( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 9 માર્ચ 2025 )
માનસન્માન બે પ્રકારનાં હોય. રમતગમતમાં બેસ્ટ પરફોર્મન્સ કરનારાઓ પહેલા પ્રકારના સન્માનના અધિકારી છે. લીંબુચમચાની રેસમાં તમારો દીકરો પહેલો આવે કે ૧૦૦ મીટરની સ્પ્રિન્ટમાં કોઈ દોડવીર પહેલો આવે-એની જે કંઈ સિદ્ધિ હોય છે તે તમારી સામે છે. બીજાઓ કરતાં એ આગળ છે તે તમે સ્પષ્ટ જોઈ શકો છો.
ક્રિકેટમાં સૌથી વધારે રન મેળવનાર કે સૌથી વધારે વિકેટ લેનાર ક્રિકેટરની સિદ્ધિ માપવા માટેનાં માપદંડ નિશ્ર્ચિત છે, સર્વમાન્ય છે. ટેનિસ, ફૂટબોલ, બૅડમિંટન, કબડ્ડી કોઈ પણ રમતમાં કોણ વિજેતા છે, કોણ અલ્ટિમેટ સન્માનનું અધિકારી છે એ વિશે ક્યારેય બેમત હોતો નથી.
અહીં આપણે સ્ટીરોઈડવાળી ડ્રગ્સ લઈને પરફોર્મન્સ એન્હેન્સ કરતા ખેલાડીઓને કે મૅચ ફિક્સિંગ વગેરેને ગણતા નથી. કાયદેસર આ બધી બાબતો ગુનાખોરીમાં ગણાય, સ્પોર્ટ્સમાં નહીં.
પણ બીજી કૅટેગરીનું માનસન્માન આવું ક્લિયરકટ નથી હોતું. ઑસ્કાર અવૉર્ડ જીતનારી બેસ્ટ ફિલ્મ બેસ્ટ જ છે એવું છાતી ઠોકીને કોઈ ન કહી શકે. કોઈના મતે એ શ્રેષ્ઠ હોય, કોઈના મતે ન હોય. નૉમિનેશન પામેલી પાંચ કે દસમાંની કોઈ પણ ફિલ્મ તમને અવૉર્ડ વિનિંગ ફિલ્મ કરતાં વધુ ડિઝર્વિંગ લાગે એવું બને. ક્યારેક નૉમિનેશન સુધી ન પહોંચેલી ફિલ્મ પણ તમારી દૃષ્ટિએ શ્રેષ્ઠ ફિલ્મ હોઈ શકે.
આવું જ અભિનયની બાબતમાં, સંગીતની બાબતમાં, દરેક કળાની બાબતમાં. અહીં શ્રેષ્ઠતાની વ્યાખ્યા દરેકના મનમાં જુદી જુદી હોવાની અને એટલે જ અવૉર્ડની તટસ્થતા તથા નિષ્પક્ષતા માટે દરેક વખતે સંદેહ ઊભો થવાનો.
દરેક માનસન્માન, પારિતોષિક, અવૉર્ડ્સને સંદેહથી જ જોવા જોઈએ. તમને એમ લાગે કે આ પારિતોષિક જેને મળ્યું છે તે વ્યક્તિ આના માટે શ્રેષ્ઠ છે તો એને કારણે પારિતોષિક સ્વયં કંઈ વેલ ડિઝર્વ્ડ થઈ જતું નથી, વ્યક્તિ વેલ ડિઝર્વ્ડ છે એવું માનવાનું. ૧૯૭૦ના દાયકામાં ‘બેઈમાન’ નામની ફિલ્મના નિર્માતાએ અવૉર્ડ ખરીદેલા ત્યારે જેમને એ અવૉર્ડ મળ્યા તેમણે પણ આ રસમનો વિરોધ કરીને અવૉર્ડ નકાર્યા હતા. લતા મંગેશકરે જીદ કરીને શ્રેષ્ઠ ગાયિકાનો અવૉર્ડ શરૂ કરાવ્યો અને વખત જતાં એમણે જ બીજાઓને તક મળે એ માટે આ સ્પર્ધામાંથી ખસી જવાની જાહેરાત કરી.
મૅરેથોનમાં કોણ પ્રથમ આવ્યું અને કોણ દ્વિતીય એ નક્કી કરવું બહુ અઘરું નથી. ટેક્નિકલ કામ છે. પણ આ વર્ષે કયા સંગીતકારે શ્રેષ્ઠ મ્યુઝિક આપ્યું, કયા ગીતકારે શ્રેષ્ઠ ગીત લખ્યું, કયા અભિનેતાએ શ્રેષ્ઠ અભિનય કર્યો એ નક્કી કરવાનું કામ સહેલું નથી. એ જ રીતે સાહિત્ય ક્ષેત્રે કોણે આ વર્ષે સારામાં સારી નવલકથા લખી, કોણે સારામાં સારું નાટક લખ્યું વગેરે નક્કી કરવાનું કામ અઘરું છે. ક્યારેક તો આ અઘરું કામ ઔર અઘરું ત્યારે થઈ જાય જ્યારે કોઈ પીઢ, અનુભવી કવિ છેલ્લાં વીસ વર્ષમાં લખાયેલી પોતાની કવિતાઓનો સૌથી પહેલો કાવ્યસંગ્રહ પ્રગટ કરે જેની સામે કોઈ નવોદિત અને જબરજસ્ત તેજસ્વી કવિ છેલ્લા એક વર્ષમાં લખાયેલી પોતાની તાજી રચનાઓનો કાવ્યસંગ્રહ બહાર પાડે. કયા માપદંડો અપનાવીશું આ બે કાવ્યસંગ્રહોની શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે. કોને ઈનામ યોગ્ય ગણીશું. કોને સન્માનપત્રક અને પારિતોષિકની રકમ આપીશું. જે નિર્ણય લેવાશે તે ચર્ચાસ્પદ જ બનવાનો અને વધુ ચર્ચાસ્પદ ત્યારે બને જ્યારે આવાં ઈનામો નિર્ણાયકોની મુનસફીને કારણે બિલકુલ અયોગ્ય વ્યક્તિને આપવામાં આવે.
અમ્પાયર કે રેફરીનો ચુકાદો સાચો છે કે નહીં તે જાણવા માટેનાં પેરામીટર્સ તમારી પાસે છે પણ આ બીજી કૅટેગરીના, જેને આપણે આર્ટ્સ વગેરેના ક્ષેત્રની કૅટેગરી ગણીએ એના, નિર્ણાયકો પોતાનાં વહાલાંદવલાંને નવાજે છે કે પછી યોગ્ય વ્યક્તિને નવાજે છે તે તમે જાણતા હોવા છતાં પુરવાર નથી કરી શકતા. આને લીધે જ આવા અવૉર્ડ આપનારી સંસ્થાઓ ગલીએ ગલીએ ફૂટી નીકળતી હોય છે. આવી દરેક સંસ્થા જાણે છે કે અમારા દ્વારા અપાતા અવૉર્ડ્સની વિશ્ર્વસનીયતા ઊભી કરવી હશે તો દર દસમાંથી બે અવૉર્ડ ડિઝર્વિંગ લોકોને આપી દેવાના જેથી બાકીના આઠ વર્ષ દરમિયાન કોઈ પણ લલ્લુપંજુને આપીશું ત્યારે કોઈ ઊહાપોહ ન કરે. મૅગ્સેસે અવૉર્ડ અરુણ શૌરી અને આર.કે. લક્ષ્મણ જેવા વેલ ડિઝર્વિંગ લોકોને આપી દીધો હોય તો તમે છૂટથી બાકીના વર્ષોમાં લલ્લુપંજુઓને આપી શકો.
ઑસ્કારથી માંડીને નોબેલ અને જ્ઞાનપીઠથી માંડીને સાહિત્ય અકાદમી તથા સાહિત્ય પરિષદ સુધીની તમામ કહેવાતી પ્રતિષ્ઠિત સંસ્થાઓના અવૉર્ડ્સ આ જ ધોરણે અપાતા હોય છે. દાયકા દરમિયાન બે અવૉર્ડ્સ એવી વ્યક્તિઓને આપો જે ઑલરેડી પ્રતિષ્ઠા પામી ચૂકી હોય, પોતાની ટેલેન્ટ સાબિત કરી ચૂકી હોય, જેને આ અવૉર્ડ કે પારિતોષિક મળે કે ન મળે કોઈ ફરક પડતો ન હોય. અને આઠ અવૉર્ડ એવા લોકોને આપો જેમની સાથે તમારા વેસ્ટેડ ઈન્ટરેસ્ટ જોડાયેલા હોય. દરેક સંસ્થાને પોતપોતાના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ હોવાના. કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દુનિયામાં અમુક ચોક્કસ વિચારસરણીની પ્રતિષ્ઠા કરવાનો આશય રાખતી હોય. કેટલીક વળી ચોક્કસ વિચારોને વખોડવાનો આશય ધરાવતી હોય. દેશી કે ગલી કક્ષાની સંસ્થાઓના હોદ્દેદારો એવા લોકોની શોધમાં હોય જેઓ પોતાને કે પોતાના કામકાજને પબ્લિસિટી આપી શકે, પોતાની સંસ્થા વતી લાયઝનનું કામ કરી શકે.
સ્વાયત્ત રીતે કામ કરતી સંસ્થાઓ તો આ બાબતે અવિશ્વસનીય હોય છે જ પણ પદ-પ્રતિષ્ઠા , માનસન્માન, પારિતોષિક, ઈનામઅકરામ— આ બધા ક્ષેત્રમાં જ્યારે સરકાર પ્રવેશે છે ત્યારે અચ્છા અચ્છા હેતુઓ પર પાણી ફરી વળતું હોય છે. રાજામહારાજાઓ એક જમાનામાં જે કામ કરતા તે હવે સરકાર કરે છે-રાજ્યાશ્રય આપવાનું કામ, જે ભયંકર છે, ડેન્જરસ છે. બહાદુર સૈનિકોને વીર ચક્ર અને પરમવીર ચક્ર આપવાની બાબતમાં પણ રાજકારણ ખેલાતું હોય અને પોતાના ફેવરિટ્સને આગળ ધરીને જે ખરેખર આ ચંદ્રકોને લાયક હોય એમને અવગણવામાં આવતા હોય ત્યારે બાકીનાં ક્ષેત્રોની ક્યાં વાત કરવી.
સ્વાયત્ત હોવાનાં ગાણાં ગાતી સંસ્થાઓની જેમ સરકારી ઈનામોમાં ખુશામતખોરી, નેટવર્કિંગ, ચાલબાજી અને સેલ્ફ પ્રમોશન કી વર્ડ્ઝ છે. અહીં પણ ટુ ઈઝ ટુ એઈટનો રેશિયો લાગુ પડે. દર દસે બે સન્માન યોગ્ય વ્યક્તિને આપી દેવાનાં જેથી બાકીનાં આઠ તમે તમારાં વહાલાંઓને, તમારી પગચંપી કરનારાઓને આપી શકો. સાહિત્યની સ્વાયત્ત સંસ્થાઓ હોય કે પછી ભારત સરકાર કે રાજ્ય સરકાર તરફથી અપાતાં સન્માનો હોય, એ તમામ નિશ્ર્ચિતપણે આવાં જ હોવાનાં. સંરક્ષણના ક્ષેત્રની જે વાત કરી તે જ વાત શિક્ષણના ક્ષેત્રને લાગુ પડે, પોલીસ ચંદ્રકોમાં લાગુ પડે, સમાજસેવા, કળા ઈત્યાદિ તમામ ક્ષેત્રને લાગુ પડે.
સરકારી સન્માનોમાં પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ પારિતોષિકોનું આગવું મહત્ત્વ છે. પત્રકારત્વ-લેખન-સાહિત્ય ક્ષેત્રની વ્યક્તિઓ સિવાય કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિઓ આ પદ્મ અવૉર્ડ્સ સ્વીકારે તે જુદી બાબત છે અને પત્રકાર-લેખક-સાહિત્યકાર એ સ્વીકારે તે સાવ જુદી વાત છે—આ લોકો વિચારકો છે, એમના વિચારો જ્યારે સમાજ સુધી પહોંચે છે ત્યારે એની અસર લોકોના દિલોદિમાગ પર પડતી હોય છે. તમે કોઈ સાબુની ફેક્ટરી ચલાવતો હો અને તમારો પ્રોફિટ વધારવાના હેતુથી, તમારી પ્રોડક્ટ સમાજ સુધી પહોંચે એવી રીતે પ્રચાર કરતો હો કે આ સાબુ તમારા માટે શ્રેષ્ઠ છે તે એક અલગ વાત થઈ પણ તમે એક પત્રકાર-લેખક-સાહિત્યકાર હો અને તમારા સન્માનમાં ઈજાફો થાય, તમને પદ્મ અવૉર્ડ (કે રાજ્યસભાની સીટનું નૉમિનેશન) મળે એ આશયથી તમે ચોક્કસ પ્રકારના વિચારો વ્યક્ત કરતા લેખો-પુસ્તકો-કવિતાઓ લખો કે પ્રવચનો કરો તો તમે સમાજ માટે ડેન્જરસ છો. તમે સારું કામ કર્યું હોય ને તમારા એ કામનો જશ કોઈ બીજું ઝૂંટવી જાય એના કરતાં વધારે ખરાબ પરિસ્થિતિ એ છે કે તમારી મિડિયોક્રિટીને પોખવવામાં આવે.
પાન બનારસવાલા
કોઈના પર વિશ્વાસ મૂકાય કે નહીં તે નક્કી કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે એના પર વિશ્વાસ મૂકી જુઓ.
-અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
ગાંધીજીને નોબેલ પ્રાઇઝ સન્માનથી વંચીત રાખીને નોબેલ પુરસ્કારની જ ગરીમા અભડાઈ, સન્માન કર્યુ હોત તો નોબેલ સંસ્થાની વિશ્ર્વસનીયતા વધી હોત.