(પૂજ્ય મોરારિબાપુએ રાજકોટમાં એક વિશાળ વૃદ્ધાશ્રમના લાભાર્થે માટે કથા કરી. વૃદ્ધાશ્રમ વિશે તમારા પણ વ્યુઝ હશે. મારા વિચારો આ રહ્યા)
જે સમાજમાં વૃદ્ધાશ્રમો વધતા જાય તે સમાજ પ્રગતિ કરી રહ્યો છે એવું કહેવાય કે અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે એવું માનવાનું?
આપણી એક કુટેવ છે. કોઈ પણ વાત હોય એને અગાઉથી નક્કી કરેલા એક ખાનામાં નાખી દેવાની, એના પર એક ચોક્કસ લેબલ ચિપકાવી દેવાનું. તથાકથિત અભ્યાસીઓ-વિચારકો-પંડિતો અને સમાજશાસ્ત્રીઓ-માનસશાસ્ત્રીઓએ આપણને આ શીખવાડ્યું છે. માણસના સ્વભાવને અને એના વર્તનને, તમે અગાઉથી તૈયાર કરેલાં પાંચ-પચ્ચીસ ખાનાંઓમાંના એકમાં મૂકી દો એટલે તમે જાણે સમજદાર થઈ ગયા.
એવું નથી.
બે વ્યક્તિ વચ્ચેના મતભેદને આપણે હંમેશાં જનરેશન ગેપ કે પછી કૌટુંબિક વિખવાદ કે પછી લગ્નજીવનની તકરાર કે પછી ભાઈઓ અથવા ભાગીદારો અથવા સાસુ-વહુના વચ્ચેના ઝઘડાનાં ખાનાંમાં મૂકી દેવા આતુર હોઈએ છીએ. હકીકત એ છે કે સાસુ-વહુનો ઝઘડો કે અન્ય કોઈ પણ સંબંધમાં થતો વિખવાદ માત્ર એ સંબંધને કારણે નથી થતો પણ બે વ્યક્તિ વચ્ચેના મતભેદને કારણે થતો હોય છે અને આવા મતભેદો થવા સામાન્ય છે, કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે એમ તુન્ડે તુન્ડે મતિર્ભિન્ના. દરેક વ્યક્તિની પરિસ્થિતિ, સોચ,સમજદારી, અક્કલ, અનુભવ આ બધું જ બીજાના કરતાં જુદું જ હોય. બાપ-દીકરા વચ્ચે પણ આવું જ સમજવાનું. પેલો દીકરો છે અને આ બાપ છે એટલે જ આવા મતભેદો છે એવું નથી હોતું. આ બે અલગ-અલગ વ્યક્તિઓ છે અને એટલે એમની વચ્ચે મતભેદ હોઈ શકે છે, મનમેળ પણ હોઈ શકે છે.
વૃદ્ધાશ્રમોને ખોડાં ઢોરની પાંજરાપોળ કહીને વખોડવાની ચાલ કોણે શરૂ કરી હશે તે ભગવાન જાણે પણ જેણે શરૂ કરી હશે તે વ્યક્તિ જરૂર બિચારી દુભાયેલી, વાંકદેખી અને કદાચ પેટની બળેલી હશે. દીકરાએ માબાપને વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધાં આવું વાંચી વાંચીને આપણા મનમાં પણ તમામ ઘરડાંઘર માટે દયામણો ભાવ અને તમામ દીકરાઓ માટે તિરસ્કારનો ભાવ પ્રગટતો થઈ ગયો છે.
અપવાદો જરૂર હશે પણ તે માત્ર અપવાદો જ હશે. વૃદ્ધાશ્રમમાં રહેતાં કે વૃદ્ધાશ્રમમાં રહેવા માગતાં તમામ માબાપો પોતાનાં સંતાનોથી તરછોડાયેલાં નથી હોતાં. આ વાત ભારપૂર્વક કહી છે. ચીસો પાડીને કહી છે. તમે પણ બરાબર સાંભળજો.
વૃદ્ધાશ્રમો કંઈ નર્કાગાર નથી હોતા. અનેક વૃદ્ધાશ્રમો તો સ્વર્ગસમા હોય છે. વિદેશોમાં અને ભારતમાં પણ. જે સિનિયર સીટિઝનોએ પોતાના કાર્યમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય એમના માટે સંયુક્ત કુટુંબમાં દીકરા-વહુ સાથે રહેવાનો વિકલ્પ હોય છે અને દીકરા-વહુ જુદાં રહે માબાપ જુદાં રહે એવો વિકલ્પ પણ હોય છે તે જ રીતે માબાપ પાસે વૃદ્ધાશ્રમમાં રહેવાનો પણ વિકલ્પ પણ હોય છે.
વૃદ્ધાશ્રમ શબ્દ એટલો તો વગોવાઈ ગયો છે કે એની જગ્યાએ કોઈ નવો શબ્દ પ્રચલિત કરવો પડે-થશે. જેમ ઘરડાં, બુઢ્ઢા, વૃદ્ધ કે ડોસાડગરાં માટે સિનિયર સીટિઝન કે વડીલ જેવા સન્માનીય શબ્દો પ્રચલિત થયા એ જ રીતે વૃદ્ધાશ્રમ જેવો તિરસ્કારયુક્ત બની ગયેલો શબ્દ પણ રિપ્લેસ થશે. અપંગની જગ્યાએ વિકલાંગ અને હવે દિવ્યાંગ શબ્દ પ્રચલિત છે એમ.
સાઠ-પાંસઠ-સિત્તેર પછી, જ્યારે તમને ખબર છે કે હવે શરીરની સાચવણી કરવાની વધારે જરૂર પડવાની છે, રોજિંદા જીવનમાં બીજાઓની મદદ લેવાની વધારે જરૂર પડવાની છે ત્યારે તમે તમારી સગવડ સાચવવા કોઈ એવી વસાહતમાં જઈને રહો જ્યાં તબીબી સારવાર હાથવગી હોય, જ્યાં તમારા ખાવાપીવા માટે તેમજ કસરત જેવાં અન્ય રૂટિનો સાચવવા માટે ઝાઝી સ્ટ્રગલ કરવી ન પડતી હોય તો ખોટું શું છે?
વૃદ્ધાશ્રમમાં રહેવા જતાં તમામ માબાપ કંઈ દીકરાવહુના તરછોડાયેલાં નથી હોતાં- તેઓ પોતાની સગવડ વધુ સારી રીતે સચવાય એટલે પોતાનું ઘર દીકરાને સોંપીને રાજીખુશીથી રહેવા આવ્યાં હોય છે. પણ સમાજમાં વૃદ્ધાશ્રમનું નામ એટલું તો ખરડાઈ ગયું છે કે કોઈ માબાપ સ્વેચ્છાએ, ઉમળકાથી વૃદ્ધાશ્રમમાં જવાનું નક્કી કરે તો એમને વિચાર આવે કે લોકો શું કહેશે? દીકરાવહુને થાય કે બીજાં કુટુંબીજનોમાં અમારું ખરાબ દેખાશે. આ માનસિકતા રાતોરાત નથી બદલાવાની. વૃદ્ધાશ્રમો કંઈ ખોડાં ઢોર રાખવાની પાંજરાપોળ નથી એવું સ્વીકારતાં વખત લાગશે.
વૃદ્ધાશ્રમ વાસ્તવમાં તો ત્યાં રહેતા વડીલોનું મુક્તાંગણ છે, સ્વતંત્ર રીતે જીવન માણવા માટેની જગ્યા છે. એ કોઈ મજબૂરી નથી કે નથી કોઈ કારાગૃહ જ્યાં શારીરિક કે માનસિક બંધનોને કારણે જીવન દોહ્યલું લાગે.
જે વડીલોએ કામકાજમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય એમના માટે વૃદ્ધાશ્રમમાં રહેવા જવાનો વિકલ્પ ખુલ્લો હોવો જોઈએ. જેમની પાસે સગવડ હોય, ઈચ્છા હોય તેઓ પોતાનાં વહુ-દીકરા અને પૌત્ર-પૌત્રી સાથે રહે. એ પણ સારું છે. જેમણે પોતાનું ઘર જુદું, દીકરા-વહુનું ઘર જુદું-એ રીતે રહેવું હોય તેઓ એ રીતે રહે. એ પણ સારું છે. અને જે સિનિયર સીટિઝનોને પોતાની પસંદગીના વૃદ્ધાશ્રમમાં જઈને રહેવું હોય તેઓ ત્યાં જઈને રહે એ પણ સારું છે.
વૃદ્ધાશ્રમ સાથે જોડાઈ ગયેલા અપમાનિત ભાવ દૂર કરીએ. વૃદ્ધાશ્રમમાં રહેવા જવા માગતા વડીલોને એનાં સંતાનો દ્વારા અન્યાય થઈ રહ્યો છે એવી માનસિકતા પણ દૂર કરીએ. મુજ વીતી તુજ વીતશે-વાળી શાપ આપવાની પંક્તિને મગજમાંથી ભૂંસી કાઢીએ. મારાં માબાપ મારું ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં રહેવા ગયાં છે તો સમાજમાં મારું કેવું લાગશે એવી ગિલ્ટ ફીલિંગથી દૂર રહીએ. અમે વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ એટલે લોકો માની લેશે કે અમને અમારાં દીકરા-વહુ સાથે બનતું નથી એવો ડર પણ છોડીએ.
પરદેશોમાં હોય છે એવાં સુખસાહ્યબી ધરાવતાં વૃદ્ધાશ્રમો છેલ્લા બે-ત્રણ દાયકાથી આપણા દેશમાં પણ બનવા લાગ્યા છે. કોઈ કહેશે કે ફલાણા વૃદ્ધાશ્રમમાં જઈને જોઈ આવો, કેવી બદતર હાલતમાં વડીલો રહે છે તો એમને કહેવાનું કે આવી જ હાલતમાં રહેતાં દીકરા-વહુનાં ઘરો આ દેશમાં આના કરતાં લાખ ગણા વધારે હશે. એ તો દરેકની આર્થિક પરિસ્થિતિ પર નિર્ભર છે. જીવનમાં શું કામ કર્યું છે, કેટલું કામ કર્યું છે અને એ કામમાંથી કેટલી કમાણી કરી છે, એ કમાણીનું આયોજન કેવી રીતે કર્યું છે તેના પર તમારી યુવાનીની તેમજ વૃદ્ધાવસ્થાની આર્થિક પરિસ્થિતિઓ આધાર રહેલો છે.
અપવાદ રૂપે એવા કિસ્સાઓ તમે લઈ આવશો કે આ વૃદ્ધદંપતીને એમનાં સંતાનોએ ન સાચવ્યાં તો એવા કિસ્સાઓની સરખામણીએ અનેક ગણા વધારે કિસ્સા તમને સમાજમાં જોવા મળશે જેમાં માબાપ હસીખુશીથી પોતાનાં સંતાનો સાથે રહેતાં હોય. સૌ કોઈ એક જ ઘરમાં પ્રસન્નતાથી રહેતું હોય. સમાજના ગરીબ, મધ્યમવર્ગીય, શ્રીમંત-તમામ સ્તરનાં કુટુંબોમાં તમને જોવા મળશે કે સંતાનો પોતાનાં માબાપને અને માબાપ પોતાનાં દીકરાવહુને સાચવતાં હોય, હળીમળીને રહેતાં હોય, એકબીજાની અગવડ-સગવડમાં ભાગીદાર બની જતાં હોય.
અને છેલ્લે એક નાનકડી વાત.
મારા દીકરાના જન્મ પછી બાળઉછેરને લગતું એક અંગ્રેજી પુસ્તક હું ઘરે લઈને આવ્યો. પપ્પાએ એ જોઈને મને પૂછ્યું, `સૌરભ, આ તું તારા માટે લાવ્યો છે કે મારા માટે!’
આજનો વિચાર
બાપની જગ્યા આ દુનિયામાં કોઈ ન લઈ શકે, મા પણ નહીં.
-અજ્ઞાત્
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો