મહાભારતમાં નાગવંશની પ્રજાને સર્પસૃષ્ટિ ગણાવીને ઇતિહાસ સાથે ચેડાં થયાં – સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 21 જાન્યુઆરી 2026)

મહાભારત વિશે સંશોધન કરનારાઓમાંના એક પંડિત રાજારામે આજથી ૧૧૨ વર્ષ અગાઉ, ૧૯૧૪માં એક રિસર્ચ આર્ટિકલ લખ્યો હતો. પંડિત રાજારામ લાહોરની ડી. એ. વી. કૉલેજના અધ્યાપક હતા.

મૂળ મહાભારતમાં થતા રહેલા ઉમેરાઓ વિશે વાત કરતાં પંડિત રાજારામ ભૂમિકા બાંધે છે. ઈતિહાસ કહેનારા અને સાંભળનારાઓમાં ભેદ રહે છે- બુદ્ધિમાનોને સાચા ઈતિહાસમાં રસ પડે છે અને અલ્પ બુદ્ધિવાળાઓને કલ્પિત અને અદ્ભુત ઘટનાઓનાં વર્ણનોમાં રસ પડે છે. બાળકોને પણ કલ્પિત કહાણીઓ પસંદ પડે છે. તેમનાથી જરા વધુ બુદ્ધિવાળા મોટી ઉંમરના માણસોને પણ સાચા ઈતિહાસને બદલે કલ્પિત અદ્ભુત કથાઓ જ ગમે છે. આને લીધે બનાવટી અદ્ભુત કથાઓ કહેનારા કવિઓ વખણાવા લાગ્યા અને અલ્પ બુદ્ધિવાળા શ્રોતાઓની રુચિ મુજબની રસિકતા લાવવા કલ્પિત અને અદ્ભુત ઘટનાઓનો ઉમેરો થવા લાગ્યો.

પંડિતજી કહે છે કે, ‘મહાભારતનો ઈતિહાસ પણ આવા ઉમેરાઓથી બચવા પામ્યો નહીં.’ આ બાબતે પ્રમાણ આપતાં તેઓ જણાવે છે કે મહાભારતના આદિપર્વના બીજા અધ્યાયમાં જે દરેક પર્વની અધ્યાય સંખ્યા અને શ્ર્લોક સંખ્યા આપેલી છે તે હવે વધારે જોવામાં આવે છે. આદિ પર્વના ૨૨૭ અધ્યાય કહ્યા છે, પણ હાલમાં ૨૩૪ છે. સભાપર્વના ૭૮ અધ્યાય કહ્યા છે, પણ હાલમાં ૮૧ છે વગેરે.

પંડિત રાજારામનું કહેવું છે કે બીજા અધ્યાયમાં જે દરેક અધ્યાય અને શ્ર્લોક ગણાવ્યા છે તે અધ્યાય પણ વ્યાસકૃત નથી, પરંતુ મહાભારતમાં સેળભેળ થતી જોઈ, ભવિષ્યમાં એવું ન થાય તેની તકેદારી રાખવા કોઈ અન્યએ રચેલા છે. શોકની વાત એ છે કે આ અધ્યાય ઉમેરાયા પછી પણ મનસ્વી લેખકોએ મનઘડંત સેળભેળ કરવાનું ચાલુ રાખ્યું. ગ્રંથમાં જેટલી વધારે અદ્ભુત વાતોની ભેળસેળ કરીશું તેટલા અમારી પ્રશંસા કરનારા વધશે એવું ધારીને તેઓ મનમાની ભેળસેળ કરતા રહ્યા હશે.

અદ્ભુત રસની કથાના આવા મનસ્વી ઉમેરાઓને સાબિત કરવા પંડિત રાજારામ એક વિસ્તૃત ઉદાહરણ ટાંકે છે. મઝાની વાત છે.

આદિપર્વ અધ્યાય ૧૨૮, ૧૨૯માં લખ્યું છે કે કૌરવ અને પાંડવ જળક્રીડા કરવા માટે ગંગાતટે ગયા ત્યાં દુર્યોધને ભીમને ભોજનમાં ઝેર આપ્યું. તે ઝેરની અસરથી ભીમ બેશુદ્ધ થઈ ગયો ત્યારે દુર્યોધને એને ગંગામાં ફેંકી દીધો. ભીમ જળની નીચે નાગલોકમાં ચાલ્યો ગયો ત્યાં ઘણા નાગે એને કરડી ખાધો તેથી તેનું ઝેર ઊતરી ગયું અને તેને ભાન આવ્યું. ભાન આવ્યા પછી ભીમ બધા નાગને મારી નાખવા લાગ્યો એટલે કેટલાક નાગ પોતાના રાજા પાસે ગયા. નાગરાજે આવીને એને ઓળખ્યો કે આ તો મારા દોહિત્રનો દોહિત્ર એટલે કે ભીમસેન છે. નાગરાજે ભીમને રસ પીવડાવ્યો અને આઠમે દિવસે તેને શુદ્ધ સ્નાન તથા વિષનાશક ઔષધિઓવાળું ભોજન કરાવીને ઘરે પાછો મોકલ્યો.

મહાભારતના આ પ્રસંગને ટાંકીને એને લોજિકલી સમજાવી એમાંના લૂપહોલ્સ ખુલ્લાં પાડતાં પંડિત રાજારામ કહે છે કે આ કિસ્સામાં એક સાવધાન ઈતિહાસવેત્તા આગળ મહામુશ્કેલી ઊભી થાય છે. તે એ કે પાણી નીચે પાતાળમાં કે પાણીમાં એવો લોક હોય એવું માની શકાતું નથી જ્યાં નાગોની વસ્તી હોય અને બીજું, પાણીમાં આઠ દિવસ કોઈ માણસ જીવતો ન રહી શકે.

વળી જો તે નાગોને ડંખ દેનારા સર્પો માને તો તેઓના રાજાની ભીમ સાથેની સગાઈ માનવામાં આવતી નથી, ભીમ સાથે એ વાતો કરી શકે એવું માનવું અશક્ય છે અને જો નાગોને મનુષ્ય જાતિ માનવામાં આવે તો તેઓ ભીમને ડંખે એવું માની શકાતું નથી.

કથાનો સાચો ઈતિહાસ જોઈએ તો એ એટલો જ છે કે વિષ ચડવાથી ભીમ બેશુદ્ધ થઈને પડ્યો હતો એટલામાં નાગરાજ ત્યાં આવ્યા. નાગરાજે ભીમને ઓળખ્યો કે આ તો મારા દોહિત્રનો દોહિત્ર છે. એટલે તેને ઉપાડીને પોતાને ઘેર લઈ ગયા. તેની સારવાર કરી અને આઠમે દિવસે આરોગ્યસ્નાન કરાવીને ભીમને એના ઘરે પાછો મોકલ્યો.

હવે આ નાગ કોણ હતા અને નાગરાજ કોણ હતા? નાગ તો નાગવંશી ક્ષત્રિય હતા અને નાગરાજ તેમના સરદાર હતા. આ સરદારનો દોહિત્ર યદુવંશી શૂરસેન હતો. શૂરસેનનો દોહિત્ર ભીમસેન હતો કારણ કે કુંતી શૂરસેનનાં પુત્રી હતાં. નાગવંશને તક્ષવંશ પણ કહેતા. તેમના રાજામહારાજાઓનાં ઉપનામ તક્ષ, તક્ષક અથવા વાસુકિ હતાં અને એવાં જ નામોથી તેઓ ઓળખાતા. જેમ કે મિથિલાના રાજાઓ જનકના ઉપનામથી ઓળખાતા હતા.

નાગવંશીઓ ભારતવર્ષમાં પણ અનેક જગ્યાઓએ રહેતા હતા, પરંતુ તેમનું સ્વતંત્ર રાજ્ય અફઘાનિસ્તાન અને તેનાથી પણ દૂર સુધીનું હતું તથા તેની રાજધાની તક્ષખંડ (હાલનું તાશ્કંદ) હતી અને તક્ષશિલા (રાવલપિંડી પાસે) સુધી તેના રાજ્યની હદ હતી. તેમની વસ્તી ભારતમાં પણ કેટલેય ઠેકાણે હતી. ભારત સાથે જ્યારે નાગવંશીઓને સંબંધ ન રહ્યો અને અહીં અવિદ્યા ફેલાઈ ત્યારે તેમનાં અદ્ભુત વર્ણન કરવા માટે કવિઓએ તેમને સાપનાં રૂપક આપ્યાં. સાપ દરમાં રહે એટલે પૃથ્વીમાં નાગલોકની કલ્પના કરી અને ત્યાં જવા માટે ગંગામાં ડૂબકી મારીને કે દર ફોડીને નીચે જવાની કલ્પના કરી, પાતાળલોકની કલ્પના કરી. તેમનાં અને તેમની કન્યાઓનાં દિવ્ય માનુષી રૂપોની કલ્પના કરી. આ રીતે નવલકથાને પણ આંબી જાય તેવી વધુ લોકપ્રિય વાર્તાઓ તૈયાર થઈ.

મહાભારતનો રચનાકાળ તો હજારો વર્ષ પહેલાંનો. પણ આજની તારીખેય વૉટ્સઍપ કે ફેસબુક દ્વારા ફોટોશૉપની કે એઆઈની કારીગરીથી સત્ય કિસ્સામાં કલ્પનાઓ ઉમેરીને ફૉરવર્ડ્ઝ નથી થતાં!

સાયલન્સ પ્લીઝ!

ક્યારેક એક ક્ષણની ગેરસમજણ એટલી બધી ઝેરીલી પુરવાર થતી હોય છે કે આપણે એ જ ક્ષણમાં અગાઉ ગાળેલી હજારો પ્રેમાળ ક્ષણોને ભૂલી જતા હોઈએ છીએ.

– અજ્ઞાત

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi .comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here