તમે સ્વીકારક છો એવું ક્યારે પુરવાર થાય : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, 5 જૂન 2020)

સ્વીકારભાવની વાત આજે પૂરી કરીએ. કારણ કે આવતી કાલથી નવ દિવસ સુધી આપણે આ જગ્યાએ ‘માનસ:ગણિકા’નું પારાયણ કરવાના છીએ.

ઉપદેશક કે સુધારક બનવાને બદલે તમે જ્યારે સ્વીકારક બનો છો ત્યારે બીજાઓ માટે જજમેન્ટલ બનવાની લાલચમાંથી મુક્ત થઈ જાઓ છો, સામેની વ્યક્તિ સાચી છે કે ખોટી એ નક્કી કરવાની લાલચમાંથી મુક્ત થઈ જાઓ છો. કોઈ સાચું છે કે ખોટું એ તમે કેવી રીતે નક્કી કરી શકો? તમારી બુદ્ધિ, જાણકારી તથા અનુભવને સીમા હોવાની. આ મર્યાદા હોવા છતાં તમે જ્યારે બીજા વિશે ઓપિનિયન બાંધો છો ત્યારે એમાં તમારા પૂર્વગ્રહો ઉમેરાય છે. કોઈ પણ વ્યક્તિને એની તમામ ખામીઓ સાથે સ્વીકારવાની તૈયારી નહીં હોય તો તમે આ દુનિયામાં સાવ એકલા પડી જવાના. સ્વીકારક બનવાનો સૌથી મોટો ફાયદો એ કે જેમ તમે બીજા સૌને એમની અધૂરપો સહિત, એમના આગ્રહો-દુરાગ્રહો સહિત, એમની સાથેના મતમતાંરો બાવજૂદ સ્વીકારો છો એમ તમને પણ એ બધા જ તમારી આવી તમામ ખાસિયતો સાથે સ્વીકારતા થઈ જશે.

સ્વીકાર કરવાની તૈયારી હશે તો સ્થળ-કાળ બદલાતાં કે તમારા પોતાના વિચારોમાં સ્વતંત્ર રીતે પરિવર્તન આવતાં તમારે જીવનમાંથી કોઈની બાદબાકી નહીં કરવી પડે.

સ્વીકારક હોવાનો એક ઔર લાભ. તમારું જીવનદર્શન સ્થળકાળથી પર થઈ જશે. એક જમાનામાં બાળલગ્નનો સામાજિક સ્વીકાર હતો અને વિધવાવિવાહનો વિરોધ હતો. આજે બાળલગ્ન ગેરકાનૂની છે અને વિધવા વિવાહ સ્વીકાર્ય છે. આ કે આવા અનેક મુદ્દાઓને લઈને તમે તમારી માન્યતાઓને વળગી રહીને જો કોઈનો સ્વીકાર ન કરો તો સમય બદલાતાં તમારે કાં તો એ વ્યક્તિ સાથેના સંબંધ કે તમારા પોતાના વિચારો બદલવા પડે. એ જ રીતે તમે દારૂબંધીવાળા વિસ્તારમાં રહેતા હો અને શરાબ પીનારાઓ સામે તમને સૂગ હોય તો તમારે દારૂની છૂટ હોય એવા સ્થળે આવો ત્યારે એ સૂગ છોડવી પડે. સ્થળકાળ ઘણાં મોટાં ફેક્ટર્સ છે અને એ બદલાતા રહે છે. તમારા પોતાના વિચારોમાં પણ સ્વતંત્ર રીતે પરિવર્તનો આવતાં રહેવાનાં. દરેકનો સ્વીકાર કરવાની તૈયારી હશે તો સ્થળ-કાળ બદલાતાં કે તમારા પોતાના વિચારોમાં સ્વતંત્ર રીતે પરિવર્તન આવતાં તમારે જીવનમાંથી કોઈની બાદબાકી નહીં કરવી પડે.

સ્વીકારક બનવાથી તમારે નક્કી કરવું પડતું નથી કે આ દુનિયામાં કોણ પાપી છે ને કોણ નહીં. ‘સ્કાર્લેટ લેટર’ નામની અંગ્રેજી ફિલ્મમાં પોતાની માતાના એક પાદરી સાથેના આડા સંબંધોને લીધે જન્મેલી દીકરી અંતમાં માતાનો પક્ષ લેતાં કહે છે: કોણ કહેશે કે ભગવાનની નજરે પાપ એટલે શું?

ભગવાન પણ જે નક્કી નથી કરી શકવાનો તે બાબતમાં આપણે ન્યાય તોળનારા વળી કોણ? તમારા વિચારોમાં તમે જરૂર દૃઢ રહો પણ એ વિચારોને બીજા પર લાદીને એમની સ્વતંત્રતા ઝૂંટવી લેવાનો તમને હક નથી. તમારે જે રીતે જીવવું છે તે રીતે જીવવાની છૂટ તમને મળી છે, કોઈ તમારી આડે આવતું નથી તો પછી તમારે શું કામ બીજાઓ માટે બાધારૂપ બનવું જોઈએ? બીજાઓને આપણા ત્રાજવે તોળવાની પ્રવૃત્તિ બંધ થશે ત્યારે આપોઆપ સ્વીકારની ભાવના પ્રગટશે.

તમે સ્વીકારક છો એવું ક્યારે પુરવાર થાય? જ્યારે તમે તમારા કરતાં જુદા વિચારો કે ભિન્ન મત ધરાવતા લોકોનો અનાદર ન કરો. તમારા વૈચારિક વિરોધીઓને તમે ઉતારી ન પાડો.

આ કામ દુર્ગમ છે. હું ભિન્ન મતનો આદર કરું છું એ કહેવું ઘણું સહેલું છે, પણ તમારા કરતાં જુદા વિચારો ધરાવનારાને અંતરના ઉમળકાથી આદર આપવાનું કામ અઘરું છે. અનેક બૌદ્ધિકો વિરોધીઓને છેતરામણો આદર આપીને પોતે કેટલા વિશાળ હૃદયના છે એવું જતાવવાની કોશિશ કરતા હોય છે.

સૌનો સ્વીકાર કરવામાં બીજાઓને તો ફાયદો છે જ, સૌથી મોટો લાભ તમને પોતાનેે છે. તમારા મનમાંથી બીજાઓને દરેક બાબતે નાણવાની વૃત્તિ દૂર થઈ ગયા પછી તમારી ઘણી બધી એનર્જી બચી જાય છે. લોકોને એસેસ કરવામાં તમારી ઊર્જા વેડફવાને બદલે તમે એ જ શક્તિનો ઉપયોગ લોકોને સ્વીકારવામાં કરો છો ત્યારે તમને એમની એનર્જીનો પણ વધારાનો લાભ મળતો થઈ જાય છે. તમે કરવા ધારી હોય એના કરતાં અનેકગણી ગતિથી તમારી પ્રગતિ થાય છે.

એક ભ્રમણા એવી છે કે સૌનો સ્વીકાર કરવાથી હું મારી ઓળખ, મારી અસલિયત ગુમાવી બેસીશ. સ્વીકારકે પોતાના આગ્રહોને અકબંધ રાખીને સ્વીકારવાનું હોય છે કે મારી જેમ બીજાઓને પણ એમના પોતપોતાના આગ્રહો હોવાના. એમના આગ્રહોને આદર આપવા માટે તમારે પોતાના આગ્રહો જતા કરવાના નથી.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

સ્વીકારની દુનિયામાં રહેવાનું આવડી ગયા પછી નકારને કારણે નીપજતાં ટેન્શનો દૂર થઈ જાય છે. તમે કોઈને નકારશો કે અવગણશો તો એ વ્યક્તિ પણ તમારા માટે નકારાત્મક એટિટયૂડ ધરાવતી થઈ જશે એવો ભય સ્વીકારકને સતાવતો નથી.

રાજકારણથી માંડીને ફિલ્મ, બિઝનેસ, ઉદ્યોગ, સાહિત્ય, સંગીત અને ધર્મ-અધ્યાત્મ સુધીનાં તમામ ક્ષેત્રો લઈ લો. જે સ્વીકારકની ભૂમિકા અપનાવે છે તે જ સૌથી આગળ હોય છે.

હૃદયની વિશાળતાનું જન્મજાત વરદાન બધાને મળતું હોતું નથી. મોટાભાગનાઓએ પ્રયત્નપૂર્વક, ધીરજ ધરીને વિશાળ હૃદયના બનવું પડતું હોય છે. તમારી પાસે આ જન્મજાત વરદાન ન હોય તો તમે તમારી આસપાસ નજર કરો. કોણ કોણ તમામ લોકોને એમની ખામીઓ સહિત સ્વીકારીને ચાલે છે અને કોણ કોણ પોતાની આંખે ડાબલા બાંધીને આસપાસની વ્યક્તિઓમાં રહેલી ખામીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે? પ્રથમ પ્રકારની વ્યક્તિ જીવનમાં વધુ સફળ હોવાની, વધુ સંતોષી હોવાની, વધુ શાંત હોવાની, અચવર હોવાની. રાજકારણથી માંડીને ફિલ્મ, બિઝનેસ, ઉદ્યોગ, સાહિત્ય, સંગીત અને ધર્મ-અધ્યાત્મ સુધીનાં તમામ ક્ષેત્રો લઈ લો. જે સ્વીકારકની ભૂમિકા અપનાવે છે તે જ સૌથી આગળ હોય છે. જે ઉપદેશક કે સુધારક બનવામાં પડી જાય છે તેઓ આગળ નથી વધી શકતા એટલું જ નહીં, તેઓ સમાજનું નુકસાન પણ કરે છે. પૂજ્ય મોરારિબાપુએ ‘માનસ: કિન્નર’માં જ્યારે આ વાત કરી ત્યારે કોઈનુંય નામ લીધા વગર કંઈક આ મતલબનું કહ્યું હતું: આ દેશમાં તો એવા પણ સુધારકો થઈ ગયા જેમણે આખી જિંદગી સમાજને સુધારવાની કોશિશ કરી પણ તેઓ પોતાની નેક્સ્ટ જનરેશનને પણ બગડતાં અટકાવી શક્યા નહીં!

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. ખુબ સરસ વાત કરી…
    સહુ નો સ્વીકાર કરનાર કરનાર હંમેશા સુખી રહે છે.
    અને આવી પડેલી અણધારી વિપત્તિ / પરિસ્થિતિ ને જે સ્વીકારી શકે એ એમાંથી રસ્તો શોધી શકે છે.

  2. Great Sir. This article co relates me with one of the meditation session. Need to inculcate the same in life .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here