તુમ જો પકડ લો હાથ મેરા : સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ’ : ન્યુઝપ્રેમી ડૉટ કૉમ. શુક્રવાર, ૨૭ જૂન ૨૦૨૫)

27 જૂન 1939ના દિવસે એમનો જન્મ. 1994ની ચોથી જાન્યુઆરીએ માત્ર 54 વર્ષની ઉંમરે તેમણે અકાળે વિદાય ન લીધી હોત તો આજે તેઓ 86 વર્ષના થયા હોત.

રાહુલ દેવ બર્મનની આજે વર્ષગાંઠ. મારા ઘરમાં મારા પરદાદા સબૂરદાસ છગનલાલ શાહ અને શ્રીજીબાવાની તસવીરોની સાથે આર. ડી. બર્મનની તસવીર છે.

આર.ડી.વાળી ફ્રેમની ‘પાછળ’ એક નાનકડો ઇતિહાસ છુપાયેલો છે. સાત-આઠ વર્ષ પહેલાં મારા એક યુવાન વાચકે મારું ઑઇલ પેઇન્ટિંગ બનાવીને મારા ઘરે આવીને મને ભેટ આપ્યું. મને ખૂબ સારું તો લાગ્યું, પણ મારા જ ઘરમાં મારું તૈલચિત્ર લટકાવવાને હજુ ચારેક દાયકાની વાર હોવાથી મેં ફ્રેમ ખોલીને મારું પોર્ટ્રેટ એમનું એમ રહેવા દઈને પંચમદાનું બ્લૅક એન્ડ વ્હાઈટ પોસ્ટર, જેને મેં ઘણા વખતથી ફ્રેમ વિના જ ટેગ બૉર્ડ પર લગાવી રાખેલું તે, મૂકી દીધું. પંચમદાની પાછળ જે નથી દેખાતી તે મારી તસવીર છે. આ ફ્રેમની ‘પાછળ’નો આટલો ઇતિહાસ તમારી સાથે આજે પહેલીવાર શેર કરું છું.

મારા દીવાનખંડમાંથી જતાં આવતાં હું જ્યારે જ્યારે પંચમદાની આ તસવીર જોઉં ત્યારે મને લાગતું કે કંઈક ખૂટે છે. શું ખૂટે છે તે ખબર નહોતી પડતી. હાર-બાર તો લગાવવાનો હોય જ નહીં. આર.ડી. અમર છે. આપણી વચ્ચે જ છે અને સદાકાળ રહેવાના છે. એક વખત ફેસબુક પર મેં મ્યુઝિકલ નોટ્‌સની રેપ્લિકા વેચાતી જોઈ. તરત જ ઑર્ડર આપી દીધો. આવ્યા પછી થયું કે આને મૂકીશું કેવી રીતે? ફૅબઇન્ડિયા પરથી મને સીસમના લાકડાનું સ્ટૅન્ડ મળી ગયું. મારા મિત્ર નીલેશ સંગોઈને એ સ્ટૅન્ડ બતાવીને કહ્યું કે આર.ડી.ની ફ્રેમની નીચે લાગશે ત્યારે એમણે હસીને કહ્યું : એના પર રોજ ઘીનો દીવો પ્રગટાવજો! મેં પછી એમને પેલી મ્યુઝિકલ નોટ્‌સ દેખાડીને કહ્યું આ છે ચોવીસે કલાકનો અખંડ દીવો. થોડા દિવસ પછી મને થાળીવાજાની પ્રતિકૃતિ કોઈ ઑનલાઇન સાઈટ પર દેખાઈ અને એ પણ આવી ગઈ.

બે દિવસ પહેલાં મિસ્ત્રીને બોલાવીને સ્ટૅન્ડ ફિટ કરાવી દીધું અને આજના શુભ દિવસ માટેની પૂરી તૈયારી થઈ ગઈ.

બીજી એક મજાની વાત જે ગયા અઠવાડિયે બની. તમને ખબર છે કે આર.ડી. બર્મન વિશે બનેલી બે કલાકની એક ડૉક્યુમેન્ટરી પાછળ હું કેટલો પાગલ છું. 2008માં મેં આ દસ્તાવેજી ફિલ્મની ડીવીડી ખરીદી. અનેક મિત્રોને ભેટ આપી છે. દર વર્ષે કમ સે કમ બે વાર જોઈ છે અને દરેક વખતે એની છેલ્લી પંદર-વીસ મિનિટ દરમિયાન હું ધ્રુસકે ધ્રુસકે રડ્યો છું. આજે સાંજે ફરી આ પ્રોગ્રામ થવાનો છે. એ ડ઼ૉક્યુમેન્ટરીનું નામ છે ‘પંચમ અનમિક્‌સ્ડ: મુઝે ચલતે જાના હૈ’. એના દિગ્દર્શક-નિર્માતા-સર્જક છે બ્રહ્માનંદ એસ. સિંહ. વર્ષો પહેલાં મારા મિત્ર અજય શેઠે મને એમની ઓળખાણ કરાવેલી. અજય શેઠ બિઝનેસમૅન છે અને એમની પાસે આર.ડી. વિશે પાંચ-છ પીએચ.ડી.ની થીસિસ લખાય એટલું નૉલેજ છે. એમની સાથેનો મારો ઇન્ટરવ્યૂ તમને યુટ્યુબ પર મળી જશે.

તો બ્રહ્માનંદ સિંહ ગયા અઠવાડિયે એક કાર્યક્રમમાં મળી ગયા. પાછા આવતાં અમે વાતોએ વળગ્યા. અંધેરી લોખંડવાલાના એમના ઘરે જતાં રસ્તામાં પવઈ આવે. મારા આમંત્રણથી ચાનાસ્તા માટે ઘરે આવ્યા. કુલ બે કલાકથી વધુ સમય માટે વાતો કરીને મોડી રાત્રે છૂટા પડ્યા. આર.ડી.ની ડૉક્યુમેન્ટરી વિશે, એ પછી જગજિત સિંહ વિશેની ડૉક્યુમેન્ટરી ‘કાગઝ કી કશ્તી’ વિશે અને અત્યારે જે વિષય પરથી દસ્તાવેજી ફિલ્મ બનાવી રહ્યા છે તેના વિશે વાતો જ વાતો થઈ. બાત નીકલેગી તો ફિર દૂર તલક જાયેગી એ ન્યાયે એમની અને મારી પર્સનલ લાઇફના પેરેલલ્સ વિશે પણ વાત થઈ.

બ્રહ્માનંદ સિંહ વિદાય લેતા હતા ત્યારે મેં એમને આર.ડી.ની ફોટો ફ્રેમ નીચે સ્ટૅન્ડ કેવી રીતે લાગશે અને એના પર શું શું મુકાશે એની પણ વાત કરી.

તો મિત્રો, આજે પંચમજયંતિ નિમિત્તે તમારી સાથે પંચમની, બ્રહ્માનંદ સિંહની અને મારા ઘરની કેટલીક તસવીરો શેર કરું છું.

‘પંચમ અનમિક્‌સ્ડ: મુઝે ચલતે જાના હૈ’ તમને એમેઝોન પ્રાઈમ, ઍપલ ટીવી વગેરે ઘણી જગ્યાએ જોવા મળશે. યુટ્યુબ પર પણ બ્રહ્માનંદ સિંહની કંપની ‘મોબિઅસ ફિલ્મ્સ’ ( Mobious Films) દ્વારા આ ડોક્યુમેન્ટરીના નાના-નાના ઘણા ટુકડા તમને જોવા મળશે. આખી સળંગ જોવી હોય તો તે પણ મામુલી ખર્ચે યુટ્યુબ પર મળશે. આ બે કલાકની ફિલ્મ પછી બ્રહ્માનંદે સારું કામ એ કર્યું કે ‘નોઇંગ પંચમ’ નામની પાંચ (5) કલાકની ફિલ્મ બનાવી જેમાં બે કલાકની ‘પંચમ અનમિક્‌સ્ડ’ના એડિટિંગ વખતે જે કંઈ લગડીદાર માલ બાજુએ મૂકી દેવો પડ્યો હતો તે બધો જ સામેલ છે. બે કલાકવાળી ફિલ્મ જોયા પછી પાંચવાળી પણ જોજો. આ બધું જ પેન ડ્રાઈવ વગેરેમાં મળે છે. ગૂગલ સર્ચ કરશો તો મળી જશે.

આર.ડી. બર્મન વિશેના અનેક લેખો ન્યૂઝપ્રેમી ડૉટ કૉમ માટે મેં લખેલા છે. સર્ચ કરશો તો આખો દિવસ પંચમમય થઈ જશો એટલું સાહિત્ય મળશે. મારા માટે આજે બમણા ઉત્સવનો દિવસ છે. એક તો અષાઢી બીજની રથયાત્રાનો ઉત્સાહ છે, કચ્છી નવવર્ષનો પવિત્ર દિવસ છે. ઉપરાંત 27 જૂન છે- આર.ડી.જયંતિનો અવસર છે. બેઉ ઉજવણી નિમિત્તે સૌને શુભેચ્છાઓ.

રાજેશ ખન્નાની ‘મેરે જીવનસાથી’ ફિલ્મ માટે આર.ડી. બર્મને કમ્પોઝ કરેલા એક ખૂબ જાણીતા ગીતના ત્રીજા અંતરામાં જે પંક્તિ આવે છે તેને મારા વાચકો, મિત્રો, પ્રિયજનો, સ્વજનોને અર્પણ કરીને સમાપન કરું: “યું તો અકેલા હી અક્‌સર ગીર કે સંભલ સકતા હું મૈં / તુમ જો પકડ લો હાથ મેરા દુનિયા બદલ સકતા હું મૈં.”

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. ” માંગા હૈ તુમહે દુનીયા કે લીયે / અબતો સનમ ફૈસલા કીજીયે….. ઓ મેરે દીલ કે ચૈન…. ટીનંગણીંગ ટીનંગણીંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here