“માથે આવી પડેલું સહી લેવાની શક્તિ કુદરતે માણસમાત્રમાં મૂકેલી છે” : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 26 એપ્રિલ 2026 )

એક વાર્તા તમે કદાચ સાંભળી હશે: એક દાદા હતા. ખેડૂત હતા. ખેતી માટે ખેતર તૈયાર કરે ત્યારે આખેઆખું ખેતર ખેડી કાઢવાને બદલે વચ્ચે થોડા સાગના ઝાડ રહેવા દેતા. એ ઝાડની પરવરીશ તેઓ કુદરત પર છોડી દેતા. બાકીના આખાય ખેતરના પાકનું લાલનપાલન જાતે કરતા. પણ એ ઝાડ તરફ બિલકુલ ધ્યાન આપતા નહીં. ટાઢ, તડકો, વરસાદમાં ઝાડનું જે થવાનું હોય તે થાય એવું માનતા અને જ્યારે ગાડાનું પૈડું બનાવવા માટે લાકડાની જરૂર પડે ત્યારે એ જ ઝાડનું લાકડું વાપરતા. કહેતા કે આ સૌથી મજબૂત લાકડું હોવાનું, કારણ કે તમામ કુદરતી આપત્તિઓ સામે એણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરેલી મથામણમાંથી એ મજબૂત બન્યું છે અને હવે ભારેમાં ભારે બોજ સહન કરવાની એનામાં કુદરતી તાકાત આવી ગઈ છે.

જીવનમાં જે લોકોએ ક્યારેય આવી મથામણ નથી કરી હોતી તેઓ પુખ્ત વયે પણ પોલું, બોદું વ્યક્તિત્વ ધરાવતા હોય છે. આવી મથામણ સ્ટ્રગલ માત્ર ભૌતિક હોય તે જરૂરી નથી, માનસિક પણ હોઈ શકે, પરંતુ આવી બેઉ કે બેમાંથી એક, મથામણ નક્કર હોવી જોઈએ. મનમાં ઘૂસી ગયેલા વહેમ કે માનસિક નબળાઈમાંથી જન્મેલી ચિંતા વગેરેમાંથી સર્જાતી મથામણોનો કોઈ અર્થ નથી એવી મથામણો માનસિક રોગની નિશાની છે.

સામે આવીને ઊભેલી તકલીફોનો પહાડ જોઈને ખડતલ દિમાગના લોકોને મજા પડી જાય છે. એમના માટે આ એક પડકાર છે જેને ઝીલી લેવાથી નવી નવી તક ઊભી થવાની એની એમને ખબર છે. પહાડ જેવડી મુસીબતોનો અનુભવ કરતી વખતે પણ તેઓ ધ્યાન રાખે છે કે હવે પછી આવનારી, આના કરતાંય અનેકગણી મોટી, મુસીબતોનો સામનો કરવાની તાલીમ મળી રહી છે. જાહેર તેમ જ અંગત જીવનમાં અપાર પડકારો ઝીલનારા ગાંધીજીએ કહ્યું હતું: ‘માથે આવી પડેલું સહી લેવાની શક્તિ કુદરતે માણસમાત્રમાં મૂકેલી છે.’ (‘હિન્દ સ્વરાજ’, પૃષ્ઠ: ૬૦).

મન પરના નિયંત્રણનું પ્રથમ પગથિયું એ કે બીજા કોઈના કાબૂમાં જતાં એને અટકાવવું. કોઈકે તમને સહાનુભૂતિ દેખાડી, તમે એના તરફ ઢળી ગયા, તમારા મન પરનો કાબૂ તમે એમને આપી દીધો. કોઈએ તમારી ટીકા કરી કે તમને કડવાં વેણ કહ્યાં, તમે એના પર ગુસ્સે થઈ ગયા કે મોઢું ચડાવીને બેસી ગયા, તમે તમારા મનનું નિયંત્રણ એમને સોંપી દીધું. બીજાઓ તમને ખુશ કરીને તમારી પાસેથી કામ કઢાવી જાય અને એ જ રીતે તેઓ તમને ભલુંબૂરું કહીને, તમારી માનસિક શાંતિનો ભંગ કરીને, પોતાના ઈરાદામાં સફળતા મેળવી જાય. તમને મદદ કરવાના પ્રગટ ઈરાદાથી નજીક આવતા અજાણ્યા કે અલ્પપરિચિત લોકોથી સાવધ રહેવું. તેઓ નજીક આવીને તમારા મન પર કાબૂ મેળવી તમારી પાસે એમનું પોતાનું ધાર્યું કરાવવા માગતા હોય છે. તમને સામે ચાલીને કોઈક એ પ્રકારે મદદરૂપ થઈ રહ્યું હોય અને તમને એ વખતે એવી મદદની ખરેખર જરૂર હોય તો લઈ લેવી ખરી પણ સાવધ રહેવું કે આ મદદના બદલામાં તમે શું, કેટલું ગુમાવવા તૈયાર છો. તમારી ગુમાવવાની તૈયારી હોય એના કરતાં વધુ મેળવવાની અપેક્ષા સામેની વ્યક્તિની હોઈ શકે, પરંતુ તમારાથી એની કઠપૂતળી ન બની જવાય. તમારા માટે શું સારું છે અને શું ખરાબ છે એ નક્કી કરનાર શ્રેષ્ઠ વ્યક્તિ આખા જગતમાં જો કોઈ હોય તો તે એક જ છે – તમે પોતે.

કોઈ તમને ભોળવીને કહી જાય કે તમે વિચારો છો તે નહીં, પણ અમે તમારા માટે જે વિચારીએ છીએ તે મુજબનું તમારું વર્તન તમારા માટે શ્રેષ્ઠ છે તો એના પર ભરોસો કરતાં પહેલાં બે વાર વિચારજો. મિત્રો, સ્વજનો, ધર્મગુરુઓ, વિચારકો, લેખકો, કુટુંબીજનો, ધંધાદારી પરિચિતો, મોટિવેશનલ સ્પીકર્સ – આ બધા જ એક યા બીજા તબક્કે તમને કહેતા હોય છે કે તમારી જિંદગી માટે શું સારું, શું ખરાબ. આંધળૂકિયાં કરીને એમણે આપેલી સલાહ મુજબ જીવવાનું શરૂ કરી દઈએ છીએ ત્યારે વખત વીતતો જાય એમ ખ્યાલ આવે છે કે ક્રમશ: આપણે આપણું સમગ્ર ચિત્ત એમના તાબે કરી દીધું. આરંભની શ્રદ્ધા અને શરૂઆતનો વિશ્ર્વાસ તમને તમારી જાણ બહાર એમના ગુલામ બનાવી દે છે. બીજાની વાત દેખીતી રીતે ગમે એટલી કામની લાગતી હોય, આપણા પોતાના નીરક્ષીર વિવેકને આધારે જ એ વાતના મૂલ્યની ચકાસણી થાય.

મન પર કાબૂ મેળવવો એટલે પોતાની વિચારપ્રક્રિયાને જાણવી, પછી તપાસવી અને છેવટે સમજવી. મગજમાં ઉદ્ભવતી કલ્પનાઓ, લાગણીઓ, ઈચ્છાઓ વગેરેનાં જન્મબિંદુ સુધી જવાની કોશિશ કરવી. આ વિચાર શા માટે આવ્યો કે આ લાગણી કેવી રીતે જન્મે, આ ઈચ્છા પૂરી કરવાના પ્રયત્નો થવાથી કયાં કયાં પરિણામ આવી શકે – આવા અનેક પ્રશ્ર્નોનો ઉકેલ મેળવ્યા કરવાની સતત પ્રક્રિયા એટલે આવી રહેલા ડહાપણની નિશાની. માણસ પોતાના વિચારોના, પોતાની લાગણીઓના અને પોતાની ઈચ્છાઓના ઉદ્ગમસ્થાન વિશે વિચારી શકે અને એનાં ભાવિ પરિણામો વિશે કલ્પના કરી શકે તો એ વર્તમાનમાં પોતાના મન પર નિયંત્રણ રાખતો થઈ જાય, એની માનસિક શાંતિને કોઈ કાંકરીચાળો કરીને ડહોળી ન શકે.

પાન બનારસવાલા

હૃદય વાત કરતું હોય છે ત્યારે દિમાગને એમાં દખલગીરી કરવામાં અસભ્યતા જણાતી હોય છે.

– મિલાન કુન્દેરા

(માતૃભાષા ચેક ઉપરાંત ફ્રેન્ચમાં લખનારા લેખક. જન્મ: ૧ એપ્રિલ ૧૯૨૯-અવસાન: ૧૧ જુલાઈ ૨૦૨૩)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here