માનસ:ગણિકાનો ત્રીજો દિવસ : ‘બાપુ, હું કોઠા પર શું કામ જન્મ્યો?’

(newspremi.com, સોમવાર, ‌‌22 જૂન 2020)

(માનસ:ગણિકા, ત્રીજો દિવસ  : અયોધ્યા, 24 ડિસેમ્બર 2018)

સરયુ નદીને કિનારે વસેલા અયોધ્યાની રજ જીવનમાં પહેલવહેલીવાર માથે ચડાવતી વખતે તમે આ ઐતિહાસિક નગર વિશે શું વિચારો? એ જ કે ક્યારેક રાજા દશરથની આ રાજધાની હશે, ક્યારેક દશરથજીના મહેલમાં ઠુમક ચલત બાળ પ્રભુ રામચંદ્રે પગમાં પહેરેલી નાની નાની ઝાંઝરીઓનો અવાજ સંભળાતો હશે. આ અયોધ્યા નગર રામજીનાં લગ્ન સીતાજી સાથે થયાં ત્યારે હર્ષથી નાચી ઊઠી હશે અને આ જ નગરવાસીઓ પ્રભુના વનવાસ વખતે શોકમગ્ન થઈને બહાવરા થઈ ગયા હશે. 14 વર્ષનાં વહાણાં વાયા પછી જેમના વાળમાં સફેદી આવી ગઈ હશે એવા અયોધ્યાવાસીઓના ગાલ, રામનો વનવાસ પૂરો થયા પછી ફરી હરખનાં આંસુ વડે ખરડાયા હશે.

આવી આ અયોધ્યાનગરીના એક અતિ સુંદર પવિત્ર સ્થળે અમારો ઉતારો છે અને અયોધ્યા જંક્શન સ્ટેશન અહીંથી થોડાંક જ ડગલાં દૂર છે.

અયોધ્યા એટલે મારે મન છઠ્ઠી ડિસેમ્બર પણ ખરી. અયોધ્યા એટલે મારે મન મંદિર વહીં બનાયેંગેના નારાનું ગુંજન પણ ખરું. આ અયોધ્યાનો પહેરવેશ શહેરી છે પણ એનો આત્મા ગ્રામીણ છે, પવિત્ર છે, પ્રદૂષિત નથી. કોઈ પણ પ્રવાસીને અયોધ્યા પોતાના વતનના ગામની યાદ દેવડાવે છે. એવું શું કામ હશે? ભગવાન રામ, જે દરેક ભારતીયના હૃદયમાં વસે છે એમની આ જન્મસ્થળી છે એટલે? કે પછી પૂજ્ય મોરારિબાપુ કહે છે કે ‘મારામાં અયોધ્યા વસે છે’ એવું દરેક ભારતીયને લાગતું હશે એટલે એને આ નગરમાં પોતાના વતનની ઝાંખી થતી હશે?

રેલવે ટ્રેકની પેલે પાર આવેલા શ્રીરામ મિષ્ટાન્ન ભંડારમાં સવારનો બ્રેકફાસ્ટ કર્યો. ગરમ ચનાપકોડી અને ચાના બે કપ. કથા મંડપમાં પહોંચીને જુઓ છો તો પંખા રાખવા પડ્યા નથી. વિચાર કરો અયોધ્યામાં માગસર મહિનામાં કેટલી ઠંડી હશે કે સવારે-બપોરે પંખાની પણ જરૂર ન પડે.
વિશાળ કથામંડપમાં બાપુની વ્યાસપીઠ. બાપુના જમણા હાથે બનાવેલા મંચ પર ભારતના વિવિધ નગરોમાંથી આવેલી ગણિકાઓને સ્થાન છે. ડાબે હાથે, ‘સંગીતની દુનિયા’ના એન્ક્લોઝરની પાછળ બનાવાયેલા મંચ પર સાધુ સંતો અને ધર્માચાર્યો બિરાજમાન છે. બાપુ આજે કથા દરમ્યાન આ વિગતનો ભારપૂર્વક ઉલ્લેખ કરીને સિક્સર મારતાં કહે છે કેઃ પણ તમને શ્રોતાઓને તમારા જમણા હાથે સાધુ સંતો નજરે પડશે અને તમારા ડાબા હાથે આ બહેન-દીકરીઓ દેખાશે – મારા માટે તો તેઓ મારા જમણા હાથે છે!

જેમના માટે ‘માનસઃ ગણિકા’ થઈ રહી છે તેઓનો દિવસ અધરવાઈઝ સાંજ આથમ્યા પછી શરૂ થતો હશે. પણ અયોધ્યામાં મોરારિબાપુની રામકથા સાંભળવા આ સૌ કોઈ આટલી ઠંડીમાં પણ વહેલસર ઊઠીને તૈયાર થઈને સમયસર કથામંડપમાં પોતાનું માનભર્યું સ્થાન લઈ લે છે.
ત્રીજા દિવસની કથાની શરૂઆત થાય તે પહેલાં એક જાહેરાત થાય છે કે આ ઉપેક્ષિતોની મેડિકલ સારવાર માટે ભંડોળ ભેગું કરવાની વાત ગઈ કાલે થઈ તેની રકમ અલમોસ્ટ બે કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ છે. હજુ તો આ ત્રીજો જ દિવસ છે.

આરંભે બાપુ કહે છે કે કહાં સે શુરૂ કરું, કહાં તમામ કરું. એટલી બધી માહિતી મારી પાસે આવી રહી છે. મેરી બહેન-બેટિયાં, અપને આપ કો કભી ઉદાસ-માયૂસ મત સમજના. તમારી સાથે આ દુનિયાનો કોઈ જીવ હોય કે ન હોય શિવ તો છે જ.

આ સંદર્ભમાં બાપુ કાશ્મીરની રૂપ રૂપના અંબાર જેવી અને અત્યંત ધનિક એવી ગણિકા મહાનંદાની વાત લંબાણપૂર્વક કહે છે. મહાનંદાના ઘરે દર અઠવાડિયે રુદ્રાભિષેક કરવા બ્રાહ્મણો જતા. ખૂબ રસની કથા છે. મહાનંદા પાસે જે કોઈ આવતું-કોઈ એક દિવસ માટે, કોઈ બે દિવસ માટે, કોઈ ત્રણ દિવસ માટે – જેટલા દિવસ માટે આવે એટલા દિવસ દરમ્યાન મહાનંદા એમની સાથે એક પતિવ્રતા નારીની જેમ રહેતી. એ ગાળા દરમ્યાન બીજા કોઈ પુરુષની હાજરી તો શું, બીજા કોઈ પુરુષનો વિચાર સુદ્ધાં એના મનમાં ન હોય. એવી એની નિષ્ઠા હતી.
એક વખત એક ધનિક યુવાન મહાનંદા પાસે આવે છે. ત્રણ દિવસ એની સાથે રહેવાનો છે. કથા તો બહુ લાંબી છે અને રસપ્રદ પણ છે. ટૂંકમાં વાત કરીએ. એ યુવાનનું શરીર અમુક કારણોસર આગમાં બળી રહ્યું છે. મહાનંદા આ જોઈ રહી છે. શરીર હજુ પૂરું બળે એ પહેલાં મહાનંદા ઝડપથી સાજસજ્જા કરીને આવે છે અને યુવાનની સાથે પોતે પણ આગમાં ઝંપલાવી દે છે. ત્રણ દિવસ માટે એને પતિ માન્યો હતો. પણ હજુ ત્રણ દિવસ પૂરા નહોતા થયા. પતિવ્રતા નારીની ફરજ મહાનંદાએ નિભાવી ત્યાં જ આગની જ્વાળાઓ ઓલવાઈ ગઈ અને યુવાનનું જેમણે રૂપ ધારણ કર્યું હતું તે સ્વયં શિવ પ્રગટ થયા. મહાનંદાની નિષ્ઠાની પરીક્ષા કરવા માગતા હતા. મહાનંદા આકરી કસોટીમાંથી હેમખેમ પાર પડી. જેની સાથે કોઈ જીવ ન હોય તો એની સાથે શિવ તો હોય જ.

બાપુ ભજનના નિર્મળ અંદાજમાં પાકિઝગી સાથેના આ શબ્દો ગાય છે અને કથામંડપમાં હાજર રહેલા સૌ કોઈને આ શબ્દોને ઝીલવાનું નિમંત્રણ આપે છેઃ ઇન્હીં લોગોંને લે લીના દુપટ્ટા મેરા… ઇન્હીં તથાકથિત લોગોંને, બાપુ ઉમેરે છે. હમરી ન માનો સિપૈયા સે પૂછો. બાપુ હનુમાનજીને સિપાઈ બનાવે છે, રક્ષક બનાવે છે અને આ જ ગીતના રાગમાં હનુમાન ચાલીસાના આ શબ્દોને રમતા મૂકે છેઃ સાધુસંત કે તુમ રખવાલે…

બાપુ ગઈ કાલે શરૂ કરેલા સાહિરના એ કાવ્યની બાકીની પંક્તિઓમાંની કેટલીક ક્વોટ કરે છેઃ

મદદ ચાહતી હૈ યે હવ્વા કી બેટી,
યશોદા કી હમ્જિન્સ, રાધા કી બેટી,
પયમ્બર કી ઉમ્મત ઝુલેખા કી બેટી,
જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ
ઝરા ઈસ મુલ્ક કે રહબરોં કો બુલાઓ
યે કૂચે, યે ગલિયાં, યે મંઝર દિખાઓ
જિન્હેં નાઝ હૈ હિન્દ પર ઉનકો લાઓ
જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ,
કહાં હૈ, કહાં હૈ, કહાં હૈ…

મહાનંદા તો મોક્ષ પામી. શિવપૂજનની કસોટીમાં પાર ઊતરી એટલે શંકરે એને આશીર્વાદ માગવાનું કહ્યું. મહાનંદાએ વરદાન માગ્યું કે મને અપનાવો, મારા ગામના જેટલા જડ-ચેતન જીવો છે એ સૌને અપનાવો અને કૈલાસ લઈ જાઓ.

મહાનંદાની કથાના સંદર્ભમાં બાપુ કહે છે કે જેણે સમાજની સંસ્કારિતાને બચાવવા પોતાનાં બદન વેચ્યાં છે એમનાં બાળકોના શિક્ષણ માટે પણ સમાજે વિચારવું જોઈએ આવું કરવું એ પૂજા પણ છે, પ્રાયશ્ચિત પણ છે. હા, પ્રાયશ્ચિત છે. એમના માટે રોજગારીની પણ કોઈ વ્યવસ્થા ઊભી કરો.

રામાયણની મૂળ કથા સૌ કોઈ જાણે છે. એ કથાની સાથે સાંપ્રત તેમ જ અમર વિષયોને વણી લઈને બાપુ કથા કહેતા હોય છે. ત્રીજા દિવસના અંતે તેઓ કહે છેઃ રામકથા હવે શરૂ થઈ રહી છે. રામકથા ગંગા જેવી છે. એને મોજ આવે તે રીતે વહ્યા કરે. એ કંઈ કેનાલ થોડી છે કે બે બંધિયાર કૃત્રિમ કાંઠા વચ્ચેથી વહે?

કુંભજ ઋષિના સંદર્ભમાં બાપુએ એક સરસ વાત કહીઃ કોઈ આપણને બહુ માનસન્માન સત્કાર આપે ત્યારે એવું નહીં માનવાનું કે આપણે મોટા છીએ એટલે આ સન્માન ટળે છે. સમજવાનું કે એ એમની મોટાઈ છે કે તેઓ તમને માન આપે છે.

આજે સાંજે બાપુના ઉતારે ન ભૂતો ન ભવિષ્યતિ દ્રશ્યોના સાક્ષી બનવાનું સદભાગ્ય મળ્યું. કથામાં આમંત્રિત તમામ ગણિકાઓને બાપુએ ચા-નાસ્તા માટે નિમંત્રણ આપ્યું હતું. દરેકને વારાફરતી બોલાવીને શાલ-રામચરિત માનસ તથા કવર આપતી વખતે ક્યારેક એમાંની કોઈ સન્નારી પોતાની વ્યથાઓ બાપુ સમક્ષ પ્રગટ કરે તો ક્યારેક બાપુ એમની સાથે પ્રશ્નોત્તરી કરે. બાપુના હિંચકાની સૌથી નજીક બેસીને મેં જે કંઈ જોયું-સાંભળ્યું તે બધું જ દુર્લભ હતું. એનું કોઈ વીડિયો રેકોર્ડિંગ નથી, નથી કોઈ ફોટા. બધું જ મનમાં સંઘરેલું છે. પણ આ વિશે નથી લખવું. કદાચ, બાપુ આ બધી વાતોનો કાલે કથામાં ઉલ્લેખ કરશે.

કદાચ નહીં, ચોક્કસ. એમાંથી માત્ર એક સવાલ લીક કરું. એક કૉલેજિયન યુવાને બાપુને પૂછ્યું: બાપુ, હું કોઠા પર શું કામ જન્મ્યો?
આજની કથા દરમ્યાન બાપુએ એક સંદર્ભ આપીને કહ્યું કે, મને સાન્તાક્લોઝ ગમે છે. થેલામાં ભેટ લઈને બાળકોને કોઈ ખુશખુશાલ કરતું હોય તે કોને ન ગમે? બાપુને ખબર હોવાની કે કથાના આ ત્રીજા દિવસની તારીખ 24 ડિસેમ્બર છે અને આવતીકાલે 25 ડિસેમ્બર છે. નાતાલ છે, અમારો વિચાર છે કાલે કથામાં નાતાલની ઉજવણી કરવાનો. જોઈએ!

to read this article in English <a href=”https://www.newspremi.com/english/2020/06/22/morari-bapu-manas-ganika-day-3/“>click here</a>

यह लेख हिन्दी में पढ़ने के लिये <a href=”https://www.newspremi.com/hindi/morari-bapu-manas-ganika-day-3/“>यहाँ मिलेगा</a>

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

<blockquote><span style=”color: #0000ff;”>’ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ</span></blockquote>

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : <span style=”color: #0000ff;”><a style=”color: #0000ff;” href=”https://www.newspremi.com/gujarati/support-newspremi/”>https://www.newspremi.com/gujarati/support-newspremi/</a></span>

<img src=”https://www.newspremi.com/wp-content/uploads/2020/04/Screenshot-2020-04-29-at-11.07.09-AM.png” />

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here