( ન્યુઝવ્યુઝ, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: મંગળવાર, ૨૯ એપ્રિલ ૨૦૨૫)
આ સાથે જે ચીતરી ચડે એવી તસવીર છે તે એક ફોર સ્ટાર હૉટેલના ટોયલેટની છે. તમે જોઈ શકો છો કે આ જગ્યામાં હૉટેલના માલિક/સંચાલક/સ્ટાફે ખાવાની કઈ કઈ ચીજો સ્ટોર કરેલી છે. બ્રેડના પેકેટો ઉપરાંત જ્યુસના ટેટ્રાપેક છે, ઠંડા પીણાની બોટલો છે, પર્યટકોને લંચ/નાસ્તો પેક કરી આપવા માટેનાં કન્ટેનર્સ છે, અથાણાની બરણી છે અને…અને બાંધેલો લોટ પણ છે.
આ હૉટેલ પહેલગામની છે. આતંકવાદી ઘટના બની એના થોડાક દિવસ પહેલાં મારા અંગત મિત્ર પોતાના કુટુંબ તથા એક્સટેન્ડેડ ફૅમિલીના સભ્યો સાથે આ હૉટેલમાં રોકાયા હતા. એમનું ધ્યાન આ જગ્યા પર પડ્યું ત્યારે ખબર પડી કે હૉટેલનો કેવો કારભાર છે. હૉટેલમાં ઉતરેલા તમામ પર્યટકો હિન્દુ હતા. જાણ થઈ કે એ લોકો હિન્દુ પર્યટકોને કેવી રીતે ટ્રીટ કરે છે. એ પછી હજુ બે દિવસ ત્યાં જ રોકાવાનું હતું. પૈસા એડવાન્સમાં ભરાઈ ગયા હતા. ફુલ પેકેજ હતું. છતાં એ બે દિવસ દરમિયાન કોઈએ આ હૉટેલમાં મળતા ભોજન/નાસ્તાનો એક દાણો મોઢામાં મૂક્યો નહીં.
આ તસવીર બીજા કોઈએ મને દેખાડી હોત તો મારા મનમાં સહેજ શંકા હોત. પણ નિલેશ સંગોઈ મારા અંગત મિત્ર છે. વિશ્વાસુ છે. સ્વસ્થ છે. ભારત દેશના સાચા નાગરિક છે. પાકા દેશપ્રેમી છે. અને કોઈપણ ધર્મ માટે જરા સરખો પણ અભાવ નથી એમને. જૈન છે.
આ નાનકડો લેખ હિંદુ-મુસ્લિમની કોઈ ભાવના ભડકાવવા માટે નથી જ નથી. પણ કાશ્મીરમાં કેટલીક જગ્યાએ ટુરિસ્ટો પ્રત્યે કેવો વર્તાવ થાય છે એનું આ એક ઉદાહરણ છે. કાશ્મીરમાં ચોખ્ખાઈનો, હાઈજિનનો પાકો ખ્યાલ રાખતી હૉટેલો પણ જરૂર હશે. પણ આ હૉટેલ એવી નથી. હૉટેલનું નામ છે ‘પહેલગામ શોર’( શોર મતલબ ઘોંઘાટ નહીં પણ કિનારો, નદીનો ). હૉટેલની બહારની ભવ્યતા જુઓ. અંદરનાં રૂમોની સાજસજ્જા જુઓ ( આ બધી તસવીરો હૉટેલની વેબસાઈટ પરથી લીધેલી છે).
તમે તરત ઇમ્પ્રેસ થઈ જાઓ. એટલું જ નહીં આ હૉટેલને રેટિંગ આપનારા ગ્રાહકોએ એના મોંફાટ વખાણ પણ કર્યાં છે. એક ગુજરાતી બહેને તો ફાઈવસ્ટાર રેટિંગ આપીને ત્યાં સુધી લખ્યું છે કે : ‘અહીંનું ફુડ વેરી નાઇસ છે અને સ્પેશ્યલી આય લવ્ડ ખિચડી. સ્ટાફ બધી રીતે હેલ્પફુલ અને પોલાઇટ છે.’ આ બહેન પેલી ચીતરી ચડે એવી તસવીર જોશે ત્યારે એમને જરૂર વૉમિટ થશે. બીજા એક ગુજરાતી બહેન પણ ફાઇસ્ટાર આપીને લખે છે, ‘લોકેશન ઑસમ, ફુડ ઇઝ ગ્રેટ, સ્ટાફ ઇઝ વેરી કોઓપરેટિવ.’ આ સિવાય પણ હૉટેલના ફુડનાં વખાણ કરનારા બીજા ઘણા રિવ્યુઝ છે. જોઈ લેજો.
કહેવાનો મતલબ એ છે કે કોઈને પેલા ટૉયલેટમાં પડેલી ફુડ આઈટમ્સ નજરે પડતી નથી ( આ બધા જ રિવ્યુઝ નિલેશ સંગોઈના પરિવારજનો પહેલગામમાં હતા તેની આસપાસની તારીખોના જ છે). ખાદ્ય સામગ્રી રાખવાની ‘વિશિષ્ટ જગ્યા’ ઉપરાંત આ ‘ઑસમ અને ટેસ્ટી’ ફુડને હલાલ કરવા માટે હૉટેલવાળા શું કરતા હશે ને શું નહીં તે કલ્પનાનો વિષય છે. આપણે પુરાવા વિના કંઈ ન કહી શકીએ. હૉટેલની વેબસાઈટ પર ’75 આઝાદી કા અમૃત મહોત્સવ’નો લોગો પણ તમને દેખાશે. ‘G20, ભારત : 2023’નો લોગો પણ દેખાશે.
નિલેશ સંગોઈનો પરિવાર અમુક લાખના ખર્ચે કાશ્મીર ફરીને આવ્યો. દર વર્ષે સેંકડો કરોડ રૂપિયાની કમાણી કાશ્મીરીઓ પર્યટનના વ્યવસાયમાંથી કરે છે. ભારતમાં અતિથિ જો દેવ સમાન ગણાતા હોય તો કાશ્મીર શું ભારતથી અલગ છે? શા માટે ત્યાં અતિથિઓને દેવ જેવું સન્માન, દેવને ધરવામાં આવે એવો ચોખ્ખો-હાઈજેનિક ભોજનપ્રસાદ ન આપી શકાય?
આટલું વાંચીને મહેરબાની કરીને કોઈ પૂછશો નહીં કે મોદી શું કરે છે? પૂછશે એને મારા તરફથી એક ડિજિટલ થપ્પડ મારવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં પર્યટન ખાતું મુખ્યમંત્રી ઓમાર ફારૂક અબ્દુલ્લાને હસ્તક છે. પૂછવું હોય તો એમને જઈને પૂછો.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
આ government તરફી પ્રોપોગંડા story છે કોઈ ૪ સ્ટાર હોટલ ટોઇલેટ માં શુકામ રાખે ખાવાની વસ્તુ આ ફક્ત અને ફક્ત હિન્દુ મુસ્લિમ કરવાનું વ્યવસ્થિત કાવત્રુ છે અને શ્રી માન સૌરભ શાહ જેવા લોકો આગ માં ઘી નાખવાનું કામ કરી રહ્યા છે અફસોસ એ મેરે પ્યારે વતન