સપ્તપદી અને પ્રિ-નપ્શ્લ કરાર : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 21 જુલાઈ 2024)

કહેવાય છે કે લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, પણ ડિવોર્સ માટે તો પૃથ્વી પરની ફૅમિલી કોર્ટમાં જ જવું પડે છે. લગ્ન કરતી વખતે બેમાંથી કોઈ વ્યક્તિ વિચારતી નથી કે ક્યારેક કદાચ છૂટા પડવાનું પણ આવશે. એવો વિચાર આવે તો લગ્ન કરવાનું જ માંડી વાળે.

વિદેશમાં લગ્ન કરતાં પહેલાં જ કેટલાક લોકો છૂટા પડવાની શરતો નક્કી કરી નાખે છે. પ્રિ-નપ્શ્લ એગ્રીમેન્ટ નામે ઓળખાતા આ કરારમાં ડિવોર્સ લેવાના થાય ત્યારે કઈ કઈ શરતો પાળવાની એ વિશે કાનૂની કરાર થતા હોય છે. ખાસ કરીને બેઉ વ્યક્તિ કે બેમાંની એક વ્યક્તિ સેલિબ્રિટી હોય અથવા તો અતિ શ્રીમંત હોય અથવા અગાઉ ડિવોર્સ લઈ ચૂકી હોય એવા કિસ્સાઓમાં પ્રિ-નપ્શ્લ એગ્રીમેન્ટ કૉમન હોવાના.

ભારતમાં, હિન્દુ સંસ્કૃતિમાં, સપ્તપદીનાં સાત પગલાં અને એ દરેક પગલા સાથે ઉચ્ચારાતું વચન એક વણલખ્યો કરાર છે: ૧. તું પહેલું પગલું અન્નને માટે ભર. ૨. તું બીજું પગલું બળને માટે ભર. ૩. તું ત્રીજું પગલું સંપત્તિને માટે ભર. ૪. તું ચોથું પગલું સુખચેનને માટે ભર. ૫. તું પાંચમું પગલું સંતતિને માટે ભર. ૬. તું છઠ્ઠું પગલું ઋતુઓને માટે ભર. ૭. સાતમું પગલું ભરીને તું મારી મિત્ર થા (સખા સપ્તપદી ભવ).

લગ્નવિધિમાં વાસ્તવમાં સાત પગલાં પહેલાં ચાર ફેરા ફરવામાં આવે છે. ધર્મ, અર્થ અને કામ – આ ત્રણ ફેરા દરમિયાન પુરુષ આગળ રહે અને ચોથા ફેરામાં મોક્ષ માટે સ્ત્રી આગળ રહે.

કવિ મકરન્દ દવેએ આ સાત પદનો નવા અર્થઘટન સાથે વિસ્તાર કર્યો છે:

૧. પ્રથમ પગલે તારામાં એ શ્રદ્ધા રાખીને પ્રાર્થું છું કે અન્ન, વસ્ત્ર અને આવાસની સર્વ ઈષ્ટ પ્રાપ્તિ વિષ્ણુ ભગવાન મને તારી સંપ્રાપ્તિ થવાથી કરાવો. આવી પુરુષની પ્રાર્થના. (અને સ્ત્રીની પ્રાર્થના: તને આ જે મળશે તેમાં તું મને પૂર્ણ સહભાગી બનાવશે).

૨. બીજે પગલે તારામાં એ શ્રદ્ધા રાખીને હું પ્રાર્થું છું કે બળ તથા ઓજસની પ્રાપ્તિ માટે વિષ્ણુ ભગવાન મને તારી સંપ્રાપ્તિ કરાવો. (આપણા શારીરિક, માનસિક અને આત્મત્વ વિષયક બળ તથા કાન્તિ પરસ્પરના સહકારથી વધો અને સુરક્ષિત રહે એવી તારામાં શ્રદ્ધા છે).

૩. ત્રીજે પગલે તારામાં એ શ્રદ્ધા રાખીને હું પ્રાર્થું છું કે ધન, સંપત્તિની અભિવૃદ્ધિ તથા તેની સંરક્ષા માટે વિષ્ણુ ભગવાન મને તારી પ્રાપ્તિ કરાવો અને એની પ્રાપ્તિ અને સંરક્ષામાં આપણે સમાનપણે વર્તીશું.

૪. ચોથે પગલે તારામાં એ શ્રદ્ધાથી હું પ્રાર્થું છું કે સર્વ પ્રકારનાં શારીરિક, માનસિક, ધાર્મિક, સામાજિક વગેરે સુખની પ્રાપ્તિ તથા સંરક્ષા વિષ્ણુ ભગવાન મને તારી પ્રાપ્તિ વડે કરાવો. (આ બધાં સુખો આપણને મળે તે રીતે તમે મથશો એવી મને શ્રદ્ધા છે).

૫. પાંચમે પગલે તારામાં એ શ્રદ્ધાથી હું પ્રાર્થું છું કે ગાય, ઘોડા વગેરેની પ્રાપ્તિ, તેનાં સુખ એટલે ઘી, દૂધ, માખણ વગેરેનું સુખ; બળદ દ્વારા ખેતીની પેદાશરૂપે ફળ-ફૂલ-ધનધાન્ય વગેરેનું સુખ અને બળદ, ઘોડા, હાથી વગેરેથી વાહનનું ઉત્તમ સુખ મેળવવા તથા એની રક્ષા કરવા વિષ્ણુ ભગવાન મને તારી સંપ્રાપ્તિ કરાવો.

૬. છઠ્ઠે પગલે તારામાં એ શ્રદ્ધાથી હું પ્રાર્થું છું કે છએ ઋતુઓના આહાર-વિહારનાં ઈષ્ટ સુખોની પ્રાપ્તિ તથા સંરક્ષા માટે વિષ્ણુ ભગવાન મને તારી સંપ્રાપ્તિ કરાવે.

૭. સાતમે પગલે તારામાં એ શ્રદ્ધાથી હું પ્રાર્થું છું કે ભૂર્લોક, ભૂવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપલોક, સત્વલોક વગેરે રૂપવાળા વિષ્ણુ તે તે લોકોના ઈષ્ટ સુખોની પ્રાપ્તિ માટે મને તારો (તારી) સહભાગી (સહભાગિની) બનાવો. મારું અનુવ્રત મારા જીવનને અનુસાર બનાવો.

કવિ મકરન્દ દવેની આ સમજણથી પ્રભુતામાં પગલાં માંડનાર દંપતી જો આજીવન આ સમજણ સાચવી શકે, અનુસરી શકે તો દેવતાઓને પણ ઈર્ષ્યા આવે એવું લગ્નજીવન જીવી શકાય.

પણ કમનસીબે, લગ્ન પહેલાંની અને લગ્ન કરતી વખતની લાગણીઓ દરેક દંપતિના જીવનમાં આજીવન ટકતી નથી. ટકી શકવાની નથી એવું માનવા આપણે તૈયાર નથી, પણ વેસ્ટર્ન વર્લ્ડ માનવા માંડ્યું છે કે હા, એવું પણ બને અને ન કરે નારાયણ અને એવું બન્યું તો બાકીની જિંદગી બેમાંથી કોઈએ પસ્તાવું ન પડે એટલે જ પ્રિ-નપ્શ્લ એગ્રીમેન્ટનું ચલણ ત્યાં વધવા માંડ્યું છે.

પ્રિનપના ટૂંકાક્ષરી નામે ઓળખાતા આ કરારમાં મુખ્યત્વે સંપત્તિની વહેંચણી અને સંતાનોની કસ્ટડી તેમ જ એમના ઉછેર માટેના ખર્ચ વિશે સ્પષ્ટતાઓ થતી હોય છે. ક્યારેક પ્રિ-નપ્શ્લ બદલે પોસ્ટ-નપ્શ્લ એગ્રીમેન્ટ થતા હોય છે. બંનેમાં કશો જ ફરક નથી, સિવાય કે લગ્ન થયા પછી આવા કરાર થયા હોય તો એને પોસ્ટ-નપ્શ્લ કરાર કહે છે.

પ્રિનપ દુનિયામાં બધે જ માન્ય છે એવું નથી. ઑસ્ટ્રેલિયાએ ૧૯૭૫ના ફૅમિલી લૉમાં સુધારા કરીને પ્રિનપને માન્યતા આપી છે. અમેરિકામાં પણ પ્રિનપને માન્યતા મળેલી છે. જોકે, સંતાનોની કસ્ટડી બાબતની પ્રિનપની સમજૂતીને અમેરિકી અદાલતો માન્ય નથી રાખતી. કોર્ટનું કહેવું હોય છે કે એ તો ડિવોર્સ વખતે જ નક્કી થઈ શકે કે બાળકનું હિત કોની સાથે રહેવામાં વધારે સચવાય છે. કોર્ટનો આ નજરિયો ઘણાને નથી પસંદ, કારણ કે ડિવોર્સ સમયે ઘણી વાર સંતાનોની કસ્ટડી માટે માબાપ કૂતરાંની જેમ લડતાંઝઘડતાં હોય છે.

ભારતમાં પ્રિનપને કાનૂની માન્યતા નથી મળી, પણ જો બેઉ વ્યક્તિઓએ લગ્ન પહેલાં પોતપોતાના વકીલોની સહીથી આવો કરાર કર્યો હોય અને ડિવોર્સ વખતે પણ બેઉ વ્યક્તિ એ કરારને વળગી રહેવા માગતી હોય તો કોર્ટ ચોક્કસ એને આદર આપતી હોય છે. ‘ડિવોર્સ વખતે પણ બેઉ વ્યક્તિ એ કરારને વળગી રહેવા માગતી હોય’ એ વાક્ય જ ભારતમાં પ્રિનપના હાર્દનો છેદ ઉડાડી મૂકે છે, કારણ કે ડિવોર્સ વખતે બેમાંની કોઈ એક વ્યક્તિ વધારાની શરતો ન મૂકે એટલા માટે જ તો પ્રિનપ થતા હોય છે. ડિવોર્સ વખતે બંનેની બધી બાબતે સંમતિ રહેવાની છે એવી ખાતરી હોય તો પ્રિનપની જરૂર જ નથી હોતી. બહુ ઓછા ડિવોર્સ આ જગતમાં એવા હશે, પરસ્પરની સંમતિથી લેવાતા ડિવોર્સ સહિતના તમામ ડિવોર્સો, જેમાં બેઉ વ્યક્તિઓએ રાજીખુશીથી અને કોઈ કંકાસ કે દલીલો વિના એકમેકની શરતો માન્ય કરી લીધી હોય.

એકમેકની શરતો માન્ય હોય એવો ઉત્તમ ગાળો લગ્ન પહેલાંનો જ હોવાનો અને એટલે જ એ ગાળામાં ડિવોર્સ થશે તો કઈ કઈ શરતે થશે એ પણ હસીખુશીથી નક્કી કરી લેવું સારું. સાત સાત જન્મો સુધી ચાલનારો પ્રેમ આજકાલ સાત એનિવર્સરીઝ સુધી પણ ટકતો નથી એટલે જ આવો મનહૂસ લેખ લખવો પડે છે.

પાન બનારસવાલા

(લગ્નજીવન) બિલકુલ સહેલું નથી હોવાનું. બહુ અઘરું કામ હશે એ. આપણે બંનેએ રોજેરોજ ખૂબ મહેનત કરવાની રહેશે, પણ મારે એ કરવું છે, કારણ કે મને તું જોઈએ છે, આખેઆખી, કાયમ માટે. દરરોજ. તું અને હું રોજેરોજ…

– નિકોલસ સ્પાર્ક્સ (‘ધ નોટબુક’ નામની જગવિખ્યાત નવલકથામાં).
(નોંધ: નિકોલસ સ્પાર્ક્સે ૧૯ વર્ષના દાંપત્યજીવન પછી ૨૦૧૫માં ડિવોર્સ લીધા હતા).

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here