મોદી ધ્યાનમાં છે, વિપક્ષ બેધ્યાન છે? : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી ડૉટ કૉમ, શુક્રવાર, ૩૧ મે ૨૦૨૪)

કન્યાકુમારીના વિવેકાનંદ રૉક મેમોરિયલના ધ્યાનમંડપમાં વડા પ્રધાન મોદી અત્યારે મૌનસાધના કરી રહ્યા છે. આ બાજુ વિપક્ષી નેતાઓ આ મુદ્દાને લઈને શોરબકોર મચાવી રહ્યા છે.

મોદી સનાતન પરંપરાને અનુરૂપ વસ્ત્રો ધારણ કરીને સાધના કરે છે એવા સમાચાર ભારતના હિંદુઓ સુધી પહોંચશે એટલે એમાંના જે મતદારોએ મત આપવાનો બાકી છે તે સૌ પહેલી જૂનના સાતમા અને અંતિમ તબક્કામાં ભાજપ કે એનડીએને મત આપશે એવી ફરિયાદ વિપક્ષો કરે છે. ચૂંટણીપ્રચારની ડેડલાઈન વીતી ગયા પછી મોદી ધ્યાનમાં બેસે તે મૉડેલ કોડ ઑફ કન્ડક્ટનો ભંગ થયો કહેવાય એવી ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ થઈ રહી છે.

મોદીને ધ્યાનમાં બેસતાં અટકાવવાને બદલે વિપક્ષોએ પોતાની વોટ બૅન્કને ખુશ કરવા હાજી અલી જઈને શુક્રવારની સમુહ નમાજ પઢવી જોઈએ. રાહુલ ગાંધીએ અખિલેશ, કેજરીવાલ, શરદ પવાર, તેજસ્વી, મમતા, સ્તાલિન વગેરેને લઈને માથે વાટકા ટોપી પહેરીને હાજી અલી જવાનું નક્કી કર્યું હોત તો કોણ રોકવાનું હતું એ લોકોને.

છેલ્લા બે-સવા બે મહિનામાં અલમોસ્ટ બસો જેટલી ચૂંટણી સભાઓને સંબોધ્યા પછી, પચ્ચીસથી વધુ રોડ શો કર્યા પછી, દેશભરની વિવિધ ભાષાની ટીવી ચેનલો તથા વિવિધ ભાષાનાં વર્તમાનપત્રોને 80 જેટલા ઇન્ટરવ્યુઝ આપ્યા પછી મોદી 48 કલાક માટે ધ્યાનમાં બેઠા છે.

હવે 1 જૂનની સાંજની રાહ જોવાઈ રહી છે. એક્ઝિટ પૉલની સાંજ. ‘કિસ કા પલડા ભારી. કૌન મારેગા બાજી અબ કી બારી’ જેવી ચાંપલી, વાયડી અને વેવલી હેડલાઈનો સાથે તમામ ન્યુઝ ચેનલો ટીઆરપી બટોરવાની કોશિશ કરશે. સસ્પેન્સ ફિલ્મ દેખાડતા હોય એમ એક પછી એક રાજ્યનાં એક્ઝિટ પોલનાં પરિણામો દેખાડીને દર્શકોને હાર્ટ ઍટેક આવી જાય એવા એવા આંકડાઓ લાવીને કન્ફ્યુઝ કરશે અને મોડી રાત્રે ‘છેવટે તો 4 જૂનનું પરિણામ જ કહેશે કે આમાંથી કઈ આગાહી સાચી પડે છે અને કઈ ખોટી પડે છે’ એવું કહીને કલાકો સુધી ચાલેલી પાણી વલોવવાની કવાયતનો અંત આવશે.

બીજી અને ત્રીજી જૂન દરમ્યાન વિવિધ રાજકીય સમીક્ષકો સટ્ટાબજારનાં છેલ્લી ઘડીનાં કરેક્શનનો અભ્યાસ કરતા રહેશે અને 4થી જૂનની સવાર પડશે. મોડી બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને પછી સાંજે મોદી દિલ્હીના ભાજપના વડા કાર્યાલયમાં એકઠા થયેલા હજારો કાર્યકર્તાઓને સંબોધતા હશે. ભારતના અને વિદેશના કરોડો મોદીચાહકો, મોદીભક્તો તથા અમારા જેવા મોદીના અંધભક્તો એકબીજાને પેંડા-જલેબી-શીરો-સુખડી-રસગુલ્લાં ખવડાવી ખવડાવીને એકબીજાની શ્યુગર ટેમ્પરરી શૂટ કરતા હશે.

ચારસોને બદલે એક સીટ પણ ઓછી આવી તો મોદીને અને અમારા જેવાઓને ધોઈ નાખવા માટે વિપક્ષો તથા દેશવિરોધીઓ એક હાથમાં ધોકો અને બીજા હાથમાં ડિટરજન્ટ લઈને તૈયાર જ હશે. ઈવીએમના નામનો વિધવા વિલાપ કરીને વિપક્ષી નેતાઓ ટીવી પર છાજિયાં લેતાં દેખાશે.

4 જૂન પછી, મોદીએ આગાહી કરી છે એમ, દેશની રાજનીતિમાં ‘તોફાન’ સર્જાવાનું છે. મોદીના આ ઇશારાને અલગઅલગ સંદર્ભમાં મૂલવી શકીએ. મારું મુલ્યાંકન કંઈક આવું છે :

કેટલાક લોકો એસ. જયશંકર અને અમિત શાહને ક્વોટ કરીને પોતાની પતંગ ચગાવતા રહે છે કે મોદી પીઓકે લઈ લેશે. મારી ગણતરી એવી છે કે પીઓકે મોદી સરકારના પ્રાયોરિટી લિસ્ટમાં નથી અને આગામી પાંચ વર્ષમાં એ દિશામાં કોઈ મેજર પગલાં નહીં લેવાય.

સીએએ લાગુ પાડ્યા પછી એનઆરસીનો વારો છે અને સાથે યુસીસી પણ આવશે. આ બંનેનો વિપક્ષો જોરદાર વિરોધ કરશે.

મેજર જ્યુડિશ્યલ રિફોર્મ્સ આવી રહ્યા છે. આગામી પાંચ વર્ષમાં ભારતની ન્યાયપ્રણાલિમાં ધરખમ ફેરફારો થવાના અને કૉલેજિયમ સિસ્ટમને ઠેકાણે અનેક દાયકાથી પેન્ડિંગ નૅશનલ જ્યુડિશ્યલ અપોઈન્ટમેન્ટ કમિશન (એનજેએસી)ની ભલામણોનો અમલ કરીને ન્યાયતંત્રમાં સાફસૂફીની શરૂઆત થશે. આ ઉપરાંત ઝડપી અને વધુ પારદર્શક, વધુ પ્રામાણિક ન્યાય વ્યવસ્થા ગોઠવવા માટેના નકશાઓનું અમલીકરણ થશે.

ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વમાં 11મા ક્રમમાંથી પાંચમા ક્રમે લાવ્યા પછી ત્રીજા ક્રમાંકે પહોંચાડવાના ભગીરથ કાર્યને આખરી ઓપ આપવા મોદી 3.0 શાસનમાં અનેક ઓજસ્વી પગલાં લેવાશે. મોદી જો 2029 સુધીમાં આ કાર્ય કરી લેશે તો 2047 સુધી ભાજપની બુલેટ ટ્રેનને કોઈ રોકી નહીં શકે એવા ભયમાં જીવતા વિપક્ષી નેતાઓ આગામી મહિનાઓમાં મરણિયા બનીને છેક છેલ્લી પાયરીએ જઈને પોતાનું નીચમાં નીચ, વિકૃતમાં વિકૃત અને હલકટમાં હલકટ પાસું આ દેશ સમક્ષ ખુલ્લું કરશે.

કયું પાસું?

2019ની ચૂંટણી પહેલાં હંગ પાર્લામેન્ટની ચર્ચાઓ થતી હતી ત્યારે મેં ભાજપની ૩૦૦ પ્લસ સીટની આગાહી કરીને લખ્યું હતું કે સવાલ એ નથી કે આ ચૂંટણી જીતીને મોદી બીજીવાર વડા પ્રધાન બનશે કે નહીં. સવાલ એ છે કે આ ચૂંટણી પણ હારી જશે એ પછી કૉગ્રેસ અને વિપક્ષો શું કરશે?

મેં ભવિષ્ય ભાખેલું કે વિપક્ષો મરણિયા બનીને અરાજક્તા ફેલાવશે, દેશમાં સિવિલ વૉર થાય – ગૃહયુદ્ધ થાય એવી પરિસ્થિતિ પેદા કરશે.

કમનસીબે, હું સાચો પડ્યો. શાહીન બાગ અને ખેડૂત આંદોલનો થયાં. ખાલિસ્તાનવાદીઓએ દિલ્લીનો લાલ કિલ્લો કબજે કરવાની કોશિશ કરી. ‘આપ’ના મુસ્લિમ નેતાએ દેશની રાજધાનીમાં કોમી રમખાણો કરાવ્યાં. બૅન્ગલોરમાં કોમી છમકલાં સર્જવાની કોશિશ થઈ. તમિળનાડુના કેટલાક બેજવાબદાર શાસકોએ ભારતથી અલગ દેશ રચવાની માગણી કરી. બિહારમાં જાતિગણના શરૂ કરવામાં આવી —આવી વસ્તીગણતરી ભારતમાં અગાઉ ક્યારેય નથી થઈ. બંગાળમાં લાખો બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને સત્તાવાર ભારતીય નાગરિક બનાવીને પોતાની વોટ બૅન્ક વધુ સમૃદ્ધ કરવાની મમતાબાનુની મંશાને રોકવા માટે કેન્દ્ર સરકારે પગલાં લીધાં તો એની સામે ખુદ રાજ્ય સરકારે જ વાંધો ઉઠાવ્યો. મણિપુરમાં બે સ્થાનિક જાતિઓના વર્ષોથી ચાલી રહેલા મનમુટાવમાં વિદેશી પેટ્રોલ રેડીને જલાવાયેલી આગમાં મોદીને હોળીનું નાળિયેર બનાવીને હોમવાનો પ્રયાસ થયો. લદાખમાં સોશ્યલ વર્કરનું મહોરું પહેરીને બેઠેલા એનજીઓવાળાઓ ચીન સ્પોન્સર્ડ એજન્ડા આગળ વધારવા લાગ્યા. કેનેડામાં બેઠેલા અલગાવવાદીઓએ પંજાબને અસ્તવ્યસ્ત કરવાની કોશિશ કરી. ગુજરાતમાં આપિયાઓએ આદિવાસી પ્રદેશને અલગ કરીને રાજ્યને તોડવાની કોશિશ કરી જેમાં સ્થાનિક ચિંગુમિંગુ પત્રકારો તથા યુટ્યુબના સલીમ-અનારકલીઓએ પોતપોતાના ગજા મુજબ કવ્વાલીઓ ગાઈ અને ઈડીએ જેવાં ‘આપ’નાં શરાબકૌભાંડો બહાર પાડ્યાં કે તરત જ ત્યાંથી આવતા ભ્રષ્ટાચારના પૈસા બંધ થઈ ગયા અને મીડિયાવાળાઓએ મફતમાં કવ્વાલી-મુજરા કરવાનો ઇન્કાર કરી દીધો. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારે કોવિડના કટોકટીકાળમાં પણ કરોડોનું કરપ્શન કર્યુ.પંજાબમાં વડા પ્રધાન મોદીના કાફલાને પાકિસ્તાનની સરહદથી દસ કિલોમીટર દૂરના વિસ્તારમાં બ્લૉક કરીને તોફાનીઓએ આખા દેશ માટે સંકટ ઊભું કરવાનું કાવતરું રચ્યું.

ભારતને અસ્થિર કરવાની ભરપૂર કોશિશો થઈ. મોદી સરકારે ધીરજથી અને સંયમથી કામ લીધું. ધીરજ-સંયમ રાખવામાં કેટલાક અણસમજુ-નાદાન મોદીસમર્થકોની જ ગાળો ખાવી પડી તે પણ ખાધી. પરંતુ પોલીસ કે અર્ધલશ્કરી દળો દ્વારા કે પછી મીડિયા પર સેન્સરશિપ લાદીને આ દેશવિરોધીઓને કાબૂમાં લેવાની ઉતાવળ ન કરી. મોદીસરકારની આ મૅચ્યોરિટીને સમજુ લોકોએ વખાણી, બીજાઓએ આને મોદીની નબળાઈ ગણી અને નેક્સ્ટ ટાઈમ મોદીની આ ‘નબળાઈ’નો લાભ લેવાનું નક્કી કર્યું.

મોદી 3.0 માં જે ‘તોફાન’ કે ‘ભૂકંપ’ આવશે તે આ લોકો લાવશે. કોઈને કોઈ મુદ્દે આંદોલનના તણખા સળગાવીને મોટી મોટી આગ ઠેરઠેર લગાડશે અને મોદી સરકારે આ વખતે જલદ પગલાં લેવાની ફરજ પડશે. હમાસે શરૂ કરેલા આતંકવાદ સામે ઇઝરાયલે જલદ પગલાં લેવાનું શરૂ કર્યુ ત્યારે લેફ્ટિસ્ટોની ઇન્ટરનેશનલ લૉબીએ અબજો ડૉલર ઠાલવીને મીડિયામાં ઉલટા ચોર કોતવાલ કો ડાંટેવાળો ખેલ શરુ કરી દીધો. મોદી સરકાર આ સિવિલ વૉરથી થનારા નુકસાનને નાથવા જલદ પગલાં લેવાનું શરૂ કરશે એટલે દેશભરમાં મોદીને બદનામ કરવામાં આવશે. ૨૦૦૨માં ગુજરાત માટે મીડિયાએ જે ભૂંડી ભૂમિકા ભજવી તે રમત હવે નૅશનલ લેવલે રમાશે. આંતરરાષ્ટ્રીય મીડિયા પોતાના પિત્ઝા શેકવા આવી પહોંચશે અને વિશ્વમાં ભારતના ‘જુલમી શાસન’ને બદનામ કરશે. તોતિંગ બહુમતી ધરાવતું ભાજપનું શાસન લોકશાહી માટે ખતરનાક છે, આવા તાનાશાહને દૂર કરો — એવું ગાણું ગાતા કેટલાક ભાગલાવાદી, કેટલાક પરિવારવાદી અને કેટલાક આતંકવાદી વિપક્ષી નેતાઓ ભેગા મળીને ભારતના ખૂણે ખૂણે શાહીનબાગો સર્જશે. ખેડૂતો, દલિતો, આદિવાસીઓ, લઘુમતિઓ વગેરેને ઉશ્કેરીને ઠેર ઠેર હિંસક આંદોલનો કરાવશે જેને ધીરજ-સંયમથી કાબુમાં રાખવાનું કામ ગૃહમંત્રી માટે અશક્ય બની જશે. ભગવાનને પ્રાર્થના કરું કે મારી આ આગાહીઓ સંપૂર્ણપણે ખોટી પડે.

4થી જૂન આપણા સૌના માટે આનંદનો ઉત્સવ છે. મોદીને ખબર છે કે એમના માટે ખરા ટેન્શનનો ગાળો હવે શરૂ થઈ રહ્યો છે. ધ્યાનમાં બેસીને પરમાત્માએ એમને આપેલા આશીર્વાદમાં હજુ વધારો થાય એવી પ્રાર્થના તેઓ કરી રહ્યા છે. સંભળાય છે તમને?

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. ઈટાલી જવા માટે કઈ એરલાઇન્સ ની ટીકીટ સસ્તી પડે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here