(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર, ૨૨ એપ્રિલ ૨૦૨૧)
‘કૃષ્ણમાં દોષારોપણ કરવાની વૃત્તિનું મૂળ ભક્તિની અતિશયતાથી દોરાયેલા કેટલાક ભક્ત કવિઓની અતિશયોક્તિમાં રહેલું છે… પ્રભુમાં પ્રિયતમની ભાવનાનું આરોપણ કરતાં કલ્પના કેવાં સ્વરૂપ ધારણ કરે છે તેનું આજકાલ વગોવાતાં રાધાકૃષ્ણનાં પદકીર્તનો સારું દૃષ્ટાંત પૂરું પાડે છે. કૃષ્ણને દોષ મળ્યો હોય તો તેમાં કવિની કલ્પનાનો અથવા તે કલ્પનાના યથાર્થ સ્વરૂપને ન સમજતા કરવામાં આવતી ટીકાનો દોષ છે.’
‘તેજચિત્રો’માં કૃષ્ણનું ચરિત્રાલેખન કરતાં મેઘાણી અને મુનશીના જમાનાના મહાન ગુજરાતી સાહિત્યકાર રમણલાલ વ. દેસાઈએ આ વાત લખી છે. પોણી સદી પહેલાંની ગુજરાતી ભાષામાં અભિવ્યક્તિ એ વાતની છે કે ભગવાન શ્રીકૃષ્ણનું મૂળ જીવનચરિત્ર કંઈક જુદું છે અને ભાગવતકાર, ભક્ત કવિઓની કલ્પનાને કારણે એ જીવનચરિત્રમાં ખૂબ બધી અવાસ્તવિક હકીકતો ઉમેરાઈ ગઈ છે.
આ વિશે અગાઉ પણ લખાઈ ગયું છે. વારંવાર આ મુદ્દો ઘૂંટવાનું કારણ એ કે આજે પણ અનેક અધકચરા લોકો દ્વારા મનઘડંત રીતે શ્રીકૃષ્ણના જીવનની ઘટનાઓનું અર્થઘટન થતું રહે છે. કૃષ્ણનું મૂળ સ્વરૂપ મહાભારતમાં જે જોવા મળે છે તે છે. એક મહાન રાજપુરુષ, એક કુશળ વિષ્ટિકાર અને એક એવી હસ્તી જેને શુભમાં શ્રદ્ધા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાભારતનો એક અંશ છે. ગીતામાં કૃષ્ણનાં ગુણો સોળે કળાએ ખીલે છે. એક આખી જિંદગી ઓછી પડે એની ફિલસૂફીને સમજીને જીવનમાં ઉતારવા માટે . ગીતાના એક-એક શ્ર્લોકનું અર્થઘટન કરીને, એને સમજીને, એના સારને જીવનમાં ઉતારનાર ખરા અર્થમાં મોક્ષ પામે છે . ગીતાની રચનાના હજારો વર્ષ પછી પુરાણો આવ્યાં. પુરાણોમાં ભાગવત આવ્યું. ભાગવતના શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્રીકૃષ્ણની સરખામણીએ ઘણા જુદા છે.
પણ આ ભાગવતના કૃષ્ણની લીલાઓ એવી લોભામણી રીતે રજૂ કરવામાં આવી છે કે લોકોને એ ગમી ગઈ. આ બધી માત્ર કવિ કલ્પના છે. ક્રિયેટિવ લિબર્ટીના નામે કૃષ્ણના મૂળ ચરિત્ર સાથે કરેલી છેડછાડો છે. જેમ એક જમાનામાં સંજય લીલા ભણસાલીનું થર્ડક્લાસ પિક્ચર ‘બાજીરાવ મસ્તાની’ ભલે હિટ ગયું પણ તેમાં બાજીરાવ તેમ જ મસ્તાનીનાં મૂળ ચરિત્રો સાથે ક્રિયેટિવ લિબર્ટીના નામે મનફાવે તેવી છૂટછાટો લેવામાં આવી હતી એવું ભાગવત પુરાણમાં થયું. સંજય ખાનની બદમાશીભરી ટીપુ સુલતાન સિરિયલમાં કે પછી સમ્રાટ અશોક, કર્ણ, મહાદેવ વગેરેની ટીવી સિરિયલોમાં કે ઈવન ભણસાલીની જ દેવદાસ ફિલ્મ કે સરસ્વતીચન્દ્રની સિરિયલમાં મૂળ ચરિત્ર ગ્રંથ / નવલકથાથી ફંટાઈને જાતજાતનાં મનોરંજક દૃશ્યો ઉમેરવામાં આવતાં હોય છે અને તે ત્યાં સુધી કે મૂળનું હાર્દ જ સાવ ફંટાઈ જાય, એમ મહાભારતના શ્રીકૃષ્ણ તથા ભાગવત પુરાણના શ્રીકૃષ્ણ વચ્ચે જમીન આસમાનનું અંતર છે. મહાભારતના પ્યોર કૃષ્ણને પુરાણકાર – કવિઓ વગેરેએ ભાગવતમાં તેમ જ એ પછીની કૃતિઓમાં / ભક્ત કવિતાઓમાં ભેળસેળિયા કૃષ્ણ બનાવી દીધા છે. લોકમાનસમાં આ ભેળસેળિયા કૃષ્ણની છબિને દૃઢ બનાવવામાં સદીઓથી ચાલતા આવતા ભાગવત કથાના પારાયણોએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. કોઈ જૂઠની ઉંમર દોઢ-બે હજાર વર્ષની થઈ જાય એને કારણે એ જૂઠ સત્ય નથી થઈ જતું. જૂઠ તો જૂઠ જ રહે છે. પ્રતાપી, દીર્ઘદૃષ્ટા અને જીવનદર્શક કૃષ્ણને બાળલીલાઓ તથા રાસલીલાઓનાં વાઘાં પહેરાવીને લોકોનું મનોરંજન થતું રહ્યું છે . આવી એક બદી વિશે કપોળ પત્રકાર કરસનદાસ મૂળજીએ આજથી દોઢસો વર્ષ પહેલાં બંડ પોકારેલું એ વિશે ગુજરાતી વાચકોને ખબર જ છે.
ર. વ. દેસાઈ નોંધે છે: ‘કૃષ્ણનું જીવન અદ્વિતીય રસિકતા, અદ્વિતીય ફિલસૂફી અને અદ્વિતીય ત્યાગના સંમિશ્રણ રૂપ છે. કૃષ્ણના જીવનમાં કડક ત્યાગને જોવો એ દુર્ઘટ નથી. જે ગોપિકાઓ સાથેનો તેમનો વ્યવહાર લોલુપતાભર્યો કહી દૂષિત ઠરાવવામાં આવે છે તે ગોપિકાઓને તો બાર વર્ષની વયે તેમણે છોડી દીધી હતી. સ્નેહીજનોનો ત્યાગ એ કેવો દુ:સહ છે તે સર્વ કોઈ જાણે છે, પરંતુ કૃષ્ણ સ્વધર્મ કાજે આ ભીષણ ત્યાગને સ્વીકારી શકતા હતા. કંસને મારી રાજ્ય પોતે ન લેતાં તે ઉગ્રસેનને આપી દીધું અને પોતે તેના છડીદાર થયા, અનેક રાજ્યક્ધયાઓને તેમણે અત્યંત કષ્ટ વેઠી દૈત્યોના ત્રાસમાંથી ઉગારી હતી. ભીષ્મ, દ્રોણ અને કર્ણ જેવા બુદ્ધિનિપુણ અને રણનિપુણ મહાત્માઓની બુદ્ધિ અને સામર્થ્ય ઝાખાં પાડી પોતાના ભક્તોને વિજય અપાવનાર કૃષ્ણને અર્જુનનું સારથિપણું સ્વીકારતાં શરમ નહોતી આવી. પવિત્ર મનાતા બ્રાહ્મણોની ઉચ્છિષ્ટ પતરાવળીઓ ઉપાડતા કૃષ્ણે પોતાના ઐશ્ર્વર્યને સંભાર્યું ન હતું. પોતાના જ પુત્ર, પૌત્ર અને સંબંધી યાદવોને કપાવી નાખતાં કૃષ્ણને કમકમી નહોતી આવી. ત્યાગનાં આથી વધારે જ્વલંત અને ભીષણ દૃષ્ટાંતો મળશે ખરાં? ગીતાના શ્ર્લોકે શ્ર્લોકમાં જે જ્ઞાન સમૃદ્ધિ ભરેલી છે તે જ્ઞાનસમૃદ્ધિના સ્વામી શ્રીકૃષ્ણચંદ્રને માટે આ ત્યાગ અશક્ય નથી; એટલું જ નહીં, પરંતુ તેમના ભક્તો, યોગીઓ અને જ્ઞાનીઓને માટે પણ આ ત્યાગ અશક્ય નથી એમ દૃઢતાથી કહેવામાં કૃષ્ણના તત્ત્વજ્ઞાનનો વિજય છે.’
ભગવાન શ્રીકૃષ્ણનું મૂળ જીવનચરિત્ર સંશોધકોએ માંજીને ફરી રજૂ કરવું જોઈએ. એમાંથી પુરાણકથાઓની બાદબાકી કરવી જોઈએ જેથી આજની તારીખે પણ કોઈ તમને એવું કહી ન જાય કે તમારા ભગવાને તો તળાવમાં નહાતી ગોપીઓનાં વસ્ત્રો હરીને ગોપીઓને પાણીમાંથી બહાર નીકળતી વખતે બેઉ હાથ ઉપર રાખવાનો આદેશ કર્યો હતો જેથી સંપૂર્ણ અંગદર્શન થઈ શકે.
છટ્. અમારા ભગવાન કંઈ આવા નહોતા. હજાર-દોઢ હજાર વર્ષ પહેલાં કોઈ વિકૃત માનસે આવું કંઈક તે જમાનાના ગ્રંથોમાં ઘુસાડી પણ દીધું હોય તો શું એ માત્ર સમય વીતી જવાને કારણે હકીકત બની જાય? મહાવીર, બુદ્ધ, મોહમ્મદ પયગંબર કે ઈસુ ખ્રિસ્તના ચરિત્ર ગ્રંથોમાં કોઈ વિકૃત માનસે આ પ્રકારની અભદ્ર વાતો કોઈ એક જમાનામાં ઘુસાડી દીધી હોય તો આજની તારીખે તમે એને દોહરાવવાની હિંમત પણ કરી શકો ખરા!
પણ હિંદુઓ સહનશીલ છે એટલે તમે ગમે ત્યારે, ગમે તે ચોપડીમાંથી ઉદ્ધરણ કરીને અમને ફટકારી શકો છો. વેલ, તમારી દૃષ્ટિએ હજુ પણ તમને અમારા ભગવાન એવા જ લાગતા હોય તો તમારી વિદ્વતા તમને મુબારક. અમને અમારામાં અને અમારા કરતાંય વધારે રમણલાલ વસંતલાલ દેસાઈ જેવા અમારા આદરણીય વિદ્વાન પુરુષોમાં વધારે શ્રદ્ધા છે. અમે અમારા એ મૂળ શ્રીકૃષ્ણને જ પૂજીશું અને ભજીશું. કોઈએ જો પોતાની જાતને ગલગલિયાં કરાવવા જ હોય તો કૃષ્ણનું નામ વચ્ચે લાવ્યા વગર યુ-ટ્યુબ ખોલીને પોર્નોગ્રાફીની ચેનલો જોઈ લેવી જોઈએ.
આજનો વિચાર
હે ભારત ! જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. (ગીતા: 4-7)
સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું. (ગીતા: 4-8)
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
જય શ્રી કૃષ્ણ
Nilesh Oak has found the Mahabharat war year as 5585 BC from so many astronomical evidences. Check out his YouTube channel. He has so many evidences that you can’t refute this dating. Ramayan as per his astronomical evidences was in some 12,200 BC.
We, Indians, should understand the facts and propogate the correct dating to the world who still calls Ramayan and Mahabharat as Mythology , to denigrate antiquity of Indian Civilization.
There are many scholarly voices against Nilesh Oak’s ‘research’ and his claim. He is NOT the final authority on the subject.
Saurabhbhai, western ‘scholars’ can not accept the dating. They have not accepted that Mahabharat is 5000 years old. If they accept then their whole foundation and narrative crumbles. Aryan Invasion and then Migration Theory was propogated by those ‘scholars’ only for their vested motives. All peer review journal system is created , atleast in this history & related subjects matter, to fulfill their motives.
By the way, I liked your style of writing. I am happy that I found your site.
Mahabharat and Ramayan are much much older than what Nilesh Oak claims, that’s what I wanted to convey.
Very good try to right down what can be facts. When I was in school around 1960 I read article in Gujarat Samachar by i think Gunwant Acharya – that there was no character like Radha but it was
added at the time of “Geet Govind”
I will share this articles in FB, so my intelligent friends man appriciate.
Thank you very much for eye opening article.
Jay Patwa
આપણા હિંદુ ધર્મની ગતિ ઝાઝા રસોયાઓએ બગાડેલી રસોઈ જેવો છે.પૂજ્ય આદિ શંકરાચાર્યે ભારતમાં ચાર દિશામાં સ્થાપેલા ચાર જ્યોતિર્મઠો કયા હેતૂથી સ્થપાયા અને અત્યારે આ મઠો વચ્ચે કેટલો મેળ છે,ત્યાંના શંકરાચાર્યો ધર્મની વૃદ્ધિ માટે શું કરે છે તથા એક મૂમુક્ષુ હિંદુને મૂંઝવતા કયા પ્રશ્નોનું નિરાકરણ કરે છે તથા બીજા ધર્મોદ્વારા હિંદુઓનું ધર્માંતરણ રોકવા શું પગલા લે છે કે વિધર્મીઓદ્વારા હિંદુઓને તેમના દેવ વિષે ભ્રમિત કરનારી ઝેરી ભાષાનું સચોટ જવાબ શું આપવો તે અમારા જેવા આસ્તિકને મૂંઝવતો પ્રશ્ન છે.હજાર વરસ જેટલા ગુલામીના કાળમાં આ શંકરાચાર્યોએ હિંદુઓને વટલાતા રોકવા શું કર્યું એ એક સંશોધનનો વિષય છે.તેમાં પાછું ધર્મ ઉપર કોઈ પણ કંઈ પણ બોલી શકે અને થોડા સમયમાં તે મતને માનનારાઓનો નવો પંથ રચાઈ જાય અને હદ તો ત્યારે થઇ જાય જ્યારે આવો અલગ મત ધરાવનાર પુસ્તકને મૂળ ધર્મગ્રંથને કોરાણે મૂકી આ ભેળસેળિયું પુસ્તક સ્થાન પામે અને તેના રચયિતાને ભગવાનનું સ્થાન મળે.તેમાં પાછું “ગુરુ કરો રે,ગુરુ કરો રે” “ગુરુબિના જ્ઞાન નાહીં” જેવો દેકારો કરી અનેક બાવાઓએ ફાઈવ્હસ્ટાર હોટેલને ય ટક્કર મારે તેવા આશ્રમો બનાવી મારા ૫ લાખ ચેલાઓ ફલાણા સંતના આટલા પેલા રૂષિના આટલા એમ હરિફાઈ ચલાવી છે પરંતુ આટલા લાખ ચેલામાંથી કોઇ એક ચેલાને ય તે આધ્યાત્મિક રીતે મોક્ષ સુધી દોરી જઈ શકે?તો પછી આવા ગુરુનો શું ઉપયોગ (અહીં તે વ્યક્તિ તેટલી આધ્યાત્મિક અવસ્થા પ્રાપ્ત કરી છે તેવું માન્યું છે)ગુરુની આવશ્યકતાની ના નહીં,પણ તે સદગુરુ હોવા ઘટે અને ચેલો મુમુક્ષુ અને મોક્ષાર્થી હોવો જોઈએ.હવે તે માટે કોઈ માપદંડો નક્કી નથી કે કઈ વ્યક્તિ સાધુ છે,સંત છે,મુનિ છે,સાધક છે કે અભ્યાસક છે તેથી તમારામાં વાકપટુતા હોય,ઈશ્વરકૃપાથી ચાસણીમાં બોળેલી મધુર ભાષા હોય તો ધર્મ ઉપર કંઈ પણ બોલવા તમે અધિકારી ગણાવ અને એને કોઈ પડકારી પણ ન શકે અને માફ કરજો પણ ચાર દિશામાં બેઠેલા શંકરાચાર્યો એ ટગર ટગર જુએ.તેમને પોતાની ગાદી સંભાળવામાં અને મંદિરમાં શ્રદ્ધાળુઓની સખાવત અને ચડાવામાંથી ભેગી થતી રકમમાંજ રસ હોય.
ગુલામી પછીય આમાં કંઈ ફરક નથી પડ્યો.હિંદુઓ તેમના પોતાના જ દેશમાં સેકંડ ક્લાસ સીટીજન હોય તેમ હડે હડે થાય છે.ધાર્મિક રીતે હિંદુ ધર્મમાં ગૌમાતાનું અનન્ય મહત્વ છે,બંધારણમાં ગૌરક્ષણ માટે કાયદા કરવાનું સૂચન છે પણ ૭૫ વરસમાં કોઈ નક્કર કાર્ય નથી.આજે દલિતો પોતાના હકકો વિષે જેટલા જાગૃત છે તેટલીય જાગૃતિ આપણામાં નથી.મોટે ઉપાડે દાન પેટીમાં ઠાલવેલી નોટોની ગડ્ડીઓમાંથી ૮૦%જેટલી રકમ સરકાર લઈ જાય છે અને તેમાંથી એક રૂપિયો પણ હિંદુ માટે કે તેમના કલ્યાણાર્થે વપરાતો નથી.અને એ જ રકમથી હ્રષ્ટપુષ્ટ બનેલા રાજકારણી અને વિધર્મી આપણી પથારી ફેરવી નાખવા પ્રતિબદ્ધ છે.અને હજારો વરસના વિદેશી આક્રમણમાંય આપણો ધર્મ ટક્યો છે તેના બણગા ફૂંકીએ છીએ.પણ હજારો વર્ષ પહેલાં હિંદુધર્મ જગતના કેટલા વિસ્તારમાં હતો અને આજે શું સ્થિતિ છે તે વિચારમાં લેશો તો તમારો ભ્રમ ભાંગીને ભૂક્કો થઈ જશે.
આપણને આપણો ધર્મ બચાવવા પ્રયત્નો કરવા નથી અને દર અમુક વર્ષે કોઈ અવતારી પુરુષ જન્મ લે અને ધર્મની રક્ષા કરે કે જે કંઈ કરે તે ખરૂં આપણે તો મનમાં આવે તેમ વર્તવાનું ,મનમાં આવે તેને પૂજવાનું ,જે ન પૂજે તેનો દ્વેષ કરવો,ટીકા કરવી,મંદિરોમાં બાવાઓના ચરણોમાં ધનના ઢગલાઓ ખડકવા (કૃપા કરી અહીં સમસ્ત બાવાઓનું અપમાન કરવાનો મારો કોઈ હેતુ નથી પરંતુ લેભાગુ તત્વો સામે રોષ છે.)આપણી જાતને કૃતાર્થ માનીએ છીએ પરંતુ આ ધનનો ઉપયોગ દરેક હિંદુ માટે થાય,બધા મંદિરો સરકારી નાગચૂડમાંથી મુક્ત થાય ત્યારે જ હિંદુઓનું ઉત્થાન થશે.
અનુગ્રહિતોસ્મિ
દયાળજી ગાંગાણી
પૂના,મહારાષ્ટ્ર.
Righto! Superb! Because of all this, what happens over a period if time is: ભગવાન અને ભક્તિ કરતા, બાવા સાધુઓ નું મહત્વ એન્ડ વર્ચસ્વ વધી જાય છે, માટે હું આવા બાવા સાધુઓ ગુરુઓ માં માનતો જ નથી! ભગવાન અને ભક્તો વચ્ચે કોઈ middleman વચેટિયાઓ ની જરૂર જ નથી, આ દરેક પેઢીએ સમજવું પડશે.
Very very well written with facts! I have started writing commentary on Vedas and Upanishads on my blog: http://rutmandal.info to uncover real gems in the most ancient and most scientific texts!
Vaah
Saurabbhai.
Good article agreed, we need to find more truth. More number of Hindus sleeping may be because we don’t have any of reliable form of our great heritage in education. It is not easily available in temple or any religious place too. We are tolerant so many of us and non Hindus too liberty in tarnishing Sri Krishna’s charitra.
I believe Purans already existed during mahabharat times.
It was not created thousands of years after Mahabharat.
You are wrong.
Check your facts before commenting.
અદભુત. મારા પિંજરામાં પુરાયેલા મારા વિચારોને શબ્દોમાં વાંચ્યા. હિન્દુઓની દિવાળી, હોળી, વગેરે વિશે ટિપ્પણીઓ. હિંદુઓ સહિષ્ણુ છે કે બેદરકાર? U rightly said. મુસ્લિમ, christan, શીખ, બુદ્ધ કે જૈન, જે જે લોકો હિન્દૂ ધર્મ વિશે ટિપ્પણીઓ કરે છે તેઓ પોતાના ધર્મ વિશેની ટીકાઓ સખી શકશે? અજ્ઞાની હિંદુઓ આવું કરે છે તેવોએ કૃષ્ણ વિશે સત્યો શોધવા જોઈએ. ફરી એક વાર, કૃષ્ણનું સત્ય બતાવવા માટે આભાર.