( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : રવિવાર, 18 ઑગસ્ટ 2024 )
હવે તમને મારા પાગલપન વિશે વાત કરું. ૨૦૦૯ની રક્ષાબંધનની સવારે બીજી વાર ‘આખું થિયેટર ભાડે કર્યું’ એ પછી એ દિવસે બપોરે ઘરે આવીને ‘લવ: આજ-કલ’ની સીડી સાંભળી. સાંજે પાછો થિયેટરમાં. સાંજે ૫.૩૦, રાત્રે ૮.૧૦ અને મોડી રાત્રે ૧૦.૫૦ —ઉપરાઉપરી ત્રણેય શો જોઈ નાખ્યા. એક જ દિવસમાં એક જ ફિલ્મના ચાર-ચાર શો મેં ક્યારેય નથી જોયા.
રામ ગોપાલ વર્માની ‘સત્યા’ અને કમલ હાસનની ‘હે રામ’ એક દિવસમાં બે વાર જોઈ હતી. ‘ઓમ શાન્તિ ઓમ’ અને ‘રૉક ઑન’ મહિના-પંદર દિવસમાં પાંચેકવાર થિયેટરમાં (ડીવીડી પર તો પછી કેટલીય વાર) જોઈ. પણ એક જ દિવસમાં એક જ ફિલ્મ ચાર વાર! નર્યું ગાંડપણ. આમ કુલ પાંચ વાર જોયા પછી ‘અગ્યાત’ અને ‘મેરે સંગ’વાળા ફ઼્રાઈડેએ બે શો વચ્ચે ત્રણ કલાકનો ગાળો હતો. શું કરવું? ‘મજબૂરી’થી છઠ્ઠીવાર ‘લવ આજ કલ’ જોઈ. એ પછી મેઘા મુંબઈથી આવી ગઈ. એણે મુંબઈમાં પપ્પા-મમ્મી સાથે ‘લવ:આજ-કલ’ ફરી જોઈ હતી પણ મારી સાથે ફરીવાર જોવાની બાકી હતી. એટલે અમે ફરી વાર જોઈ. માણી. મેં સાતમી વાર. એણે ત્રીજી વાર. એ પછી આઠમી વાર પણ જોઈ. હવે નવમી વાર બાકી. મેં તમને કહ્યું ને કે હું પાગલ છું, ક્યારેય સુધરી ન શકું એવો પાગલ.
‘લવ: આજ-કલ’માંનાં બે સાયલન્ટ પ્રતીકો વિશે વાત કરી હતી. એક તો બ્લૅક ટી-કૉફી. બીજું?
બીજું પ્રતીક પુરાના કિલ્લા. વીરસિંહ અને હરલીનની પ્રેમકથા પુરાના કિલ્લાના લોકેશનમાં પાંગરે છે અને એ જ જગ્યાએ હરલીન પોતાની સગાઈના સમાચાર વીરસિંહને આપે છે. પુરાના કિલ્લામાં મળીને બેઉ છુટાં પડી જાય છે.
દીપિકા એ જ પુરાના કિલ્લાના રેસ્ટોરેશનનું કામ કરે છે. જાણે વીર સિંહ-હરલીન જેવા પ્રેમને એ રિસ્ટોર કરે છે. પ્રેમ એ જમાનાનો હોય કે અત્યારનો. પ્રેમમાં રહેલી પૅશન એ જ છે. જરૂર છે થોડુંક રિસ્ટોરેશનનું કામ કરવાની, ઝાંખી થઈ ગયેલી છબીઓને થોડાક બ્રશ-સ્ટ્રોક્સથી કાળજીપૂર્વક પુનઃજીવિત કરવાની, સમયના ઘસારાથી ડૅમેજ થયેલા પ્રેમનું આધુનિક ટેક્નિકથી- આજની વિચારસરણીના ઢાંચામાં- સમારકામ કરવાની.
બ્લૅક ટી-કૉફી અને પુરાના કિલ્લા. ફિલ્મમાં આ પ્રતીકો કશું જ બોલતાં નથી, ચૂપચાપ એના અન્ડરકરન્ટનાં સ્પંદનો તમારા સુધી પહોંચતા રહે છે. ફિલ્મ જોતી વખતે આ સિમ્બૉલ્સને પ્રેક્ષક ન ઓળખી શકે તો પણ ફિલ્મ માણવાની એની મઝા ઓછી થતી નથી. ઊંચા ગજાની કૃતિમાં સિમ્બૉલ્સ આ જ રીતે વપરાતાં હોય છે. ‘જુઓ આ પ્રતીક મેં અહીં મૂક્યું, ત્યાં મૂક્યું’ કહીને સર્જક પોતાની બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરતો રહે ત્યારે ભાવકને ઈમ્પ્રેસ કરી નાખવાના પ્રયત્નમાં કૃતિને તદ્દન સામાન્ય કક્ષાએ ઉતારી નાખતો હોય છે.
‘લવ: આજ-કલ’ની સેન્ટ્રલ થીમ શું છે?’ એસ.એસ.સી.ના પેપરમાં દસ માર્ક્સનો આવો સવાલ પૂછાય તો શું લખવાનું? આવા પ્રશ્નો ૧૫ કે ૧૬ વર્ષની ઉંમરે જ પૂછાઈ જવા જોઈએ અને એ જ ઉંમરે એના જવાબ પણ મળી જવા જોઈએ જેથી આવી રહેલી જિંદગી ઓછી કૉમ્પ્લિકેટેડ બને.
તો જવાબ શો આપવાનો? ઘણા વર્ષ અગાઉના મારા એક લેખમાં મેં લખ્યું હતું ( જે મારા કોઈ જૂના પુસ્તકમાં પણ છે) કે ‘જિંદગીમાં શું કરવું છે તે નક્કી કરવું જેટલું અગત્યનું છે એટલું જ મહત્વનું એ છે કે જે કંઈ કરવું છે તે કોની સાથે રહીને કરવું છે.’
ઘણા લોકો માની લે છે કે જિંદગીમાં ડૉક્ટર, એન્જિનિયર વગેરે બનવાનું નક્કી કરી લીધું એટલે વાત પૂરી થઈ ગઈ. ઘણા લોકો માની લે છે કે કંઈ પણ થાય, હું આ જ વ્યક્તિ સાથે મારી જિંદગી ગાળીશ અને એ વ્યક્તિનો જીવનભરનો સાથ મળી જાય એટલે વાત પૂરી.
આ બેઉ પ્રકારના લોકો અડધા સાચા છે. જિંદગીમાં જે કંઈ કરવું છે તે કોની સાથે રહીને કરવું છે એ નક્કી કર્યા પછી જ એમના બાકીના અડધા માર્ગનો નકશો સ્પષ્ટ થાય છે.
દીપિકા અને સૈફ પોતપોતાની કરિયર માટે, કામની પૅશન માટે, બહુ જ ક્લિયર છે. પણ એ કામ કરતી વખતે મારી અંગત જિંદગીમાં કોણ મારી સાથે હશે એ માટે ડિટરમાઈન્ડ નથી. હોત તો ઘણા બધા ઈમોશનલ ટર્મોઈલ્સમાંથી તેઓ ઉગરી જાત.
ઘણા લોકો કન્ફ્યુઝ્ડ હોય છે. પોતાની કરિયરના કે દાંપત્યજીવનના દાયકાઓ વીતાવી દીધા પછી પણ એમને ખબર નથી પડતી કે પોતે કનફ્યુઝ્ડ છે. ‘લવ:આજ-કલ’ જોઈને પોતાની જાત આગળ પોતાનું કન્ફ્યુઝ્ન ખુલ્લું પડી જાય છે, પોતાની જાણ વિના. અને પોતે પ્રોજેક્શન એવું કરે છે કે ફિલ્મનાં પાત્રો કન્ફ્યુઝ્ડ છે. નાનું બાળક અંધારામાં પોતાને બીક લાગતી હોય એવું કબૂલતાં સંકોચાય અને કહે કે, ‘મમ્મી, લાઈટ બંધ નહીં કરતી, મારા ટેડી બેરને બીક લાગે છે.’ ત્યારે એ પોતાની બીકનું પ્રોજેક્શન કે આરોપણ ટેડી બેરમાં કરે છે. આવું જ ભોળપણ સૈફ-દીપિકાને કન્ફ્યુઝ્ડ કહેનારાઓમાં હોવાનું.
બેઝિકલી, આ એક ઑનેસ્ટ ફિલ્મ છે. ઑનેસ્ટ પાત્રોની ફિલ્મ છે. સૈફ દીપિકાને બ્રેકઅપ માટે કહે છે અને દીપિકા પણ તત્ક્ષણ પોતાનો વિચાર બદલીને સૈફની હામાં હા પુરાવે છે ત્યારે સૈફ કહે છે કે તું પણ મને બ્રેકઅપ માટે જ કહેવાની હતી ને? તે વખતે દીપિકા જુઠ્ઠું નથી બોલતી કે હા, હું પણ એવું જ કહેવાની હતી. એ એટલું જ કહે છે: ‘ક્યા ફરક પડતા હૈ…’ દીપિકા ઑનેસ્ટ છે.
સાઈકિએટ્રિસ્ટ સૈફને પૂછે છે કે તેં મને તારા જીવનની બધી જ વાત કહી દીધી છે ને? ત્યારે સૈફ કહે છે: હા. સૈફને ખબર જ નથી કે સાન ફ્રાન્સિસ્કો આવીને પોતે વેરવિખેર થઈ ગયો તેની પાછળ દીપિકા માટેનો આવેશ કારણભૂત છે. ખબર ત્યારે પડે છે જ્યારે દીપિકાના ફોટા માટે એ માર ખાય છે. સૈફ ઑનેસ્ટ છે.
રિશી કપૂર પોતાની યંગ એજમાં હરલીનને પ્રાપ્ત કરવા કોઇ ચાલબાજી નથી કરતા. માર ખાઈ લે છે. છેવટે હરલીનની માને કહીને હરલીનને એના ઘરેથી લઈ જાય છે. રિશી ઑનેસ્ટ છે.
ફિલ્મનાં પાત્રો કૉન્ફિડન્ટ છે. તેઓ એક સારા પતિ, સારી પત્ની કે સારા પિતા/માતા વગેરે બનવા નથી માગતા. તેઓ સારા માણસ બનવા માગે છે.
આ પાત્રોને પોતાની જિંદગી સાર્થક લાગે તે માટે સૂરજ બડજાત્યાની ફિલ્મોની જેમ મામા, કાકા,ફોઈ,જિજુ,ભાભી,ભાણા,મા,બાપ,ભાઈ-બહેન કે ફૉર ધેટ મૅટર કૂતરાની પણ જરૂર નથી જણાતી. ‘મારા બ્રેકઅપ સાથે મારા ઘરવાળાઓને શી લેવાદેવા’ કહેતો સૈફ ફેમિલી વેલ્યુઝમાં નથી માનતો એવું નથી. એ વડીલોનો આદર કરે છે. રિશી સાથે ભયંકર ડિફરન્સિસ ઑફ ઓપિનિયન હોવા છતાં સૈફ ક્યારેય અવિવેકી વર્તન નથી કરતો. દીપિકાની નાનીને પણ સંસ્કારી રીતે મળે છે. દીપિકાનાં વિક્રમ સાથેનાં લગ્ન વખતે દારૂ પીને ‘લગ્નસંસ્થા તો બકવાસ છે’ એવું કોઈ ભાષણ નથી ઠોકતો. એ જાણે છે કે ફૅમિલીની એક મર્યાદિત, સીમિત અને અફકોર્સ નિશ્ચિત જરૂર છે. પણ જિંદગીનું સુકાન ફૅમિલી મેમ્બર્સના હાથમાં ન હોય.
આ ફિલ્મ ઈન્ડિવિજ્યુઅલ્સની ફિલ્મ છે. પાત્રો પોતે જે કંઈ કરે છે, વિચારે છે તેનાથી પાત્રાલેખન ઉપસે છે, બીજા લોકોની એમના માટેની પ્રતિક્રિયાથી નહીં. મા કહે કે મારો દિકરો સ્મગલર છે કે ડૉક્ટર કહે કે મારો કેન્સર પેશન્ટ કેટલો હસમુખો છે—એવી પ્રતિક્રિયાઓથી પાત્રો નથી ખડા થતા, તેઓ પોતાના પગ પર ઊભા છે.
દિલથી થયેલું કોઈ પણ કામ માણવાની મઝા આવતી હોય છે. ‘લવ:આજ-કલ’ દિલથી બનાવેલી ફિલ્મ છે. (મણિરત્નમ્ની ‘દિલ સે’ દિલથી નહીં દિમાગથી બનાવાયેલી ફિલ્મ હતી, શુષ્ક અને ગણતરીબાજ દિમાગથી.)
જરૂરી નથી કે ફિલ્મની બધી જ સિચ્યુએશન્સ સાથે કે એનાં પાત્રો સાથે તમે તમારી જાતને સતત આયડેન્ટિફાય કર્યા કરો તો જ ફિલ્મ તમને ગમે. એમાનું કોઈક સંવેદન તમને સ્પર્શી જવું જોઈએ. બાકી, કૅન્સર ન હોવા છતાં ‘આનંદ’ ડઝનબંધ વખત કે સ્મગલર ન હોવા છતાં ‘દીવાર’ ગ્રોસબંધ વખત તમે જોઈ જ છે. કુટુંબમાં ગબ્બર જેવા માસા કે ફૂવા ન હોવા છતાં તમને ‘શોલે’ ગમે જ છે ને. રિયલ લાઈફ્માં ક્યારેય ઍક્ટર બનવાની ખ્વાહિશ ન ધરાવી હોવા છતાં અને સિંગર તો શું બાથરૂમ સિંગરના ઑડિશનમાં પણ નાપાસ થઈએ એવી ગાયકી હોવા છતાં ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘રૉક ઑન’ એકાધિકવાર જોવા થિયેટરમાં ગયા જ છો ને.
‘ઓમ શાંતિ ઓમ’ અને ‘રૉક ઑન’ થિયેટરમાંથી ઉતરી ગયા પછી નક્કી કર્યું કે જે ફિલ્મો ગમી જાય તે ફિલ્મો થિયેટરમાં જોવાય એટલી જોઈ લેવી. કેટલાકને પાયરેટેડ સીડી, કેબલ કે ઉઠાંતરીવાળા ડાઉનલોડ પરથી મળેલી ફિલ્મો જોવાની ટેવ હશે. ભલે હોય. મારે હિસાબે ઓરિજિનલ ડીવીડી, તમને ગમતી ફિલ્મોની, તમારી પાસે હોવી જ જોઈએ. પણ ટીવીના પડદા પર એ રોમાંચ નથી મળતો જે થિયેટરના લાર્જર ધૅન લાઈફ સિલ્વર સ્ક્રીન પર મળે છે. અને હવે અગાઉની જેમ ફિલ્મો એક વખત થિયેટરમાંથી ઉતરી ગયા પછી ભાગ્યેજ ફરીવાર રિલીઝ થાય છે.
‘લવ: આજ-કલ’ આ વર્ષની ‘મોસ્ટ રિપીટ વેલ્યુ’ ધરાવતી ફિલ્મ તરીકે વખણાઈ છે. ફિલ્મની વાર્તાના પ્રવાહમાંના દરેકે દરેક વળાંક, દરેક સંવાદ મોઢે થઈ ગયા પછી પણ વારંવાર જોવાની મઝા આવે એવી આ ફિલ્મ છે. હિંદી સિનેમાની ‘મોગલ-એ-આઝમ’થી માંડીને ‘શોલે’ જેવી મહાન ફિલ્મોમાંની આ એક છે? ખબર નથી. મહાન ફિલ્મો રિલીઝ થયાના પહેલા જ મહિનામાં મહાન તરીકે નથી ઓળખાતી. એકાદ વર્ષ પછી પણ નહીં. એ નક્કી કરવા માટે દાયકો-બે દાયકા જોઈએ. તે વખતે પૂછજો, કહીશ તમને.
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Few of my all time favorite movies if they are re-relesed , I can watch it again & again. Kabhie kabhie, kala Pathaar, Abhimaan,Anand , Avishkaar, Amar Prem, Namak Haraam, Parinda , Lakshya , Dil Chaahta hai, Doosra Aadmi, Lamhe, Kaash, Aandhi, Inkaar ( Vinod khanna), Almost all movies of Gulzaar ji and Rishikesh Mukharji, Raj Kapoor, Bilal Roy. Kinaara, Khushboo,Machis, Mere Apne , Chupke Chupke, Gol maal, Bemisaal, Mera naam joker, prem Rog. The list is endless.