આજથી ત્રણ વર્ષ પછી નક્કી થશે કે વડા પ્રધાન મોદીનાં કાર્યોની આપણે કદર કરી શકીએ છીએ કે નહીં : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : બુધવાર, વૈશાખી પૂનમ, વિક્રમ સંવત ૨૦૭૭. ૨૬ મે ૨૦૨૧)

છવ્વીસ મેનો દિવસ ભારત માટે પંદરમી ઑગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેટલો જ અગત્યનો છે.

ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી 1947માં સ્વતંત્રતા મળી અને સ્વતંત્ર ભારતમાં રાજાશાહી, સરમુખત્યાર શાહી કે લશ્કરશાહીને બદલે લોકશાહી સ્થપાઈ, ભારત પ્રજાસત્તાક બન્યું 1950ની સાલમાં.

પણ ભારત ખરા અર્થમાં ‘સ્વતંત્ર’ બન્યું, વામપંથીઓની નાગચૂડમાંથી છૂટ્યું 2014માં. બાપદાદાની જાગીરની જેમ ચાલતા રાજકીય પક્ષ અને તેના કરપ્ટ સાથીપક્ષોની સરકારને બદલે અને અન્ય લેભાગુ પક્ષોના સાથની મોહતાજી વિના, ભારતની બહુમતી પ્રજા જેની ઇચ્છા રાખતી હતી તેવી, ખરા અર્થમાં પ્રજાસત્તાક હોય એવી, સરકાર સ્થપાઈ 2014માં.

આમ પંદરમી ઑગસ્ટ વત્તા છવ્વીસમી જાન્યુઆરીનો સરવાળો છવ્વીસમી મે 2014ના રોજ જોવા મળ્યો જ્યારે રાષ્ટ્રપતિ પ્રણવકુમાર મુખરજીએ એમના ઘરના પ્રાંગણમાં સોગંદવિધિનો સમારંભ યોજીને ભારતના કરોડો ઉમંગભર્યા લોકો જે શબ્દો સાંભળવા માટે તરસતા હતા તે સંભળાવ્યાઃ મૈં, નરેન્દ્ર દામોદરદાસ મોદી…

હા. આજનો, 26 મેનો દિવસ, દરેક રાષ્ટ્રનિષ્ઠ ભારતીય માટે 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરી જેટલો જ મહત્વનો છે. આજે વૈશાખી પૂનમનો, બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર છે એ સોનામાં સુગંધ જેવો અવસર છે.

ભારતે અમુક સમયગાળાને બાદ કરતાં 2014 સુધી કૉન્ગ્રેસનું શાસન સહન કર્યું છે. કૌભાંડો, ભ્રષ્ટાચાર અને હિન્દુ પ્રજાના દમનના કાળા ઇતિહાસ સમો એ કૉન્ગ્રેસી સમયગાળો સૌ કોઇને યાદ છે. અત્યારે, કોરોનાની વિપદામાં જો કૉન્ગ્રેસની સરકાર કેન્દ્રમાં હોત તો કેવી પરિસ્થિતિ સર્જાઈ હોત તેની કલ્પના, કૉન્ગ્રેસી તથા કૉન્ગ્રેસના ટેકાવાળી બિન-ભાજપી સરકાર ધરાવતા રાજયોમાં ફેલાયેલી અંધાધૂધી દ્વારા, તમે કરી શકો છો. કોરોનાની સારવાર અને કોરોનાની વૅક્સિનને લઇને દેશમાં અબજો રૂપિયાનાં કૌભાંડો થઈ ગયાં હોત જેને કૉન્ગ્રેસી મીડિયાએ છાવર્યા હોત, વાજબી પણ ઠેરવ્યા હોત. એક મિત્ર કહે છે કે શું કૉન્ગ્રેસનું રાજ હોત તો ભારતમાં એક પણ વૅક્સિન બની હોત? ના. ભારત સરકાર ‘ફાઇઝર’ના દબાણ હેઠળ ઝૂકી ગઈ હોત અને ફાર્માલૉબી સાથે કુલડીમાં ગોળ ભાંગીને ઇટાલિયન કુટુંબના માફિયાઓએ તેમ જ એમને સાથ આપનારા અન્ય રાજકીય પક્ષોના ગેન્ગસ્ટરોએ દેશની તિજોરી લૂંટાવી દીધી હોત.

મારા એક આત્મીય લેખક-કૉલમનિસ્ટ મિત્રે એક સંદશો મને મોકલ્યો છે. જે વાત બંગાળના ઇલેક્શનથી મારા મનમાં રમતી હતી એનો પડઘો મને સંભળાયો એટલે એમના વેદનાભર્યા શબ્દો અહીં કવોટ કરું છું:

“સૌરભભાઈ, આજની સ્થિતિમાં, મતલબ કે માર્ચ 2020થી આજ સુધીમાં જો કૉન્ગ્રેસ રાજ કરતી હોત તો કેવા ફિયાસ્કા અને ધજાગરા ઉડ્યા હોત એ વિશે એક આખી સિરીઝ લખવા જેવી છે.

“મુંબઈ ઉપર (2008ની 26/11 એ) ફકત 10 નાલાયકો ફરી વળ્યા હતા ત્યારે આ (કૉન્ગ્રેસી) પાવલીઓને પૂરા નવ કલાક કરતાં વધારે સમય લાગ્યો હતો – માત્ર દિલ્હીથી મુંબઈ કમાન્ડો મોકલવામાં. સુનામી આવી (2004ની 26 ડિસેમ્બરે) ત્યારે વડા પ્રધાન મનમોહન સિંહ બોલ્યા હતાઃ મારે ત્યાં જવાની શું જરૂર છે? ઉલટાનું મારા જવાથી એમને મારી સરભરા કરવામાં વ્યસ્ત રહેવાથી રાહતકાર્યમાં વિક્ષેપ પડશે.

“આ જ નબળી સરકારે 2009માં ભારતમાં આઇપીએલ યોજવા માટે બાયલાની જેમ ના પાડી દીધી હતી. વરસો લગી આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાન સાથે બાતચીત કરતી રહી. શું ચીને હમણાં જે આક્રમણ કર્યું તે સ્થિતિમાં કૉન્ગ્રેસ કંઈ પણ એકશન લેવાની સ્થિતિમાં હોત ખરી? જે પાર્ટી છ મહિના સુધી પોતાના પ્રમુખ કોણ બને તે નિર્ણય લઈ શકી નથી તેણે આજની સ્થિતિમાં શું નિર્ણય લીધા હોત? શું કૉન્ગ્રેસ હોત તો ભારતમાં એક પણ વૅક્સિન બની હોત ખરી? આવું બધું મને લંબાણપૂર્વક અને માહિતી સાથે લખતાં આવડે નહીં એટલે તમને રિક્વેસ્ટ કરું છું.”

આમ કહીને મારા મિત્રે સંદેશાનું સમાપન કર્યું અને મને વિચારતો કરી દીધો.

ટ્વિટર પર મુરલી જયહિન્દ નામનું હેન્ડલ ધરાવનારાએ રામસેની હૉરર ફિલ્મ જેવું ચિત્ર દેખાડ્યું છેઃ જો 2024માં રાહુલ પીએમ બને તો? ( રાહુલ જ નહીં રાહુલની ગેન્ગમાંથી કોઈ પણ પીએમ બને તો એ જ પરિસ્થિતિ સર્જાવાની છે.) મુરલી કહે છે કે ભારતના વિકાસની વાત તો બાજુએ મૂકો ભારતની પડતી થશે અને અનેક રીતે થશે. ભારત અંધકારયુગમાં ધકેલાઈ જશે. મુરલીએ જે મુદ્દાઓ મૂક્યા છે તેમાંના કેટલાક આ છેઃ

1. કૉમ્યુનલ વાયોલન્સ બિલ કાયદો બની જશે. (આ બિલ આવ્યું તે વખતે— 2005માં મેં વિગતે લખ્યું હતું અને તે પછી કેટલીક વાર મારાં લખાણોમાં એનો ઉલ્લેખ થયો છે. આ બિલમાં એવી જોગવાઈ હતી જેને લીધે કોમી રમખાણો દરમ્યાન હિન્દુઓ પોતાના કોઈ વાંકગુના વિના દોષી ઠેરવાય અને મુસ્લિમો ગુનેગાર હોવા છતાં છૂટી જાય. તમારું લોહી ઉકળી ઊઠે એવી જોગવાઈઓ ‘ધ કમ્યુનલ વાયોલન્સ (પ્રીવેન્શન, કન્ટ્રોલ એન્ડ રિહેબિલિટેશન ઓફ વિક્ટિમ્સ) બિલ, 2005’માં છે. તે વખતે આ ખરડો કાયદો ન બની શક્યો. 2024માં રાહુલ કે રાહુલ તરફી ગૅન્ગસ્ટર જો પીએમ બને તો આ ખરડાને કાયદાનું સ્વરૂપ આપ્યા વિના એ લોકો નહીં જંપે. આનો પુરાવો તો તમને બંગાળમાં ઇલેક્શન પહેલાં, ઇલેક્શન દરમ્યાન અને ઇલેક્શન પછી મળી જ ચૂક્યો છે. ) આ બિલની જોગવાઈઓ વિશે વધુ જાણવું હોય તો ગૂગલ સર્ચ કરશો. હોરર ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચીને રૂંવાડા ઊભાં થઈ જશે.

2. અયોધ્યામાં રામમંદિરનું બાંધકામ અટકાવી દેવામાં આવશે.

3. બંધારણની 370 અને 35-એ કલમો પાછી લાવવામાં આવશે.

4. જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ફરી રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવશે.

5. નોટબંધી પાછી ખેંચીને જૂની ચલણી નોટોને ફરી વ્યવહારમાં વાપરવાની છૂટ આપવામાં આવશે.

6. પાકિસ્તાન દેવાદાર દેશ મટી જશે અને પૈસાદાર રાષ્ટ્ર બની જશે.

7. ફરી એકવાર ટ્રેનમાં, મૉલમાં, બસમાં બૉમ્બધડાકા શરૂ થઈ જશે.

8. ભારતીય સંરક્ષણ દળોએ દુશ્મનના ગોળીબારનો જવાબ આપવા એક પણ બુલેટ છોડવી હશે તો દિલ્હીથી પરવાનગી મેળવવી પડશે.

9. ગરીબો, ખેડૂતો અને સરકારી યોજનાના લાભાર્થીઓને એમના બૅન્ક ખાતામાં સીધા પૈસા જમા થાય એવી વ્યવસ્થાને બદલે જૂની વ્યવસ્થા પાછી આવશે જેમાં વચેટિયાઓ અને કૉન્ગ્રેસી કાર્યકર્તાઓ મલાઈ ખાઈ જશે અને રૂપિયામાંથી પંદર પૈસા પ્રજા સુધી પહોંચશે.

10. વડાપ્રધાનની વિદેશ યાત્રાઓ વખતે આખું પ્લેન ભરીને પત્રકારોને લઈ જવામાં આવશે જ્યાં દારૂની અને ભેટસોગાદોની રેલમછેલ હશે.

11. હિન્દુઓએ ફરી એકવાર ઇઝરાયેલના યહુદીઓની જેમ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ કરવો પડશે.

મુરલીએ બીજા પણ ઘણા મુદ્દા લખ્યા છે.

કૅનેડાથી એક વાચકે મને સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી ક્લિપ મોકલી છે જેમાં એ દેશના આઠ લેનના એક ધોરીમાર્ગ પરનો જતો-આવતો ટ્રાફિક રોકીને શાંતિપ્રિય જમાતના લોકો ચટાઈ પાથરીને નમાજ પઢી રહ્યા છે. અગાઉ લંડનના સુપ્રસિદ્ધ પુલ પર માઇકમાં મોટા અવાજે બાંગ પુકારતા મૌલવી કે ઇમામ જેવા દેખાતા શાંતિપ્રિય કોમના બ્રિટિશ નાગરિકનો વીડિયો પણ આવ્યો હતો. ઇંગ્લેન્ડમાં ઇઝરાયેલની વિરુદ્ધ, પેલેસ્ટાઇનના મુસ્લિમોની તરફેણમાં નીકળતી જંગી રેલીઓના વીડિયો તમે જોઈ ચૂક્યા છો. અમેરિકામાં પણ આવા દેખાવો થતા રહે છે. ત્યાં યહુદીઓની રેસ્ટોરાંમાં જમતા ગ્રાહકો પર હુમલો થાય છે. સ્વીડન જેવા એક જમાનાના શાંતિપ્રિય દેશમાં આવેલા શરણાર્થીઓને લીધે ક્રાઇમ રેટ જબરજસ્ત વધી ગયો, બળાત્કારના કિસ્સાઓ નોંધાવા લાગ્યા. જર્મની સહિત યુરોપના બીજા કેટલાક દેશોમાં આરબ દેશોમાંથી આવેલા સત્તાવાર શરણાર્થીઓ તથા બિનસત્તાવાર ઘૂસપેઠિયાઓ ત્યાંના સમાજમાં ઊથલપાથલ મચાવી રહ્યા છે. ભારતમાં બાંગ્લાદેશથી આવનારા વસાહતીઓને અને મ્યાનમારના રોહિંગ્યાઓને કોણ આવકારે છે એ તમને ખબર જ છે. સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સી.એ.એ.)નો વિરોધ કરનારા શાહીનબાગીઓને કયા કયા રાજકીય પક્ષોના સરદારોએ ટેકો આપ્યો છે તે તમને ખબર છે. કૃષિ કાનૂનનો વિરોધ કરીને વચેટિયાઓ-આડતિયાઓનું રાજ પાછું લાવવા, અસલી ખેડૂતોને સદાને માટે ગરીબ રાખવા, ફરી એકવાર બાર વિપક્ષી નેતાઓએ હાથ મિલાવ્યા છે.

આ દેશનું શું થવા બેઠું છે એવી હતાશા ભલભલા લોકો વ્યક્ત કરતા આવ્યા છે. કૅનેડાના મિત્ર લખે છેઃ એકમાત્ર આશા નરેન્દ્ર મોદી છે.

એમની વાત સાચી છે. કૅનેડા સહિતના અનેક દેશોમાં વામપંથી વિચારોની તરફેણ કરનારા રાજકારણીઓ, બૌદ્ધિકો, આંદોલનજીવીઓ તેમજ મીડિયાવાળાઓ અસ્થિરતા સર્જી રહ્યા છે. ભારતમાં પણ આ જ લોકોનું સમર્થન ધરાવનારાઓ અરાજકતા ફેલાવી રહ્યા છે જેનો લેટેસ્ટ દાખલો કોરોનાના વેક્સિનેશનનો છે. જાન્યુઆરીથી કોરોના વૉરિયર્સ માટે રસીકરણની વ્યવસ્થા ઉઘડી. તે પછી માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના તમામ તથા 45 વર્ષથી વધુ ઉંમરના કો-મોર્બિડિટીઝ ધરાવનારાઓ માટે રસીકરણ શરૂ થયું, સુંદર રીતે, વ્યવસ્થિત રીતે બધું ચાલતું હતું. વિરોધીઓએ શરૂમાં તો રસી વિરુદ્ધ જ લોકોને ભડકાવ્યા. એ ચાલબાજી સફળ નથી થતી એવું લાગ્યું એ લોકોએ 18થી વધુ ઉંમરના તમામ નાગરિકોને અત્યારેને અત્યારે જ રસી અપાવી દો એવું અભિયાન શરૂ કર્યું. સરકારે પરાણે છૂટ આપવી પડી. આનું પરિણામ તમારી સામે છે. રસીકરણનો આખો પ્રોગ્રામ ડીરેલ થઈ ગયો.
વિપક્ષને અરાજકતા ફેલાવવા સિવાય બીજા કશામાં રસ નથી. અરાજકતા ફેલાવ્યા પછી આ અંધાધૂંધી માટે સરકાર જવાબદાર છે એવો પ્રચાર કરવો છે. આ પ્રચાર કરવામાં મોટાભાગનું મીડિયા વિપક્ષોની સાથે છે. દેશમાં અરાજકતા ફેલાવવી કે એવા દુષ્કર્મોમાં સાથ આપવો એને દેશદ્રોહ કહેવાય, આવા લોકો ટ્રેઇટર કહેવાય, ગદ્દાર કહેવાય.

26 મે 2014થી 26 મે 2021. છેલ્લા સાત વર્ષથી એક માણસ આવા ગદ્દારોને સીધા દોર કરવાનું અભિયાન ચલાવે છે અને આપણે ઘરમાં બેઠાં બેઠાં શું કરીએ છીએ? મોદીએ આમ કરવું જોઈએ, મોદીએ તેમ કરવું જોઈએ – એવી સલાહો આપ્યા કરીએ છીએ. મોદીના ફલાણા માણસમાં અક્કલ નથી, મોદી કેવા કેવા બેવકૂફોને પોતાની સાથે રાખે છે – એવા બેજવાબદાર મંતવ્યોને સમર્થન આપતા રહીએ છીએ.

કમનસીબી એ છે કે બે વર્ષ પહેલાં ભાખેલું આજનું ભવિષ્ય સાચું પડી રહ્યું છે:

ચિંતા ૨૦૧૯ની બિલકુલ નથી, એ પછીનાં પાંચ વર્ષ દરમ્યાન વિપક્ષો જે ભાંગફોડ કરશે એની છે

આજે વૈશાખી પૂનમ છે અને 12મી જુલાઈએ અષાઢી બીજ-રથયાત્રા અને કચ્છી નૂતન વર્ષનો તહેવાર આવશે.

અષાઢી બીજ પછી 2024ની ચૂંટણીને 1,000 દિવસ બાકી રહે છે. આ એક હજાર દિવસ આપણા સૌના માટે, આખા દેશ માટે ખૂબ અગત્યના છે. સમજોને કે આપણી પેઢી માટે, આવનારી પેઢી માટે જીવનમરણના જંગ સમાન છે. એ એક હજાર દિવસ પછી જે ચૂંટણી યોજાશે એનું પરિણામ નક્કી કરશે કે આપણું ભાવિ કેવું છે, આ દેશનું ભાવિ કેવું છે. એ 1,000 દિવસની તૈયારીઓ આજથી અષાઢી બીજ સુધીના દોઢ મહિના દરમિયાન કરી લેવાની છે અને પછી મંડી પડવાનું છે—થાક્યા વિના, હાર્યા વિના. એ 1,000 દિવસ દરમ્યાનની આપણા સૌની કામગીરી, આપણામાંનો જોશ-ઉત્સાહ અને આપણી માનસિક સજ્જતામાં થયેલી વૃદ્ધિ નક્કી કરશે કે આપણે સૌ કેવી સરકારને લાયક છીએ.

તમારી પાસે સૂચનો મગાવું છું. 1,000 દિવસ દરમ્યાન શું શું કરવું જોઈએ? અને જે કંઈ કરવું જોઈએ એ માટે આજથી અષાઢી બીજના પર્વ દરમ્યાનના દોઢ મહિના દરમિયાન કેવી કેવી તૈયારીઓ કરવી જોઈએ?

પડકારો વિકરાળ છે પણ विजय निश्चित छे.

સેબોટેજ, મિસઇન્ફર્મેશન અને ફિયર. ભય-આતંક ફેલાવવો, પ્રચૂર ગેરમાહિતીઓ પ્રસરાવીને વાતાવરણ ધૂંધળું-કલુષિત કરી નાખવું અને સિસ્ટમના એકેએક પૂરજાને ઢીલો કરીને સમાજના દરેક ક્ષેત્રમાં ભાંગફોડ કરી અરાજકતા ફેલાવવી. આ ત્રણ હથિયારો વડે તેઓ આપણને નષ્ટ કરવા માટે રણમેદાનમાં આવી ગયા છે. આપણે એમની સામે કેવી રીતે લડવું છે? સૂચનો મોકલતા રહેશો.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

17 COMMENTS

  1. Good article, with great detailed information. Every nationalist, needs to spread and work for creating and building trust in Modiji’s govt. 1000 days, need to take up a challenge. Target 400 Plus is needed. Get the good source of information, spread the words and also need to fight against fake opposition propaganda. Need to remember librandus and lefitst has stronger echo system. Multi directional effort needed.

  2. We all deshpremi people should continue our effort and make it widely spread by rebutting all false and anti India narrative with facts , figures and logic. All like minded people who are respected journalist and intellectuals who love their nation must take lead and share good material and vidio and all their followers to spread it widely and continuasly till we win UP and 2024.

  3. Respected Saurabh Bhai, I wish u make some fact regarding kisan bill. At present kisanbill is also a burning issue for all farmers of India. If u can give details it may help to strengthen Modi’s favour. Otherwise a comman man is against Modi
    Hope u will take my suggestion as positive.

  4. Very nice and true information. I also think that we should start preparations for 2024 right now. The opposition is already working on their agenda. The Hindus of the entire country should be made aware of what lies ahead for India if no Modi.

  5. શ્રી જૈમિન ભાઈ, ચૂંટણીપંચ એક નિષ્પક્ષ અને તઠસ્થ સંસ્થા છે. પશ્ચિમ બંગાળ નો ચૂંટણી ઇતિહાસ દાયકાઓથી જગજાહેર છે. ત્યાં ક્યારેય શાંતિપૂર્વક ચુનાવ થયા નથી. શાંતિપૂર્વક અને નિષ્પક્ષ મતદાન માટે 8-10 તબક્કાનું timetable જરૂરી હતું. તૃણમૂલ પક્ષના વિજય પછી તમે જોયું નહિ કેવી હિંસાની હોળી રમાઈ બંગાળમાં. બાકી તો જેવી પ્રજા તેવો રાજા. બધીજ ખરાબીઓ માટે મોદીભાઈને દોષ આપવાનો ?, જો બીજેપી કોઇપણ ભોગે સત્તા મેળવવા માંગતી હોય તો આ પરિણામ ના આવે. ભાજપ એક રાષ્ટ્રવાદી પક્ષ છે. એ ક્યારેય ચૂંટણીમાં જીત મેળવવા ગોલમાલ નહિ કરે.

  6. વિવિધ મુદ્દે તમારા articles ni अपेक्षा છે. Khedut આંદોલન, west bangal elections, etc.
    તેઓ 2024 ma સત્તા પર આવશે તો વિવિધ પ્રકારના ખરાબ કાયદા કરશે..to અત્યારે આપણે કેમ એવા તેઓની વિરુદ્ધ ના kayada nathi karata..?
    25 વર્ષ thi ગુજરાત ma BJP total છે, ek pan niyam, kaydo, hindu na favor વાળો કરી નથી શક્યા, સામે દિલ્હી,west bengol,રાજસ્થાન જુઓ…શરમ નથી આવતી?

  7. Very nicely narrated the present scenario, we the patriots will have to stand by Narendra Modi like a rock of Gibraltar,there is no shortage of of Mirjafers & Amichands in this country, when the going is getting tough, the tough gets going, let us protect the great nation called Bhatat, Jaihind.

  8. બહુજ સત્ય વાત લખવા માટે શ્રી સૌરભ શાહને
    અભિનંદન.
    જાગો અને ઉઠો હિંદુ ભાઈઓ અને બહેનો સવાર
    થઈ ગઈ છે.???

  9. હા, હું વિપક્ષ ના સમર્થન થી કે સમર્થન વગર કરવામાં આવેલ કોઈ પણ સરકાર વિરુદ્ધના આંદોલન ને સમર્થન કરતો નથી. હું મોદીની વિચારશીલતા ને પ્રણામ કરું છું. આ દેશ માટે એ કંઈ ખોટું વિચારે એ વાતમાં કોઈ દમ નથી. પણ એમની આસપાસ ના લોકો ક્યાંક ને ક્યાંક મોદી સાહેબની ટાંગ ખેંચવામાં પડ્યા હોય એમ આભાસ થાય છે. સાહેબની દૂરંદેશી ગજબની છે. આ ઉંમરે પણ એ કામ કરવા માં કોઈ પાછી પાણી નથી કરતા.

  10. મોદી સાહેબ ને સમર્થન કરતો તમારો આર્ટિકલ ખરેખર મજાનો છે. મોદી સાહેબ ને વિચારસરણીને મારુ અને તમારું પૂરેપૂરું સમર્થન છે. પણ સાહેબ આપણા દેશનો મોટા ભાગનો વર્ગ એમ માની ચુક્યો છે કે મોદી સાહેબને ચૂંટવામાં અમે ભૂલ કરી. જે રીતે કોરોના કાળમાં પણ એમને ચૂંટણી પંચ ને નચાવ્યું અને 8 ~ 10 તબક્કામાં બંગાળ ચૂંટણીનું આયોજન કરાવવું અને બીજા રાજ્યો માં (અસમ ને બાદ કરતા) એક જ તબક્કામાં ચૂંટણીનું સમાપન કરાવવું એ બંધારણની સંસ્થાનો દુરુપયોગ થયો હોય એમ ભાસ થાય છે. કેમકે અસમ બંગાળ છોડી ને ક્યાંય બીજેપી ની દાળ ગળવા ની હતી નહીં. એટલે પૂરેપૂરો સમય લીધો ચૂંટણી માટે. ખરું ખોટું ભગવાન જાણે. પણ કોઈ પણ ભોગે સત્તા હાસિલ કરવી એ રાજનીતિનું એક વિકૃત પાસું છે. સોરી ટૂ સે ધેટ બટ ધેટ્સ ટ્રુથ.

  11. Absolutely true.

    Please continue to write on hot issues. Surprisingly, there was no article on Kisaan Andolan when it was at peak. Current scenario in west bengal after election result etc.

  12. હિન્દી માં મોકલવા વિનંતી વધુ લોકો સુધી પહોંચે.

  13. 370 કલમમાં સુધારા વખતે અમિતભાઈએ કહ્યું હતું આપણા વડીલોથી જે ભૂલ થઈ છે અમે એને સુધારી રહ્યા છે…

    આ દેશના ધર્મ આધારે ભાગલા પડ્યા પછી આ દેશને બિનસાંપ્રદાયિક જાહેર કર્યો એ પણ જે તે સમયના આપણા વડીલોની થયેલી ભૂલ છે.. જે હવે સુધારવી જોઈએ.. 1947 ની પરિસ્થિતિ ફરી આવવાની છે એ સ્થિતિ ને યાદ રાખીને દરેક વ્યવસ્થા ગોઠવવી જોઈએ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here