજી નવી ફિલ્મ શરૂ કરી દેતો હોય છે. નિષ્ફળતામાંથી બહાર આવવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય આ જ છે. તાબડતોડ બીજું કામ, નવું કામ શરૂ કરી દેવું. તમારી શક્તિઓને તબાહીના વિચારોમાં વેડફી નાખવાને બદલે મંગલમય વિચારોમાં વાપરવી. તમારા સમયને પણ.

પાન બનારસવાલા

જિંદગીમાં છેવટે તો તમે પોતે તમારા વિશે શું ઓપિનિયન ધરાવો છો એનું જ મહત્ત્વ છે, તમે પોતે તમને કેટલી રિસ્પેક્ટ આપો છો તેનું જ.

-ઓશો

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here