નિર્વિચાર મન અને જળ વિનાનું પાણી : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શુક્રવાર, 12 જૂન 2020)

નિર્વિચાર મનની કન્સેપ્ટ ખૂબ ચગાવવામાં આવી. મનમાં કોઈ વિચાર ન હોય એવી સ્થિતિ પર પહોંચી જવું. ધ્યાનમાં જવું.

મારા નમ્ર મત મુજબ નિર્વિચાર મનની આખી કન્સેપ્ટ જ બોગસ છે. તમારા ઘરે હું આવું અને તમે સ્વાગત કરતાં પૂછો કે: ‘પાણી ફ્રિજનું લાવું કે માટલાનું લાવું?’ અને હું કહું કે, ‘માટલાનું, પણ જળ વિનાનું લાવજો, હં…’ તો તમારી કેવી હાલત થાય? જળ વિનાનું પાણી કેવી રીતે હોઈ શકે? જળ એટલે જ પાણી અને પાણી એટલે જ જળ.

એ જ રીતે વિચાર વિનાનું મન પણ ન હોઈ શકે કારણ કે વિચાર એટલે જ મન અને મન એટલે જ વિચારો. મન કોઈ ભૌતિક વસ્તુ તો છે નહીં. વિચારોનો સંગ્રહ કે વિચારોનો પ્રવાહ એટલે જ મન. મનમાંથી વિચારો ત્યારે જ ખાલી થાય જ્યારે હૃદય કામ કરતું અટકી જાય. કોઈ તમને કહે કે એક પણ વિચાર ન આવે એ રીતે ધ્યાનમાં બેસો ત્યારે તમે તમામ વિચારો દૂર કરીને ‘મારે કોઈ વિચાર કરવાનો નથી’ એ વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરતા હો છો. વિચાર તો ત્યાં પણ છે.

ધ્યાન ધરવું એટલે શું? જેમ નિર્વિચાર મન ન હોઈ શકે એમ ધ્યાનમાં બેસો છો ત્યારે કોઈને કોઈ મંત્ર, છબિ કે છેવટે નિરાકાર અસ્તિત્વનું પણ તમે ધ્યાન તો ધરતા જ હો છો. ધ્યાન વખતે પણ મન ખાલીખમ હોતું જ નથી.

હું માનું છું કે જે ધર્મ, અધ્યાત્મ, ફિલસૂફી વગેરે હું જેટલો સારો છું એના કરતાં મને વધારે સારો બનાવી શકે અથવા તો હું જેટલો ખરાબ છું એના કરતાં ઓછો ખરાબ બનાવી શકે તે જ મારા માટે કામનાં છે.

ધર્મ, અધ્યાત્મ, ફિલસૂફી કે એની આસપાસના વિષયોમાં લોકોને પ્રભાવિત કરવા ક્યારેક એમને ઊંધે રવાડે ચડાવી દેવા જરૂરી હોય છે. લોકો માટે જે અશક્ય હોય અને જે વાત એમની સમજમાં ન આવે એવી વાતો તમે કરો તો જ લોકો તમારાથી ઈમ્પ્રેસ થાય અને તમે વિદ્વાન છો, ઈશ્ર્વરના અવતાર છો એમ ગણીને તમને પૂજે અને તમારાં ચરણોમાં પોતાની તિજોરીઓ ઠાલવી દે.

ધ્યાન એટલે તમે જે કંઈ કરો છો તેને સંપૂર્ણ એકાગ્રતાથી કરો તે.

માન્ય માણસ પણ તરત સમજી શકે એવી વાતોથી લોકો તમારા પ્રભાવતળે આવતા નથી. નિર્વિચાર મન અને ધ્યાન વગેરે એવી કન્સેપ્ટ્સ છે જેમાંથી કરોડો રૂપિયાની કમાણી થઈ શકતી હોય છે. આ કે આવી બીજી અનેક વાતોનાં ફીંફાં ખાંડતા ધાર્મિક/ અધ્યાત્મિક કે ચિંતનપુરુષોમાં કે મોટિવેટર્સમાં મને રતિભાર રસ નથી. હું માનું છું કે જે ધર્મ, અધ્યાત્મ, ફિલસૂફી વગેરે હું જેટલો સારો છું એના કરતાં મને વધારે સારો બનાવી શકે અથવા તો હું જેટલો ખરાબ છું એના કરતાં ઓછો ખરાબ બનાવી શકે તે જ મારા માટે કામનાં છે. બાકીનો બધો વાણીવિલાસ તમને મુબારક. કોન્ક્રીટ રિઝલ્ટમાં મને રસ છે. પ્રવચનો સાંભળ્યા પછી કે એ વિષયને લગતાં પુસ્તકો વાંચ્યા પછી ‘મને સારું લાગતું’ હોય તો મારે એ લગાડવા માટે મારાં ટાઈમ-એનર્જી વેસ્ટ કરવાં નથી. હું કંઈ ‘ફીલગુડ કરવા’ આ બધામાં પડતો નથી. બહુ ઓછા લોકો પાસે જઈને આપણને આ બધાં ક્ષેત્રોમાંથી નક્કર પરિણામો પ્રાપ્ત થતાં હોય છે.

આસન પાથરીને પલાંઠી મારીને, આંખો બંધ કરીને ધ્યાનમાં બેસવાની કૃત્રિમતા નિરર્થક છે.

ધ્યાન એટલે તમે જે કંઈ કરો છો તેને સંપૂર્ણ એકાગ્રતાથી કરો તે. તમે લખતા હો, ડ્રાઈવિંગ કરતા હો, રસોઈ કરતા હો, વાસણ ઘસતા હો કે સંભોગ કરતા હો. જે કોઈ ક્રિયા કરતા હો તે કરતી વખતે આજુબાજુના વાતાવરણનું ડિસ્ટર્બન્સ ખરી પડે, અર્જુનની જેમ માત્ર પંખીની આંખ જ દેખાય, ન એની પાંખ, ન એનું શરીર, ન પાંદડાં, ન ડાળ, ન ઝાડ, ન ગુરુ, ન શિષ્યો. માત્ર આંખ. આવી એકાગ્રતાપૂર્વક થયેલું કામ એ જ ધ્યાન છે અને જીવનમાં એનું જ કામ છે. આસન પાથરીને પલાંઠી મારીને, આંખો બંધ કરીને ધ્યાનમાં બેસવાની કૃત્રિમતા નિરર્થક છે. આવું હું વર્ષોથી માનું છું.

મારા એક સ્નેહીમિત્રે મને પ્રેમાળ ઠપકો પણ આપ્યો હતો કે તમે ધ્યાનમાં નથી બેસતા એટલે આવું કહો છો, બાકી તમે જેને કહો છો એ ધ્યાન નથી, ધ્યાન તો બહુ ઊંચી અવસ્થા છે વગેરે.

ઇનફેક્ટ, ‘ગુડ મૉર્નિંગ’ની ફર્સ્ટ સિઝનમાં, પચ્ચીસ વર્ષ પહેલાં, આ જ વિચારો વ્યક્ત કરતો લેખ લખ્યો ત્યારે મારા એક સ્નેહીમિત્રે મને પ્રેમાળ ઠપકો પણ આપ્યો હતો કે તમે ધ્યાનમાં નથી બેસતા એટલે આવું કહો છો, બાકી તમે જેને કહો છો એ ધ્યાન નથી, ધ્યાન તો બહુ ઊંચી અવસ્થા છે વગેરે. એમના ન કહેવામાં આવેલા શબ્દો હું સાંભળી શકતો હતો : ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે.

ભલે.

એ બધી દલીલબાજીમાં પડ્યા વિના મારે એક વાત કહેવી છે તમને. ૧૯૬૪ કે તેની આસપાસના ગાળામાં કોઈ હિલ સ્ટેશન પર (કદાચ મનાલી) રજનીશજીની મહર્ષિ મહેશ યોગી સાથે મુલાકાત થઈ હતી. મહેશ યોગીનું એક જમાનામાં બહુ મોટું નામ. સ્વિટ્ઝરલૅન્ડમાં આશ્રમ. લાખો- કરોડો રૂપિયા. પદ્માસનમાં બેસાડીને જમીનથી અધ્ધર થવાના યોગ શીખવાડે એવી હવા ફેલાયેલી.

મહર્ષિ મહેશ યોગી એક સિદ્ધ આત્મા હતા એવું કહેવાતું. પણ રજનીશજીએ મહેશ યોગીને મળ્યા પછી મહેશ યોગીના કેટલાક શિષ્યોને એમ કહ્યું હતું કે તમારા ગુુરુ તો ધ્યાન શીખવાડવાને બહાને તમને ઠગે છે. તમારી પાસેથી ધ્યાન શીખવવાની ફી રૂપે પૈસા પડાવીને કરોડપતિ થઈ ગયા છે. જોકે પછીના સમયમાં તો રજનીશજી પોતે ધ્યાન કરાવતા થઈ ગયા હતા.

“તુમ જો ભી કરો યા ન કરો, ઉસમેં પૂરા હોના.”

રજનીશજી ધ્યાન વિશે ખરેખર શું માનતા? જિંદગી આખી એમણે આ વિષયમાં શું કર્યું અને શા માટે કર્યું એની ચર્ચા છોડો. ૨૬ જાન્યુઆરી ૧૯૮૯ના રોજ, અર્થાત્ અવસાનના એક વર્ષ અગાઉ આપેલી ‘ધ મિસ્ટ્રી એન્ડ ધ પોએટ્રી ઑફ ધ બીયોન્ડ’ નામની પ્રવચનમાળામાં રજનીશજીએ કહ્યું હતું:

‘…જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કામને પૂૂજા સમજીને, નિષ્ઠાપૂર્વક સમગ્રતાથી કરે છે ત્યારે સંપૂર્ણપણે એનો ગુણધર્મ કંઈક જુદો જ થઈ જતો હોય છે. આ રીતે પોતાના કાર્યમાં ડૂબીને આનંદનો અનુભવ કરવો ( તે ક્રિયા જ એના માટે) ધ્યાન બની જાય છે.’

પ્રવચનના અંતે એમણે કહ્યું: ‘તુમ જો ભી કરો યા ન કરો, ઉસમેં પૂરા હોના. ઉસે સમગ્રતા સે હોંશપૂર્વક કરના. તબ તુમ્હારા પૂરા જીવન હી ધ્યાન બન જાયેગા.’

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

ત્રણેક વર્ષ પહેલાં રજનીશજી વિશે એક નવી સિરીઝ લખતી વખતે જીવનમાં પહેલીવાર એમના આ શબ્દો વાંચ્યા. પચ્ચીસ વરસ પહેલાં વાંચ્યા હોત તો ધ્યાન વિશેનો લેખ વાંચીને સ્નેહીમિત્રનો ફોન આવ્યો ત્યારે તેમના ગળે મારા શબ્દો ઊતરે એવી માથાકૂટ કરવાને બદલે મેં રજનીશજીના આ શબ્દો જ એમને ધરી દીધા હોત!

આજનો વિચાર

વૈભવી સામાનથી છલકાય છે હર ઓરડા,
કોઈ ખૂણામાં કિતાબો આપણી પાસે નથી.

એક બીજાનો પરિચય આપવો કેવી રીતે,
આજ પણ અસલી રૂઆબો આપણી પાસે નથી.

એક ઊંચા કૂદકે આકાશને આંબી શકે,
એટલા મજબૂત ખ્વાબો આપણી પાસે નથી.

– હરજીવન દાફડા

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

9 COMMENTS

  1. Let me tell you sir,
    સદગુરુ વારંવાર તેની tLks માં કહેતા હોય છે…કે most of time his mind remains empty,thoughtless, blank…
    તેઓ એમ પણ કહે છે કે જો તેમને એક room માં રાખીને બંધ કરી દેવામાં આવે તો..10 દિવસ સુધી પણ તેઓ વિચાર મુક્ત રહેતા હોય છે. તે તેમનો golden time હોય છે.

    આપણી સમજ, અનુભવ સિવાયની દુનિયા બહુંજ વિશાલ ના હોય શકે…???

  2. આપના આ વિચારોમાં સ્વામી સચ્ચિદાનંદજીની અસર વર્તાય છે.

  3. ધ્યાન એટલે સંપૂર્ણ એકાગ્રતા સાથે બાહ્ય જગત થી પૂર્ણતા અલગ થઈ નિશ્ચિત કરેલા કામ કે ધ્યેય પર જ સમગ્ર ચીત પોરવવુ પરંતુ આ એટલુ સહજ નથી વીચારો ના વાયુ મંડલ થી મન લગીરે દુર જઈ શકતું નથી ચાર મીનીટ ની હનુમાન ચાલીસા દરમ્યાન ચારસો વિચાર મગજ માંઆવજાવ કરી જાય છે સૌરભભાઇ ની વાત સાચી જ છે મન વીચારો વગર રહી શકે નહિ

  4. એક વિચાર એવો આવે છે કે આવું લખશો તો આ કહેવાતા ધર્મ ગુરુ ઓ નું શું થશે, પરંતુ પાછો એવો વિચાર આવે છે કે એમને ખબર છે કે saurab જેવા એક વ્યકિત ના લેખો થી એમને કોઈ ફરક નથી પડતો. OMG OH MY GOD જોઇ જ હશે. આવતી કાલે રાજસ્થાન સરકાર જાહેર કરે કે જેલ ની બહાર આશારામ કથા કરશે તો લખી લો કે હજારો લોકો આ ગુનેગાર કહેવાતા બાપુ ને સાંભળવા માટે જશે.

  5. સરળ સ્વચ્છ સુઘડ લખાણ
    તમારા લખાણ થી કેટલાકની દુકાન બંધ થશે
    સામાન્ય વાચકો સચેત થશે
    આભાર

    • Not necessarily every human can experience everything in life. For mediation as a subject,
      is a very vast one and those who have mastered it, would never talk about it. There are so many books and literature available on this subject and therefore I do not wish to load this feedback with my tiniest of tiny (drop in the ocean, you see) knowledge.

      For the first time, I beg to differ with what Saurab bhai has written and I hope it would be the last time.
      Best regards.
      Rajiv Bhatia

      • આ બાબતે રજનીશજી ખોટા અને તમે સાચા એવું માનો છો? Osho has passed through all this mumbojumbo created for commercial purposes and he himself has been a part of it,we all know. Still at the end of his life he realised that true meditation is nothing but the full concentration in your work or whatever you are doing — it may be cleaning the utensils in your kitchen.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here