૧૨ મિરાજ તો પહેલાં પણ હતાં, ૫૬ની છાતી નહોતી

ગુડ મોર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 27 ફેબ્રુઆરી 2019)

ગોધરા હિન્દુ હત્યાકાંડની ૧૭મી વરસીના દિવસે આ લેખ પ્રગટ થઈ રહ્યો છે. ગઈ કાલે પરોઢ પહેલાં સાડા ત્રણ વાગ્યે આપણી વાયુ સેનાએ જે બહાદુરી દેખાડી તેની જોડે ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના ગોધરા હિન્દુ હત્યાકાંડને શું લેવાદેવા એવો જેમનો પ્રશ્ર્ન થતો હોય એમણે છેવટ સુધી આ લેખ વાંચી જવો.

ભારતીય વાયુ સેનાના બાર મિરાજ ફાઈટર જેટ એક હજાર કિલો જેટલા બૉમ્બ ફેંકીને જૈશ-એ-મોહમ્મદના ૨૦૦ થી ૩૦૦ (કે તેથીય વધુ) આતંકવાદીઓને ખતમ કરી આવ્યા એ ઘટના ભારતની આંતરરાષ્ટ્રીય શાખ કેટલી ઊંચી ગઈ છે એનો પુરાવો છે. વિધિસર યુદ્ધની જાહેરાત વિના આંતરરાષ્ટ્રીય સીમાઓ ઓળંગવાનું પરાક્રમ કોઈ દેશને પોસાય નહીં. ભારતે કારગિલ યુદ્ધ વખતે પણ લાઈન ઑફ ક્ધટ્રોલ ઓળંગી નહોતી. પણ અત્યારે એલ.ઓ.સી.થી છેક ૮૦ કિલોમીટર દૂરના બાલાકોટની નજીકના સ્થળે તાલીમ લઈ રહેલા આતંકવાદીઓને મારવા આપણે ૧૨ ફાઈટર જેટને મોકલી શકીએ છીએ, સહી સલામત પાછા લાવી શકીએ છીએ. ભારતની આ તાકાત વાયુ સેનાને તો આભારી છે જ છે. પણ વાયુ સેનાને આવું પરાક્રમ કરવાની લીલી ઝંડી આપવાની તાકાત આ દેશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અપાવી, એમની ઈન્ટરનેશનલ ડિપ્લોમસીએ અપાવી. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન મોદીએ સતત આખા જગતના દેશોના વડાઓ સાથે રૂબરૂ સંપર્ક કેળવ્યો છે. તેઓ મોજમજા કરવા પરદેશના આંટાફેરા નથી કરતા એની ખાતરી હવે વિપક્ષોને પણ થઈ ગઈ. મોદી વૅકેશન લેવા માટે વિદેશયાત્રાઓ નથી કરતા એના પુરાવાઓ રાહુલ ગાંધી આણિ મંડળીને મળી ગયા. પાકિસ્તાન ઑક્યુપાઈડ કાશ્મીર પરના આ હુમલાના ૪૮ કલાક પહેલાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પ જાણે ભારતના પ્રવકતા હોય એમ પુલવામા અટૅકના સંદર્ભે જગતને કહે છે કે ઈન્ડિયા ઈઝ ગોઈંગ ટુ ડુ સમથિંગ બિગ. આનો અર્થ એ થયો કે ભારતે અમેરિકાને વિશ્ર્વાસમાં લઈ લીધું હતું. ગયા અઠવાડિયે, યોજાયેલી ઈસ્લામિક દેશોની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગેસ્ટ ઑફ ઑનરનું માનભર્યું સ્થાન કોને મળ્યું હતું? છાપાંઓએ આઠ કૉલમમાં ચમકાવવા જેવા એ સમાચાર હતા. પણ એ બાબતમાં મીડિયા હજુ કંગાળ છે. ભારત. વિચાર કરો કે જગત આખાના મુસ્લિમ દેશો ભેગા મળીને કૉન્ફરન્સ કરે છે અને દુનિયામાં જ્યાં હિન્દુઓની સૌથી મોટી વસ્તી છે, જ્યાં હિન્દુ સંસ્કૃતિ જન્મી છે, વિકસી છે અને જ્યાંના વડા પ્રધાન આજની તારીખેય ગૌરવભેર કુંભ સ્નાન કરીને ભગવાં કપડાં પહેરે છે એ હિન્દુસ્તાનને જગત આખાના મુસ્લિમો આવું માન આપીને પાકિસ્તાનને એકલું પાડી દે છે. આવી કલ્પના પણ તમે કરી હતી. સોનિયા-મનમોહન કે રાજીવ-ઈન્દિરા-નહેરુના રાજમાં? ફૉર ધૅટ મૅટર વાજપેયીના રાજમા? દેશની તાકાતને ઢાંકી રાખીને, એને અવગણીને પોતાનાં રાજકીય, કૌટુંબિક, આર્થિક સ્વાર્થો સિદ્ધ કરવાં એ નહેરુ-ગાંધી ફૅમિલીની ટ્રેઈટ ઉઘાડી પડી ગઈ છે. મોદીએ ફ્રોમ ડે વન પુરવાર કર્યું કે તેઓ નોખી માટીના પીએમ છે. એમની ફર્સ્ટ ટર્મ હવે જ્યારે પૂરી થવા આવી છે ત્યારે એમની સૌથી મોટી કામગીરી, ઊડીને આંખે વળગે એવી કામગીરી તમને એ દેખાય છે કે એમણે આ દેશને એક માગણિયા દેશ તરીકેની બદનામીથી મુક્ત કર્યો. જ્યારે ને ત્યારે આપણે રશિયા પાસેથી, વર્લ્ડ બૅન્ક પાસેથી તો ક્યારેક અમેરિકા-જાપાન પાસેથી માગ-માગ જ કરતા. ગલ્ફના દેશો પાસેથી ઉધારી પર ક્રૂડ ઑઈલ માગ્યા કરતા. મોદી પહેલાંના શાસકો પ્રજાને પ્રોમિસ આપતા કે અમે તમને બીજલી-સડક-પાની આપીશું. કોઈ બાપ એના દીકરાને શું પ્રોમિસ આપે કે તારા રોટી-કપડાં-મકાનની જવાબદારી મારી છે? એ તો ટેકન ફોર ગ્રાન્ટેડ હોય. સરકારે બીજલી-સડક-પાનીનાં વચનો આપીને છટકી જવાનું ન હોય. એટલું તો આપી જ દેવાનું હોય. એ પછી દેશને આગળ લઈ જવાનો હોય. દીકરાને રોટી-કપડાં-મકાન આપ્યા પછી એને ઉચ્ચ શિક્ષણ આપવાનું હોય, એને ક્રિકેટ કે એવા ક્ષેત્રમાં જવુંં હોય તો એની તાલીમ અપાવવાની હોય. સારી નોકરી કે ધંધાની તક મળે એ જોવાનું હોય. 

પરણીને (કે પરણ્યા વિના) લાઈફમાં સેટલ થઈ જાય એવી રીતે એનું માર્ગદર્શન કરવાનું હોય. 

સરકારે પણ બીજલી-સડક-પાનીની નારાબાજીથી વોટ ન મેળવવાના હોય. એ તો પ્રાથમિક સુુવિધાઓ છે. પણ અગાઉની સરકારો એટલું પણ આપી શકતી નહોતી. મોદીએ પાંચ વરસમાં ભારતને મોટી હરણફાળ ભરાવીને વર્લ્ડ લીડરની સમકક્ષનો દરજ્જો અપાવી દીધો છે. બાલાકોટ પરની ઍર સ્ટ્રાઈક પુરાવો છે કે ભારત કોઈથી બીતું નથી, સૌ કોઈને ભારતની ધાક છે. પંજાબમાં એક જમાનામાં આતંકવાદ કેટલો ફૂલ્યોફાલ્યો હતો. એઈટીઝના એ વર્ષો યાદ કરો. આજે પંજાબ આતંકવાદથી હન્ડ્રેડ પર્સેન્ટ મુક્ત છે. મોદીને જો હજુ એક દાયકો આ જ રીતે કામ કરવાની તક ભારતીય પ્રજા આપશે તો કાશ્મીરમાંથી પણ આતંકવાદ સાફ થઈ જશે, ૩૫-એ કે ૩૭૦મી કલમોની અસર શૂન્યવંત થઈ જશે અને તમે સાંતાક્રુઝ કે સુરતનું ઘર વેચીને શ્રીનગરમાં તમારી માલિકીનો બંગલો ખરીદી શકશો એવા દિવસો આવશે. 

મોદીએ આવીને ભારતની રાજકીય ઈકો-સિસ્ટમ બદલી નાખી છે. આને કારણે બીજા દેશોની આપણા પ્રત્યેની માનસિકતામાં પલટો આવ્યો છે. નહેરુ અને એમના વારસદારોએ દેશમાં એવી પોલિટિકલ ઈકો-સિસ્ટમ સર્જી હતી જેમાં તમે આ દેશની સંસ્કૃતિનાં વખાણ કરો તો પરંપરાવાદી ગણાઓ અને તમારા ધર્મ પ્રત્યેની તમારી નિષ્ઠાને વળગી રહો તો કોમવાદીમાં ખપી જાઓ. તમે જો લેફ્ટિસ્ટોની વિચારધારાને ન સ્વીકારો તો તમે તમારા ક્ષેત્રમાંથી આઉટ થઈ જાઓ એવું વાતાવરણ હતું. આવા વાતાવરણને કારણે જ આતંકવાદીઓને સ્થાનિક સપોર્ટ મળતો રહ્યો જેને લીધે ૧૨ માર્ચ, ૧૯૯૩ના રોજ મુંબઈમાં સિરિયલ બૉમ્બબ્લાસ્ટ થયા. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૧ના દિવસે ગોધરા સ્ટેશને ઊભેલી સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પાછા ફરી રહેલા ૫૯ હિંદુ કારસેવકોને જીવતા સળગાવી દેવાનું કાવતરું ઘડવાનું દુ:સાહસ પણ કૉન્ગ્રેસે સર્જેલી પોલિટિકલ ઈકો-સિસ્ટમનું પરિણામ હતું. તેઓ નિષફિકર હતા કે આ દેશમાં અમને કંઈ નહીં થાય. એમને સેક્યુલર મીડિયાના રાજદીપકે બરખાઓ પર તેમ જ તિસ્તાઓની એનજીઓ પર ભરોસો હતો કે ચાનાસ્તાના પૈસા ન મળ્યા એટલે ઝઘડો થયો કે કોઈએ મુસ્લિમ ક્ધયાની છેડતી કરી એટલે મુસ્લિમો ઉશ્કેરાયા એવી મનઘડંત વાતો ફેલાવીને છટકી જવાશે. પણ તેઓ ભૂલી ગયા કે એ વખતના ગુજરાતના સીએમ કૉન્ગ્રેસની પોલિટિકલ ઈકો-સિસ્ટમનો હિસ્સો નહોતા. એ વખતે એમને બદનામ કરીને, એમના મોઢા પર ડામર ચોપડવા માટે કૉન્ગ્રેસીઓ અને એમણે પાળેલાં અખબારો-ટીવી ચેનલો કેવાં આતુર હતા તેના આપણે સૌ સાક્ષી છીએ. મોદી લોખંડી પુરુષ છે એવું એમણે તે વખતે પુરવાર કર્યું. અને મંગળવારે સવારે સાડા ત્રણ વાગ્યે એમણે ફરી એકવાર પુરવાર કર્યું કે તેઓ સરદાર પટેલની જેમ જ લોખંડી પુરુષ ઉપરાંત પ૬ ઈંચની છાતી ધરાવતા રાજનેતા પણ છે. ૨૦૧૪માં પીએમ બન્યા પછી મોદી આ દેશની રાજકીય આબોહવા કહો કે પોલિટિકલ ઈકો-સિસ્ટમ કહો, ન બદલી શક્યા હોત તો ભારતીય સંરક્ષણ દળોનું મનોબળ આટલું મજબૂત ન થયું હોત, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતને જોવાની દૃષ્ટિ બદલાઈ ન હોત અને પેલા બાલકોટવાળા ૨૦૦-૩૦૦ આતંકવાદીઓએ ફિદાઈન બનીને આખા ભારતમાં કાળો કેર વર્તાવ્યો હોત. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એમની નેક્સ્ટ ટર્મ દરમ્યાન શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ સો ટકા મળે છે. આ મારું વિશફુલ થિન્કિંગ નથી, મારી પાકી ખાતરી છે. 

આજનો વિચાર

દેશ હવે મૂંઝવણમાં છે. ઈલેક્શન કરવું કે સીધી શપથવિધિ જ રાખવી!

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકો: પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે ‘અમારી સાથે છેતરપિંડી થઈ છે?’

પકો: એમ? કેવી રીતે?

બકો: ઈમરાન કહે છે કે ચીને અમને રડાર કહીને ડિશ એન્ટીના વેચી દીધાં!

20 COMMENTS

  1. This is a real reaction to be shown to world and Pakistan, Cina that if you you keep same attitude our reaction will be such and possibly you will not be able to locate where your pakistan was. POK is also INDIA. Win it back by surgical strike. Thanks to give us space for comment. Jsk

  2. It is now being realized that Indian National Congress, represented by Rahul and Sonia Gandhi – has been, is and always will be – anti National, anti Indian and anti HINDUS. They are ITALIAN FASCISTS.

  3. સૌરભ સર થોડા માં ઘણું લખી દીધું, કલમ દ્વારા પણ સર્જીકલ સ્ટ્રાઇક થઈ શકે છે…આપણા વડાપ્રધાનની રજોટી જેવી નિષ્ફળતાઓને ( જે નિષ્ફળતા ન જ કહેવાય) બિલોરી કાચ દ્વારા મોટી દેખાડનાર પત્રકારો પણ હવે ચૂપ રહે તો સારું,,, મોદી હૈ તો સબ મુમકીન હૈ….

  4. સૌરભ સર થોડા માં ઘણું લખી દીધું, કલમ દ્વારા પણ સર્જીકલ સ્ટ્રાઇક થઈ શકે છે…આપણા વડાપ્રધાનની રજોટી જેવી નિષ્ફળતાઓને ( જે નિષ્ફળતા ન જ કહેવાય) બિલોરી કાચ દ્વારા મોટી દેખાડનાર પત્રકારો પણ હવે ચૂપ રહે તો સારું,,, મોદી હૈ તો સબ મુમકીન હૈ….

  5. Superb Article Sir ???
    નોબલ પ્રાઈઝ વાળી વાત માટે 100 selute ??

  6. Riots post Godhra was also like the message of change and strong deterrent force to perpetrators.
    As a gujarati i can relate to it very much. This time pakistan.

  7. PAF: TANGO TO CHARLI
    IAF Ne Kal Hamari Vat Lagadi
    PAF:CHARLI TO TANGO
    Ha Bhai Ha Ab Tak Dhua Nikal Raha Hai

  8. PAF:TANGO TO CHARLI
    Sun raheo IAF NE Hamari Laga Di
    PAF: CHARLI TO TANGO
    Ha Bhai Ha Dhua Ab Tak Nikal Raha Hai

  9. સરદાર વલ્લભભાઈ પટેલ પછી કોઇ લોખંડી પુરુષ હોય તો નરેન્દ્ર મોદી. વલ્લભભાઈ ને નહેરુએ કાવાદાવા કરી આખા ભારતની ઘોર ખોદી જે એમના વંશજો એ આગળ વધારી. હવે ભારતની જનતા એ સમજવાની જરૂર છે આ વડા પ્રધાનની ભારતને જરૂર છે. કાયમ માટે. પાકિસ્તાનને એની જ ભાષા માં જવાબ આપવા આ જ એક માણસની છપ્પનની છાતી છે. જય હિન્દ.

  10. SIR ,

    YOU ARE DOING EXCELLENT
    WORK.

    રોજ બરોજ ની ધટનાઓને
    સચોટ રીતે ધારદાર કલમે
    દેશ માટે
    રાષ્ટ્ર માટે
    અને
    સમગ્ર જગત માટે

    પીરસીને

    સમગ્ર જગત ને ઉજાગર કરવા નુ જાગૃત કરવા નુ

    મહત્વ નું કાર્ય કરી રહ્યા છો.

    સો સો સલામ તમારી
    હિંમત ને
    અને
    કલમ ને .

    KEEP IT UP

    KUDOS TO YOU .

    • Very nice article.

      We need to spread this message to all fellow Indians.

      Continue the good work.

  11. Sir really superb and amazing fabulous articles today’s you have shown path towards real patriotism

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here