ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ
( મુંબઇ સમાચાર : સોમવાર, 26 નવેમ્બર 2018)
કોણ શું બોલે છે તે વાત છોડીએ, કોણ શું કરે છે એના પર ધ્યાન આપીએ એવું કહી કહીને થાકી ગયો, પણ ન તો મીડિયાવાળા સુધર્યા, ન મીડિયામાં છપાતી કે બતાવાતી પ્રત્યેક વાતને પથ્થરની લકીર માનનારા આપણા જેવા વાચકો કે ટીવીદર્શકો સુધર્યા. પર્સનલ લાઈફમાં પણ કોણે મારા વિશે શું કહ્યું એની મને કોઈ દરકાર નથી. કોઈકે મારા વિશે ખરાબ કર્યું. ઠીક છે. કોઈકે મારા વિશે સારું કહ્યું. ઠીક છે. મારા માટે અગત્યનું એ છે કે એણે મારા માટે શું કહ્યું. જે મારા વિશે સારું સારું બોલે છે, પણ જેણે મારા માટે ક્યારેક ખરાબ કામ કર્યું છે એની મને પરવા નથી અને જેણે મારા માટે કંઈક સારું કર્યું છે તે જો મારા વિશે ગમે તે કારણસર ખરાબ બોલે છે તો મારા મનમાં એના પ્રત્યેની હૂંફાળી લાગણી એક ટકો પણ ઓછી થતી નથી. આ થઈ પર્સનલ જિંદગીની વાત જે સૌને લાગુ પડે છે.
અંગત લાઈફને બાજુએ મૂકીએ. જે વાતો આપણા સામાજિક જીવનને સ્પર્શે છે એમાં પણ આ જ સિદ્ધાંત લાગુ પડે. જેમ તમારા વિશે શું બોલાય છે તે વાત તમારા સુધી પહોંચાડનાર વ્યક્તિ જાણ્યે-અજાણ્યે (મોટેભાગે તો અજાણતા જ) પેલા શબ્દોને ખોટી રીતે ક્વોટ કરતી હોય એવું બને, સંદર્ભોને ગૂંચવી નાખીને એ શબ્દો તમારા સુધી પહોંચાડતી હોય એવું બને એ જ રીતે આપણા સામાજિક જીવન પર મીડિયામાં છપાતા/બોલાતા શબ્દો અસર કરતા હોય છે. મીડિયાવાળા પણ જાણ્યે-અજાણ્યે (મોટેભાગે તો જાણી જોઈને) તમારા સુધી પહોંચતા શબ્દોને વિકૃત કરી નાખતા હોય છે. આવું એક નહીં હજારોવાર બનતું જોયું છે. વર્ષો પહેલાં હું પણ મારા પ્રવચનમાંથી મીડિયાએ સંદર્ભ વિના ક્વોટ કરેલા શબ્દોને કારણે મુસીબતમાં મુકાયો છું. મારી આસપાસની- નજીકની અનેક સેલિબ્રિટીઝને મેં આનો ભોગ બનતાં જોઈ છે, ક્યારેક બચાવી પણ લીધી છે.
મીડિયા પહેલાં તો પોતાના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ મુજબ સેલિબ્રિટીની છાપ ખરડી નાખે. આવું કરવા માટે તેઓ પોતાના મોઢામાંથી નીકળતી ઊલટીને ‘સૂત્રોએ જણાવ્યા અનુસાર’ શબ્દપ્રયોગ હેઠળ ઢાંકીને આપણા સુધી પહોંચાડે. એ પછી લાગ મળ્યે મીડિયા એ સેલિબ્રિટીના જાહેર પ્રવચનમાં બોલાયેલા શબ્દોને કે પર્સનલ ઈન્ટરવ્યૂ દરમિયાન બોલાયેલ શબ્દોને (તો ક્યારેક સ્ટિંગ ઑપરેશનની બદમાશીથી ઈલ્લીગલી રેકૉર્ડ કરવામાં આવેલા શબ્દોને) સંદર્ભ વિના, તોડી મરોડીને, મિસક્વોટ કરે.
મીડિયાની આવી નીચ હરકતો વિશે અમેરિકા કે બ્રિટનમાં ખૂબ પ્રચલિત થયેલી એક અતિ જાણીતી રમૂજ યાદ આવે છે. તમે વાંચી જ હશે. નામદાર પોપ જ્યારે પહેલીવાર અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે એમના સલાહકારોએ એમને ચેતવ્યા હતા કે અમેરિકન મીડિયા બહુ શાતિર છે, તમે જવાબ આપવામાં સાવધ રહેજો. પોપનું વિમાન જેવું ન્યૂ યૉર્કની ધરતી પર ટચ થયું કે તરત ન્યુઝ ચેનલોવાળાઓએ પોપને ઘેરી લીધા અને પ્રશ્ર્નોની ઝડી વરસાવી. એક ટીવીવાળાએ પોપના મોઢામાં માઈકનો દાંડો ખોસીને પૂછ્યું, ‘ન્યૂ યૉર્કના હર્લેમ વિસ્તારમાં ધંધો કરતી વેશ્યાઓની હાલત અત્યંત દયાજનક છે. શું તમે એમની મુલાકાત લઈને એમને ઉગારશો?’
પોપે વિચાર્યું કે આ તો ફસાયા. જો ના પાડીશું તો બીજે દિવસે છાપામાં હેડલાઈન આવશે કે પોપમાં દયાનો-કરુણાનો છાંટો નથી અને હા પાડીશું તો આઠ કૉલમમાં લીડની આયટમ આવશે કે: નામદાર પોપ વેશ્યાવાડે જશે.
કરવું શું? પોપે રસ્તો કાઢ્યો. પેલા પત્રકારને સામે પ્રશ્ર્ન કર્યો: શું ન્યૂ યૉર્ક જેવા પ્રગતિશીલ શહેરમાં હજુ પણ વેશ્યાઓ છે?
પોપ પોતાના જવાબ પર ખુશ થઈને આખા દિવસના બિઝી કાર્યક્રમો પતાવીને સૂઈ ગયા. બીજા દિવસે સવારનાં તમામ છાપાઓમાં પહેલા પાને પોપના ફોટા સાથે મોટાં મથાળાં હતાં: ન્યૂ યૉર્કમાં પગ મૂકતાવેંત પોપે પૂછ્યું કે અહીં વેશ્યાવાડો છે?
મીડિયાના મોટાભાગના મારા જાતભાઈઓનો (હકીકતમાં તો તેઓને કમજાતભાઈઓ કહેવા જોઈએ) આ જ ધંધો છે. રોજેરોજના અનેક દાખલાઓ આપી શકાય. જો એ જ કામ કરવા બેસું તો બીજો કોઈ વિષય હાથમાં ન લઈ શકું, પણ આ સળગતી સમસ્યાઓને વારંવાર તમારા ધ્યાનમાં લાવવી પડે એ હદ સુધી આ પ્રશ્ર્ન વકરી ગયો છે.
ભાજપના યુ.પી.થી ચૂંટાયેલા લોકસભા સાંસદ સાક્ષી મહારાજ સાધુ છે એટલે મીડિયાને એમની સાથે ટપલાંબાજી કરવાની મઝા આવતી હોય છે. મીડિયા અને વિશેષ કરીને રાજકીય ટિપ્પણીઓ લખીને ગુજરાન ચલાવનારા નવરા લોકોનો મેઈન ટાર્ગેટ હિન્દુવાદીઓ જ હોય છે, કારણ કે તેઓ પોતે ડાબેરી અથવા મુસ્લિમવાદી સેક્યુલર અથવા મોદીદ્વેષી અથવા ઍન્ટીબીજેપી હોવાના.
સાક્ષી મહારાજે બે દિવસ પહેલાં કહ્યું કે દિલ્હીની જામા મસ્જિદ તોડશો તો એનાં પગથિયાં નીચેથી હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિના અવશેષો મળી આવશે.
હવે આ વાત તો જગજાહેર છે કે ભારતમાં સેંકડો મસ્જિદો એવી છે કે જે પહેલાં મંદિર હતું અને મોગલ રાજાઓના જુલમી શાસન દરમિયાન મંદિર તોડીને એ જ ભૂમિ પર મસ્જિદો બની. આ વિશેના વૉઈસ ઑફ ઈન્ડિયાએ જહેમતપૂર્વક રિસર્ચ કરેલાં પુસ્તકો દાયકાઓથી બજારમાં ઉપલબ્ધ છે. મારા જેવા કંઈ કેટલાય અભ્યાસુઓની લાઈબ્રેરીમાં આવાં પુસ્તકો વર્ષોથી શોભે છે. આ પુસ્તકોમાં કઈ મસ્જિદ ક્યારે બની અને એ બની તે પહેલાં ત્યાં કયું મંદિર હતું, કોણે એ તોડ્યું વગેરેની સંપૂર્ણ યાદી પુરાતત્ત્વશાસ્રના આધારે તૈયાર કરવામાં આવેલી છે. કેટલાંક પુસ્તકો તો સચિત્ર છે.
સાક્ષી મહારાજે કંઈ નવું નથી કહ્યું. એ તો બિચારા એટલું જ બોલ્યા કે: ‘મૈં રાજનીતિ મેં જબ આયા તો મથુરા મેં મેરા પહલા સ્ટેટમેન્ટ થા… અયોધ્યા, મથુરા, કાશી કો છોડો… દિલ્હી કી જામા મસ્જિદ તોડો, અગર સીડીયોં મેં મૂર્તિયાં ન મિલે તો મુઝે ફાંસી પે લટકા દેના… આજ ભી મૈં (ઈસ બાત પે) કાયમ હૂં…’
આમાં સાક્ષી મહારાજે ખોટું શું કીધું? ક્યાં કોઈ કોમવાદની વાત આવી? કોણ કહે છે કે એમણે ભડકાવનારું નિવેદન કર્યું. મીડિયા કહે છે. અંગ્રેજી મીડિયાએ ઉપાડો લીધો. હેડલાઈન બની: ‘રેઈઝ દિલ્હી’ઝ જામા મસ્જિદ: સાક્ષી મહારાજ’, ‘ડિમોલિશ જામા મસ્જિદ સેય્ઝ બીજેપી એમ.પી.’ અને આનું જોઈને આપણા ગુજરાતી તેમ જ ભારતીય ભાષાના પત્રકારોએ પણ બેવકૂફી કે બેદરકારી કે બદમાશી કરીને મથાળાં બાંધ્યા: ‘સાક્ષી મહારાજ દિલ્હીની જામા મસ્જિદ તોડી પાડવાનું કહે છે.’
અરે દીવાનોં, જરા તો શરમાઓ. માણસ બોલે છે શું, તમે આખું વિધાન કે પ્રવચન સાંભળ્યા વિના જ છાપી મારો છો, જેથી બીજેપીના સમર્થકો તથા હિન્દુવાદીઓના મગજમાં એક ગ્રજ પેદા થઈ જાય, કોઈને માટે એવી લાગણી પેદા થઈ જાય જે થવી નહોતી જોઈતી.
આવું તો રોજેરોજ ચાલતું રહેવાનું. ૨૦૧૯ની ચૂંટણી નજીક આવતી જશે તેમ આવા કાંડ વધવાના – મીડિયામાં તેમ જ સોશ્યલ મીડિયામાં. આપણે જેમનો આદર કરતા હોઈએ, જેમની વિચારધારાનો, જેમનાં કાર્યોનો આદર કરતાં હોઈએ એમના નામે મીડિયામાં કે સોશ્યલ મીડિયામાં કશુંક અષ્ટમ્પષ્ટમ્ કે અગડમ્બગડમ્ વાંચીએ, સાંભળીએ કે જોઈએ ત્યારે જો આપણને સવાલ થાય કે શું આ સાચું હશે? તો તરત જ તમારે તમારી જાતને જવાબ આપવાનો: ના.
આજનો વિચાર!
શિયાળાની એક સમસ્યા હોય છે: છાંયડામાં બેસો તો ઠંડી લાગે છે અને તડકામાં બેસો તો ફોનનો ડિસ્પ્લે નથી દેખાતો! માણસ જાય તો જાય ક્યાં?
– વૉટ્સએપ પર વાંચેલું
એક મિનિટ!
ઈન્ટરવ્યૂ લેનાર: તમારી રિસ્ક લેવાની કૅપેસિટી કેવી છે?
બકો: સર, ભગવાન પાસે આવતા જન્મમાં પણ આ જ વાઈફ માગી છે.
Jama masjid todva nu kevva vada ne kai election che tya sudhi udi le pachi koi sandas karava pan nai lai jai
લેખ બરિબર વાંચો ભાઈ, એ કહે છે કે,
નીચે મૂર્તિઓ દટાઈ છે એ જોવા મળશે…
Makkeshwar Mahadev in Makkah and Jambukeshwar Mahadev in Jamma-masjid, is it so?
સાવ સાચું વિશ્લેષણ.
જોકે થોડું અધૂરું પણ છે જ.
સાક્ષી મહારાજે ખરેખર શું કહ્યું એ બરાબર બતાવ્યું.
પણ મહત્વનું એ નથી કે સાક્ષી મહારાજ ને આવા નિવેદન આપવાની જરૂર કેમ પડે છે??
ભારત પર બહુ પાશવિક આક્રમણો થયા, મંદિરો તોડાયા, લૂંટો થઈ, બળાત્કારો થયા.
આ ઇતિહાસની વાત સાચી જ છે.
પણ એ હકીકતનો ઉપયોગ અત્યાર ના મુસ્લિમ કોમ સામે દ્વેષ રાખવા – પેદા કરવા વપરાય, એ
શું સાધુ વિશેષણ વાળા વ્યક્તિનું લક્ષણ છે. ??
રાવણ નો ભાઈ કે સંતાનો કે વંશજ રામભક્ત પણ હોઈ શકે એટલી સામાન્ય બુદ્ધિ આપણા દેશના નાગરિકોમાં ક્યારેક નથી હોતી. આ લોકો તેનો લાભ લે છે.
સાક્ષી મહારાજ શું કરે છે, માત્ર શું કહે છે એટલું જ નહીં, એ જુઓ તો પણ ખબ્બર પડે કે દરેક મુસ્લિમ બાબર-ઔરંગઝેબ છે, એવું ઠસાવવાની કોશિશ લાગે.
આ કેટલું યોગ્ય છે??
અહી મીડિયા ને બચાવવાની કોશિશ નથી.
U seem to be believing in ideology and prefer to remain blind to reality.
…કંઈક અવા જ મિજાજમાં ગાંઘીજી કુટુમ્બ મિનાર જોવા ગયાં હતાં ત્યારે એના પગથિયાં પર ચઢ્યા વગર પાછાં ફરી ગયા હતા એનો ખુલાસો કરતાં કહ્યું કે આ પગથિયાં તો આપણાં કેટલાં મંદિરોની મૂતિઁઓ તોડીને બનાવ્યાં છે તો એનાં પર કેવી રીતે પગ મૂકી શકાય?!
આવી કોઇ પણ માહિતી મૂકીએ ત્યારે એના ઓથેન્ટિકેટેડ શોર્ષ સાથેજ મુકવી જેથી આપણી.માહિતી ને કોઇ ફેકન સમજે. સૌરભભાઈ પાસેથી એજ તો શિખવાનુ છેકે જે કંઈ લખો ઉઘાડા છોગ લખો પણ પુરાવા સાથે મુકો જેથી આપણને કોઈ ફેક ન કહી જાય.
આવા “રામ ભક્તો” આગળ આવે અને કંઈક બોલે તો સમજાય ને?
એટલે જ “વન ટુ વન” સંબંધો હિનદુ મુસ્લિમ મો માં હજી મીઠા છે. પણ જાહેરમાં એ બધાએ ચૂપ રહેવું પડતું હોય એવું લાગ્યા વગર રહેતું નથી.
આ વાત મિડિયા સુધી પહોચાડવા જેવી છે.
આજકાલ ગાંધીજીને એમની ભૂલો દેખાડી ગાળો ભાંડવાની ફેશન ચાલે છે!
એકદમ સાચું છે સાહેબ.
પણ આ વસ્તુ આપડે જ સુધારી સકીયે જેમકે અપને એને સાંભળવાનું કે વાંચવાનું બંધ કરી ને.વિકલ્પો છે જ.
As usual great n true article about today’s media n media person with very good suggestion that what should be avoided and avoidable.
Excellent.