તમામ એક્ઝિટ પોલે દેશના દુશ્મનોને દરવાજો દેખાડી દીધો : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી ડૉટ કૉમ, રવિવાર, ૨ જૂન ૨૦૨૪)

2019ના મોટાભાગના એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી હતી કે આ વખતે હંગ પાર્લામેન્ટ સર્જાશે. અર્થાત્‌ કોઈપણ પક્ષને 272 સીટો નહીં મળે, ઓછી મળશે. ભાજપ-એનડીએને પણ પચાસ ટકાની ચોખ્ખી બહુમતી મળવાને બદલે ઓછી સીટો મળશે.

તમને ખબર છે કે ફાઇનલ પરિણામ શું આવ્યું હતું.

2019 ની ચૂંટણીમાં મતદાન શરૂ થયું એના ઘણા દિવસો પહેલાં મુંબઈમાં કાંદિવલીની એક જાહેર સભામાં મેં ભાજપને 300 સીટો આવશે એવું કહીને વિગતવાર કારણો આપ્યાં હતાં અને ઉમેર્યું હતું કે વીતેલાં પાંચ વર્ષમાં આ બધાં કામ જેમણે કર્યાં છે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘યુગપુરુષ’ છે.

આ જાહેરસભા જેમના પ્રમુખપદે યોજાઇ હતી તે વડીલ રાજકીય સમીક્ષક ( અને સાડા ચાર દાયકા પહેલાં મને કૉલેજમાં પોલિટિકલ સાયન્સ ભણાવનાર ) નગીનદાસ સંઘવીએ પોતાના પ્રમુખીય વક્તવ્યમાં માઈક પર મારો ઉધડો લઈ નાખ્યો હતો અને મને સેંકડો શ્રોતાઓની વચ્ચે બે બદામનો કરી નાખતા કહ્યું હતું કે સૌરભને રાજકારણ વિશે ગતાગમ નથી- મોદીને કંઈ યુગપુરુષ ન કહેવાય, યુગપુરુષ તો ગાંધીજી હતા, એમ કંઈ જેને ને તેને યુગપુરુષ-ફુગપુરુષ કહેતા ન ફરાય.

સંઘવીસાહેબની આ વાતને બે દિવસ પછીની મારી ડેઇલી કૉલમમાં ટાંકીને મેં કહ્યું હતું કે સાહેબની આજ્ઞાને માથે ચડાવીને હવેથી હું મોદીને ‘યુગપુરુષ’ નહીં કહું- ‘અવતાર’ કહીશ.

૨૦૧૯માં હંગ પાર્લામેન્ટની આગાહી કરવાવાળા તમામ એક્ઝિટ પોલ ખોટા પડ્યા. ભાજપનો ફાઈનલ ટૅલી ૩૦૩ પર પહોંચ્યો અને ભાજપ-એનડીએનું ટોટલ ૩૫૩ સુધી પહોંચ્યું. જે મોદીને મોટા ભાગના એક્ઝિટ પોલવાળાઓ ૨૭૨ પણ આપવા નહોતા માગતા તે મોદીએ ૩૫૩ સીટો સાથે—આગાહી કરતાં લગભગ ૩૦ ટકા વધુ બેઠકો સાથે —વધુ પાંચ વર્ષ દેશ માટે કામ કર્યું, પોતાનું અવતાર કાર્ય કર્યું, સ્વર્ગસ્થ સંઘવીસાહેબને ખોટા પુરવાર કર્યા.

આ વખતના મોટાભાગના એક્ઝિટ પોલ ભાજપ-એનડીએનો સરવાળો ૩૭૫ સુધી આવીને અટકી જશે એવી આગાહી કરી રહ્યા છે. આ વખતે મોદી સરકારે પહેલી ટર્મ કરતાં ચાર ચાસણી ચડે એવાં અનેક કામ કરી બતાવ્યાં છે અને ભાજપ-એનડીએના સમર્થકોમાં તથા મોદીના નામે ઈવીએમનું બટન દબાવનારા મતદારોમાં ધરખમ વધારો થયો છે. આ બધાં જ, અને આ ઉપરાંતનાં બીજાં ઘણાં ફેક્ટર્સને ધ્યાનમાં રાખીએ અને એમાં પાંચ વર્ષ અગાઉના એક્ઝિટ પોલમાં પછી ફાઇનલ રિઝલ્ટમાં ઉમેરાયેલા ત્રીસ ટકાને ધ્યાનમાં રાખીએ તો ચોથી જૂને અકલ્પનીય જાદુઈ આંકડો બહાર આવશે.

આ વખતના કેટલાક એક્ઝિટ પોલની બે આગાહી મને ગમી: ૧. હૈદરાબાદમાં માધવી લતાજી જીતે છે અને ઓવૈસી હારે છે. ૨. રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બેઉ જગાએથી હારે છે.

આ ઉપરાંત કોઈમ્બતોરમાંથી અન્નામલઈ જીતે છે એ તો નિશ્ચિત જ છે અને ભાજપ-એનડીએને તમિલનાડુમાંથી ડબલ ડીજીટની બેઠકો મળે છે એવું પણ એક-બે એક્ઝિટ પોલ કહે છે.

મુંબઈની છ એ છ, દિલ્હીની સાથે સાત અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો ભાજપ-એનડીએના ખાતામાં ચૂંટણી પહેલેથી જ નક્કી હતી. લગભગ બધા એક્ઝિટ પોલે એના પર મંજૂરીની મહોર મારી છે. મુંબઈમાં અમારા વિસ્તારના ભાજપના ઉમેદવાર ઍડવોકેટ ઉજ્જવલ નિકમ જંગી બહુમતીથી જીતે છે. કસાબને ફાંસી અપાવનાર અને પબ્લિક પ્રોસિક્યુટર તરીકે લાંબી દેશસેવાનો ઉજળો હિસાબ આપનાર નિકમસાહેબ પહેલવહેલીવાર કોઈપણ ચૂંટણી લડી રહ્યા છે. મોદી એમને કેન્દ્રમાં કાયદા ખાતું સોંપીને એમની પાસે મચ નીડેડ લૉ રિફોર્મ્સ કરાવશે.

દરેક ચૂંટણી વખતે, ન્યુઝ ચેનલો પોતાના ટીઆરપીના આંકડા ઊંચે લઈ જવા માટે કોણ જીતશે-કોણ હારશે અને કાંટે કી ટક્કરની ચર્ચાઓ કરતા રહે છે. ૨૦૧૯માં પણ ચૂંટણીની તારીખો જાહેર થતાં પહેલાં જ આવી ચર્ચાઓ શરૂ થઈ ગયેલી જે રિઝલ્ટના દિવસ સુધી ચાલુ રહી. ૨૦૧૯ના ઇલેક્શન વખતે મેં નવસારીથી શરૂ કરીને છેલ્લે જામનગર સુધી મારા વાચકોના આમંત્રણના જવાબરૂપે સંખ્યાબંધ નાનીમોટી સભાઓ કરી જેમાં એક વાત હું વારંવાર દોહરાવતો કે આ વખતનું ઇલેક્શન ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ પિક્ચર જેવું છે. પિક્ચરની જેમ આ ટીવીવાળા પણ રોજ આપણા માટે સસ્પેન્સ ઊભું કરે છે કે ફાઇનલી રાજને સિમરન મળશે કે નહીં કે પછી પેલા હૅન્ડસમ કુલજીત સિંહ સાથે સિમરનનાં લગ્ન કરાવી દેવામાં આવશે. ફિલ્મની છેલ્લી રીલની છેલ્લી મિનિટ સુધી આ સસ્પેન્સ ચાલે છે એમ ટીવીવાળા પણ રિઝલ્ટની બપોર સુધી આપણને કાંટે કી ટક્કરના નામે ઉલ્લુ બનાવતા રહેશે. પ્રેક્ષક થિયેટરની બહાર નીકળે છે ત્યારે ફરી એકવાર એ ફિલ્મના તોતિંગ હોર્ડિંગ તરફ તાકે છે અને ભોંઠો પડીને વિચારે છે કે ઓત્તારી, આપણે તો ઉલ્લુ બની ગયા- આ લોકોએ તો ફિલ્મના ટાઇટલમાં જ સસ્પેન્સ જાહેર કરી દીધું હતું કે જે દિલવાળો છે એ જ દુલ્હનિયા ને લઈ જવાનો છે!

માટે બ્લડ પ્રેશર વધારતા નહીં. અબકી બાર સવા ચારસો પાર.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. 400 BJP + 50 NDA allies, newspremi ના કોમેન્ટ બોક્ષમા છ એક મહીના પહેલા મે લખ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here