હારેલા, તૂટી ગયેલા, ખામોશ થઈ ગયેલા અને દુનિયાની રસમો પરથી ભરોસો ગુમાવી ચૂકેલા શૈલેન્દ્ર ખજાનો મૂકી ગયા: સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 11 મે 2025)

1961માં હાસ્યકલાકાર મહેમુદના પ્રોડક્શનની પહેલી ફિલ્મ આવી— ‘છોટે નવાબ’. રાહુલ દેવ બર્મનની સ્વતંત્ર સંગીતકાર તરીકેની આ પહેલી ફિલ્મ. પંચમ તે વખતે 22 વર્ષના.

‘છોટે નવાબ’માં શૈલેન્દ્રનાં ગીતો હતાં : મતવાલી આંખોવાલે ઓ અલબેલે, ઘર આજા ઘિર આયે બદરા… શૈલેન્દ્રની પંચમ સાથેની આ પહેલી અને છેલ્લી ફિલ્મ. પિતા સચિન દેવ બર્મન સાથે તો શૈલેન્દ્રએ ઘણું કામ કર્યું. શૈલેન્દ્રે 28 સંગીતકારો સાથે કામ કર્યું. સૌથી વધુ ગીતો શંકર-જયકિશનના સંગીતવાળી ફિલ્મો માટે લખ્યાં. 91 ફિલ્મો. સલિલ ચૌધરી (18 ફિલ્મો) , રોશન (12 ફિલ્મો) અને સચિન દેવ બર્મન (11 ફિલ્મો) માટે ડઝનબંધ યાદગાર ગીતો લખ્યાં. યા હૂ… આગળ વધીએ.

ચાહે મુઝે કોઈ જંગલી કહે (જંગલી, 1961), એક સવાલ મૈં કરું (સસુરાલ, 1961), તેરા મેરા પ્યાર અમર ફિર ક્યું મુઝકો (અસલી નકલી, 1962), લાખોં તારે આસમાન મેં, એક મગર (હરિયાલી ઔર રાસ્તા, 1962), છોટી સી યે દુનિયા પહેચાને રાસ્તે (રંગોલી, 1962), ઝૂમતી ચલી હવા યાદ આ ગયા કોઈ (સંગીત સમ્રાટ તાનસેન, 1962), બહુત દિયા દેનેવાલે ને તુઝકો (સૂરત ઔર સીરત, 1962).

1963માં બિમલ રાયની ‘બંદિની’ આવી. સચિન દેવ બર્મનના સંગીતમાં શૈલેન્દ્રે યાદગાર ગીતો આપ્યાં : ઓ જાને વાલે હો સકે તો લોટ કે આના, ઓ રે માંઝી મેરે સાજન હૈ ઉસ પાર… પણ એક ગીત બાકી હતું અને ગીતકાર-સંગીતકાર વચ્ચે કંઈક ખટપટ થઈ ગઈ. બિમલ રાયે એક નવા જ બિનફિલ્મી, બિનઅનુભવીને બોલાવ્યા અને ગીત લખાયું : મોરા ગોરા અંગ લઈ લે, મોહે શામ રંગ દઈ દે, છુપ જાઉંગી મૈં રાત હી મેં, મોહે પી કા સંગ દઈ દે… ગીતકાર ગુલઝારનું આ પ્રથમ ગીત. ઘણી બધી યાદો સંકળાયેલી હોય છે એકમેક સાથે.

યાદ ના જાયે બીતે દીનોં કી (દિલ એક મંદિર, 1963), પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ અને નાચે મન મોરા મગન ધિગધા ધીગી-ધીગી (મેરી સૂરત તેરી આંખે, 1963), ઓ સનમ તેરે હો ગયે હમ (આઈ મિલન કી બેલા, 1964), રાધિકે તૂને બંસરી ચુરાઈ (બેટી બેટે,1964), કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન (દૂર ગગન કી છાંવ મેં, 1964) આજા, આઈ બહાર દિલ હૈ બેકરાર (રાજકુમાર, 1964), દોસ્ત દોસ્ત ના રહા અને બીજાં ત્રણ ગીતો (સંગમ, 1964).

1965માં ‘ગાઈડ’ આવી. એક્ચ્યુલી 1966માં રિલીઝ થઈ પણ સેન્સર સર્ટિફિકેટ 29 ડિસેમ્બર 1965નું છે એટલે 1965ની ફિલ્મ ગણાય છે. ફિલ્મફેર અવૉર્ડ્સ માટે ‘ગાઈડ’ને 1966ની ફિલ્મ ગણવામાં આવે છે. 2 એપ્રિલ 1966ના રોજ રિલીઝ થઈ હતી. શૈલેન્દ્રે લખેલાં અને સચિન દેવ બર્મને સ્વરબદ્ધ કરેલાં ‘ગાઈડ’નાં એકેએક ગીત સોનાની લગડી : વહાં કૌન હૈ તેરા મુસાફિર જાયેગા કહાંથી શરૂ કરીને આજ ફિર જીને કી તમન્ના હૈ, તેરે મેરે સપને અબ એક રંગ હૈ, પિયા તો સે નૈના લાગે, ગાતા રહે મેરા દિલ, દિન ઢલ જાયે હાય રાત ના જાય, મો સે છલ, ક્યા સે ક્યા હો ગયા…

1965માં ‘ગુમનામ’માં શૈલેન્દ્રે હમ કાલે હૈં તો ક્યા હુઆ દિલવાલે હૈં લખ્યું. એ જ વર્ષે ‘જાનવર’ માટે લાલ છડી મૈદાન ખડી ક્યા ખૂબ લડી લખ્યું. 1966માં ‘આમ્રપાલી’ માટે જાઓ રે જોગી તુમ જાઓ રે અને ‘સૂરજ’ માટે દેખો મેરા દિલ મચલ ગયા તથા તિતલી ઉડી લખ્યું.

1966નું વર્ષ શૈલેન્દ્રના જીવનનું અંતિમ વર્ષ પુરવાર થયું. એમણે ‘તીસરી કસમ’ પ્રોડ્યુસ કરી. ખુવાર થઈ ગયા. ફણીશ્વરનાથ રેણુની સ્ટોરી સારી હતી, ગીત-સંગીત તથા રાજ કપૂર-વહીદાજીનો અભિનય બધું જ લાજવાબ હતું. પણ બિમલ રૉયના જમાઈ બાસુ ભટ્ટાચાર્યએ દિગ્દર્શનમાં લોચા વાળ્યા. બિમલદા મેઈનસ્ટ્રીમમાં રહીને ખૂબસૂરત ઑફબીટ ફિલ્મો બનાવતા. જમાઈરાજાને મેઈનસ્ટ્રીમ સિનેમા સાથે શું દુશ્મની હશે તે ભગવાન જાણે પણ એમણે ઑફબીટને બદલે સ્યુડો ફિલ્મ બનાવી જે બૉક્સ ઑફિસ પર પિટાઈ ગઈ. (આ જ બાસુ ભટ્ટાચાર્યે પછીથી ‘આવિષ્કાર’, ‘અનુભવ’ અને ‘ગૃહપ્રવેશ’ જેવી આર્ટ ફિલ્મો બનાવી. તે જમાનામાં સ્યુડો ફિલ્મોને આર્ટ ફિલ્મો ગણવામાં આવતી.) રાજ કપૂરે 1977માં ‘ઇન્ડિયા ટુડે’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું : ‘બાસુ (ભટ્ટાચાર્ય) સ્યુડો છે અને મને એ ફિલ્મ (‘તીસરી કસમ’) નહોતી ગમી. એ (બાસુ) બીજા કોઈના પૈસા સાથે ખિલવાડ કરી રહ્યા હતા. એમણે ક્યાં કશું ગુમાવવાનું હતું ?’

ખૈર, ‘તીસરી કસમ’ને નૅશનલ અવૉર્ડ્સ અને બીજાં ઘણાં પારિતોષિકો મળ્યાં પણ છેવટે ગઢ આલા, સિંહ ગેલા. 14 ડિસેમ્બર 1966. યોગાનુયોગ રાજ કપૂરનો એ જન્મદિવસ. હારેલા, તૂટી ગયેલા, ખામોશ થઈ ગયેલા અને દુનિયાની રસમો પરથી ભરોસો ગુમાવી ચૂકેલા હિન્દી સિનેમાના એક મહાન ગીતકાર કવિ શૈલેન્દ્રનું અવસાન થયું.

પ્રીત બનાકે તૂને જીના સિખાયા, હંસના સિખાયા-રોના સિખાયા; જીવન કે પથ પર મીત મિલાએ, મીત મિલાકે તૂને સપને જગાએ, સપને જગા કે તૂને કાહે કો દે દી જુદાઈ…દુનિયા બનાને વાલે ક્યા તેરે મનમેં સમાઈ, કાહે કો દુનિયા બનાઈ. ‘તીસરી કસમ’નું આ ગીત ભલે હસરત જયપુરીએ લખ્યું હોય પણ એમાં મિજાજ શૈલેન્દ્રના અંતિમ દિવસોનો ઝીલાયો છે. શૈલેન્દ્રે ‘તીસરી કસમ’માં હસરત જયપુરી પાસે આ ઉપરાંત બીજાં બે ગીતો પણ લખાવ્યાં. આમેય શંકર-જયકિશનના સંગીતમાં આ બંને ગીતકારો પરસ્પર વહેંચીને કામ કરતા. શૈલેન્દ્રે પોતે ‘તીસરી કસમ’ માટે જીવ રેડીને ગીતો લખ્યાં : સજન રે જૂઠ મત બોલો, સજનવા બૈરી હો ગયે હમાર, ચલત મુસાફિર, પાન ખાય સૈયાં હમારો…

શૈલેન્દ્રના ગયા પછી 20 જેટલી હિન્દી ફિલ્મો રિલીઝ થઈ જેમાં એમનાં ગીતો હતાં. આ ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મોનાં ગીતો જે રીતે સુપરડુપર હિટ બન્યાં તે જાણીને કવિના આત્માને ઘણી તૃપ્તિ થઈ હશે : દીવાને કા નામ તો પૂછો અને રાત કે હમસફર (‘ઍન ઇવનિંગ ઇન પૅરિસ’, 1967), જોશે જવાની હાય રે હાય અને દુનિયા કી સૈર કર લો (‘અરાઉન્ડ વર્લ્ડ’, 1967) રુલા કે ગયા સપના (‘જ્વેલ થીફ’ 1967), સવેરે વાલી ગાડી સે ચલે જાયેંગે (‘લાટ સાહબ’, 1967), દિલ કી ગિરહ ખોલ દો (‘રાત ઔર દિન’ 1967), ચક્કે પે ચક્કા, આજકાલ તેરે મેરે પ્યાર કે ચર્ચે, મૈં ગાઉં તુમ સો જાઓ (‘બ્રહ્મચારી’, 1968) અને જીના યહાં મરના યહાં (‘મેરા નામ જોકર’, 1970).

જીના યહાં મરના યહાં ગીત અધૂરું લખાયું હતું જે કવિના પુત્ર શેલી શૈલેન્દ્રએ પૂરું કર્યું. શૈલેન્દ્રનાં પાંચ સંતાનોમાં શેલી સૌથી મોટા. એમનું નામ શૈલી નહીં પણ શેલી છે. 18મી સદીના રોમેન્ટિક બ્રિટિશ કવિ પર્સી શેલીના નામ પરથી કવિએ પુત્રનું નામકરણ કર્યું હતું. શેલી શૈલેન્દ્ર 2007માં 58 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. શૈલેન્દ્રના આ જ્યેષ્ઠ પુત્રે 20-30 વર્ષની કારકિર્દીમાં બેએક ડઝન ફિલ્મો માટે ગીતો લખ્યાં. 1971માં રિલીઝ થયેલી આર.કે. ફિલ્મ્સની ‘કલ, આજ ઔર કલ’ માટે એક ગીત શેલી શૈલેન્દ્રએ લખ્યું હતું: હમ જબ હોંગે સાઠ સાલ કે…

શેલી શૈલેન્દ્રએવકવિ પિતા વિશે એક વાત કહી હતી. શૈલેન્દ્ર પોતાનાં સંતાનો પર ક્યારેય ગુસ્સે થતા નહીં. સંતાન ન કરવા જેવું કામ કરે કે કોઈ પ્રકારનું તોફાન કરે ત્યારે એને પાસે બોલાવતા. પણ ધમકાવવાને બદલે પોતે જ રડી પડતા.

પિતાનાં આ આંસુમાં લાચારીની વ્યથા વ્યક્ત થતી. સંતાનો પોતાના કહ્યામાં ન હોય એનું એક કારણ એ તો ખરું જ કે એમના ઉછેરમાં ક્યાંક મા-બાપની ખામી રહી ગઈ છે. શૈલેન્દ્રને કદાચ આવું લાગતું. કવિના જન્મની એક શતાબ્દી પછી પણ એમણે લખેલાં ગીતો જીવે છે, મોજ કરાવે છે. કવિના શબ્દની આ તાકાત છે.

પાન બનારસવાલા

જીના યહાં મરના યહાં
ઈસ કે સિવા જાના કહાં

—શૈલેન્દ્ર

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. કલ ખેલ મે હમ હો ન હો ગર્દીશ મે તારે રહેંગે સદા …..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here