( ગુડ મૉર્નિંગ, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: સોમવાર, 11 નવેમ્બર 2024 )
‘ડીપ સ્ટેટ’ શબ્દ પ્રયોગથી તમે પરિચિત છો? ભારતના અને અમેરિકાના પણ, સંદર્ભમાં છેલ્લા ઘણા વખતથી આ ફ્રેઝ વપરાતો થયો છે. ડીપ સ્ટેટની મદદથી ભારતમાં કેટલીય બિનસરકારી સંસ્થાઓ ( એન.જી.ઓ.— નોન ગવર્મેન્ટેલ ઑર્ગેનાઈઝેશન ) સેવાના નામે ભારતનું અહિત કરતી પ્રવૃત્તિઓ કરતી હતી જેને મોદીએ ૨૦૧૪માં આવતાંવેંત બંધ કરાવી દીધી. આ બધી એનજીઓ તો ડીપ સ્ટેટ નામના કાનખજૂરાના એક પગના નખ બરાબર છે. ડીપ સ્ટેટનાં કાર્યોનો વ્યાપ ઘણો વિશાળ છે. ડીપ સ્ટેટની આર્થિક સહાયથી ભારતમાં કેજરીવાલો ખાલિસ્તાન તરફી આતંકવાદીઓ, બનાવટી ખેડૂતો તથા સેક્યુલર મીડિયા— આ સૌનાં કાર્યો ફુલ્યાફાલ્યાં છે. ભારતમાં રાજનૈતિક, આર્થિક અને સામાજિક અંધાધૂંધી ફેલાવવાનું પ્લાનિંગ કરવા માગતા લોકોને ડીપ સ્ટેટ શોધી કાઢે છે, ઉત્તેજન આપે છે, તાલિમ આપે છે અને પૈસેટકે માલામાલ કરે છે.
આ ડીપ સ્ટેટ એટલે શું? આ નામનું કોઈ ‘સ્ટેટ’ છે? આ નામનું કોઈ અન્ડરવર્લ્ડનું ઓર્ગેનાઈઝેશન છે? આ ડીપ સ્ટેટનું સ્ટ્રકચર કેવું હોય? કોણ એનો બોસ છે અને કોણ એના કહ્યાગરા કે ભાડૂતી કર્મચારીઓ છે?
ડીપ સ્ટેટ એક અદ્રશ્ય એવી તાકાત છે. ગુપ્ત રહીને કામ કરતા કાવતરાખોરોનું અવિધિસરનું સંગઠન છે જ્યાં કામ કરનારા બધા જ એકબીજાને ઓળખતા હોય તે જરૂરી નથી. હિન્દી ફિલ્મોમાં એક જમાનામાં વિલનના અડ્ડામાં કોઈ ઊંચી જગ્યાએ પડદા પાછળ કે અંધારામાં બેઠેલા વિલનના સીન આવતા. માત્ર એનો અવાજ, એનો આદેશ સંભળાતો. ડીપ સ્ટેટમાં આવી કોઈ, સર્વોચ્ચ સ્થાને બેઠેલી, વ્યક્તિ નથી હોતી. ( વ્યક્તિ ‘કેવો’, વ્યક્તિ ‘પકડાયો’, વ્યક્તિ ‘આવ્યો’ એવી ગટરછાપ ભાષા ગુજરાતીમાં કોણે શરૂ કરી? છાપાઓમાં અને યુટ્યુબ-ટીવી ચૅનલોમાં કેટલાય બાબા-બેબીઓ વ્યક્તિ શબ્દને પુલ્લિંગ કરી નાખે છે. હિન્દીમાં વ્યક્તિ ‘કૈસા’ છે— પુલ્લિંગ છે. ગુજરાતીમાં વ્યક્તિ ‘કેવી’ હોય— સ્ત્રીલિંગ જ હોય. સ્ત્રી હોય કે પુરુષ— જો એના માટે ‘વ્યક્તિ’ વાપરવું હોય તો સ્ત્રીલિંગ જ વપરાય. નરેન્દ્ર મોદી ‘સારી’ વ્યક્તિ છે. નરેન્દ્ર મોદી ‘સારા’ વ્યક્તિ છે એવું ન બોલાય કે ન લખાય. અમિત શાહ ‘નામની’ વ્યક્તિ હોય, અમિત શાહ ‘નામના’ વ્યક્તિ ન હોય. ‘વ્યક્તિ’ માનાર્થે પણ એક વચન રહે— મારા પિતા ‘સારી’ વ્યક્તિ હતા, ‘સારા’ વ્યક્તિ નહોતા. ઘણી વખત ‘માણસ’ના સમાનાર્થી શબ્દ તરીકે ‘વ્યક્તિ’ વાપરીએ છીએ ત્યારે જાણકાર માણસ પણ આવી ભૂલ ‘કરતો’ હોય છે પણ જાણકારી ધરાવતી વ્યક્તિ આવી ભૂલ નથી ‘કરતી’. તો આજનું જ્ઞાન અહીં પૂરું. હવે જ્યારે જ્યારે કોઈ જગ્યાએ વ્યક્તિ આવ્યો, વ્યક્તિ પકડાયો, વ્યક્તિ મર્યો એવું સાંભળો કે વાંચો ત્યારે મનોમન એવું લખનાર, બોલનારને મારા વતી થપ્પડ મારજો. આવી ભૂલો ‘કરનારો’ વ્યક્તિ ગુજરાતી ભાષાની કતલ કરનારા ડીપ સ્ટેટ સાથે સંકળાયેલો હોવાનો).
ડીપ સ્ટેટ શબ્દપ્રયોગ એવા લોકોના સમૂહ માટે વપરાય છે જે લોકો કોઈના કહેવાથી કે કોઈની દેખાદેખીથી કે પછી સ્વતંત્ર રીતે દેશને/સરકારને/શાસનને/સમાજને ઉધઈની જેમ ફોલી ખાવાની પ્રવૃત્તિ કરતા હોય. ભાંગફોડ કરીને અરાજકતા ફેલાવવાની પ્રવૃત્તિ કરતા હોય. સરકારની બ્યુરોક્રસીમાં, અધિકારી વર્ગ કે પછી અન્ય કર્મચારીગણમાં આવા માણસો હોય. મીડિયામાં, લશ્કરમાં, શિક્ષણના ક્ષેત્રમાં, સાંસ્કૃતિક ક્ષેત્રમાં, પ્રકાશન ક્ષેત્રમાં, ઈવન ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી છુંછા જેવી સંસ્થાઓમાં અને તમારી જ્ઞાતિનું ભલું કરવાના ઇરાદે બનેલી સંસ્થામાં પણ ડીપ સ્ટેટ સાથે સંકળાયેલા લોકો હોય છે. ‘સંકળાયેલા’નો મતલબ એ નથી કે તેઓ સત્તાવાર કે બિનસત્તાવાર રીતે આવી પ્રવૃત્તિ કરનારા બીજા લોકો સાથે ‘સંકળાયેલા’ હોય કે એકબીજાને ઓળખતા પણ હોય. ડીપ સ્ટેટના અલ્ટીમેટ હેતુ સાથે તેઓ ‘સંકળાયેલા’ હોય છે અને તન અથવા મન અથવા ધન અથવા આ ત્રણેય દ્વારા ડીપ સ્ટેટના ગોલને સાકાર કરવાનું કામ તેઓ કરતા રહે છે.
ક્યારેક આ ડીપ સ્ટેટ એટલું પાવરફૂલ થઈ જાય છે કે સત્તા પર બેઠેલી સરકારને એ નચાવી શકે છે— જે અમેરિકામાં છેલ્લા ચાર વર્ષ દરમ્યાન બાયડન-કમલાના શાસન દરમ્યાન બનતું રહ્યું.
ફરીવાર ચૂંટાયેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોગંદ લીધા છે, પ્રતિજ્ઞા કરી છે કે પોતે આ ડીપ સ્ટેટ સામે જંગે ચડશે, અને સત્તાનો દૌર સંભાળી લેશે એના પહેલા જ દિવસથી આ ડીપ સ્ટેટની ઉધઈને દૂર કરવા માટે પેસ્ટ કન્ટ્રોલવાળાને કૉન્ટ્રાક્ટ આપશે.
અમેરિકાની બ્યુરોક્રસીમાં દેશની પ્રગતિની આડે આવતી હોય એવી વિચારધારા ધરાવતા, એવી માનસિકતા ધરાવતા, એવી પ્રવૃત્તિઓ કરતા કે એવી પ્રવૃત્તિઓને સીધી યા આડકતરી રીતે સમર્થન આપતા કે ઉત્તેજન આપતા લોકોને વીણી વીણીને ટ્રમ્પ દૂર કરશે. આમ તો એમણે સત્તા પર બેસતાં પહેલાં જ આ કામ શરૂ કરી દીધું છે. બે દિવસ પહેલાં ટ્રમ્પે નામ દઈને અનાઉન્સ કર્યું કે ટ્રમ્પ સરકારની પ્રથમ ટર્મ દરમિયાન જે ભાઈ વિદેશમંત્રી હતા અને જે બહેન ઍમ્બેસેડર હતા તેમને ટ્રમ્પ 2.0માં સ્થાન નહીં મળે. ( આ ‘જુગલજોડી’ ડીપ સ્ટેટ માટે કામ કરતી હતી, આટલા ઊંચા સ્થાને હોવા છતાં).
ભારતમાં કુણાલ કુમરા જેવા સડક છાપ કૉમેડિયન કે ઝુબેર નામના શાંતિપ્રિય કોમના હિંદુવિરોધી ફૅક્ટચેકર્સ કે પછી ગુજરાતીમાં લખનારાઓમાં એક બંધ પડી ગયેલા ગટરક્લાસ મૅગેઝિનના તંત્રી પ્રકાશ ન. શાહ, સડકછાપ વિદ્વાન રમેશ ઓઝા ( છાપામાં કૉલમો લખનારા રમેશ ઓઝા. જે વંદનીય છે તે પૂ. રમેશભાઈ ઓઝા જુદા), મોદીદ્વેષ થકી કરિયર બનાવવા મથી રહેલા ઉર્વીશ કોઠારી, યુટ્યુબર ગોપી મણિયાર કે પછી અપના અડ્ડા જેવાં સંગઠનો તેમ જ આવા પાપીઓ જેવું જ કામ કરનારા બીજા ડઝનબંધ જોકરો ડીપ સ્ટેટનો હિસ્સો છે.
આ બધા તો તમને દેખાય છે. જે નથી દેખાતા, જેઓ ચૂપચાપ કામ કરે છે, ખાનગીમાં ડીપ સ્ટેટને મદદ કરે છે એવા પોલીસ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, છાપાવાળાઓ, બૉલિવુડિયાઓ-ઢોલીવુડિયાઓ, ફેસબુકિયાઓ અને ટવિટરિયાઓ અને બીજા ગલુડિયાઓ તો વળી જુદા. તેઓ પોતાની આઇડેન્ટિટી છુપાવીને ડીપ સ્ટેટનો એજન્ડા આગળ વધારતા હોય છે. કન્હૈયા કે ઉમર ખાલિદની જેમ જાહેરમાં ડીપ સ્ટેટ માટે પ્રવૃત્તિ કરનારા દરેક માણસની સાથે ખાનગીમાં હજારો અનામી લોકો અવિધિસર જોડાયેલા હોવાના. આ બધા એમની તાકાત વધારે છે. તેઓ ભાંગફોડની પ્રવૃત્તિ કરતાં પકડાય ત્યારે તેમના સમર્થનમાં રસ્તા પર મોરચા કાઢવાથી માંડીને છાપામાં એમનું ઉપરાણું લેતી કૉલમો લખવા સુધીની પ્રવૃત્તિ કરતા હોય છે. સુપ્રીમ કોર્ટ સુધી એમને બચાવવાની કોશિશ કરતા હોય છે. રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓ કરનારા સાલા, અમારા જેવાઓને , મેજિસ્ટ્રેટની કોર્ટમાં લડવા માટે વકીલો પોસાતા નથી જ્યારે આ લોકોને સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ લડનારા, સાત આંકડાની ફી લેનારા વકીલો મળી રહે છે. ડીપ સ્ટેટ પાસે આટલા પૈસા આવતા હશે ક્યાંથી? અમારા નિકટના મિત્ર જેમની આજકાલ ખૂબ ખોટ સાલે છે એ ફિલ્મ વિષયક લખાણોના નંબર વન લેખક સલિલ દલાલ એમની કૉલમના અંતે કહેતા એમ: સોચો, ઠાકુર.
તાજા કલમ: આ લેખ લખાઈને ટાઈપ સેટિંગમાં જાય છે ત્યારે એક બ્રેકિંગ ન્યુઝ આવ્યા છે.અમેરિકામાં ડીપ સ્ટેટ હજુય એક કાવતરું ઘડી રહ્યું છે. કોઈક રીતે ડોનાલ્ડ ટ્રમ્પ વીસમી જાન્યુઆરીએ પ્રેસિડન્ટ તરીકે સોગંદ ન લઈ શકે અને હજુ, જ્યારે બાયડન અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ઑફિસમાં છે ત્યારે, એ રાજીનામું આપીને વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસની આપોઆપ પ્રેસિડન્ટ તરીકે નિમણૂક થવા દે જેથી કમલા હેરિસનું અમેરિકાનાં પ્રથમ મહિલા પ્રેસિડન્ટ તરીકે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ લખાઈ જાય.
જેનું નામ અમેરિકામાં કથિર યુગ લાવવા માટે જાણીતું થયું હોય તેની મહત્તા સ્થાપવા માટે ડીપ સ્ટેટ કેવાં કેવાં હવાતિયાં મારે છે, જુઓ.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
સૌરભભાઈ, ગુજરાતી લખનારા એક મોદી વીરોધી સંજય છેલ પણ છે.