આંકડાની ઈન્દ્રજાળ, તર્કની માયાજાળ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, ૨૧ મે ૨૦૨૧)

હિન્દુત્વની વિચારસરણીમાં કોઈને શ્રદ્ધા હોય, ન હોય એ જુદી વાત છે પણ એક વાત તો હિન્દુત્વના દુશ્મનો પણ સ્વીકારશે કે આ વિચારસરણીના પ્રચાર-પ્રસાર માટે ક્યારેય જુઠ્ઠાણાનો ઉપયોગ નથી થયો. હિન્દુત્વને અનુસરનારા ભાજપ, આરએસએસ કે વીએચપી વગેરેના નેતાઓ-કાર્યકરોએ પોતાની વિચારસરણીને જનસામાન્ય સુધી પહોંચાડવા માટે કે પછી વિરોધીઓના ગળે ઉતારવા માટે ખોટા આંકડાઓ અને વિકૃત તર્કજાળનો આશરો ક્યારેય લેવો નથી પડતો.

આની સામે હિન્દુત્વનો વિરોધ કરનારાઓએ, ભાજપ-આરએસએસનો દ્વેષ કરનારાઓએ સત્યને તડકે મૂકીને સતત છેતરામણા સ્ટેટિસ્ટિક્સ અને પર્વર્ટેડ લૉજિકનો આધાર રાખવો પડ્યો છે.

તમે જાણો છો એમ સેક્યુલર બદમાશો આંકડાબાજી કરવામાં ઉસ્તાદ હોય છે. તેઓ ભૂગર્ભમાંથી આંકડા લઈ આવશે, અધ્ધર હવામાંથી આંકડા લઈ આવશે, એનજીઓએ કરેલા એકાંગી-અધૂરા સર્વેક્ષણોના આંકડા લઈ આવશે. તેઓ તમારાં તથ્યોને તોડવા આ જુઠ્ઠા આંકડાઓને વાપરશે. આવું થાય ત્યારે શું કરવું? આપણે પણ જુઠ્ઠા આંકડાઓ આપીને એમની દવા એમને જ પીવડાવવી? ના. એમણે પોતાની વિશ્વસનીયતા ઓછી કરી એનો મતલબ એ નથી કે આપણે એમની દેખાદેખી આપણી ક્રેડિબિલિટી ઘટાડવી.

આપણે એમના આંકડાઓને ચેલેન્જ કરી શકીએ. એ આંકડાઓની આધારભૂતતાને પડકારી શકીએ. કોઈ તમને એમ કહે કે ભારતમાં દર વર્ષે અમુક હજાર દલિતો પર અત્યાચાર થાય છે ત્યારે તમે એને અધવચ્ચે જ પડકારીને પૂછો કે આ આંકડો તમે ક્યાંથી લાવ્યા? છાપામાં વાંચ્યું તો કયા છાપામાં? એ છાપાએ કયા આધારે આવો આંકડો આપ્યો તે મને કહો અન્યથા આંકડાઓ ટાંકવાનું બંધ કરો. જેમના પર અત્યાચાર થયો હોવાનું કહેવાય છે એ બધા જ દલિતો હતા તેનું શું પ્રમાણ? આ અત્યાચાર એટલે શું? – મારપીટ, હત્યા, બળાત્કાર, મંદિર પ્રવેશબંધી, આભડછેટ કે પછી બીજું કંઈ? આ દરેક બનાવના પુરાવા છે? પોલીસ ફરિયાદ છે? અત્યાચાર કરનારા કોણ હતા? કેટલાક કિસ્સામાં ખુદ દલિતો હશે, ક્યાંક સવર્ણ હિન્દુઓ હશે, ક્યાંક ખ્રિસ્તીઓ હશે, ક્યાંક મુસ્લિમો હશે, ક્યાંક સામ્યવાદીઓ હશે તો ક્યાંક વિદેશી રોહિંગ્યાઓ પણ હશે. અને છેવટે એ દરેક તથાકથિત અત્યાચારનું કારણ શું? કોઈકે પાકીટ માર્યું અને પ્રજાએ એને રસ્તા વચ્ચે પકડીને માર્યો તો શું એ અત્યાચાર કહેવાય? કોઈએ કોઈની માબહેન સાથે અનિચ્છનીય વ્યવહાર કર્યો અને પકડાઈ ગયો તો એને મારનારાઓ શું ‘દલિત પર અત્યાચાર’ કરનારા થઈ ગયા?

આ તો માત્ર દલીલો છે. ભાજપ વિરુદ્ધ, હિન્દુત્વ વિરુદ્ધ કે આરએસએસ વગેરે વિરુદ્ધ આપણા માથા પર ઠોકવામાં આવતા દરેક આંકડાઓને યથાવત્ સ્વીકારી લેવાને બદલે એને પડકારીએ. આપણને એવી ટેવ પાડવામાં આવી છે કે કોઈ આંકડાની ઈન્દ્રજાળ પાથરે તો આપણે એના શરણે આવી જવાનું. સ્ટેટિસ્ટિક્સને તો પડકારાય જ કેવી રીતે?

આંકડાઓને જ નહીં વિરોધીઓના તર્કને પણ પડકારી શકાય છે. આંકડાઓ પછીનું આ બીજું હથિયાર એમની પાસે હોય છે – તર્ક. કૉલેજમાં લૉજિક કે તર્કશાસ્ત્રનો વિષય જેમણે લીધો હશે એમને પહેલા જ પિરિયડમાં આ વાત ભણાવવામાં આવી હશે; 1. હું જે કંઈ વાંચું તે મને અક્ષરશ: યાદ રહે છે. 2. મેં મહાભારત આખેઆખું વાંચ્યું છે. 3. એટલે મને મહાભારતનો એકેએક શબ્દ મોઢે છે.

આ ખોટું લૉજિક છે. અને સેક્યુલર બદમાશો આપણને આવા જ તર્કમાં ઍન્ગેજ કરે છે. આપણી પાસે એમના કુતર્કનો જવાબ નથી હોતો. આપણી દલીલો ખૂટી પડે છે. આપણે ચૂપ થઈને વધુ દલીલો કરવાનું માંડી વાળીએ છીએ. આપણે હથિયાર હેઠાં મૂકી દીધાં છે એ જોઈને સામેવાળો (કે વાળી) ગેલમાં આવી જાય છે. આપણને લાગવા માંડે છે કે એમની જીત થઈ. આપણે હારી ગયા. અને એટલે આપણે ખોટા હતા.

તર્ક કે લૉજિક એક એવું ઓજાર છે જેને કેટલાક લોકો હથિયાર બનાવીને વાપરતા હોય છે. હું લુહાર હોઉં તો મને હથોડા વડે લોઢું ટીપતાં આવડે. પણ એ હથોડાને હથિયાર બનાવીને કોઈના માથા પર એનો ઘા કરીને એનું મૃત્યુ નિપજાવવામાં મારી ફાવટ ન હોય. તમને ચપ્પુથી શાક સમારતાં આવડે પણ તમારામાં એવી આવડત ન હોય કે તમે કોઈના પેટમાં ઘુસાવીને ચપ્પુને ઓર ગોળ ગોળ ફેરવીને એનાં આંતરડાં એમાં વીંટાળીને બહાર ખેંચી કાઢો. સેક્યુલરો કે હિન્દુ દ્વેષીઓ પોતાને મળેલા તર્ક નામના ઓજારનો (ઈન્સ્ટ્રુમેન્ટનો) ઉપયોગ વેપન (શસ્ત્ર) તરીકે કરીને તમારાં આંતરડાં ખેંચાઈને બહાર ન આવે ત્યાં સુધી તમારી સાથે દલીલ કરતા હોય છે.

શું કરવું તમારે?

હું ફૂટબૉલ રમવામાં એક્સપર્ટ હોઉં અને કોઈ મારી સાથે ગોલ્ફ રમવાની શરત લગાડે તો એ શરત હું હારી જ જવાનો છું. મને બંદૂકબાજી જ આવડતી હોય અને કોઈ મને તલવારબાજી માટે પડકાર આપે તો મારે મર્દાનગી દેખાડવાના ઝનૂનમાં જાન જોખમમાં મૂકવાનો ન હોય.

અને મારી સાથે તો ઘણી વખત કેવું થતું હોય છે કહું? મને બંદૂકબાજી, તલવારબાજી, કુસ્તી, બૉક્સિગં અને છુટ્ટા હાથની મારામારી આ બધું જ આવડે છે. આટલાં વરસ મીડિયામાં રહીને કંઈ જખ નથી મારી. આ બધું જ શીખી ગયો છું એટલું જ નહીં દરેકમાં મહારત પણ મેળવી છે.

પણ શું કોઈ મને ગમે તે ઘડીએ, ગમે તે પ્લેટફોર્મ પર ચૅલેન્જ કરે ત્યારે મારે તલવારબાજી, કુસ્તી વગેરે માટે તૈયાર થઈ જવું? ફેસબુકિયા અને વૉટ્સઍપિયા ફુટકળિયાઓને તો મઝા જ પડી જવાની છે હું એમની સાથે બૉક્સિગં કરવા માંડું તો. આપણને પણ એમ થાય કે પેલો સામેવાળો તદ્દન છૂંછાં જેવી દલીલો કરે છે આઉટ ઑફ કૉન્ટેક્સ્ટ આંકડાઓ ટાંકે છે, સંદર્ભ વિનાનાં તમારાં વાક્યો ટાંકીને તમને જતાવે છે કે તમે જુઠ્ઠા છો, ખોટ્ટાડા છો, તમારામાં કોઈ અક્કલ નથી, તમે બેમોઢાળા છો, જાહિલ છો, ગંવાર છો. કોઈ આટઆટલું તમારું અપમાન કરતું હોય ને તમે ચૂપ બેસી રહો? તમારામાંના રાણા પ્રતાપ, શિવાજી મહારાજ અને ગુરુ ગોવિંદસિંહ ત્રણેય એકસાથે જાગ્રત થઈ જાય અને તમે કુરુક્ષેત્રમાં ઝંપલાવવા તૈયાર થઈ જાઓ ત્યાં જ ભગવાન શ્રીકૃષ્ણ તમારો હાથ ઝાલીને તમને બોલાવી લે અને તમારા સ્ટડી રૂમમાં પાછા મોકલતાં કહે કે તેં જે કહેવાનું હતું તે લખીને કહી દીધું. હવે દલીલબાજીનું કામ તારું નથી. એ જવાબદારી તું સંબિત પાત્રા, રતન શારદા અને અર્ણબ ગોસ્વામી પર છોડી દે. તારો ધર્મ લખવાનો છે, દલીલબાજીમાં શક્તિ વેડફાઈ જશે તો લખીશ ક્યારે, નવું નવું વિચારીશ ક્યારે, સેક્યુલર બ્રિગેડની બૅન્ડ બજાવવા નિતનવી સામગ્રી લાવીશ ક્યારે?

હિન્દુદ્વેષી, ભાજપદ્વેષી, મોદીદ્વેષી અને પપ્પુપ્રેમી, રાષ્ટ્રદ્રોહી , કરપ્ટ લોકો જ્યારે તમને આંકડાની ઈન્દ્રજાળમાં અને તર્કની માયાજાળમાં ફસાવીને તમને લપેટામાં લેવાની ચાલબાજી કરે ત્યારે સમયસર એમણે રચેલા ચક્રવ્યૂહમાંથી બહાર આવી જવાનું. એ લોકોનું તો ભરણપોષણ કરવા પાકિસ્તાન અને પેટ્રો ડૉલર્સ છે. તમારી પાસે માત્ર ભારતમાતાની ભક્તિ અને તમારી પરસેવાની કમાણી છે. એમની ચાલબાજીમાં ફસાઈને આ મોંઘેરી મૂડી વેડફી દેવાની નહીં.

આજનો વિચાર

2024માં જો રાહુલ પીએમ બની જશે તો એના પરથી પપ્પુનું લેબલ હટી જશે…

અને

સવાસો કરોડ ભારતીયો પર લાગી જશે.

— વૉટ્સઍપ પર વાંચેલું

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. જ્યારે અત્યાચાર અને કાંઈ સારું કરવાની વાત આવે ત્યારે દલિત અને લઘુમતી શબ્દો નો છાપરે ચઢી ને ઉપયોગ થાય છે. એ બાબત સાથે આપણે કોઈ નિસ્બત નથી. એ લોકો લગાડી શકે છે અને એ વાત માટે એ લોકોનો બંધારણીય હક પણ આપેલ છે. પણ વાત જ્યારે નેગેટિવ કાર્યોની આવે ત્યારે પણ આંકડા સાચા નીકળવા જોઈએ. દલિત કે લઘુમતી ઉપર અત્યાચારો કોઈ સવર્ણ લોકો નથી કરતા. એમના જેવા જ દલિત અને લઘુમતી વર્ગ ના લોકો હોય છે. ઉપરથી જો હત્યા ~ બળાત્કાર ~ અપહરણ કે ભ્રષ્ટાચારના કેસ નો અભ્યાસ કરવામાં આવે તો જાણકારી મળશે કે આવા કેસો માં આ લઘુમતી વર્ગના લોકો જ શામેલ હોય છે. ગુનાખોરી કરે ત્યારે આવા વિભાજીત આંકડા કેમ નથી આપતા?? સમાજ એકલા સવર્ણ લોકો થી નથી બન્યો. લઘુમતી & ,દલિતો પણ સામેલ છે.

  2. સૌ પહેલાં ગાંધી પરિવાર.. જ બોગસ.. અટક વાળો છે…
    નહેરુ.. થી રાહુલ સુધી પૈસા.. સતા ભૂખ્યા છે.
    બીજા ને કયાં દોષ દેવો???
    લાઇ ડિકટેટર પણ હાંફી જાય.. આ લોકોને ઊભા રાખે તો…
    Court જે રીતે.. corona માટે ઝડપી action લે છે તે રીતે.. આ નિભંર લોકો સામે fast tracks courts હોવી જોઈએ..

  3. Very Nice, Saurabh Sir,

    I think, in last para an inadvertent mistake occurred. For ‘RASHTRAPREMI’, it should be ‘RASHTRADROHI’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here