રોજ અહીં નવાનવા લોકોનો પરિચય થતો રહે છે—હરદ્વારના યોગગ્રામમાં ૧૩મો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ચૈત્ર સુદ તેરસ, વિક્રમ સંવત ૨૦૭૮. બુધવાર, ૧૩ એપ્રિલ ૨૦૨૨)

યોગગ્રામમાં સમાજના તમામ આર્થિક સ્તરમાંથી સારવાર માટે આવતા લોકોને હું જોઈ રહ્યો છું. કેટલાક લોકો અત્યંત ગરીબ છે, કેટલાક નિમ્ન મધ્યમ વર્ગમાંથી આવે છે; કેટલાક મધ્યમ વર્ગના છે, કેટલાક ઉચ્ચ મધ્યમ વર્ગના છે તો કેટલાક શ્રીમંત છે.

વિવિધ સામાજિક સ્તરના લોકો છે. ભણેલાગણેલા પણ છે અને ચાર ચોપડીનું ભણતર પામનારા પણ છે. કેટલાક પીએચ.ડી. જેવું ઉચ્ચ શિક્ષણ ધરાવનારા છે તો કેટલાક નિરક્ષર પણ છે.

ઉંમરમાં પણ વૈવિધ્ય છે. ઘણા ટીનએજર છોકરા-છોકરી અહીં સારવાર લઈ રહ્યા છે. અનેક વૃદ્ધો પણ છે. મધ્ય વયસ્કો પણ અનેક છે. કેટલાક લોકો એકલા જ આવ્યા છે. કેટલાંક દંપતિ આવ્યા છે. કેટલાક કુટુંબને લઈને આવ્યા છે. કેટલાક પોતાના કેરટેકરની મદદ વિના જીવી નથી શકતા એટલે એને સાથે લઈને આવ્યા છે.

ફૂલ બૉડી મડ બાથ વખતે મેં એવા વડીલને વ્હીલચેર પર જોયા જેમને જોઈને મુન્નાભાઈ એમબીબીએસવાળી ફિલ્મના આનંદભાઈ યાદ આવે – જાણે શરીરમાં કંઈ જીવ જેવું બચ્યું જ ન હોય. હું મડ બાથ લેવા માટેના વાડમાં ગયો ત્યારે એમના પોતાના એક અંગત કેરટેકર ઉપરાંત અહીંના બે ચિકિત્સક સહાયકો એમની મદદ કરતા હતા ત્યારે માંડ એમને સારવાર માટે તૈયાર કરી શકાયા.

કેટલાક એક અઠવાડિયામાં જ પાછા જતા રહે છે. અમુક લોકો દસ-પંદર દિવસ માટે આવે છે. ત્રણ-ચાર અઠવાડિયાં માટે આવનારા પણ ઘણા છે. જેમને વધારે ટ્રીટમેન્ટની જરૂર હોય એમને બે-અઢી-ત્રણ મહિના સુધી એક્સ્ટેન્શન આપીને રાખવામાં આવે છે.

અનેક સ્થુળકાય વ્યક્તિઓ પણ જોઈ – દરેક ઉંમરની, સ્ત્રી-પુરુષો ઉપરાંત નાની ઉંમરના યુવાનો પણ સ્થુળતાને કારણે વિવિધ રોગના શિકાર બની ગયા છે જેમાંથી છૂટકારો પામવા અહીં આવ્યા છે. આની સામે કેટલાક એવા ચુસ્તદુરુસ્ત લોકો પણ જોયા જેમને જોઈને થાય કે તેઓ અહીં શું કામ આવ્યા હશે? પણ તેઓ ફિટ રહેવા માટે, વધુ ચુસ્ત-દુરુસ્ત થવા માટે આવે છે. કેટલાક અસાધ્ય અને ગંભીર રોગોના ઇલાજ માટે આવ્યા છે.

કેટલાક એક અઠવાડિયામાં જ પાછા જતા રહે છે. અમુક લોકો દસ-પંદર દિવસ માટે આવે છે. ત્રણ-ચાર અઠવાડિયાં માટે આવનારા પણ ઘણા છે. જેમને વધારે ટ્રીટમેન્ટની જરૂર હોય એમને બે-અઢી-ત્રણ મહિના સુધી એક્સ્ટેન્શન આપીને રાખવામાં આવે છે.

અહીં આવનારા કેટલાક લોકો છેક 2008માં યોગગ્રામની સ્થાપના થઈ ત્યારથી, કે એના કરતાં પણ આગળથી સ્વામી રામદેવ સાથે સંકળાયેલા છે અને વારંવાર અહીં આવતા રહે છે. નાગપુર નજીકના ગોંદિયા પાસે રહેતા કૃષિકાર દાદા ફંડુ એમાંના એક છે. ઘણી વાતો થઈ એમની સાથે.

‘ન્યુઝપ્રેમી’ના એક વાચકનો મેસેજ આવ્યોઃ ‘તમારા લેખો પરથી જાણ્યું કે તમે યોગગ્રામ માં છો અને હું પણ અહીં આવ્યો છું તો પાંચ મિનિટ મળી શકાય તો આનંદ થશે.’

મુંબઈના ઘાટકોપર મતવિસ્તારના વિધાનસભ્ય રામ કદમ બેએક વર્ષ પહેલાં એક અઠવાડિયા માટે અહીં આવ્યા હતા. આ વખતે ત્રણ અઠવાડિયા રહેવાના છે. રાજકારણી તરીકેની ભાગદોડવાળી જિંદગીને કારણે શરીરને થતું નુકસાન રિપેર કરવાના મનસુબા સાથે અહીં આવતા રહે છે. મારો પચાસ દિવસનો કાર્યક્રમ છે એ જાણીને એમને આનંદ થયો, આશ્ચર્ય થયું. મને કહે, ‘ આવી યોગનિષ્ઠા બદલ તમારું તો સન્માન થવું જોઈએ!’

‘ન્યુઝપ્રેમી’ના એક વાચકનો મેસેજ આવ્યોઃ ‘તમારા લેખો પરથી જાણ્યું કે તમે યોગગ્રામ માં છો અને હું પણ અહીં આવ્યો છું તો પાંચ મિનિટ મળી શકાય તો આનંદ થશે.’ ડૉ. સુનીલ મરજાદી એમનું નામ. કૅમિસ્ટ્રીમાં પીએચ.ડી. છે. ચારેક વર્ષ પહેલાં મારાં પુસ્તકોના પ્રમોશન માટે ગુજરાતભરનાં વિવિધ વિસ્તારોમાં બુક ટુર કરતો હતો ત્યારે વલસાડમાં એમને મળવાનું થયું હતું. એમના વેવાઈ શરદભાઈને ત્યાં મારો ઉતારો ગોઠવ્યો હતો અને એમના સુપુત્રે તથા બીજા મિત્રોએ વલસાડ-સુરતના મારા કાર્યક્રમો ગોઠવવાની જવાબદારી લીધી હતી. સુનીલભાઈને ત્યાં સવારનો નાસ્તો કરવા ગયો હતો ત્યારની યાદો તાજી થઈ. તેઓ પત્ની સાથે એક અઠવાડિયા માટે યોગગ્રામ આવ્યા હતા. હું એમને સાંજે મળવા ગયો. અડધો કલાક સુધી આત્મીયતાથી વાતો કરી. મારા કરતાં ઉંમરમાં આઠેક વર્ષ સિનિયર છે પણ એકદમ ફિટ છે. પૂછ્યું તો જાણવા મળ્યું કે આ બધી ઉપચાર પદ્ધતિઓમાં દાયકાઓથી વિશ્વાસ ધરાવે છે અને રોજબરોજના જીવનમાં એનો અમલ પણ કરે છે. અત્યારે કોઈ નાની બીમારી ભવિષ્યમાં મોટું સ્વરૂપ ન પકડે એ માટે એને જડમૂળમાંથી જ ઉખાડી દેવાના હેતુથી આવ્યા હતા. ભવિષ્યમાં મોકો મળશે તો ફરી વલસાડમાં એમને ત્યાં કે મુંબઈમાં મારે ત્યાં મળવાની આશા સાથે છૂટા પડ્યા. ઘરથી આટલે દૂર આવીને આ રીતે કોઈ હૂંફાળા પરિચિતનો અચાનક ભેટો થઈ જાય તો દિવસ વધારે પ્રસન્ન બની જાય.

વલસાડથી આવેલા ‘ન્યુઝપ્રેમી’ના વાચક સુનીલ મરજાદી સાથે યોગગ્રામમાં

મેં જોયું કે અહીં આવનારા લોકોના હેતુઓમાં ઘણી વિવિધતા છેઃ

1.કેટલાક લોકો એવા છે જેમના માટે ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા છેઃ ‘હવે આનાથી વધારે એલોપથીમાં તમારા માટે કોઈ સારવાર નથી. તમારો રોગ અસાધ્ય છે, ક્યારેય ઠીક નહીં થઈ શકે. તમારે જિંદગી આખી આ જ રીતે જીવવું પડશે.’

આવા લોકો એ આશાએ અહીં આવ્યા છે કે એલોપથીમાં જેનો ઇલાજ નથી એવી બીમારીઓ પણ યોગ-પ્રાણાયામ, આયુર્વેદ, પ્રાકૃતિક ચિકિત્સા, પંચકર્મ-ષટ્કર્મ વડે સાજી થઈ શકતી હોય તો ચાલો, ટ્રાય કરી જોઈએ. આવા લોકો જો એમને આપેલી તમામ સૂચનાઓનું કડક પાલન કરે અને આહાર-વિહારમાં ચરી પાળતા રહે તો સાજા થઈને પાછા જતા હોય છે.

2. કેટલાક લોકોને ડૉક્ટરોએ લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હોય છે. આંતરડાનો ટુકડો કાપી નાખવાની સલાહ આપી હોય છે. બાયપાસ કરવાની કે સ્ટેન્ટ મૂકવાની સલાહ આપી હોય છે અથવા તો અન્ય બાબતનાં ઑપરેશનો કરવાની (ઘૂંટણની ઢાંકણીનું રિપ્લેસમેન્ટ કે હિપ રિપ્લેસમેન્ટની) સલાહ આપી હોય છે. અંધેરીમાં રહેતા ચાળીસેક વર્ષના યુવાન હરિઓમ સાથે ઓળખાણ થઈ. ચાલવાની સખત તકલીફ. હિપ રિપ્લેસમેન્ટ કરાવવાને બદલે શ્રદ્ધાપૂર્વક અહીંની તમામ ચિકિત્સા પદ્ધતિ નિયમિત લઈ રહ્યા છે. ડાયનિંગ હૉલમાં મળું ત્યારે જોઉં કે એમની ચાલ સુધરતી જાય છે. અક્ષત નામનો યુવાન અતિ સ્થૂળ છે. એના દાદાજી સાથે કલકત્તાથી આવ્યો ત્યારે ૧૫૪ કિલો વજન હતું. એકસો ચોપન! ચાલતી વખતે, યોગાસન કરતી વખતે તકલીફો પડે છે. એનું વજન પણ ઘટતું જાય છે એ તમે તરત નોંધી શકો અને એના ચહેરા પરની તેજસ્વિતાને વધતી જોઈ શકો. ૧૬ કિલો ઘટ્યું છે. ઑપરેશન કરીને ચરબી કાઢવાની આજકાલ પૉપ્યુલર બનેલી પણ હાનિકારક પુરવાર થતી સારવારપદ્ધતિ અપનાવવાને બદલે અક્ષતે અહીં આવીને ઘણું ડહાપણ ભર્યું કામ કર્યું. હજુ અહીં રહેવાનો છે.

3. કેટલાક લોકો એલોપથીની સારવારથી કંટાળીને અહીં આવે છે. એલોપથીની સારવારથી તેઓના રોગ થોડો વખત માટે શમી જાય પણ સમય જતાં ઉથલો મારે. એલોપથીમાં એમના રોગનો કાયમી ઇલાજ નથી પણ રોગને યેનકેન પ્રકારેણ દબાવીને ચૂપ કરી દેવામાં આવે છે અને સમય જતાં તે ફરી માથું ઉંચકે છે એવી સમજ આવ્યા પછી તેઓ એલોપથીની ઝેરીલી દવાઓ છોડી શકાય એવા હેતુથી યોગગ્રામમાં દાખલ થતા હોય છે. અહીં આવીને ક્રમશઃ એમની એલોપથીની દવાઓ છૂટી ગઈ હોય એવા તો અગણિત કિસ્સા છે.

4. કેટલાક લોકો વર્ષોથી પરદેશમાં સેટલ થયા હોય પણ ત્યાંના ઇલાજો પર ભરોસો ન હોય એટલે અહીં આવ્યા છે. એક સુખી એનઆરઆઇ કુટુંબ પોતાના પચ્ચીસેક વર્ષના ઊંચા-સોહામણા દીકરા સાથે અહીં આવ્યું છે. અમેરિકામાં ફિલાડેલ્ફિયામાં રહે છે. આ દીકરો વૅકેશનમાં માઉન્ટન બાઇકિંગ માટે સ્પેન ગયો હતો. ત્યાં એને અકસ્માત થઈ ગયો. સ્પેનથી ભાંગીતૂટી ભાષામાં અમેરિકા સંદેશો આવ્યો. દીકરો મરણાસન પર છે. તાત્કાલિક એને ઘરે પાછા લાવવાની વ્યવસ્થા કરી. અમેરિકાના ડૉક્ટરોએ એના રિપોર્ટ્સ કઢાવ્યા, બધી જાંચતપાસ કરી અને કહ્યું કે આનું હવે કશું નહીં થઈ શકે, જિંદગી આખી આ જ હાલતમાં રહેશે. મા-બાપ હિંમત હાર્યા નહીં. યોગગ્રામમાં આવી ગયા. ટ્રીટમેન્ટ સેન્ટરમાં મેં એને ઘણી વખત જોયો. બે જણ હાથ આપે ત્યારે માંડ વ્હીલચેર પરથી ઊભા થઈ શકાય અને ચાલતી વખતે પણ સહારો જોઈએ. અમેરિકામાં જે હાલત હતી તેમાં ઘણો સુધારો છે એવું એના પેરન્ટ્સે કહ્યું. અમેરિકામાં તો કેવી હાલત હશે?- મને વિચાર આવ્યો. હજુ તો એની સારવાર ચાલી રહી છે. આશા રાખું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ભારતીય-અમેરિકન યુવાન ફરી પાછો હસતોરમતો થઈ જાય અને માઉન્ટન બાઇકિંગનો પોતાનો શોખ પૂરેપૂરો માણી શકે એવી જિંદગી જીવતો થઈ જાય. એના મા-બાપને પણ ધન્ય છે – હિંમત હાર્યા વિના પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે.

5. યોગગ્રામમાં કેટલાક એવા છે જેઓ પોતાની નાનીમોટી રૂટિન બીમારીઓ પોતાના ઘરે જ યોગ-પ્રાણાયામ કરીને, અન્ય પ્રાકૃતિક ઉપચારો કરીને ભગાડી શક્યા હોત પણ અહીં નિષ્ણાતોની દેખરેખ હેઠળ ઉપવાસો કરીને, આહારવિહારમાં પરિવર્તનની ટેવો દાખલ થાય તે માટે અને આયુર્વેદ-નેચરોપથીના વિવિધ ડૉક્ટરોનું સીધું માર્ગદર્શન મળે એ માટે બૉડીનું ડીટૉક્સિંગ કરવા અહીં આવ્યા છે જેથી ભવિષ્યની જિંદગીમાં આવનારા કોઈ રોગ સામે પ્રતિકારશક્તિ મેળવી શકાય.

તમારું બ્લડ પ્રેશર 120/80 હોય તો જ નૉર્મલ કહેવાય એવું એલોપથીવાળાઓએ કેવી રીતે નક્કી કર્યું, ખબર છે?

આજે મારી ટ્રીટમેન્ટમાં શિરોધારા, અક્ષિ તર્પણ અને નસ્ય છે. અક્ષિ તર્પણ મારા માટે નવી ટ્રીટમેન્ટ છે. આંખમાં મેડિકેટેડ ઘી વડે રિપેરિંગ થશે. એ વિધિ શું હોય, કેવી હોય એના વિશે કાલે વાત કરીશ. આજે છૂટા પડતાં પહેલાં બે વાત કરી લઉં— બીપી વિશે અને શ્યુગર વિશે.

તમારું બ્લડ પ્રેશર 120/80 હોય તો જ નૉર્મલ કહેવાય એવું એલોપથીવાળાઓએ કેવી રીતે નક્કી કર્યું, ખબર છે?

એલોપથીવાળાઓએ નહીં પણ વીમા કંપનીઓએ આ કારસ્તાન કર્યું છે.

ડૉ.મનુ કોઠારીએ 1950ના દાયકામાં પ્રગટ થયેલા એક પુસ્તકને ટાંકીને વારંવાર ભારપૂર્વક આ વાત જાહેરમાં કહી છે અને લખી પણ છે. એમનાં તમામ પુસ્તકો ધ્યાનથી વાંચી જાઓ તો 100 ટકા આનો રેફરન્સ મળી જશે. (પુસ્તકો શોધવાનાં પ્રાપ્તિસ્થાન ગૂગલસર્ચ કરવાથી મળી જશે). વીમા કંપનીઓના સર્વેમાં ખબર પડી હતી કે ભાગ્યે જ કોઈ વ્યક્તિનું બ્લડપ્રેશર 120/80 હોય છે.

ઇન્શ્યોરન્સવાળાઓએ આ આંકડો પકડી લીધો અને જાહેર કર્યું કે આ આંકડો ‘નૉર્મલ’ બ્લડપ્રેશરનો છે. આટલું બીપી હોય તો તમે સાજાનરવા ગણાઓ અને તો જ તમારા પ્રીમિયમનો સ્લૅબ મિનિમમવાળો રહે. આનાથી ઉપર-નીચેના આંકડામાં તમારું બીપી હશે તો તમે ‘ઍબ્નૉર્મલ’ ગણાશો અને તમારે વધારે પ્રીમિયમ ભરવું પડશે!

આપણી પાસેથી પ્રીમિયમના વધારે પૈસા પડાવવા માટે આ કારસ્તાન થયું જેમાં ફાર્મા કંપનીઓ અને એલોપથીના ડૉક્ટરો વગેરે બધા જ જોડાઈ ગયા કારણ કે એ સૌના માટે તો ભાવતું’તું ને વૈદે કીધું. દોડવું હતું ને ઢાળ મળ્યો.

સ્વામી રામદેવ ખુલ્લંખુલ્લા ફાર્મા-માફિયા, મેડિકલ-માફિયા જેવાં વિશેષણો બોલતા હોય છે ત્યારે કેટલાકને આની સામે વાંધો હોય છે, મારા જેવાઓ સ્વામીજીને સંપૂર્ણ ટેકો આપતા હોય છે.

દરેક માણસની પ્રકૃતિ જુદી જુદી હોવાની. બ્લડપ્રેશરમાં કોઈના માટે 130નો ઉપરનો આંકડો નૉર્મલ હોય તો કોઈના માટે 110નો. કોઈના માટે 70નો નીચેનો આંકડો નૉર્મલ હોય તો કોઈના માટે 90નો. (ઉપરનું એટલે સિસ્ટોલિક, નીચેનું એટલે ડાયસ્ટોલિક). આફ્રિકન વંશના લોકોનું યુરોપીય ખંડના લોકોનું અને ભારતીય કે એશિયાઈ લોકોનું બ્લડ પ્રેશર એકસરખું ન હોય. ઉપરાંત દરેકના વંશવારસા મુજબ, ડીએનએ મુજબ, બ્લડ પ્રેશર ગોઠવાયેલું હોય. ડૉ. મનુ કોઠારી કહેતા હતા કે તમારા શરીરને તમે જ સૌથી વધારે જાણો છો, ડૉક્ટર નહીં. માટે તમારું બીપી 120/80 હોય તો જ નોર્મલ અને એટલું ન હોય તો તરત જ ડૉક્ટર પાસે જઈને પ્રિસ્ક્રિપ્શન લખાવીને જિંદગી આખી આવી ગોળીઓ ખાઈ ખાઈને ધમપછાડા કરવની જરૂર નથી. બ્લડ પ્રેશર નિયમિત માપતાં રહેવું અને માપતાં પહેલાં જ તમને ખબર પડતી જશે કે તમારું પ્રેશર લો છે કે હાય છે કે નૉર્મલ છે. ખોરાકમાંથી નમક વગેરે અને જીવનમાંથી સ્ટ્રેસ વગેરે ઓછાં કરીને યોગ-પ્રાણાયામ કરતાં રહેવાથી બ્લડ પ્રેશરને લગતી નાની નાની સમસ્યાઓ તો તરત જ દૂર થઈ જતી હોય છે. વધારે સમસ્યા હોય તો ચેતી જવું કારણ કે એને કારણે લાંબા ગાળે બ્રેઇન હેમરેજ, પેરેલિસિસ વગેરે ગંભીર માંદગીઓમાં પટકાવું પડતું હોય છે.

આવું જ શ્યુગરની બાબતમાં છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO), અમેરિકન ડાયાબીટીસ અસોસિએશન (એડીએ) વગેરે મંડળી આપણા બ્લડ શ્યુગર લેવલ મુજબ નક્કી કરે છે કે આપણને ડાયાબીટીસ (ટાઈપ-ટુ) છે કે નહીં. આજકાલ ફાસ્ટિંગ શ્યુગરનો આંકડો 100થી ઓછો હોય (પણ 70 નીચે નહીં) હોય તો જ તમે નૉર્મલ કહેવાઓ અને 100થી 125 વચ્ચે હોય તો પ્રી-ડાયાબીટીક કહેવાઓ એવું ચલણ છે.

તમારું શ્યુગર લેવલ બ્લડમાં કેટલું હોવું જોઈએ એના પેરામીટર્સમાં આ લોકો વધઘટ કરતા રહે છે. ગઈ કાલે એક રસગુલ્લું ખાધા પછી તમારા એક્યુચેકમાં જેટલી ફાસ્ટિંગ શ્યુગર આવે એટલો જ આંકડો આવતી કાલે પણ આવે પરંતુ – ડબ્લ્યુએચઓ કે એડીએ વગેરે જો વચ્ચેના ગાળામાં પોતાના નવા આંકડા જાહેર કરી નાખે તો તમે નૉન-ડાયાબીટીકમાંથી ડાયાબીટીક કે પછી ડાયાબીટીકમાંથી નૉનડાયાબીટીક થઈ જાઓ એવો ખેલ ખેલાતો હોય છે.

મેટફૉર્મિન નામની (અને એના વિવિધ વેરિયેશન્સ વાળી) ડાયાબીટીસની ખૂબ જાણીતી દવા કૅન્સર સર્જે છે એવું પુરવાર થયા પછી અમેરિકામાં આ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ પર કરોડો ડૉલરના ક્લાસ સુટ ચાલી રહ્યા છે. અગાઉ ડિપ્રેશન માટેની જાણીતી દવા ‘પ્રોઝેક’ની ભયંકર આડઅસરોને કારણે એના પર પ્રતિબંધ આવ્યો ત્યારે ‘ટાઇમ’ સાપ્તાહિકમાં કવર સ્ટોરી છપાયેલી. આવું બધું થાય ત્યારે કેટલીક મલ્ટીનેશનલ ફાર્મા કંપનીઓ પોતાની જૂની ફૉર્મ્યુલામાં ફેરફારો કરીને ફરી એની એ જ દવાઓ નવા નામે, નવા સ્વરૂપે બજારમાં મૂકે છે. કેટલાક ઉત્પાદકો તો ટ્રાયલ વખતે જાણવા મળેલી આડઅસરોને જાહેર નથી કરતા જે કાયદેસર ગુનો છે પણ પશ્ચિમના દેશોમાં આવી માફિયાગીરી ઑફિશ્યલી ત્યાંની સરકારોના સક્રિય સહકારથી ચાલતી હોય છે જેનો ભોગ આપણે અને આખી દુનિયા બને છે.

જિંદગી આખી ડાયાબીટીસની ટીકડીઓ ગળવા કરતાં કે ઇન્શ્યુલિનનાં ઇન્જેક્શનો લેવા કરતાં બહેતર છે કે ખોરાકમાંની ખાંડ-સાકર ઓછી થઈ જાય અને રોજ પંદર-ત્રીસ મિનિટ મંડૂકાસન કરતાં કરતાં કપાલ ભાંતિની પ્રેક્ટિસ થતી રહે.

ડાયાબીટીસનું પણ બ્લડ પ્રેશર જેવું જ છે. એક્યુચેકથી માપતાં રહેવાનું અને બ્લડ રિપોર્ટ્સ પણ છ-બાર મહિને લૅબમાં જઈને કઢાવતાં રહેવાનું પણ WHO વગેરેના સ્ટાન્ડર્ડ બધાને લાગુ પડે એવું નથી. તમારા બ્લડમાં એ લોકોના કહેવા પ્રમાણેની શ્યુગર ન હોય, થોડીક વત્તીઓછી હોય તો બેબાકળા થઈને ડાયાબીટોલોજિસ્ટ પાસે દોડી જવાની કોઈ જરૂર નથી. શ્યુગરનું પ્રમાણ તમારા શરીર મુજબ વધતું ઓછું રહેવાનું છે. વધુ પડતી વધઘટ થશે તો તરત જ ખબર પડી જશે અને એવું થાય તે પહેલાં જ તમે આહારમાં થતો અતિરેક ટાળીને કસરત, યોગ-પ્રાણાયામ વગેરે દ્વારા શરીરને કમ્ફર્ટેબલ પરિસ્થિતિમાં રાખવું. જિંદગી આખી ડાયાબીટીસની ટીકડીઓ ગળવા કરતાં કે ઇન્શ્યુલિનનાં ઇન્જેક્શનો લેવા કરતાં બહેતર છે કે ખોરાકમાંની ખાંડ-સાકર ઓછી થઈ જાય અને રોજ પંદર-ત્રીસ મિનિટ મંડૂકાસન કરતાં કરતાં કપાલ ભાંતિની પ્રેક્ટિસ થતી રહે.

આજે બસ આટલું જ.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

15 COMMENTS

  1. Thank you for sharing this whole journey of 51 days with us .very precise n organized form of articles written.

  2. આટલી સરસ માહિતી પીરસવા બદલ ખૂબ ખૂબ આભાર. વાંચવામાં મઝા પડે જ છે. તમારી મહેનત ને સલામ.

  3. નમસ્કાર સૌરભભાઇ,
    આયુર્વેદમાં પહેલેથી શ્રદ્ધા હતી જ. સામાન્ય રીતે ઘરગથથું ઉપચાર કરવામાં માનું છું. પણ આપના લેખો વાચ્યા પછી હવે આયુર્વેદ માં શ્રદ્ધા દ્રઢ થતી જાય છે. ખૂબ સરસ માહિતી સભર લેખો હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ.

  4. આપના લેખો બધી રીતે માર્ગદર્શક બની રહ્યા છે ..એક અદમ્ય ઈચ્છા આશ્રમ ની સારવાર લેવાની થઈ આવે ..પરંતુ સીતેર વર્ષીય ઉંમર અને નોન પેન્શનર નિવૃત્ત સિનિયર સિટીઝન તરીકે આર્થિક બજેટ ના હોવાથી ..આપનો લેખ વાંચી ને સંતોષ માણીયે છીએ ..સ્વામી રામદેવ ની આ કાર્યવાહી અને આશ્રમ ના તમામ સ્ટાફ ને વંદન કરવા ઘટે ..ત્યાંના સર્વે લાભાર્થીઓ ને હાર્દિક શુભકામનાઓ .

  5. જેમ જેમ તમારા આશ્રમ ના લેખો વાંચુ છું, એમ નિર્ધાર પાક્કું થતું જાય છે કે જલ્દી મારે પણ બાબાના આશ્રમ નો લાભ લેવો છે. ખુબ ખુબ આભાર.

  6. ખૂબ જ માહિતીસભર લેખ બદલ ખૂબ આભાર સાહેબ , અહીં સારવાર લેવા આવનાર ડોક્ટર અને મેડીકલ લાઈન મેં લગતા વ્યક્તિઓ આવે છે પણ તેઓ જાહેરમાં એ વાતનો સ્વીકાર કરતા નથી તો આપ સાહેબ શ્રી ત્યાં જોવા કોઈ વ્યક્તિની સારવાર કે રોગથી મુક્ત થયા હોય એવા વ્યક્તિના અનુભવ અહીં શેર કરવા વિનંતી જેથી વિશ્વાસ વધે અને શું હા રોગથી કાયમી મુક્તિ મળી શકે છે? અને અહીંથી ઘરે ગયા પછી શું વાતનું ધ્યાન રાખવું પડે છે ખાસ કરીને થાઇરોઇડ બીપી અને ડાયાબિટીસ વાળા રોગી ના અનુભવો આપ ની નજરે તપાસી ને જણાવશો . આપ નો આભારી . 🙏પ્રભુ આપ ને સદાય આમજ આનંદ મા રાખે એમ પ્રાથના.

  7. આ તમારી સીરીઝ તો વાંચવાનું તો ગમે જ છે, પણ આજે વર્ષો પછી ડો.સુનીલ સર ને જોયા એ પણ પ્રિય લેખક સાથે. 🙏, વાહ. એમના સન દર્શન મરજાદી.

  8. બી. પી. ડાયાબિટીસ વગેરે ની જાણકારી જાણકારી સારી લાગી. તમારા અનુભવો શેર કરતા રહો વાંચવાની મજા આવે છે.

  9. Very informative article on BP and Diabetes.You have really prompted me to decide my trip to Yog Gram/ Haridwaar during my next visit to India! I wish your further stay there remain more useful and fruitful. Also keep sharing your experience for our benefits in NEWS PREMI.
    Thank you,

  10. Your detailed information about Yogashram is very interesting. Sometimes I can visualise treatment n setup of the place. Enjoying thoroughly

  11. Loko manta nathi…videshi co wala marji moojab bp nu level diabitis…ma vadhghat kerta rahe che…

  12. Very interesting to read about wrong standards set by vested interests. Your body informs you what is good for you. Your articles are eye openers.

  13. આપની સ્વાસ્થ્ય યાત્રાના સટીક અહેવાલ વાંચીને જીવનમાં સ્વાસ્થ્ય ને લગતા જરૂરી ફેરફાર કરવા માટે પ્રેરણા મળી રહી છે એ બદલ આપનો ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here