દુનિયાના દરેક દેશે પોતાનું જ જોવાનું હોય : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ : શનિવાર, 9 નવેમ્બર 2024)

ઈલન મસ્ક જેવો જીનિયસ મતદાન માટે વપરાતા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)નો વિરોધ કરે છે. એ કહે છે કે એમાં ઘાલમેલ થઈ શકે છે. તો પછી રાહુલ ગાંધી અને બીજા વિપક્ષી નેતાઓની માગણી શું ખોટી છે ? મોદીએ ભારતમાં કાગળના મતપત્રક પર સિક્કો મારીને મત આપવાની પ્રથા પાછી લાવવી જોઈએ. પણ એવું નથી થતું. ભાજપને એવું કરવું પોસાય જ નહીં. ઈવીએમ ક્રેક કરીને ભાજપ ચૂંટણીઓ જીતે છે. ઈવીએમને બૅન કરો. ઈલન મસ્ક જેવો જો બૅલટ પેપરનો અગ્રણી હોય તો આપણા ચૂંટણી પંચે શું કામ ઈવીએમનો આગ્રહ રાખવો જોઈએ?

શું કામ રાખવો જોઈએ એ પછી કહીશું.

એ પહેલાં બીજી વાત.

ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાના ગાળામાં વૅક્સિનનો ભારે વિરોધ કર્યો હતો. વૅક્સિનને કારણે માણસ મરી જાય છે, આ રસી જોખમી છે. ડોનાલ્ડ ટ્રમ્પને જો તમારું સમર્થન હોય તો તમારે પણ સમજવું જોઈએ કે કોરોનાની રસી કેટલી જોખમી છે. તમારે પણ એનો વિરોધ કરવો જોઈએ. મોદીએ કરોડો ભારતીયોને વેક્સિન અપાવીને સૌની હેલ્થ બરબાદ કરી નાખી અને દેશની તિજોરી ખાલી કરી નાખી.

ઈલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ શું ખોટા છે ?

ના. બિલકુલ ખોટા નથી.

તો શું ભારતમાં પણ ઈવીએમને બદલે કાગળના મતપત્રક પર સિક્કા મારીને મતદાન થવું જોઈએ ? ભારતમાં મોદીએ વેક્સિન અભિયાન ચલાવ્યું તે ખોટું હતું ?

ના. ના. ના.

ઈવીએમ જ બરાબર છે અને વૅક્સિન પણ બરાબર હતી.

હાફ ટ્રુથ અને અર્ધસત્યના આ જમાનામાં ગેરમાહિતી ફેલાવવી ઘણી આસાન છે. અમેરિકામાં મતદાન કેવી રીતે થતું હોય છે તે જાણ્યાકર્યા વિના આપણે માની લઈએ છીએ કે ઈલન મસ્કે વિરોધ કર્યો એટલે આપણે ઈવીએમનો ત્યાગ કરવો જોઈએ.

અમેરિકામાં કાગળના મતપત્રક પર મત આપ્યા પછી તરત જ એને સ્કેનિંગ માટે આપવામાં આવે છે અને સ્કેન થયેલાં મતપત્રકોની ગણતરી કરવામાં આવે છે.

આ ઉપરાંત ત્યાં ડિજિટલી મત આપવાનો વિકલ્પ પણ છે. તમે મતદાન કેન્દ્રમાં ડિજિટલી મત આપો અને પછી એ યંત્ર સાથે સંકળાયેલી સિસ્ટમમાં એની ગણતરી થાય. આ સિસ્ટમ નેટવર્ક સાથે જોડાયેલી હોય છે અને એને હૅક કરી શકાય છે.

ભારતમાં ડિજિટલી નહીં પણ માત્ર ઈલેક્ટ્રોનિકલી મતદાન થાય છે. આ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન કોઈ સિસ્ટમ સાથે જોડાયેલું નથી હોતું એટલે એને હૅક કરવું અશક્ય છે જે આપણા ઈલેક્શન કમિશને પુરવાર કરેલું છે, સુપ્રીમ કોર્ટે પણ મંજૂર રાખ્યુ છે.

Screenshot

અમેરિકાના ડિજિટલ વોટિંગ મશીનમાં અને ભારતના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં પૂર્વ અને પશ્ચિમ જેટલો તફાવત છે. ઈલન મસ્ક જેને નકારે છે તે અમેરિકાના ડિજિટલ વોટિંગ મશીનને, નહીં કે ભારતના ઈવીએમને. અમેરિકાએ ભારત જેવા ઈવીએમ મશીન બનાવીને મતદાન કરાવવું જોઈએ. આપણે તો ઊલટાનું ખુશ થવું જોઈએ કે મતદાન અને મતગણતરી માટે અમેરિકા કરતાં આપણી પાસે સારી અને સિમ્પલ ટેક્નોલોજી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનામાં જે વેક્સિનનો વિરોધ કર્યો હતો તે વેક્સિન ફાઈઝરે બનાવેલી હતી. આ વેક્સિનનો ભારતે પણ વિરોધ કર્યો છે. ફાઈઝરના લાખ ધમપછાડા બાવજૂદ મોદી કટોકટીના એ ગાળામાં ફાર્માલૉબીના જાયન્ટ સામે ઝૂક્યા નહીં અને એ રસીને ભારતમાં આવવા દીધી નહીં. ફાઈઝરની રસી કેટલી જોખમી છે તેની મોદીને જેમ ખબર હતી તેમ ટ્રમ્પને પણ ખબર હતી. એટલે જ ટ્રમ્પે એનો વિરોધ કર્યો. ભારતે જે રસી બનાવી તે સેફ હતી. (રસીને કારણે મોત થઈ રહ્યાં છે એવી તદ્દન વાહિયાત અને બેબુનિયાદ વાતને મેઈનસ્ટ્રીમ મીડિયાએ પોતોનો સ્વાર્થ સિદ્ધ કરવા, મોદીશાસનને બદનામ કરવા અને ફાઈઝર કંપનીની દલાલી કરવા ખૂબ ચગાવી). મોદી જો સ્થાનિક રસીની પડખે ના રહ્યા હોત તો ભારતમાં કોરોના દરમ્યાન બીજા હજારો લોકોનાં મોત થયાં હોત. અને મોદીએ જો ફાઈઝરની રસીને મંજૂરી આપી હોત તો તો કદાચ લાખો ભારતીયો મૃત્યુ પામ્યા હોત. ફાઈઝરની રસી વેચવા માટે એ કંપનીએ હડહડતું જુઠ્ઠું બોલીને કેવું કૌભાંડ કર્યું હતું એ તો આખો જુદો જ વિષય છે. અમેરિકામાં એ વિશે પુસ્તકો લખાયાં છે. ભારતમાં વિવેક અગ્નિહોત્રીએ (કાશ્મીર ફાઇલ્સ ફેમ) વૅક્સિન વૉર નામની અફલાતૂન ફિલ્મ બનાવી છે. જોકે, આવી ફિલ્મ ચિંગમ અને ભૂભુને વખાણનારા ડોબાઓ માટે નથી. પણ તમે ઓટીટી પર ગોતીને જરૂર જોજો. યુટ્યુબ પર મારો રિવ્યુ પણ છે.

અને બીજી વાત. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના હિતેચ્છુ છે પણ અમેરિકાના લોકોએ એમને ભારતનું નહીં, એમના પોતાના દેશનું હિત સાચવવા માટે પ્રમુખપદે ફરી બેસાડ્યા છે. કાલ ઉઠીને અમેરિકાનું હિત સચવાય એવા કોઈ નિર્ણયથી ભારતને અસર પડતી હોય એવું લાગે તો અહીંના દોઢ ડાહ્યાઓએ માની નહીં લેવાનું કે ટ્રમ્પ ભારતવિરોધી છે. ટ્રમ્પ ભારત માટે સારા એટલે છે કે એ બાયડન-કમલાની જેમ ભારતનું અહિત થાય એવાં તત્વોને ક્યારેય ઉત્તેજન નહીં આપે. ડેમોક્રેટ્સ જેવા ડાબેરીઓ અને જ્યોર્જ સોરોસ એમના હરામખોર સાથીઓ ભારતના ડાબેરીઓને ઉત્તેજન આપીને ભારતને ડામાડોળ કરવા માગતા હતા. હવે સરકારી સ્તરે એવી બદમાશી નહીં થાય.

અમેરિકાની પાવરફુલ ફાર્મા લૉબી સામે ટ્રમ્પને ઝૂકવું પડે તો એના માટે એમનાં પોતાનાં કારણો હશે પણ જો આ ફાર્મા લૉબી ભારત પર કોઈ પ્રકારે દબાણ લાવવાની કોશિશ કરશે તો ભારત નહીં ઝુકે એની તમને ખાતરી છે. કોરોના જેવા કપરાકાળમાં પણ મોદીએ ફાઈઝર જેવા જાયન્ટની આગળ નમતું ના જોખ્યું તો હવે શું કામ ઝુકે? આ બાબતમાં જો અમેરિકાના શાસન અને ભારત સરકાર વચ્ચે ચડભડ થાય તો એનો મતલબ એ નહીં સમજવાનો કે ટ્રમ્પે મોદીને દગો આપ્યો!

દુનિયાના દરેક દેશે પોતાનું જોવાનું હોય. કોઈના ચડાવે ચડી જવાનું ના હોય. કોઈના શરણે પણ ના જવાનું હોય. જેઓ શક્તિશાળી નથી તેઓની વાત અલગ છે. ભારત હવે રશિયા, અમેરિકા, ઈઝરાયલની હરોળમાં ગણાય છે. ભારતની આ સિદ્ધિ મોદીને કારણે છે. મોદીને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ક્યારે શું કરવું તેની ખબર છે. કેવી રીતે કરવું તે પણ આવડે છે. એસ. જયશંકર જેવા બાહોશ નિષ્ણાતો એમની પાસે છે. દરેક દેશેને પોતાની સાથે, પોતાની શરતે પોતાની સાથે રાખતાં મોદીને આવડે છે.

કમલા હેરિસની હાર ભારત માટે નિ:શંક જશ્ર્નનો અવસર છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીત ભારત માટે ઘણો મોટો ઉત્સાહનો પર્વ છે.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here