(‘ન્યુઝવ્યુઝ’, Newspremi .com : શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2025)
અરવિંદ કેજરીવાલની હરકતો વિશે ખોંખારીને લખાયેલા અનેક લેખોમાંથી 5 લેખોના કેટલાક અંશ આજે વાંચો. લખ્યા તારીખ જરૂર યાદ રાખજો.
***
(મંગળવાર, 7 એપ્રિલ 2020)
કોરોનાની ક્રાઇસિસમાં આર. એસ. એસ. સહિતનાં અનેક હિન્દુ સંગઠનોના લાખો કાર્યકરોને ઘરની બહાર નીકળીને, જાનની પરવા કર્યા વિના સેવાકાર્યો કરતાં દુનિયાએ જોયા. પણ મિડિયા નહીં દેખાડે આ બધું. મિડિયા તો કેજરીવાલની જાહેરખબરોના કરોડો રૂપિયા ખિસ્સામાં નાખીને કેજરીવાલનાં નિવેદનો દેખાડશેઃ ‘હમને રોજ ચાર લાખ મજદૂરોં કે ખાનેપીનેકી વ્યવસ્થા કી હૈ.’ પણ આ ચાર લાખ લોકો માટેનું રસોડું ક્યાં છે, કેજરીવાલ? બાલાકોટની સ્ટ્રાઈકના પુરાવા માગનારા કેજરીવાલ પાસે ચાર લાખ લોકોને જમાડવાની વ્યવસ્થાના પુરાવા માગવામાં આવે છે ત્યારે દિલ્હીનો આ બદમાશ મુખ્યમંત્રી ચૂપ થઈ જાય છે. એટલું જ નહીં આ ફ્રોડ ચીફ મિનિસ્ટર ‘આજ તક’ જેવી બ્લાન્ટન્ટલી ઍન્ટી-મોદી ટીવી ચેનલ પાસે એવા સમાચાર ફેલાવડાવે છે કે આ જુઓ, અમે જે રસોડું ચલાવીએ છીએ તે જુઓ. પણ એ વિશાળ રસોડું કોણ ચલાવતું હતું? સેવા ભારતી. આર. એસ. એસ.ની ભગિની સંસ્થા. એમાં કેજરીવાલ કે એમની દિલ્હી રાજ્યની સરકારનો તસુભાર આર્થિક કે અન્ય સહકાર નહોતો. છેવટે ‘આજ તક’એ આ જુઠ્ઠા સમાચાર પ્રસારિત કરવા બદલ જાહેર માફી માગવી પડી. કેજરીવાલ અને ‘આજ તક’ની માલિકી ધરાવતું ઇન્ડિયા ટુ ડે ગ્રુપ – સૌ કોઈ ખુલ્લા પડ્યા, ભોંઠા પડ્યા.
***
(રવિવાર, 20 ડિસેમ્બર 2015)
દિલ્હીના સી. એમ. અરવિંદ કેજરીવાલના ખાસ આદમી અને રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી પર ભ્રષ્ટાચાર અંગે ઘણા લાંબા સમયથી તપાસ ચાલુ હતી. એ તપાસના અનુસંધાને સી.બી.આઈ.એ મુખ્ય સચિવની ઑફિસમાં દરોડા પાડીને કેટલાક જરૂરી દસ્તાવેજો જપ્ત કર્યા. કેજરીવાલ જાણે આવા જ કોઈ મોકાની રાહ જોતા હોય એમ એમણે તરત સીબીઆઈએ પોતાના પર દરોડો પાડ્યો છે એવો માહોલ ઊભો કરીને પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ‘સાઈકોપથ’ અને ‘કાવર્ડ’ છે એવું ટ્વિટ કર્યું. પીએમને પાગલ અને બાયલા કહેનારા કેજરીવાલે આટલું ઓછું હોય એમ પોતાની પાર્ટીના ન્યુસન્સ કરવા માટે જાણીતા એવા બેચાર ચહેરાને ભેગા કરીને ફાઈનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી પર બેબુનિયાદ આક્ષેપોનો તોપમારો ચલાવ્યો.
‘આપ’ અને એમના જેવી મેન્ટાલિટી ધરાવતા આપણી આસપાસના અનેક લોકોની આ ખાસિયત હોય છે. તેઓ પોતાની ત્વચા બચાવવા તમારા પર એટલા જોરશોરથી આક્ષેપો કરવા માંડશે કે ઘડીભર તમે ભૂલી જાઓ મૂળ ઈશ્યુ ક્યો હતો અને મૂળ કોના પર આક્ષેપો થયા હતા. તેઓ આખી વાતને એ હદ સુધી કન્ફ્યુઝ કરી નાખે કે તમને થવા માંડે કે જવા દો આપણે ક્યાં આ બધી બબાલમાં પડવું, એમને આ જ જોઈતું હોય છે. આ બધી પંચાતમાંથી તમે નીકળી જાઓ જેથી પોતાના પરના આક્ષેપો ભુલાઈ જાય, પોતાની કોઈ ઊલટતપાસ ન કરે ઊલટાનું પોતે વિક્ટિમ છે, કોઈની કિન્નાખોરીનો ભોગ બન્યા છે એવી છાપ ઊભી કરીને તમારી સિમ્પથી પણ ઊઘરાવી જતા હોય છે તેઓ.
આ ‘આપ’ની જ સ્ટ્રેટેજી નથી. પોલિટિક્સમાં ન હોય એવી, આપણી આસપાસની જ ઘણી વ્યક્તિઓ આપણી સાથે આવું જ કરતી હોય છે જેવું ‘આપ’વાળા પહેલેથી જ કરતા આવ્યા છે અને વીતેલા અઠવાડિયા દરમ્યાન જે એમણે અરુણ જેટલી સાથે કર્યું.
તમારી આસપાસ એવા ઘણા લોકો હોય છે જેમણે પોતાની લાઈફની ઘણી બાબતો છુપાવવાની હોય છે. અમુક હદ સુધી તેઓ આવું કરવામાં સફળ રહેતા હોય છે. પોતાની સુંદર ઈમેજ ઊભી કરીને એને સાચવવામાં તેઓ કામિયાબ રહેતા હોય છે, પણ અમુક હદ સુધી જ. એક તબક્કે તમને એમની સુંદર છબિમાંની તિરાડો દેખાવા માંડે છે. તમે એ તિરાડો તરફ એમનું ધ્યાન દોરો છો. તમે જેવું ધ્યાન દોરો કે તરત જ તેઓ તમારા પર કાદવ ઉછાળતા થઈ જાય, અને લોકોને કહેવા માંડે કે જુઓ આના પર કેટલી ગંદકી લાગેલી છે. હકીકત એ હોય છે કે એ ગંદકી એમણે જ ઉડાડી છે જેમની તિરાડો તમે જોઈ ગયા હતા. પણ લોકો તો તમારા પરની ગંદકી જોઈને ઘડીભર એમ જ માની લેવાના કે તમે ગંદા જ છો. અને તમે તમારી ગંદકીભરી બનાવટી ઈમેજ ધોવામાં વ્યસ્ત થઈ જાઓ છો જેથી લોકોને તમારી ચોખ્ખાઈ દેખાય. પણ બાય ધેટ ટાઈમ પેલા તિરાડવાળાઓ બીજા લોકોનું ધ્યાન પોતાની તિરાડો પરથી હટાવીને તમારા પર ફેંકેલી ગંદકી તરફ ડાયવર્ટ કરવામાં સફળ થઈ ગયા હોય છે.
મને લાગે છે કે આનો શ્રેષ્ઠ ઈલાજ એ જ છે કે ચિરકુટોનો બોદો તોપમારો ચાલતો હોય ત્યારે ચૂપ રહેવું. તમે જે કામમાં બિઝી હો તે કરતા રહેવું, બીજા કશા તરફ ધ્યાન નહીં આપવું. અને જેવા આ કામમાંથી નવરા પડો એવા જ પેલાઓ પર તૂટી પડીને એમને જડમૂળમાંથી ઉખાડીને સાફ કરી નાખવા. આ સ્ટ્રેટેજી કંઈ મારી મૌલિક નથી, મોદીજી આવું જ કરે છે!
***
(સોમવાર, 21 નવેમ્બર 2016)
દિલ્હીના મુખ્ય મંત્રીના જવાબદાર લોકતાંત્રિક હોદ્દા પર બેઠેલો આ માણસ ભારતની પ્રજાને ઉશ્કેરતો હોય એ રીતે જાહેરમાં બોલ્યા કરે છે કે મોદીજી ૫૦૦-૧૦૦૦ની નોટો પાછી ખેંચવાનો નિર્ણય રદ જાહેર નહીં કરે તો દેશની પ્રજા બગાવત કરશે.
કેજરીવાલ ઈચ્છે છે કે દેશની પ્રજા બગાવત કરે. એમણે ભારતના લોકોને ઉશ્કેરવાની ખૂબ કોશિશ કરી. પણ પ્રજા મોદીજીની સાથે છે.
***
( બુધવાર, 28 નવેમ્બર 2018)
માકર્સવાદીઓ, નક્સલવાદીઓ, ડાબેરીઓ, સામ્યવાદીઓ, સેક્યુલરવાદીઓ વગેરે વાદીઓ બધા એક જ ગટરના કોક્રોચ છે. વાંદાઓની પ્રજાતિ જુદી જુદી હોઈ શકે, પણ એમની પ્રકૃતિ એકસરખી રહેવાની એવું જ આ ભાંગફોડવાદીઓનું હોય છે. વળી પાછા તેઓ પોતાની તોડફોડને ‘ક્રાન્તિ’નું નામ આપતા ફરતા હોય છે.
અરવિંદ કેજરીવાલ આવી જ ‘ક્રાન્તિ’ કરવા આવ્યા હતા. અમારી સ્કૂલમાં ચોથા ધોરણમાં મોનિટરની ચૂંટણી વખતે એક વિદ્યાર્થીએ બધાને પ્રોમિસ આપ્યું હતું કે મને જો મોનિટર બનાવશો તો હું દર શનિવારે આખા કલાસને મફત પિપરમિન્ટ ખવડાવીશ. ચૂંટણી પહેલાં એણે બધાને પાર્લેની એક એક ઑરેન્જ પિપરમિન્ટ આપી પણ ખરી. ચૂંટાઈ ગયો. બીજા અઠવાડિયે એણે ગલ્લાંતલ્લાં કર્યાં. ત્રીજા અઠવાડિયે એ ઍબસન્ટ રહ્યો. ચોથા શનિવારે સ્કૂલ છૂટ્યા પછી એ ઉતાવળે દફતર લઈને ઘરભેગો થવા જતો હતો ત્યારે અમે બધાએ ઘેરી લીધો અને અડધો કલાક સુધી એને માર્યો. એ પછી આખું વર્ષ અમે દર શનિવારે એ છોકરા પર હાથ સાફ કરવાની પ્રેક્ટિસ કરતા રહ્યા.
એ છોકરો મોટો થઈને અરવિંદ કેજરીવાલ બન્યો. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં એણે મતદારોને પ્રોમિસ આપવા માંડ્યાં: મને ચૂંટી કાઢો હું તમને વીજળી મફત આપીશ, પાણી મફત આપીશ, શિક્ષણ મફત આપીશ, જે કઈ જોઈતું હશે તે બધું મફત આપીશ. મતદારોએ એને ચૂંટી કાઢ્યો, પણ એકેય પ્રોમિસ ન પાળ્યું એટલે છાશવારે એનું મોઢું શ્યાહીથી કાળું કરવામાં આવે છે, ક્યારેક કોઈ એને થપ્પડ મારી જાય છે, ક્યારેક ચંપલે ચંપલે ફટકારે છે, ક્યારેક મરચાંની ભૂકી એની આંખમાં નાખવામાં આવે છે.
***
( મંગળવાર, 5 માર્ચ 2019)
કેજરીવાલે બાલાકોટ પરની ઍર સ્ટ્રાઈકના આગલા દિવસે, ૨૫મી ફેબ્રુઆરીએ એક ટીવી ઈન્ટરવ્યુમાં શું કહ્યું હતું? સાંભળોઃ ‘એને (પાકિસ્તાનને) ખબર હોવી જોઈએ કે એ અમારા ૪૦ સૈનિકોને શહીદ કરશે તો અમે એના ૪૦૦ મારીશું. એકના બદલામાં દસ. આ કિંમત ચૂકવવી પડશે એની એમને આવા (પુલવામા જેવા) દુઃસાહસ કરતાં પહેલાં ખબર હોવી જોઈએ. પાકિસ્તાનને લાગે છે કે પોતે કંઈ પણ કરશે, આ લોકો તો કંઈ કરવાના નથી. આ ગલત છે. જો એ ૪૦ મારે ત્યારે તમે એના ૪૦૦ મારશો તો બરાબરીનો ખેલ થશે. અત્યારે એમને લાગે છે કે જે મરજી હોય તે કરો, ભારત તો કમજોર છે. ( ૨૦૧૬ના ઉડી હુમલા પછીની સર્જિકલ સ્ટ્રાઈક બરાબર હતી એવું એક પેટા પ્રશ્નના જવાબમાં કહ્યા પછી, જેણે એ વખતે આ સર્જિકલ સ્ટ્રાઈક થઈ જ નથી એમ કહીને રાહુલ ગાંધી વગેરેની સાથે મળીને ‘સરકાર પુરાવા લાવે, પુરાવા લાવે’ એવી બૂમરાણ મચાવી હતી એ કેજરીવાલ નેક્સ્ટ પેટા પ્રશ્નના જવાબમાં કહે છે કે…) મને લાગે છે કે પાકિસ્તાનને લાગે કે એમને (પુલવામાની) કિંમત ચૂકવવી પડી છે એવી ખાતરી થાય એવું એક એક્શન કરો કે એને દસગણી કિંમત ચૂકવવી પડે. હું તમને કહું છું કે એ ફરી ક્યારેય આવી હિંમત નહીં કરે, આપણા એક સૈનિકને નહીં મારે. એક વાર તો આપણી સેનાને છૂટ આપી દો પછી જુઓ (અહીં ઈન્ટરવ્યુઅર કહે છે કે મોદીએ કહ્યું જ છે કે એમણે સેનાને જે કરવું હોય તે કરવાની પૂરી છૂટ આપી દીધી છે. ત્યારે કેજરી કહે છે કે…) એ તો ખાલી કહેવા ખાતર કહ્યું હતું. બાકી જો ખરેખર છૂટ આપી હોત તો આપણી સેના અત્યાર સુધી ચૂપ થોડી બેસી રહી હોત? (આટલું કહીને કેજરીવાલ ચાલુ કૅમેરાએ એકદમ મવાલી જેવું સ્મિત કરે છે). આ ક્લિપ તમારે જોવી હોય તો યુ ટ્યુબ પર છે, ન મળે તો ગૌરવ પ્રધાનના ટ્વિટર પર જોઈ લેશો.
હવે તમે બીજી ક્લિપ આ જ બદમાશની જુઓ. ૨૫મીના આ ઈન્ટરવ્યુ પછી ૨૬મીએ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે બાલાકોટામાં શું થયું એની દુનિયા આખીને જાણ છે. ભારતીય વાયુસેનાનાં ૧૨ મિરાજે કરેલી આ ઍર સ્ટ્રાઈક બદલ ધન્યવાદ આપવાને બદલે આ શેમલૅસ અને કાવર્ડ કેજરીવાલે ૨૮મી ફેબ્રુઆરીએ દિલ્હીની વિધાનસભામાં શું કહ્યું? ધ્યાનથી એકએક શબ્દ સાંભળોઃ
‘હું(કેજરીવાલ) એમને(મોદીને) પૂછવા માંગું છું કે (આગામી લોકસભાની ચૂંટણીમાં) ત્રણસો સીટ મેળવવા માટે તમે કેટલા લોકોને શહીદ કરશો? આપણા કેટલા જવાનોને શહીદ કરશો? હજુ કેટલી લાશ તમને જોઈએ છે? હજુ કેટલા જવાનોના ઘર બરબાદ કરશો? કેટલા પરિવાર બરબાદ કરશો? કેટલી માતાઓના બેટાઓ છીનવશો? કેટલી ઔરતોને વિધવા કરશો, તમને ૩૦૦ સીટ મળે એના માટે? ધિક્કાર છે આવી પાર્ટીને, લાનત છે આવી સરકારને. શું તમે આ માટે જ ભારત-પાક બૉર્ડર પર આ બધું કરાવ્યું હતું?’
કેજરીવાલ કહેવા માગે છે કે પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ ભારતના સી.આર.પી.એફ. ના ૪૦ જવાનોને શહીદ નહોતા કર્યા પણ મોદીએ પોતાને નેક્સ્ટ ઈલેક્શનમાં ૩૦૦ સીટ મળે એ માટે આ ૪૦ જવાનોને મોતને ઘાટ ઊતાર્યા જેથી વળતા હુમલારૂપે ૧૨ મિરાજને બાલાકોટામાં મોકલીને એમના ૩૦૦ લોકોને ખતમ કરીને ભારતમાં પોતાની વાહવાહ કરાવી શકે અને નેક્સ્ટ ઈલેક્શનમાં ૩૦૦ સીટો મેળવીને ફરી વડા પ્રધાન બની શકે.
આવી હલકી સોચવાળા લોકોને શું કહેવું આપણે? સુવ્વરોને તો કાદવમાં આળોટવાની મઝા આવતી હોય છે. એમની સાથે જીભાજોડી કરવા આપણે જો કાદવમાં કૂદી પડીએ તો ગંદા આપણે થઈશું, સુવ્વરને તો કાદવ ખૂંદવાની ટેવ છે.
કેજરીવાલની આવી તદ્દન ગટરક્લાસ તર્કયાત્રામાં શરદ પવાર (જેમને હવે કોઈ પૂછતું નથી) સહિતના તમામ વિપક્ષી નેતાઓ જોડાયા છે. રાહુલ ગાંધી પણ એમાંથી બાકાત નથી, ન જ હોય.
રાહુલ જ્યારે કેજરીવાલની ભાષા બોલવા માંડે છે ત્યારે એ ૫૦ વર્ષના બાબાને પૂછવું જોઈએ કે તારા બાપાએ ૧૯૮૪માં ૪૧૧ સીટ જીતીને વડા પ્રધાન બનવા માટે પોતાની માની હત્યા કરાવી હતી? અને રાહુલને એ પણ પૂછવું જોઈએ કે કૉન્ગ્રેસની સત્તા ગઈ એ પછી ભઈલા, તારી માએ ૧૯૯૧માં એલ.ટી.ટી.ઈ.ને કહીને શ્રીપેરુમ્બદુરમાં તારા બાપને મરાવીને પોતે વિધવા થઈ જવાનું કાવતરું રચ્યું હતું જેથી ફરી કૉન્ગ્રેસ સત્તા પર આવે?
***
(ક્રમશઃ)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો