( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : શનિવાર, 17 ઑગસ્ટ 2024 )
વિક્રમને પરણ્યાના બીજા જ દિવસે દીપિકાને રિયલાઈઝ થાય છે: ભૂલ થઈ ગઈ, આ લગ્ન કરીને.
‘લવ:આજ-કલ’ના કેટલાક ભાવકોને લાગે છે કે યાર, આવું તે કંઈ હોતું હશે? લગ્નના બીજા જ દિવસે ભૂલ થઈ ગઈ એવું કેવી રીતે લાગે? તો પછી લગ્ન કર્યા જ શું કામ?
સૈફ સાથેની બે વર્ષની રિલેશનશિપ પછી દીપિકા એક વર્ષ સુધી સિંગલ હતી. વિક્રમને ઓળખતી હતી કારણ કે એ એનો બૉસ હતો. પણ કોઈ રિલેશનશિપ જેવું નહોતું. એક વર્ષ પછી એ વિક્રમ સાથે જોડાઈ. એના એક વર્ષ પછી શાદી થઈ. તો શું આટલા ગાળામાં એને ક્યારેય એવું ના લાગ્યું કે વિક્રમ ઈઝ નૉટ ધ પર્સન ફૉર હર? એણે સૈફ પાસે પાછા જ જવું હતું તો વિક્રમ સાથે લગ્ન શું કામ કર્યા? વિક્રમની જિંદગી શું કામ બગાડી?
મારું જસ્ટિફિકેશન આ છે:
દીપિકા ઈઝ અ ટિપિકલ કેસ ઑફ અ વુમન પૅશનેટલી ઇન લવ.
દીપિકા કન્ફ્યુઝ્ડ છે એવું આપણને લાગે છે પણ એ કન્ફ્યુઝ્ડ નથી. સૈફથી એ છૂટી પડવા જ નહોતી માગતી.
યાદ કરો કૅફેમાં સાંજે પાંચ વાગે બંને મળ્યાં ત્યારે ‘આપણે બ્રેકઅપ કરી લઈએ’વાળો સીન—દીપિકા નહોતી ઈચ્છતી. સૈફના કહ્યા પછી એ પોતાના દિલની વાત નથી કહેતી. એને કદાચ પોતાનું સ્વમાન આડે આવે છે.
વિક્રમ સાથે ડિનરડેટ પર જવાનું પણ એ ત્યારે જ નક્કી કરે છે જ્યારે સૈફ જો સાથે નાગિન ડાન્સ કરીને આવે છે.
ન્યુ યર્સ ઈવની રાત્રે પણ એ સૈફને કહે છે કે વિક્રમે પ્રપોઝ કર્યું છે, શું કરું? શું કરીએ આપણે?
લગ્નના દિવસે પણ એ સૈફને એકાંતમાં મળીને કંઈક કહેવા માગે છે. પણ દર વખતે સૈફનું વર્તન એને પોતાના તરફનું નથી લાગતું.
સૈફના જીવનમાં દીપિકા પહેલાં પણ એક ગર્લફ્રેન્ડ હતી અને ‘અગર ભગવાનને ચાહા તો જો પછી પણ કોઈક આવશે…’ સૈફ્ને પ્રેમ એક વાર નહીં ‘પંદ્રહ બાર’ થઈ ચૂક્યો છે!
પણ રિશીની વાતો સાંભળીને અને દીપિકાના ગયા પછી મનમાં થયા કરતા કોઈક ખટકાના અનુભવ પછી સૈફ દીપિકાને કહી શકે છે કે: તારે તો ઈન્સિસ્ટ કરવું હતું મને, શૉપિંગ માટે કહી શકતી હતી, આઈસ્ક્રીમ માટે જીદ કરી શકતી હતી તો આ વાત માટે પણ… તેં જીદ કરી હોત તો, કોને ખબર…
સૈફ પણ કન્ફ્યુઝ્ડ નથી, એ દીપિકાની ‘જીદ’ની રાહ જોતો હતો. પણ દીપિકાએ એ ના કરી એટલે એને લાગ્યું કે દીપિકા પણ પેલા ‘પંદ્રહ વખત’ થઈ ચૂકેલા પ્યાર જેવી જ છોકરી હશે.
જીવનમાં બનતું હોય છે આવું. દરેકના નહીં તો ઘણા બધાના જીવનમાં. ઘણા બધાનાં નહીં તો કેટલાકના જીવનમાં. પણ બનતું જરૂર હોય છે આવું.
દીપિકા વિક્રમને કહે છે કે મેં ભૂલ કરી નાખી. વિક્રમ મુંઝાય છે, ઈરિટેટ થાય છે, ગુસ્સે થાય છે. સ્વાભાવિક છે. દીપિકા બે જગ્યાએ નથી રહી શકતી. એ નક્કી કરવા માગે છે કે પોતે ક્યાં છે—અહીં છે કે ત્યાં છે.
એ જાણે છે કે લગ્ન થઈ ગયા પછી આવું ન થવું જોઈએ. પણ થઈ રહ્યું છે. તો હવે એનું શું?
એ ઠીક કરવા જ એ સૈફને મળવા માગે છે.
‘અને સૈફને મળીને તને એમ લાગ્યું કે…,’ વિક્રમ શંકા વ્યક્ત કરે છે. ઈન ધૅટ કેસ હું તારી સાથે કેવી રીતે રહી શકીશ, વિક્રમ? એ તો પછી અન્યાય થશે, તારી સાથે પણ. દીપિકા કહે છે.
દીપિકાનું પગલું સમાજ માટે ‘આવું તે કંઈ થતું હશે’ પ્રકારના રીએક્શન જન્માવનારું છે. સમાજને એટલે કે આપણી આસપાપાસની વ્યક્તિઓને—કુટુંબપરિવાર અને સગાંવહાલાંજ્ઞાતિલાઓથી લઈને અડોશપડોશ, મિત્રો, ઑફિસ કલીગ્સ અને બાકીના ઓળખીતાપાળખીતા સૌ કોઈને— આપણી પાસેથી પોલિટિકલી કર્રેક્ટ અર્થાત્ સર્વમાન્ય-સર્વસ્વીકાર્ય એવી બીહેવિયર જોઈતી હોય છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’ની ઐશ્વર્યા રાય જેવી. અજય દેવગનને પરણ્યા પછી એ બહેન પોતાના પતિ સાથે ભૂતપૂર્વ પ્રેમી સલમાનને શોધવા નીકળી પડે છે. સલમાન મળી પણ જાય છે. સલમાન હજુય ઝંખે છે ઐશ્વર્યાને. પણ સલમાનને શોધી કાઢ્યા પછી આ ડાહીબહેનને પોતાનું પતિવ્રતાપણું યાદ આવી જાય છે અને એ સલમાનને ટાંગ દેખાડીને પતિ પરમેશ્વર પાસે પાછી ફરે છે. લોકોને આવો એન્ડ ગમતો હોય છે. ઘીના ઠામમાં ઘી. કોઈ વિચારતું નથી કે ઐશ્વર્યાએ વગર વાંકે અજયને શા માટે સલમાનને શોધવા મજબૂર કર્યો. અને સલમાનને ના પાડ્યા પછી ઐશ્વર્યા સાથેના અજય દેવગનના બાકીના દાંપત્યજીવનનાં વર્ષો કેવાં વીત્યાં હશે એની કલ્પના કરી છે? એના કરતાં એ છૂટી થઈને સલમાન સાથે જોડાઈ ગઈ હોત તો એ બેઉ તો સુખી થયાં જ હોત, અજયને પણ ઐશ્વર્યા નહીં તો કોઈ ઔર સહી પત્ની તરીકે મળી ગઈ હોત. પણ ભારતીય સમાજ માટે લગ્નની પવિત્રતા ઍટસેટ્રા…ઉફ્ફ! ‘કભી અલવિદા ના કહના’ જેવી કરન જોહરની મૅચ્યોર્ડ અને નિતાંત સુંદર ફિલ્મને વખોડનારાઓ પણ ક્યાં નથી આપણી આસપાસ? સૌને સારા દેખાવું છે. બીજાઓ મારા વિશે શું કહેશે, શું વિચારશે એવું વિચારીને માણસ પોતાને મળેલી આ એક માત્ર જિંદગી તો વેડફી નાખે જ છે; પોતાના વિચારોને કારણે બીજાઓની જિંદગી પણ વેડફી નાખવા માટે મરણતોલ પ્રયાસો કરતો રહે છે.
હનીમૂનના પ્લાન્સ ડિસ્કસ કરવાનું પડતું મૂકીને દીપિકા સૈફને ફોન કરે છે. દીપિકાએ શું કહેવું છે એ સાંભળ્યા વગર (ફરી એક વાર!) સૈફ કહે છે: ‘વાહ, મૅજિક! મારે સૌથી પહેલાં તને જ આ સમાચાર આપવા હતા. ચાર વર્ષથી હું જેની રાહ જોતો હતો એ સાન ફ્રાન્સિસ્કોનો ગોલ્ડન ગેટ પ્રોજેક્ટ મને મળ્યો છે… આજે જ લેટર આવ્યો…’
દીપિકા કંઈ બોલી શકતી નથી. ‘એક મિનિટ…કોઈ છે…’ કહીને સૈફે વિક્રમની ડિનરની પ્રપોઝલ સાંભળીને સૈફે જે કર્યું હતું તે જ દીપિકા કરી રહી છે. દીપિકાને ખબર છે ગોલ્ડન ગેટ પ્રોજેક્ટ માટેનું સૈફનું વળગણ અને પુરાના કિલ્લાના રેસ્ટોરેશન માટેનું એનું પોતાનું ઑબ્સેશન- આ જ તો કારણ હતું બ્રેકઅપનું. બાકી, બેઉ જો લંડનમાં જ હોત તો બ્રેકઅપનો સવાલ જ ક્યાં હતો? આ લૉંગ ડિસ્ટન્સ રિલેશનશિપ શું ક્યારેય, કોઈ દિવસ સક્સેસફુલ થવાની હતી?
સૈફ સાન ફ્રાન્સિસ્કોમાં ગોલ્ડન ગેટ પ્રોજેક્ટમાં બિઝી થઈ જાય છે. આ એનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ચાર-ચાર વર્ષથી એણે આ કામ કરવાનું સપનું સેવ્યું છે. આ કામ માટે એ દીપિકા સાથેની રિલેશનશિપ માટે પણ કૉમ્પ્રોમાઈઝ કરવા તૈયાર થઈ ગયો હતો.
ખ્વાબોં કી દહેલિઝેં…
કદમોં કો અબ મેરે, હૈ ચૂમતી
પહેલે થા મૈં પીછે
યે દુનિયા અબ પીછે, હૈ ઘૂમતી
મૈં વો હૂં જો ચાહું વો પાઉં,
મૈં ખુદ સે હી વાદે નિભાઉં…
અબ જાઉં જહાં લગે વહાં,
મેરે હોને સે હૈ મહેફિલેં…
મૈં ખુશિયોં કા હર રાઝ જાનું,
અબ જાના મૈંને જીના ક્યા હૈ,
ક્યા હૈ પૂરા હોના ખ્વાબ કા…
સૈફનું ખ્વાબ પૂરું થઈ રહ્યું છે પણ ગીતના છેલ્લા અંતરામાં જ સૈફની પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જાય છે. એ ડિસ્ટર્બ્ડ છે. કામમાં ભૂલો થઈ રહી છે. ક્યાંક કશુંક અસુખ છે. ભયંકર અંધાધૂંધી સર્જાઈ રહી છે એના મનોજગતમાં. અને એને કારણે એના આ પ્રેશ્યસ ડ્રીમ પ્રોજેક્ટના કામમાં પણ. એને સાયકીએટ્રિસ્ટ પાસે મોકલવામાં આવે છે. મનોચિકિત્સક સમજી નથી શકતી એની મનોવસ્થાને. તેં મને બધું જ સાચેસાચું કહી દીધું છે? એ પૂછે છે. હા, સૈફ કહે છે. એ પોતે પણ નથી જાણતો કે શું કામ આવું થઈ રહ્યું છે.
સાયકીએટ્રિસ્ટની ચૅમ્બરમાંથી બહાર નીકળ્યા પછી એની સાથે મગિંગ થાય છે- રિવોલ્વર દેખાડીને અંધારી ગલીમાં એને લૂંટવામાં આવે છે. એ ચૂપચાપ માલમત્તા સોંપી દે છે, સિવાય કે એક ફોટો. મીરાંનો ફોટો. આ તસવીર નથી આપતો, નથી આપી શકતો એટલે એને ઢોર માર પડે છે. એ સહન કરી લે છે. લોહીલુહાણ હાલતમાં એને રિયલાઈઝ થાય છે કે મીરાંની એક તસવીર માટે માર ખાઈ લેનારો પોતે મીરાંને કેટલો ચાહે છે.
સૈફ રિશીને ફોન કરીને કહે છે, ‘ યે ક્યા હો રહા હૈ, પાજી… યે મીરાં હૈ ના મેરે અંદર તક ઘૂસ ગઈ હૈ… યે ઈતને સાલોં સે મુઝસે દૂર જા રહી હૈ યા ઔર કરીબ આ રહી હૈ મેરે… ઔર અબ મેરે પાસ ભી કોઈ ઑપ્શન નહીં હૈ…’
રિશી એને યાદ દેવડાવે છે કે ભઈલા, હવે બહોત દેર હો ચૂકી હૈ… મીરાં તો પરણી ગઈ છે.
સૈફ કહે છે: મોડું થઈ ગયું છે પણ ઝિંદગી ખતમ નહીં હુઈ…
રિશી સલાહ આપે છે કે હવે જે કંઈ કરે તે સોચીસમજીને કરજે.
સૈફ કહે છે, આપને સોચા થા પાજી!
રિશી સૈફની પૅશન સમજીને આશીર્વાદ આપે છે: જા પુત્તર! રબ રખ્ખા!
અને સૈફ ભારત આવીને મીરાંને મળવાની કોશિશ કરે છે. વિક્રમના ઘરે મીરાં નથી મળતી. વિક્રમની વાત પરથી ટુકડે ટુકડે ખબર પડતી રહે છે કે મીરાં એની સાથે લીગલ ડિવોર્સ લઈને જુદી રહેવા માંડી છે. પણ મીરાંએ સૈફને આ વાતની જાણ નથી કરી. કેમ? ‘હું એને જાણું છું. એને આ વાતની ખબર પડશે તો બધું જ છોડીને એ આવી જશે… પછી થોડા દિવસ બાદ એને લાગશે કે ગલતી કર દી… એને અત્યાર સુધી આ વાતની ખબર નથી. ખબર પડશે તો, જો પડશે તો, આવી જશે…’
સૈફ વિક્રમના ઘરેથી નીકળીને મીરાંને મળવા પુરાના કિલ્લા સુધી જવા ટેક્સી દોડાવે છે. મીરાં પાલખ પર બેસીને ત્રીસ ફીટ ઊંચે પોતાનું કામ કરી રહી છે. સૈફ દૂરથી એને સંબોધીને કહે છે:
‘દેખો, મૈં પાઈલ ઑન કરના નહીં ચાહતા… મગર યે રોમિયો-જુલિયટ, હીર-રાંઝા, યે જનમ જનમ કે પ્રેમી યે સબ કહાનિયોંમેં હોતે હૈં, રાઈટ? હમ લોગ ઑર્ડિનરી લોગ હૈ, આમ જનતા, ધ મૅન્ગો પીપલ… હમેં મર કે અમર નહીં હોના હૈ… હમેં સાથ રહેના હૈ… ઈસી જનમ મેં…ક્યા બોલતી હો? ’
દીપિકા રૂંધાઈ ગયેલા અવાજે ઉપરથી જ કહે છે, ‘ઍંગલ નયા હૈ… મુઝે લગતા હૈ હમેં ઈસે ઔર ડિસ્કસ કરના ચાહિયે…’
સૈફ દર્દભર્યા અવાજે મજાકિયા અંદાજ લાવવાની કોશિશમાં કહે છે, ‘તુ હમેશા કર્રેક્ટ બાત બોલ દેતી હૈ, જાનેમન…’
‘તો મૈં નીચે આ જાઉં? ’
‘આ જાઓ, ક્યોંકિ યે લૉંગ ડિસ્ટન્સ રિલેશનશિપ…ચલતા હી નહીં હૈ…’
અને દીપિકા ડુસ્કું ભરે છે. દીપિકા રડે એ પહેલાં આપનો આ વિશ્વાસુ રડી પડે છે. દર વખતે. આઠમી વાર પણ.
કાલે પૂરું કરીએ.
***
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
સાહેબજી નમસ્કાર લવ આજ કલ સિનેમાનું આટલી બારીકાઈથી અવલોકન આપ શ્રી કરી શકો છો
સલામ છે તમને hats off to you સર તમારા લેખ થકી ઘણું જાણવા મળ્યું 🙏🙏🙏
તમને મારા પ્રણામ