આવતી કાલ માટેનો નોસ્ટૅલ્જિયા આજે બનાવીએ – સૌરભ શાહ

૧૯૭૨ની બીજી ઑકટોબરે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંની શહનાઈથી એની મંગળ શરૂઆત થઈ. દૂરદર્શનની. મુંબઈમાં. પ્રસારણ શરૂ થતાં પહેલાં તીણી સિસોટી સાથે એક બ્લેક ઍન્ડ વ્હાઈટ ઈમેજ આવે- ફોક્સ અને કૉન્ટ્રાસ્ટ ઍડજસ્ટ કરવા માટે અગાસી પર જઈને ત્રણ પાંખિયાવાળું ઊંચું- લાંબું એન્ટેના ઍડજસ્ટ કરવાનું.

પ્રસારણ શરૂ થતાં પહેલાં ઉદાસ ટ્યૂનમાં સારે જહાં સે અચ્છા જેવી શરણાઈ વાગે. શરૂમાં તો મરાઠીમાં બાતમ્યા અર્થાત્ ન્યુઝ , પછી ખેડુતો માટે આમચી માતી આમચી માણસં જેવા પ્રોગ્રામ આવે. પણ ગુરુવારે છાયાગીતમાં ફિલ્મી ગીતો બતાવે. રવિવારે જૂની હિન્દી ફિલ્મ લગાડે. ધીમે ધીમે જાહેરખબરો આવતી થઈ. સિરિયલો બનતી થઈ.

૧૯૮૨માં એશિયાડની સાથે કલર ટીવી આવ્યું. હમ લોગ, બુનિયાદ, જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ, રામાયણ, નુક્કડ, મહાભારત. વરસાદને લીધે કે પછી તકનીકી સમસ્યાને લીધે વારંવાર એક પાટિયું દેખાય: ઉપર દૂરદર્શનનો લોગો નીચે સૂચના- સૉરી ફૉર ધ ઈન્ટરપ્શન. માલગુડી ડૅઝ-ત નાના તનાના ના… ધ લ્યુસી શો. ગુજરાતીમાં સંતાકૂકડી, યુવદર્શન, ઘેરબેઠાં, આવો મારી સાથે. અંગ્રેજીમા વૉટ્સ ધ ગુડ વર્ડ. ૧૯૮૩ની વર્લ્ડ કપ લાઈવ. મિલે સૂર મેરા તુમ્હારા… કેવા સરસ દિવસો હતા.

અતીતનાં સ્મરણો, નોસ્ટૅલ્જિયા. કાકાસાહેબ કાલેલકરે કંઈક એ મતલબનું લખ્યું છે કે અતીતને ઓવારે બેસીને છબછબિયાં કરી લેવાનાં હોય એમાં ડૂબકી મારીને તર્યા કરવાનું ન હોય.

વારંવાર મનને સમજાવ્યા પછી પણ આદત છૂટતી નથી. ગમે તે ઘડીએ ભૂતકાળમાં સરી પડે છે અને તે હિ ના દિવસા ગતા: ના અફસોસ સાથે મન પાછું વર્તમાનમાં આવે છે. પાંચ- પંદર- પચ્ચીસ કે પચાસ વર્ષ પહેલાંના સમયગાળાની સ્મૃતિનું રેશમ પંપાળતી વખતે ભૂલી જઈએ કે હવે પછીનાં પાંચ- પંદર- પચ્ચીસ કે પચાસ વર્ષ પછી જે કિનખાબી ક્ષણો લાગતી હશે તે આજની હશે. પણ અત્યારે આજનો આ સમય ખરબચડો લાગે છે. આજે જે નોસ્ટૅલ્જિયા ફરી જીવવાનું મન થાય છે તે દિવસોમાં એવી તો કોઈ સભાનતા નહોતી કે ચાલો, કંઈક એવું જીવી લઈએ જેની સ્મૃતિ ભવિષ્યમાં આપણા માટે મૂડી બની જાય. સાહજિક રીતે જિવાતું ગયું. દિવસો જોડીતોડીને જિંદગી આગળ વધતી ગઈ. છતાં એ દિવસોની યાદ આજે રોમાંચક લાગે છે.

નોસ્ટૅલ્જિયાની કિંમત જો ખરેખર સમજાઈ ગઈ હોય તો હવે આટલું કરીએ? તે વખતે ભલે સભાનતા નહોતી પણ હવે વધુ સમૃદ્ધ ભૂતકાળ જોઈતો હશે તો આજે જે જિંદગી જીવાઈ રહી છે એના માટે થોડાક સભાન બનીએ, કૉન્શ્યસ બનીએ. આજે શું કરીએ છીએ, આજે શું વાંચીએ- જોઈએ- સાંભળીએ છીએ, આજે કોને મળીએ છીએ- ક્યાં જઈએ છીએ. આ બધા માટે સહેજ વધુ સભાનતા કેળવીએ. કારણ કે ભવિષ્યમાં આજનો આ દિવસ તમારા નોસ્ટૅલ્જિયાનો હિસ્સો બની જવાનો છે. તમારા અતીતને ભવિષ્યમાં ભવ્યતાનો ઓપ આપવો હોય તો આજે આટલું અમથું આ નાનકડું કામ કરવું પડે.

અને થોડીક વસ્તુઓ નાની સરખી પેટીમાં સાચવી રાખીએ. ટ્રેનની ટિકિટ, સેલફોન પર લીધેલા ફોટાની પ્રિન્ટ, ઈમેલનો પ્રિન્ટઆઉટ, કરિયાણાવાળાનું બિલ, કુરિયરની રસીદ, હૉટેલનું બિલ, રૂપિયાનો સિક્કો, દસ રૂપિયાની નોટ, આજના આ રવિવારનું છાપાની પૂર્તિ…

આજે સોશ્યલ મીડિયામાં સિત્તેરના દાયકા સુધી ચલણમાં હતાં એવાં રેડિયો/ ટીવી લાયસન્સ જોવા મળે છે ત્યારે કેવો રોમાંચ થાય છે. ત્રણ રૂપિયે લિટર પેટ્રોલનું બિલ કે આઠ આનાના મસાલા ડોસાનું બિલ જોવા મળે છે ત્યારે સોંઘવારીના દિવસોને યાદ કરીને કેવી થ્રિલ થાય છે.

સોંઘવારી અને મોંઘવારી. આઝાદી પહેલાંના સોંઘવારીના દિવસોમાં પણ લોક ‘કમરતોડ ભાવો’ વિશે ફરિયાદ કરતા. પચ્ચીસ વર્ષ પહેલાં પણ કરતા અને પચાસ વર્ષ પછી પણ કરશે. મારે હિસાબે એ નૉન-ઈશ્યુ છે. રાજકારણીઓ અને મીડિયા માટેનો ઈશ્યૂ છે- એમના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ સંકળાયેલા છે અને આપણે એમની વાતોમાં આવી જઈને મોંઘવારીના નામનો કકળાટ કરીને આપણી અચ્છી-ખાસી જિંદગીમાં ક્લેશ પાથરી દઈએ છીએ. ચીજોના ભાવની સરખામણીએ દરેક વર્ગની આવકોમાં સતત ધરખમ વધારો થતો રહ્યો છે. માત્ર આળસુ અને કામચોરોની જ આવકોમાં વધારો નથી થતો. મોંઘવારીનો કકળાટ વગર વિચાર્યે બેફામ ખર્ચા વધારી દેનારાઓ જ કરતા રહે છે.

જે પૈસા હાથમાં આવે છે એમાંથી જે કંઈ બચત થાય, જે કંઈ વાપરી શકાય, જે કંઈ વસાવી શકાય તેમાં ખર્ચ કરવાનો. પૈસા ઓછા પડે તો વધારે કમાવવાની કોશિશ કરવાની. ન થઈ શકે તો જે મળે છે તે પૂરતા છે એવું માનીને ફિઝુલ ખર્ચ પર કાપ મૂકીને આનંદમાં રહેવાનું. પણ મનમાં કજિયો નહીં રાખવાનો કે આ મોંઘવારીમાં પૈસા નથી એટલે શોષાવું પડે છે. મોંઘવારી સનાતન છે અને આવકમાં થતો રહેતો વધારો પણ સનાતન છે.

વાસ્તવમાં મોંઘવારી જેવો શબ્દ જ જીવનમાંથી કાઢી નાખવાનો. કોઈ વસ્તુ ન પોસાય એવી હોય એટલે મોંઘી લાગે એ સ્વાભાવિક છે. પણ મોંઘી વસ્તુ લઈ લીધા પછી જીવ નહીં બાળવાનો કે હાય, હાય, કેટલી મોંઘી ખરીદી થઈ ગઈ. બાય ધ વે અંગ્રેજીમાં તમને જે ચીજ ન પોસાય એવી હોય તેને કોસ્ટલી કહેવાય અને એ જ ચીજ જેને પોસાય એવી હોય એના માટે તે એક્સપેન્સિવ હોય. ગુજરાતીમાં કોસ્ટલીને મોંઘી અને એક્સપેન્સિવને કિંમતી કહેવાય? જામનગરથી આવેલી પ્રી વેડિંગ સેરિમનીની તસવીરોમાં જોયેલો પાંચસો કરોડ રૂપિયાનો જે હાર તમને કોસ્ટલી લાગ્યો એ નીતાબેન માટે એક્સપેન્સિવ કહેવાય (જોકે, નીતાબેન માટે તો આવો હાર ચીપ હશે, જુલાઈની વેડિંગ સેરિમની વખતે રિયલ એક્સપેન્સિવ નેકલેસ જોવા મળશે એવી આશા રાખીએ.)

આજનો દિવસ કકળાટ માટે નથી, આ સમયગાળો ફ્રસ્ટ્રેશન બહાર કાઢયા કરવાનો નથી, વર્તમાન ફરિયાદો કરવા માટે નથી. પ્રસન્ન રહેવા માટે છે, આનંદથી જીવવા માટે છે, તમે કેટલા નસીબદાર છો એવો અહેસાસ કરવા માટે છે. કારણ કે આવતી કાલે તમને આ જ દિવસો નોસ્ટૅલ્જિયા બનીને યાદ આવવાના છે. ત્યારે તમને લાગવાનું છે કે કેવા સરસ દિવસો હતા. ત્યારે એવું લાગે એટલા માટે આજે જીવીને એવું લાગવું જોઈએ કે કેટલા સરસ દિવસો છે આ.

પાન બનારસવાલા

પહુંચ ગયે હૈં કઈ રાઝ મેરે ગૈરોં કે પાસ,
કર લિયા થા મશવરા એક રોઝ અપનોંકે સાથ

—અજ્ઞાત્ લુધિયાનવી

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. તમે દૂરદર્શન મુંબઈ નાં ગુજરાતી કાર્યક્રમો યાદ કર્યા છે , તે દિવસો વીતી ગયા. પણ આકાશવાણી મુંબઈ ની a (હાલ સંવાદિતા જે બંધ કરી દીધી છે અને fm gold પર મર્યાદ્દિત સમય માટે ગુજરાતી પ્રસારણ ચાલતું હતું તે પણ બંધ કરાયું છે અને તેને કારણે જૂની ગુજરાતી સુગમ સંગીત , રેડિયો નાટકો જેવી તેઓનાં પોતાના નિર્માણ વાળી કે ગ્રામોફોન રેકોર્ડ પર મૂળ રૂપે આવેલી રચનાઓ લોકો થી દુર્લભ બની ગઈ છે. મુંબઈ ની હાર્ડ જિંદગી ને લીધે તથા મોટા અંતર માં ફેલાયેલા હોવાથી તેઓ જાગૃત નથી થતા અને એક અવાજે બોલી શકતા નથી. પણ જો વડોદરા માં સાપ્તાહિક ગુજરાતી કાર્યક્રમ હજુ આવતો હોય તો મુંબઈ પર ગુજરાતી કેમ નહીં ?

  2. Let today’s life flow in it’s own way.
    Nothing is required to be done.
    It all depends on the personal state of mind of the person in it’s prevailing situation & timings.
    There are certain situations beyond your control.

  3. ખરેખર આજની સારી કે ખરબચડી વાતો વરસો પછી ભૂતકાળની વાતો બનશે અને ઘણીવાર લાગે છે કે ભગવાન ની કૃપા છે કે યાદ કરીએ ત્યારે ખરાબ સમયમાં આપણી મનઃસ્થિતિ, એ વખતના તણાવ ભગવાન ભુલાવી દે,સારી વાતો યાદ આવે એવી વ્યવસ્થા મગજ માં ગોઠવી હોય તેવું લાગે છે. મુશ્કેલ વખત કેટલી મુશ્કેલી થી પસાર કરેલો એ અત્યારની પરિસ્થિતિ સાથે સરખાવવાથી આનંદ ની અનુભૂતિ થતી હોય એવુ લાગે છે.
    તમારા મજા આવે એ લેખ પછી આવેલ વિચાર 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here