સંતાનો અને સેક્સ એજ્યુકેશન: સૌરભ શાહ

તડકભડક: રવિવાર, 26 જુલાઈ 2020

લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે જે શારીરિક સંબંધ હોય તે સિવાયના તમામ સેક્સસંબંધો વિકૃત કહેવાય એવું આપણે માની લીધું છે. તમને પણ ખબર છે કે હકીકતમાં આવું નથી હોતું, પણ જાહેરમાં કે પછી બીજી વ્યક્તિ આગળ આવું કબૂલ કરતાં આપણને અન્કમ્ફર્ટેબલ ફીલ થાય છે. એટલે આપણે એવો દેખાડો, ઢાંકપિછોડો કે દંભ ચાલુ રાખીએ છીએ. સેક્સ માટેની આવી માન્યતા આપણને પોતાને તો જિંદગીમાં નડતી જ રહે છે, વારંવાર ગિલ્ટી ફીલ કરાવતી રહે છે અને આપણા કરતાં વધારે આપણી આ માન્યતા બાળકો સાથે આ બાબતે ડીલ કરતી વખતે વધારે નડે છે.

સંતાનોને ‘સુધારતાં’ પહેલાં માબાપોએ પોતાની અંદર ઝાંકીને જોવું જોઈએ કે શું તેઓ ‘કૃષ્ણ કરે તે લીલા અને બીજા કરે તે ભવાઈ’ની મેન્ટાલિટીનો ભોગ તો નથી બન્યા ને. બાળકોને ‘સીધા રસ્તે’ લાવવા મથતા પેરન્ટ્સે વિચારવું જોઈએ કે પોતે ક્યારે, ક્યાં ક્યાં અને કેટલી વાર પેલા કહેવાતા પ્રોહિબિટેડ ઝોનમાં આંટો મારી આવ્યા છે.

તમારું સંતાન એવા કોઈ પ્રતિબંધિત ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યું હોય કે પ્રવેશી રહ્યું હોય કે એની આસપાસ આંટાફેરા કરી રહ્યું હોય ત્યારે તમારી સૌથી પહેલી ફરજ એને સેફ સેક્સની જાણકારી આપવાની બને છે. તમે એને ઈન્ટરનેટ સર્ફ કરતાં રોકી શકવાના નથી. ઘરના કમ્પ્યુટર કે ટીવીમાં ચાઈલ્ડ લૉકની મદદથી બાળકનો ‘એ પ્રકાર’ની કન્ટેન્ટ માટેનો એક્સેસ રોકશો તો પણ એ એના રસ્તા શોધી લેશે. પ્રેગનન્સી અને એચઆઈવી એઈડ્સ અને કોન્ડોમ વગેરે વિશેની જાણકારી તમે સ્ટ્રેટ ફેસ સાથે, સહેજ પણ આવેશ બતાવ્યા વિના તમારા સંતાનને આપી શકો તો સારી વાત છે. શક્યતા એવી છે કે એ પ્રકારની જાણકારી મિત્રો અને ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ઑલરેડી એની પાસે હોય.

જે જાણકારી એની પાસે કદાચ નહીં હોય તે એ કે અઢાર વર્ષની નીચેની કોઈ પણ વ્યક્તિ સાથેની સેક્સ ગેરકાનૂની છે. આ જાણકારી તમારે એને આપવી જોઈએ. એને ડરાવવા નહીં, સાવચેત કરવા. તમારા પંદર-સોળ વર્ષના દીકરાને તમે સહેજ પણ ગુસ્સે થયા વિના કહી શકો કે તારી ગર્લફ્રેન્ડની ઉંમર અઢાર વર્ષ કરતાં એક દિવસ પણ ઓછી હશે તો તું માઈનોર સાથે સેક્સ કરવાના આરોપસર જેલમાં જઈ શકે છે. તમે બંનેએ પરસ્પર સંમતિ સાથે મઝા કરી હોય અને ફુલફ્લેજેડ સેક્સ નહીં, માત્ર અડપલાં કર્યાં હોય તો પણ તને જેલ થઈ શકે છે, જો છોકરીએ આ બાબતની ફરિયાદ પોલીસમાં નોંધાવી હશે તો. છોકરી પોતાની ઈચ્છાથી ફરિયાદ નહીં કરે, પણ છોકરીનાં માબાપ જો વિફર્યા તો તને પાઠ ભણાવવા એનો બાપો પોતાની દીકરી પર પ્રેશર લાવીને તને જેલમાં ધકેલી દેશે. તો હવે તું તારી રીતે વિચાર. ટીન એજર બન્યા પછી ‘હવે તો હું મોટો થઈ ગયો છું’ એવું તું વારંવાર કહીને હક્કો માગતો હોય તો રિસ્પોન્સિબિલિટી લેતાં પણ શીખી જા. હક્ક ત્યારે જ મળે જ્યારે ફરજ નિભાવવાની દાનત હોય. તને એમ લાગતું હોય કે તને હવે તારી રીતે જીવવાનો હક્ક છે તો એ રીતે જીવવાનાં પરિણામો શું આવી શકે તે વિશે વિચારી લે. પરિણામ ભોગવવાની તૈયારી ન હોય તો ડોન્ટ એક્સપેક્ટ કે તું તારી મરજી મુજબ લાફઈ એન્જોય કર્યા કરીશ અને આવી કોઈ આપત્તિ વખતે તારો બાપ તને એમાંથી ઉગારવા માટે એના હાર્ડ અર્ન્ડ મની કે ટાઈમ કે એનર્જી તારી પાછળ ખર્ચી નાખશે.

બીજી એક વાત. બાળકોને સમજાવવું પડે કે સેક્સ એકદમ પર્સનલ વાત છે. જ્યાં ને ત્યાં એના દેખાડા ન હોય. જેમ કમોડનું સ્થાન બાથરૂમમાં છે, ડ્રોઈંગરૂમમાં સોફાની બાજુમાં કમોડ ન મુકાય એમ સેક્સનું સ્થાન પબ્લિક પ્લેસીસમાં નથી. ઈન્ડીસન્ટ બીહેવિયર માટે પોલીસ તમને પકડી જઈ શકે છે, કારને કોઈક અંધારિયા ખૂણે ઊભી રાખીને પાછલી સીટ પર માત્ર કડલિંગ કરતા હો તો પણ પોલીસને કાનૂને હક્ક આપ્યો છે કે એ તમને પોલીસ સ્ટેશને લઈ જઈ શકે છે. માઈનોર નહીં એડલ્ટ ઉંમરનાં હો તો પણ.

હજુ એક વાત. માબાપે સ્વીકારી લેવું પડે કે આ એક એવી લાગણી છે જે તમે તમારા સંતાનમાંથી નાબૂદ નથી કરી શકવાના કે ડાયવર્ટ પણ નથી કરી શકવાના. સંતાનને તમે એટલી સમજ આપી શકો કે તને જે ફીલિંગ થાય છે તે એકદમ નૅચરલ છે, પણ આ ઉંમરે કે પછી કોઈ પણ ઉંમરે લાઈફનું કેન્દ્ર સેક્સ નથી હોતું. લાઈફમાં કરવા જેવી બીજી ઘણી વાતો છે, સેંકડો વાતો છે. લાઈફ બીજી ઘણી રીતે એન્જોય કરી શકાય છે. કઈ કઈ રીતે એની ક્વિક યાદી પણ તમે આપી શકો. આ ઉપરાંત, લાઈફ માત્ર એન્જોયમેન્ટ માટે જ નથી. જેમ પપ્પાને એન્જોયમેન્ટ મળે કે ન મળે એમણે કમાવવા જવું જ પડે છે અને મમ્મીએ રસોઈ- ઘરકામમાં ઈન્ટરેસ્ટ લેવો જ પડે, મઝા ન આવે તો પણ. લાઈફને મેઈન્ટેન કરવા આવાં કામ કરવાનાં હોય. એમ અત્યારે તને ગમે કે ન ગમે તારે ભણવું જ પડે, ઘરનું અમુક કામ કરવાની જવાબદારી લેવી જ પડે. આખો દિવસ ભાઈબંધ- બહેનપણીઓ સાથે સેક્સની કે પછી બીજી વાતોમાં ઈન્ડલ્જ કર્યા કરવાથી યુ વિલ નૉટ ગો એનીવ્હૅર.

હું માનું છું કે એકાદબે વખત આટલું કહી દઈને માબાપે વધુ ચિંતા કરીને પોતાનો સમય અને સંતાનનો મૂડ ખરાબ ન કરવાં જોઈએ. બાળક સાવ નાનું હતું ત્યારે તમે એને છીછીપીપી કરતાં શીખવાડ્યું. એને ટૉઈલેટ ટ્રેનિંગમળી ગયા પછી તમે એને એ બાબતે કશું કહેવાનું છોડી દીધું. એ જ રીતે સેક્સ વિશે પાયાની આટલી સમજણ આપી દીધા પછી તમારે રોજેરોજ એના પર ધ્યાન રાખવાનું નથી. જેમ ટૉઈલેટ ટ્રેનિંગ આપી દીધા પછી હવે તમે એને પૂછતા નથી કે તેં આ ક્રિયા કરી? ફલાણું કર્યું? હાથ બરાબર ધોયા? એ જ રીતે આ વિષય પર વારંવાર ટેન્સ થઈને બાળક સાથે ચર્ચા કરવાનો મતલબ નથી રહેતો.

સેક્સ એક એવો વિષય છે જેની નિખાલસપણે ચર્ચા થવી જોઈએ અને બે જણ વચ્ચેના સેક્સસંબંધો એવો વિષય છે જેની ક્યારેય ચર્ચા ન થવી જોઈએ. એને બદલે આપણે કરીએ છીએ ઊંધું જ. આપણા પરિચયમાં હોય કે જેમની સાથે દૂર દૂરની ઓળખાણ હોય કે પછી જેમનું નામ આપણને માત્ર ખબર હોય એવી વ્યક્તિઓના સેક્સજીવન વિશે આપણે જલસાથી ચર્ચા કરીએ છીએ, પણ સેક્સને એક સબ્જેક્ટ તરીકે ટ્રીટ કરીને એના વિશે શાસ્ત્રીય ચર્ચા કરવાનું, એને સાયકોલોજિકલ અને સાયન્ટિફિક પરિઘમાં રાખીને ડિસ્કસ કરવાનું હંમેશાં ટાળીએ છીએ. આપણી કમનસીબી એ છે કે સેક્સ આપણા માટે કાં તો કૂથલીનો વિષય છે કાં પછી રમૂજનો- જોક્સનો.

આપણી બીજી તકલીફ એ છે કે આપણા કેટલાક ધર્મગુરુઓ સેક્સ વિશે તદ્દન બેપાયાદાર વાતો એમના પ્રવચનોમાં કે પુસ્તકોમાં કહેતા રહે છે અને આપણે સંતાનોને એવા મોટા માણસોની વાતો તથા ધર્મની આડશ લઈને શિખામણ આપવા માંડીએ છીએ. સેક્સ વિશેની અવૈજ્ઞાનિક વાતો ધરાવતાં એ પ્રકારનાં ધર્મપુસ્તકો પર પ્રતિબંધ લાદવો જોઈએ. ધાર્મિક લાગણી દુભવતાં કેટલાંક પુસ્તકો પર વાજબી રીતે પ્રતિબંધ લાદવામાં આવતો હોય છે. જો ધાર્મિક કારણોસર પુસ્તકો પર પ્રતિબંધ આવી શકે તો વૈજ્ઞાનિક કારણોસર કેમ નહીં?

સ્ત્રીઓને જોવાની પુરુષપ્રધાન સમાજની પરંપરાગત દૃષ્ટિને મેલ શોવિનિસ્ટ દૃષ્ટિ કહેવાય એ તમને ખબર છે. આજના જમાનામાં એવી મેલ શોવિનિસ્ટ દૃષ્ટિ તમારે છોડવી જ પડે. એ રીતે સંતાનો તરફ જોવાની તમારી પેરન્ટ્સ શોવિનિસ્ટ દૃષ્ટિ પણ તમારે ત્યજી દેવી પડે. તો જ તમે સુખી થઈ શકો, સંતાનોને પણ સુખી કરી શકો.

પાન બનાર્સવાલા

પ્રેમ અને સેક્સ એ બંને તદ્દન જુદી વસ્તુ છે.

— એરિક ફ્રોમ
•••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

6 COMMENTS

  1. Yesss…..saurabh bhai….u r right. .long comments lead to confusion in minds of reader..
    My lapse…
    Well let me correct…
    I think along with sex education to teenagers by parents ..due weightage sud be given to positive effects of sex restricted ..to truly luved peron…(sex based on luv and affection in true sense)
    Free sex with many under the pretex of luv ( even tho untentional pretex) for sure …will lead to more n more strive for sex….
    Along with insistence on free and open minded approach of parents for safe sexual life of children ..enough weightage should be given to value based sex ..
    Else difference between luv n sex remains …rather gets widened and for a weak person sex wins over luv n therby harms quality of life

  2. A leader should not take any humnitarian decision which can harm his image. Sometimes their party members use this as an opportunity. They get funding/economic pressure from foreign institutions to do so. By communication tectics pass the burden of these decisions on them/foreigners only. They wont get their humanitarian image maligned anyways.
    I complained 2 yrs back that too based on discrimination, nothing else, on a very small level. I know tens of people do that. It is common. Please open door for clear communication without being pressurized. Do not get more under pressure on other fronts. My kids passport is awaiting. I am responsible for him.

  3. Enlightening article for all parents having teenage children, In today’s times with so much exposure in internet virtual world teenagers need proper guidance from parents otherherwise they may get confused and choose wrong path.

  4. Rrrright…..that sex is a natural …but obvious part of life…. but while insisting duly on education of sex..
    Is it not …that the write up ….not undervalue i wud say….but ignores the basic fact that …..sex is not to be taken as an instrumnt of satidfying only bodily requirement ….biological need…
    If it is jus an instrumnt to satisfy biological need .. in that case…safe sex …is not a prob at all .. tho it can be with uncounted partnes….for uncounted times..

    Well.. .sorry….but this is wt the write up is ..may be unintentionally suggesting…
    Strive for food can be satisfied ….and can be checkd eaaily ….tho hunger is a recuuring phenomenon
    Strive for sex is not strive for food..
    I feel ….more n more sexually one gets involved ..higher and higher the strive becomes
    Sex needs to be linked with luv and affection
    Free sex does not infer a characterless behaviour…ofcrse not ….but free sex …certainly widens the chances of abuse of sexual need
    Sex …to be related with spiritual uplif …is strongly controversial for common man…but for sure in name of free and safe sex ….society can be led to path of undermeaning value system of human life
    This part of sex….this role of sex is not highlighted ..in write up…
    May be coz to high light importnace of sex education ..
    But the fact remains…..
    Language can not be given more importance than the content ….purpose of write up..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here