હમેં તુમ સે પ્યાર કિતના યે હમ નહીં જાનતે

પેરિસની ઝાકઝમાળ જોયા પછી દુનિયાનું કોઈ પણ રંગીન શહેર ફિક્કું લાગે એમ ૧૯૭૫ના વર્ષમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ જે ઝગમગાટ જોયા તે પછી આવનારું દરેક વર્ષ તમને મોળું લાગે. આર. ડી. બર્મનની બાબતમાં પણ આ વાત સાચી પુરવાર થઈ. ૧૯૭૬ કે એ પછીનાં વર્ષોમાં પણ એમણે ઘણું ઘણું ક્રિયેટિવ કામ કર્યું પણ ૧૯૭૫ના એક જ વર્ષમાં એમણે જે ક્વૉલિટી સાથેની ક્વૉન્ટિટી આપી એવું પછીના એકેય વર્ષમાં બન્યું નહીં. બાય ધ વે, એમના જન્મનું વર્ષ ભૂલથી ૧૯૩૭ લખાયું છે તે સુધારીને ૧૯૩૯ વાંચજો – ૨૭ જૂન, ૧૯૩૯. અવસાન ૪ જાન્યુઆરી, ૧૯૯૪.

‘બાલિકા બધુ’ અને ‘મહેબૂબા’ આર. ડી.ના સંગીત માટે ૧૯૭૬ની હાઈલાઈટ ગણાય. ‘મેરે નૈના સાવનભાદોં…’, ‘પરબત કે પીછે’… અને ‘ગોરી તેરી પૈજનિયાં…’ જેવાં ગીતો વિના તમારું પંચમ કલેક્શન અધૂરું રહે. ‘બડે અચ્છે લગતે હૈં…’ ગાઈને અમિત કુમારે આશા જગાડી કે પિતા કિશોર કુમારનો વારસો આગળ ધપાવશે. એ પછી આર. ડી. બર્મને અલમોસ્ટ પોણા બસો ગીતો અમિત કુમાર પાસે ગવડાવ્યાં જેમાંનાં કેટલાક સુપરહિટ પુરવાર થયાં.

૧૯૭૭માં આર. ડી.ના સંગીતવાળી ત્રણ ફિલ્મો ખૂબ ગાજી. (ગુલઝારની ‘કિતાબ’ અને ‘કિનારા’ બૉક્સ ઑફિસ પર ‘ગાજી’ એવું ન કહેવાય પણ હિન્દી ફિલ્મ મ્યુઝિકના ચાહકોના મનમાં તો હજુય ગાજી રહી છે). ત્રીજી ફિલ્મ ‘હમ કિસી સે કમ નહીં ખરેખર ગાજી. ‘બચના ઐ હસીનોં…’, ‘ચાંદ મેરા દિલ…’, ‘આ દિલ ક્યા મહેફિલ હૈ તેરે…’, ‘હૈ અગર દુશ્મન…’, ‘હમ કો તો યારા તેરી યારી…’ ‘મિલ ગયા હમ કો સાથી મિલ ગયા’ અને આ ગીત:

કયા હુઆ તેરા વાદા, વો કસમ, વો ઈરાદા
ભૂલેગા દિલ જિસ દિન તુમ્હેં
વો દિન ઝિન્દગી કા આખરી દિન હોગા
યાદ હૈ મુઝકો, તૂને કહા થા
તુમ સે નહીં રૂઢેંગે કભી
દિલ કી તરહ સે હાથ મિલે હૈ
કૈસે ભલા છૂટેંગે કભી
તેરી બાહોં મેં બીતી હર શામ
બેવફા, યે ભી ક્યા યાદ નહીં
ઓ કહેનેવાલે મુઝકો ફરેબી
કૌન ફરેબી હૈ યે બતા
વો જિસને ગમ લિયા પ્યાર કે ખાતિર
યા જિસને પ્યાર કો બેચ દિયા
નશા દૌલત કા ઐસા ભી ક્યા
કે તુઝે કુછ ભી યાદ નહીં

દૌલતના નશા માટે છોડી ગયેલી પ્રેમિકાઓના પતિઓને સતાવવા જ મોદીજી ડિમોનેટાઈઝેશન લઈ આવ્યા હશે એવું વિચારીને ઘણી શાતા મળે.

‘કિતાબ’નું ‘ધન્નો કી આંખોં મેં રાત કા સુરમા…’માં આર. ડી.એ ગાવામાં અને કંપોઝ કરવામાં કેવી ધમાલ કરી છે. આ જ આર. ડી. ‘કિનારા’માં ‘નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા, મેેરી આવાઝ હી પહચાન હૈ, ગર યાદ રહે’ની ઉદાસીથી ઘેરાઈ જાય છે. ‘કિનારા’માં ‘એક હી ખ્વાબ…’, ‘મીઠે બોલ બોલે…’, ‘કોઈ નહીં હૈ કહીં…’ અને ‘અબકે ના સાવન બરસે…’ ગીતો ગુલઝાર – પંચમની જોડીનું યાદગાર કામ છે.

૧૯૭૮માં કૃષ્ણા શાહની ‘શાલીમાર’ આવી (હમ બેવફા હરગિઝ ના થેં…), ગુલઝારે લખેલાં ગીતોવાળી ‘દેવતા’ આવી (‘ગુલમોહર ગર તુમ્હારા નામ હોતા…’, ચાંદ ચુરા કે લાયા હૂં…’) અને ‘કસમેવાદે’ પણ આવી (‘આતી રહેંગી બહારેં…’, ‘કલ ક્યા હોગા કિસ કો પતા…’ અને ટાઈટલ સોંગ ‘કસમે વાદે નિભાયેંગે હમ… મિલ તે રહેંગે જનમ જનમ…’) પણ ૧૯૭૮ની આર. ડી.ના સંગીત માટે બેસ્ટ ફિલ્મ કઈ? ‘ઘર’. ગુલઝારે લખેલાં બધાં જ ગીતો હજુ પણ યાદ આવતાં રહે: ‘આજ કલ પાંવ ઝમીં પર નહીં પડતે મેરે, બોલો દેખા હૈ કભી તુમને મુઝે ઉડતે હુએ…’, ‘આપ કી આંખોં મેં કુછ મહકે હુએ સે રાઝ હૈ, આપ સે ભી ખૂબસૂરત આપકે અંદાઝ હૈં/ લબ હિલે તો મોગરે કે ફૂલ ખિલતે હૈં કહીં, આપ કી આંખોં મેં ક્યા સાહિલ ભી મિલતે હૈં કહીં, આપ કી ખામોસિયાં ભી આપ કી આવાઝ હૈ/ આપ કી બાતેં ફિર કોઈ શરારત તો નહીં, બેવજહ તારીફ કરના આપ કી આદત તો નહીં, આપ કી બદમાશિયોં કે યે નયે અંદાઝ હૈં…’ કિશોર-લતાનું આ યુગલગાન રેખા-વિનોદ મહેરા પર ફિલ્માવેલું અને ઘરનાં બીજા બે ગીત કેમ ભુલાય? (પાંચમું ગીત ‘બોતલ સે એક બાત ચલી હૈ’ પણ સાંભળી નાખીએ તો વાંધો નહીં). ‘ફિર વો હી રાત હૈ, ફિર વો હી રાત હૈ ખ્વાબ કી, રાતભર ખ્વાબ મેં દેખા કરેંગે તુમ્હેં/ માસૂમ સી નીંદ મેં જબ કોઈ સપના ચલે, હમકો બુલા લેના તુમ, પલકોં કે પરદે તલે, યે રાત હૈ ખ્વાબ કી, ખ્વાબ કી રાત હૈ/ કાંચ કે ખ્વાબ હૈં, આંખોં મેં ચુભ જાયેંગે, પલકોં મેં લે ના ઈન્હેં, આંખોં મેં રૂક જાયેંગે, યે રાત હૈ ખ્વાબ કી, ખ્વાબ કી રાત હૈ…’

સપનું કાચ જેવું ફ્રેજાઈલ હોય છે એવી કલ્પના ગુલઝારની કક્ષાના કવિ જ કરી શકે. અને આવા શબ્દોને નાજુક નમણી ટયુનમાં આર. ડી. જ બાંધી શકે.

‘ઘર’નું શ્રેષ્ઠ ગીત મારા હિસાબે હવે આવે છે. મ્યુઝિકની દૃષ્ટિએ અને બધી જ રીતે:

તેરે બિના જિયા જાયે ના
બિન તેરે, તેરે બિન સાજના
સાંસ મેં સાંસ આયે ના
જબ ભી ખયાલોં મેં તૂ આયે
મેરે બદન સે ખુશબૂ આયે
મહેકે બદન મેં રહા ના જાયે, રહા જાયે ના
રેશમી રાતેં રોઝ ના હોંગી
યે સૌગાતે રોઝ ના હોંગી
ઝિંદગી તુઝ બિન રાસ ના આયે, રાસ આયે ના

ભાવમાં અચાનક પલટો લાવતો છેલ્લો અંતરો સાંભળીને અગાઉના બે અંતરામાં ઘૂંટાયેલા રોમેન્ટિક મૂડના ગળે ડૂમો લાવી દે છે, સાંભળજો નિરાંતે. જુહુના ગોદરેજ બંગલોવાળા સિલ્વર બીચથી શરૂ થતું આ ગીતનું મુખડું રેખાના ઘરમાં જૂના ફોટાઓની યાદમાં પ્રવેશે છે ત્યારે રણજિત ‘કાંચા’એ નાના તબલાં જેવું નેપાળી વાદ્ય માદલ જે રીતે કૉર્ડમાં વગાડ્યું છે તે સાંભળજો. એ ના હોય તો જાણે આ ગીતની નાઈન્ટી પર્સેન્ટ મઝા ઓછી થઈ જાય એવું લાગે. આર. ડી. બર્મનની સાઈડ રિધમ વાપરવાની હથોટી એમનાં ઘણાં ગીતોમાં પુરવાર થઈ છે (હમ દોનોં દો પ્રેમી, મેરે સામનેવાલી ખિડકી, વગેરે ઘણાં ગીતો યાદ આવે). ‘તેરે બિના જિયા જાયે ના’ આ વર્ગનાં એમના તમામ ગીતોમાં ટોચનું સ્થાન ધરાવે છે.

૧૯૭૯માં ‘ગોલમાલ’નું ‘આનેવાલા પલ જાનેવાલા હૈ, હો સકે તો ઉસ મેં ઝિંદગી બીતા લો, પલ જો યે જાનેવાલા હૈ…’ ગુલઝારનાં ટૉપ ટેન ગીતોમાં સ્થાન પામે.

૧૯૮૦માં ‘ખૂબસૂરત’નું ‘પિયા બાવરી’ ગીત વન્સ અગેઈન આર. ડી. ક્લાસિક્લ મ્યુઝિકની હથોટીનો પુરાવો. પંચમ એટલે માત્ર વેસ્ટર્ન ટાઈપનું મ્યુઝિક એ છાપ તો એમણે આ દાયકાની શરૂઆતમાં ‘અમર પ્રેમ’થી ભૂંસી કાઢી હતી. એ જ વર્ષે ‘શોલે’ કાર રમેશ સિપ્પીએ ‘શાન’ બનાવી. ‘શોલે’ જેવી ફિલ્મ બનાવી લીધા પછી રમેશ સિપ્પી માટે આગળ શું કરવું એની ઘણી મોટી ચેલેન્જ હતી. લોકો જ નહીં, એમની સાથે કામ કરનારા તમામ કલાકારો – કસબીઓ પણ આશા રાખતા થઈ જાય કે હવે રમેશ સિપ્પી ‘શોલે’ કરતાં પણ સવાઈ ફિલ્મ બનાવશે. વેલ, ‘શાન’નાં ગીતો હિટ થયાં: ‘જાનુ મેરી જાન…’, ‘પ્યાર કરને વાલે પ્યાર કરતે હૈં…’ અને ‘યમ્મા યમ્મા…’

૧૯૮૧માં રાજેન્દ્ર કુમારે પુત્ર કુમાર ગૌરવને લૉન્ચ કર્યો, આર. ડી.નાં ગીતો સાથે. ‘લવ સ્ટોરી’માં અમિત કુમારે ‘તેરી યાદ આ રહી હૈ…’ ગાયું અને ‘દેખો મૈંને દેખા હૈ યે એક સપના…’ પણ ગાયું. એ જ વર્ષે સુનીલ દત્તે પુત્ર સંજયને ‘રૉકી’માં લૉન્ચ કર્યો. ફરી આર. ડી.નાં સુપરહિટ ગીત: ‘કયા યહી પ્યાર હૈ…’, ‘આ દેખેં ઝરા…’ અને ‘દોસ્તોં કો સલામ…’ ‘ઝમાને કો દિખાના હૈ’ પણ આવી (દિલ લેના ખેલ હૈ દિલદાર કા, હોગા તુમ સે પ્યારા કૌન, પૂછો ના યાર ક્યા હુઆ, બોલો બોલો કુછ તો બોલો). ‘બસેરા’નું ’જહાં પે સવેરા હો, બસેરા વહીં હૈ…’ હિટ થયું. પણ આ વર્ષ આર. ડી.ને ‘કુદરત’ માટે ફળ્યું. ‘છોડો સનમ…’ અને ‘તૂને ઓ રંગીલે’ ગીતો તો હતાં જ એમાં પણ પરવીન સુલતાનાએ (તેમ જ કિશોર કુમારે પણ) ગાયેલા આ ગીતથી પંચમના ચાહકો એવા નશામાં ડૂબી ગયા કે હજુય એનો હેંગઓવર ઊતરતો નથી.

હમેં તુમ સે પ્યાર કિતના, યે હમ નહીં જાનતે
મગર જી નહીં સકતે, તુમ્હારે બિના
સુના ગમ જુદાઈ કા ઉઠાતે હૈં લોગ
જાને ઝિન્દગી કૈસે બિતાતે હૈં લોગ
દિન ભી યહાં તો લગે બરસ કે સમાન
હમેં ઈંતઝાર કિતના યે હમ નહીં જાનતે
મગર જી નહીં સકતે, તુમ્હારે બિના
તુમ્હેં કોઈ ઔર દેખે તો જલતા હૈ દિલ
બડી મુશ્કિલોંસે ફિર સંભલતા હૈ દિલ
ક્યા ક્યા જતન કરતે હૈં તુમ્હેં ક્યા પતા
યે દિલ બેકરાર કિતના યે હમ નહીં જાનતે
મગર જી નહીં સકતે, તુમ્હારે બિના

આજે બસ આટલું જ. સોમવારે પૂરું કરીએ.

આજનો વિચાર

તુઝ સે તો કોઈ ગિલા નહીં હૈં
કિસ્મત મેં મેરી, સિલા નહીં હૈ
બિછડે તો ન જાને હાલ ક્યા હો
જો શખ્સ અભી મિલા નહીં હૈ
ખુશ્બૂ કા હિસાબ હો ચુકા હૈ
ઔર ફૂલ અભી ખિલા નહીં હૈ

એક મિનિટ!

બકાનાં બેઉ ટાબરિયાંએ પરીક્ષામાં બાપનું નામ જુદું લખ્યું.

શિક્ષકે કાન પકડીને કારણ પૂછયું: કેમ અલ્યા, આવું કેમ?

ટાબરિયાં: પછી તમે કહેતે કે કૉપી કરે છે…

( મુંબઇ સમાચાર : શનિવાર, 7 જાન્યુઆરી 2017)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here