ચિંતા ૨૦૧૯ની બિલકુલ નથી, એ પછીનાં પાંચ વર્ષ દરમ્યાન વિપક્ષો જે ભાંગફોડ કરશે એની છે

ન્યુઝ વ્યુઝઃ સૌરભ શાહ

(ન્યુઝપ્રેમી, ગુરુવાર, ૨૫ એપ્રિલ ૨૦૧૯)

૨૦૧૪માં ભાજપને ૨૮૨ સીટ્‌સ મળી હતી. આ વખતે ૩૦૦ પ્લસ પાકી છે અને એન.ડી.એ.એ કુલ મળીને ૩૫૦ થી પોણા ચારસો
સીટ્‌સ મળે છે એ નક્કી છે. લોકસભામાં ટુ થર્ડ મેજોરિટી થઈ જવાની એ પાકું – બે તૃતિયાંશ બહુમતી માટે ૩૬૨/૩૬૩ સીટ્‌સ
જોઈએ.

મારો અભ્યાસ એમ કહે છે કે ડિસ્પાઈટ એવરિથિંગ મોદી માટે આ ચૂંટણી કેકવૉક છે. બીજી ટર્મ એમને મળશે કે નહીં એ વિશે મારા
મનમાં કોઈ અવઢવ નથી. બીજી ટર્મ મળશે એટલું જ નહીં, લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી સાથે મળશે અને આવતાં બે-ત્રણ
વર્ષમાં રાજ્યસભામાં પણ એન.ડી.એ. બે તૃતિયાંશ બહુમતી મેળવી લેશે. અને આ બીજી ટર્મના છેલ્લા બે વર્ષ દરમ્યાન જે કંઈ
બંધારણીય સુધારણાઓની અને ક્રાન્તિકારી પગલાંઓની આપણે સૌ આશા રાખીએ છીએ તે બધાં જ કામ થવાનાં. એ બધાં કામ
ઉપરાંત આપણે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય એવાં એવાં કામ આ મોદીકાકા દિવસરાતના ઉજાગરા કરીને આપણા માટે
કરવાના છે – મારા આ શબ્દો લખી રાખજો, એવાં એવાં કામ મોદી કરશે જેની આપણને કલ્પના પણ નહીં હોય.

મોદીની એ સફળતા જોઈને કૉન્ગ્રેસ અને એના ભાંગફોડિયા સાથીઓના પેટમાં તેલ રેડાવાનું, તેઓ રાજકીય ક્ષેત્રમાંથી ભૂંસાઈ
જવાની અણી પર આવી જશે, એ સૌની પીઠ ભીંત સરસી ચંપાઈ જશે, બચવાનો કોઈ મારગ નહીં હોય, ભારતના લોકોને એમના
પર સહેજ પણ વિશ્વાસ બચ્યો નહીં હોય – માત્ર પેઈડ સેક્યુલર લેફ્ટિસ્ટ મીડિયાના રહ્યાસહ્યા ચિરકુટો એમની સાથે હશે, કૉન્ગ્રેસીઓ
અને એમના સડકછાપ સાથીઓ જીવ પર આવી જશે અને તે વખતે ભારત માટે, મોદી માટે, આપણા સૌ માટે સૌથી મોટો ખતરો
ઊભો થશે – મરતા ક્યા નહીં કરતા, નાગાને નહાવું શું અને નિચોવવું શું? અને આપણે વિટનેસ કર્યું છે કે દિગ્વિજયસિંહની જેમ
રાહુલના બીજા સાથી-સલાહકારો ચાહે એ અહમદ પટેલ હોય, કપિલ સિબ્બલ હોય કે પછી કૉન્ગ્રેસ ગમે ત્યારે જેમનાં ચરણની રજ
માથે ચડાવી શકે છે તે માયાવતી, અખિલેશ, મમતા કે પછી પેલો જોકર કેજરીવાલ હોય – આ સૌ નિર્વસ્ત્ર નેતાઓ પોતાના
હાથમાંથી સરી ગયેલી સત્તાને પાછી મેળવવા, એક છેલ્લો ચાન્સ હવે આ જ છે એમ કહીને મરણિયા બની જશે અને પહેલી ટર્મમાં
તો એમણે બહુ છટપટાહટ કરી – મોદીને હેરાન કરવાની, ન કરી શક્યા. બીજી આખીય ટર્મ દરમ્યાન, આ સૌ ગદ્દારો મોદી જે રાતના
ત્રણ-ચાર કલાક પૂરતા જ ઊંઘે છે, એમને એટલુંય સૂવા નહીં દે – એવા એવા ખેલ આ કૉન્ગ્રેસીઓ, મુસ્લિમવાદીઓ, લેફ્‌ટિસ્ટો
કરશે અને પેઈડ મીડિયા પણ પોતાના શરીર પરની છેલ્લી લંગોટી બચાવવા દસગણા જોરથી મોદી વિરુધ્ધનું પ્રચારકાર્ય શરૂ કરીને
આપણને ભરમાવવા માટે એડીચોટીનું જોર લગાવશે.

મને ૨૦૧૯ની ચૂંટણીની ચિંતા નથી. મને ૨૦૨૪ની ચૂંટણીની ચિંતા છે. આપણને સૌને હોવી જોઈએ. આવતાં પાંચ વર્ષ દરમ્યાન
એકે એક દિવસ આપણે ચૌકન્ના રહેવું પડશે. વિપક્ષો મરણિયા બનીને મોદીને નુકસાન કરવાના હેતુથી આ દેશનું નુકસાન કરવા
તૈયાર થશે. ભૂતકાળમાં એમણે એ જ કર્યું છે. પોતાનું અસ્તિત્વ જોખમાતું લાગે ત્યારે કૉન્ગ્રેસે દેશનું અસ્તિત્વ જોખમમાં મુકાય એવી
હરકતો કરીને પોતાને બચાવી લેવાની અપવિત્ર હરકતો કરી જ છે. મોદીને ઉથલાવવા એમના વિરોધીઓ દેશમાં અસ્થિરતા ઊભી
કરી શકે એમ છે. તેઓ માત્ર કોમી રમખાણો જ નહીં, સાઉથમાં, નૉર્થ-ઈસ્ટમાં, બંગાળમાં પણ – સિવિલ વૉરની પરિસ્થિતિ પેદા કરી
શકે એમ છે. પગથી માથા સુધી શુધ્ધ એવા મોદી પર રફાલને કૌભાંડ ગણાવીને આક્ષેપોનો મારો ચલાવતા દેશદ્રોહીઓ આગામી
પાંચ વર્ષમાં મોદી પર જ નહીં મોદીના સૌથી નિકટના સાથી રાજકારણીઓ તેમ જ મોદીના વિશ્વાસુ હોય એવા બ્યુરોક્રેટ્‌સ તેમ જ
મોદી સમર્થકોની ક્રેડિબિલિટી પર એવા એવા પ્રહારો કરશે કે આમ જનતા ભ્રમિત થઈ જાય – આટલું બધું થાય છે તો એમાં કંઈક
તો સાચું હશે ને – તમે વિચારવા માંડશો. મરતા ક્યા નહીં કરતાની પરિસ્થિતિમાં મૂકાયેલાઓ માટે તો એ છેલ્લો દાવ હશે. એમણે
તો આમેય મરવાનું જ છે. પણ હું તો મરું તને રાંડ કરતી જાઉં એવી ગંદી પણ સચોટ ગુજરાતી કહેવતને અનુસરીને વિરોધીઓ આ
દેશને વિધવા બનાવવાની તમામ કોશિશો કરશે. ફિદાઈન આતંકવાદીઓની મેન્ટાલિટીથી આ વિરોધીઓ આવતાં પાંચ વર્ષ
દરમ્યાન પોતાની પ્રવૃત્તિઓ કરશે કારણ કે એમને ખબર છે કે લોકસભામાં અને પછી રાજ્યસભામાં એનડીએની ટુ થર્ડ મેજોરિટીનો
મતલબ શું છે. મોદી પોતાનું ધાર્યું કરી શકશે. મોદીના દેશમાં એ લોકો માટે ઊભા રહેવા જેટલી જગ્યા પણ નહીં બચે. એમની પાસે
બે જ વિકલ્પો હશે – કાં તો તિહાર કાં મામાનું ઘર કેટલે, ઈટલીમાં દીવો બળે એટલે.

આપણે સૌએ, ભારતના એકેએક મતદારે આવતાં પાંચ વર્ષ દરમ્યાન મોદીની સાથે જાગતાં રહેવું પડશે. કૉન્ગ્રેસી મીડિયાના
અપપ્રચારમાં આપણે ક્યાંક ઊંઘતાં ન ઝડપાઈ જઈએ. ભારતનો ક્રુશ્યલ ટાઈમ ૨૩મી મેએ એન.ડી.એ.ને જંગી બહુમતી મળ્યા પછી
શરૂ થવાનો છે. એ પછીના ૧,૮૦૦ દિવસ દરમ્યાન આપણે મોદી પરની, દેશ પરની અને એકબીજા પરની શ્રધ્ધા અકબંધ
રાખવાની છે. વિરોધીઓનું પ્રચારતંત્ર કેટલું જંગી છે એનો પરિચય આપણને ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બર પછી, ૨૦૦૨ની ૨૭મી
ફેબ્રુઆરી પછી અને ૨૦૧૪ની ૨૬મી મે પછી સતત મળતો રહ્યો છે. દીવા જેવી સ્પષ્ટ વાતને વાવાઝોડું સર્જીને ધૂંધળી બનાવી
દેવાની એમની હથોટી છે. કૉન્ગ્રેસીઓને, લેફ્‌ટિસ્ટોને આ કપટ ગળથૂથીમાંથી મળ્યું છે. નહેરુના સમાજવાદે અને રશિયાના
સામ્યવાદે એમને આ જ શિખવાડ્યું છે. પોતાની વિરુધ્ધ જઈ શકે એવી વાત આવે ત્યારે આખી બાજી જ ફેરવી નાખવાની, આખું
નરેટિવ ચેન્જ કરી નાખવાનું. પોતાની મુસ્લિમ અપીઝમેન્ટની મુસ્લિમ વોટ બૅન્ક સ્ટ્રેટેજી ખુલ્લી ન પડી જાય એ માટે હિન્દુ
આતંકવાદની ભ્રમણા ફેલાવવાની. પોતાના બે નંબરી ધંધા પકડાઈ જાય ત્યારે નોટબંધી અને જીએસટીનો વિરોધ કરવાનો.

ગરીબોને થતી સરકારી નાણાંની સહાયમાંથી કટકી મેળવવાનું અશક્ય બનાવી દેવામાં આવે ત્યારે આધાર કાર્ડનો વિરોધ કરવાનો.
૨૬/૧૧ સહિતના આતંકવાદી હુમલાઓમાંથી પોતાની નિષ્ફળતા ઉઘાડી પડી જાય ત્યારે ઊડી અને બાલાકોટની ઍર સ્ટ્રાઈકના
પુરાવાઓ માગવાના. રાજસ્થાન, એમ.પી. અને છત્તીસગઢની વિધાનસભાઓમાં જીત થાય ત્યારે એવીએમ વિશે ચૂપ રહેનારાઓ
ભાજપ જીતવાની હોય ત્યારે પાણી પહેલાં પાળ બાંધીને એવીએમ પર શંકા ઊભી કરી રહ્યા છે અને આમાં સામ પિત્રોડા જેવો
ભણેલા ગણેલા પણ સોનિયા-રાહુલના ગુલામ જેવા લોકો પણ સામેલ છે. પિત્રોડાએ કહ્યું છે કે મને એક વર્ષ માટે એવીએમનુ મશીન
આપો હું એમાં રહેલી ખામી શોધી આપીશ. એક ટેક્‌નોક્રેટને એક આખું વરસ જોઈએ છે!

મોદી પર ભરોસો રાખીએ આસ્તીનના સાપ પાસે પણ જે નાગિન ડાન્સ કરાવી શકે એનું નામ મોદી છે.

31 COMMENTS

  1. 18 થી 44 વયજૂથને રસીકરણની વિપક્ષોના કકળાટ સામે ઝૂકી જઈને પરાણે શરૂ કરવું પડ્યું એ વાત ગળે ઉતરી નહીં. દેશહિત માટે ગમે તેવાં ઉગ્ર આંદોલનો સામે અડગ રહેનાર માન. નરેન્દ્રભાઈની મક્કમતા જોતા રસીકરણની માગણી સામે પરાણે ઝુકવું શક્ય નથી.

  2. All your predictions are coming true. They are getting truer and truer by the day… Nowadays there are messages about our nation being completely gripped by deep recession. There are leftist lobbies systematically working to weaken the businessmen and industrialists by feeding them not to do any new investment, else they will be finished by the ongoing recession. These are their planned games to bring the economy down.

    Very correct, Saurabh bhai… You wrote this on 25th April, 2019. It is commendable.

    Let’s do something to spread the real news, the positive news…

    India, Bharat is at the cusp of a new beginning, a new breakout…

    Let’s kill the Ravan…

    08th October, 2019 Dussehera.

  3. જો અને જ્યારે નમો હારે તો?
    પ્રજ્ઞા ઠાકુર પરના અત્યાચાર તો ટ્રેઈલર લાગે!
    મોદી વિરૂધ એક નાની સરખી ભૂલ શોધવા આકાશ પાતાળ એક કર્યાં પોલીસ ઓફીસરોને ફોડ્યા પણ મોદીની મુત્સદીગીરી કે કંઈ હાથ ન આવ્યું!
    હજી એ પાચમી કતારીયા સરકારમાં છે જેને શોધીને દુર કરવા પડશે.

  4. Until Kashmir problem is solved with neighbors, remove all subsidies and the right to do business, property, education and politics in India . Treat them as they treat us . FAIR ENOUGH.

  5. Over-Optisimism … Aa time BJP ni seats 40-50 Down Thashe — NDA – 280-90 aavshe.

    Hu Pann Pahela NOTA j aapvaano hato ,but due to “Saboot Gang and Tukde-Tukde Gang” ill – ideology,Only Modi now.

  6. Really a great article showing negative tactics by all opposition Communist & few media but according to me our pm will be quite capable for dealing such circumstances be positive give full fledged support to Modi and BJP

  7. Really felt happy to read your article again after a gap. Hope more and more people read your articles and gets enlightened about the truth which in turn will save our beloved country from Devils

  8. Best article received so far on social media please keep it up our hearty support to you sir
    Nalinbhai & polbhai

  9. સાહેબ,તન મન અને ધનથી મોદી સાહેબને સહકાર આપીશું, અગર જીવ આપવો પડે તો પણ અમે ક્યારેય પાછું વળીને જોઈશું નહીં, મરતે દમ તક સાથે રહીશું.
    જય હિન્દ, ભારત માતાકી જય.
    ~Sandip N Rathod, Bhavnagar

  10. Gujrati ka will power .idias.aur soch pure world me kiss ke pas nahi hai.
    Isiliye too Gujrati pure world me Chaya huva haj
    VANDE MATRAM.

  11. As soon as swooned inn Mr Modi and President must removed 370 and 35A. These article was illegally imposed by prime minister Nehru and his president and same way he can do it and he has 2/3 Majority both house then do it constitutionally. Swiss Bank and Bahama Bank should give all money to India. Laws must be passed who are convicted can not run for office and there must be laws changed so all court and especially Supreme Court take action must be in 6 months time and not years. Ram Mandir must be built immediately does not wait for Supreme Court.
    Mr Rao prime minister of India in 91-92 gave 67 Acre land to Temple and Supreme Court does not have any power to withhold it.

  12. You are absolutely right. We need to be more careful from these people. Request to write on sexual harrasment case of CJI.

  13. વાહ સાહેબ, ઘણા દિવસો બાદ મનના દરેક ઉચ્ચાટ ને શાંત પાડી દે તેવી વાથ વાંચી ને થયું કે ચોકકસ આપણી લડાઇ લેખે લાગી છે….

    સાહેબ ચાલુ રાખજો….હો….!!!

  14. I agree with you in toto. However, I feel that Narendrabhai is so competent and shrewd that he will not allow the feared dirty games to succeed. It is though true that the people must cultivate insight to see through the game and not allow them to play with their sentiments to meet their narrow, selfish ends.

  15. એ બધું છટપટાહટ આ ચાલુ ચુંટણી દરમિયાન પણ ખુબ કરે છે પણ નાગરિકો જાગૃત છે. એ અને આવી જ જાગ્રૃતી અકબંધ રહે એ પ્રાર્થના.
    1)એક યાદી આપવાની કે હિન્દુ આતંકવાદ ની સીરીઝ અધુરી છે.
    2) હિન્દુ આતંકવાદ સીરીઝ મા ઉલ્લેખિત બુક્સ ” હિન્દુ ટેરર” ગુજરાતીમાં ઉપલબ્ધ છે કે કેમ? હોય તો ઉપલબ્ધિ સ્થાન જણાવશોજી.

    • ‘ હિન્દુ ટેરર’ પુસ્તક ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ નથી. પરંતુ માનનીય સૌરભભાઈ જ આપણને આગામી દિવસોમાં આ પુસ્તક નો ગુજરાતી ભાવાનુવાદ કરી લાભ આપશે.

  16. બાપુ સૌના બાપ છે. જનતા બાપુ ની સાથે છે.
    અને લુખ્ખાઓનો તો સર્વનાશ નક્કી છે.
    જય હો મોદી બાપુનો.

  17. બિલકુલ સત્ય કહ્યું છે આપે, મને પણ સંપૂર્ણ શ્રદ્ધા છે કે ફરી એકવાર મોદીજી જ વડાપ્રધાન બનવાના છે, અને આગામી પાંચ વર્ષમાં દેશવિરોધી મિડિયા અને લેફટીસ્ટો મોદી સાહેબ વિરુદ્ધ બેફામ બોલશે.
    પણ મને વિશ્વાસ છે કે મોદીજી આવા લોકોને એવો જડબાતોડ જવાબ આપશે કે તેઓ કાં તો ચૂપ થઈ જશે કે પછી તેમને પાકિસ્તાન ભેગા થઈ જવાનો વારો આવશે.
    આપની દેશપ્રેમી ધારદાર કલમ હવે નિયમિત મળે તેવી આશા.
    ભારત માતા કી જય.

  18. આર્થિક કૌભાંડો માં વિપક્ષો પર ભરડો આવતાં , તેઓ મરણિયા બને એવી શકયતાઓ વધી જાય એ તમારી વાત તદ્દન સાચી છે. પણ ” પડકાર ઝીલનારો માણસ” આવતાં પાંચ વર્ષમાં ૩૫ A, ૩૭૦ નાબૂદી, common civil code લાવશે એવું અભિપ્રેત થાય છે તમારા આર્ટિકલ પરથી, અને તો મઝા પડી જાય.
    જાગૃત નાગરિક તરીકે આપણે પણ આપણી ફરજો નિભાવવી જોઈએ. સુંદર …

  19. આ વખતે આ બધાનો પનારો અલગ વ્યક્તિ સાથે પડ્યો છે, બધા હૂન્નર છે તેમની પાસે, બાજની નજર, ચીત્તા જેવી ચાલ…આવી કોઈ કહેવત છે ને ?

  20. શ્રી.સૌરભ ભાઇ,

    હાશ, શ્રીજીબાવાના આશીર્વાદ થી તમારી લેખિત પોસ્ટ આવી… ચાતક ની જેમ વાચકો રાહ જોતાં હતા, હવે આગળ ની પોસ્ટ દરરોજ આવે તેવી વિનંતી…
    – મનિષ ઠક્કર, મુલુંડ, મુંબઈ

  21. Yes Sir, absolutely Right, I agree with You n this is very important n thankfully point. We all have to be careful for the same thing.
    Jay Hind, Vande Matram.
    Thnx & Rgds
    Kamlesh Brahmbhatt

  22. તમારો આર્ટીકલ ખૂબ જ ગમ્યો બહુ જ સરસ અને સચોટ લખ્યું છે તમારી વાત થી હું ૧૦૦ ટકા સહમત છું.જ્યારે જ્યારે કોંગ્રેસની નૈયા ડૂબી છે ત્યારે ત્યારે તેઓએ ખોટા કુંકર્મો કરીને જ સત્તા પર પાછા આવ્યા છે. નેહરુ-ગાંધી પરિવારના લોહીમાં અને dna માં જ ખરાબી છે. ગદ્દારી તેમના લોહીમાં છે.

  23. મોદી સાહેબ, પહેલાં બે જ વર્ષમાં કૉંગ્રેસી ઈકોસિસ્ટમ ખલાસ કરી નાખે એવી અપેક્ષા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here