( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 11 ઑગસ્ટ 2024)
વ્યક્તિ ક્યા વાતાવરણમાં નાનપણથી ઉછરે છે અને અત્યારે એની આસપાસ કેવું વાતાવરણ છે એના પર એના ઘડતરનો અને એની પ્રગતિનો કેટલો મોટો આધાર છે એ આપણે સૌ જાણીએ જ છીએ. એના વિશે થોડીક અલગ દૃષ્ટિએ વાત કરીએ કારણ કે એક રિસર્ચ જર્નલમાં પ્રગટ થયેલું એક સંશોધન આ બાબતને વૈજ્ઞાનિક આધાર પૂરું પાડે છે. હાલાંકિ, આ રિસર્ચ તદ્ન જુદી બાબતે, જુદા હેતુથી થયેલું છે પણ એનાં તારણોને મેં મારી રીતે આ લેખના પહેલા વાક્ય સાથે જોડીને નવાં તારણો તારવવાની કોશિશ કરી છે.
રિસર્ચ એ બાબતનું થયેલું છે કે કાનૂન-ગુનાખોરીની દુનિયામાં અનેક વખત એવું શું કામ જોવા મળે છે કે આરોપી નિર્દોષ હોય છતાં એને સજા થાય અને બહુ મોડેથી ખબર પડે કે એને ખોટી રીતે સજા થઈ છે? ભારતમાં પણ એવા કિસ્સા ઘણા હશે પરંતુ આપણી પોલીસ અને અદાલતો પોતાની ભૂલ કબૂલ કરતી નથી. અમેરિકા વગેરેમાં રૉન્ગફુલ કન્વિક્શનના કિસ્સાઓ ઘણા બહાર આવતા થયા છે. આવા કિસ્સાઓમાં મોટે ભાગે તો આરોપીએ પોતે જ ગુનાની (ખોટેખોટી) કબૂલાત કરી લીધી હોય છે. અમેરિકન કાનૂનમાં પ્લી બાર્ગેનિંગ નામની એક સુવિધા છે. તમે કોર્ટમાં ગુનો કબૂલ કરી લો તો એ ગુનાની જે મહત્તમ સજા હોય તેના કરતાં ઓછી સજા મેળવીને તમે ‘છટકી’ જઈ શકો છો. કબૂલાત ન કરો અને કોર્ટની કાર્યવાહી દરમ્યાન ગુનો પુરવાર થાય તો પેલી ઓછી સજાની ઑફર કરતાં ઘણી વધારે સજા ભોગવવી પડે એવું બને. એટલે ઘણી વાર આરોપી ગુનાની કબૂલાત કરી લેતો હોય છે અને કયારેક તો પોતે ન કરેલા ગુનાની પણ કબૂલાત કરી લે છે.
માણસ શું કામ પોતે ન કરેલા ગુનાની કબૂલાત કરતો હશે? રિસર્ચ આ બાબતે થયું. સંશોધનકારે તારણો આપતાં કહ્યું છે કે પોલીસ દ્વારા ઈન્ટરોગેશેન દરમ્યાન માત્ર થોડા જ કલાકોમાં આરોપીના દિમાગમાં એણે ભૂતકાળમાં ન કરેલા ગુના વિશેની ‘ફૉલ્સ મેમરી’ ઘૂસાડી શકાય છે, ઘૂસાડાતી હોય છે. ઈન્ટરોગેશન તો બહુ મોટો શબ્દ થયો, માત્ર ત્રણ કલાકના ‘ફ્રેન્ડલી ઈન્ટરવ્યૂ’ દરમ્યાન પોલીસ આરોપીને એના ભૂતકાળ વિશે ઝીણી ઝીણી એવી ખોટી વિગતો આપે જેનાથી આરોપી માનતો થઈ જાય કે હા, એ ઉંમરે મેં જરૂર એવું કૃત્ય કર્યું જ હશે.
રિસર્ચ દરમ્યાન ૩૦ નિર્દોષ વ્યક્તિઓ પર આ અખતરો કરવામાં આવ્યો. દરેકને વ્યક્તિગત રીતે કહેવામાં આવ્યું કે ટીનએજ દરમ્યાન તમે ફલાણો ગુનો કર્યો હતો (જે એમણે ક્યારેય કર્યો જ ન હોય એવો ગુનો). ૩૦માંના ૨૧ એટલે કે ૭૧ ટકા જેટલા લોકોમાં આ ફૉલ્સ મેમરી ઘૂસી ગઈ. ત્રીસમાંના વીસ જણને કહેવામાં આવ્યું, ધીરે ધીરે વિગતો આપીને – ફ્રેન્ડલી એન્વાયર્મેન્ટમાં, કે તમે (શસ્ત્ર વિના કે શસ્ત્ર સાથે) અમુક પ્રકારે કોઈના પર હુમલો કર્યો હતો. આ વીસમાંથી ૧૧ જણાએ પોતાનામાં ઘૂસેલી ફૉલ્સ મેમરીને કારણે વિગતવાર વર્ણન કર્યું કે કેવી રીતે પોતે ગુનો કર્યો અને કેવી રીતે એમણે પોલીસ પકડી ન શકે એવાં જુઠ્ઠાણાં ચલાવ્યાં. આ જ રીતે ભૂતકાળના કોઈ ઈમોશનલ (ક્રિમિનલ નહીં) બનાવ માટેની ફૉલ્સ મેમરી ઘૂસાડવાનો અખતરો પણ ૭૬.૬૭ ટકા ઉમેદવારો પર સફળ થયો. આ બધા જ ઉમેદવારો પોતાનામાં ઘુસાડવામાં આવેલી ફૉલ્સ મેમરીને કારણે પૂરા કૉન્ફિડન્સ સાથે એ બનાવની રજેરજ વિગતો બોલતા થઈ ગયેલા.
આ સંશોધન પરથી હવે મારું તારણ. નાનપણથી જ તમને માબાપ તરફથી કહેવામાં આવતું હોય કે તું તો સાવ ડોબો છે, મોટો થઈને તું કશું ઉકાળવાનો નથી, તારે બદલે મારે પેટે પાણા પાક્યા હોત તો સારું, તું અભિમાની અને સ્વાર્થી છે, તને બીજાઓની કંઈ પડી જ નથી, તો મોટા થઈને તમે એવા જ બની જાઓ એવી ઘણી મોટી શક્યતા છે. ત્રણ જ કલાકના ફ્રેન્ડલી એન્વાયર્મેન્ટ દરમ્યાન જો તમારા દિમાગમાં ફૉલ્સ મેમરી ઘૂસી જતી હોય તો અહીં તો ફૅમિલીનું વાતાવરણ છે, જેમના પર તમારા અસ્તિત્વનો આધાર છે એવાં માબાપ છે, તમારી કૂમળી ઉંમર છે અને ત્રણ કલાક નહીં, ત્રણ દિવસ કે ત્રણ મહિના નહીં, ત્રણ વરસ પણ નહીં – વરસો સુધી તમે આ જ વાત તમારાં માબાપ કે ભાઈબહેન કે સગાં કે આસપાસના લોકો તરફથી સાંભળતા રહો તો સ્વાભાવિક છે તમારામાં આ ગ્રંથિ બંધાઈ જ જવાની કે આયમ ગુડ ફૉર નથિંગ.
આવું જ મોટા થયા પછી પણ બની શકે. દાંપત્યજીવનમાં તમારી પત્ની સતત તમને સંભળાવ્યા કરતી હોય, બીજાઓની સાથે સરખામણી કરીને તમને ઉતારી પાડતી હોય કે વારેવારે તમને ટોણા મારીને તમારા સેલ્ફ એસ્ટીમને કચડ્યા કરતી હોય તો તમે ધીરે ધીરે આ બધી વાતોને સાચી માનીને, આ ફૉલ્સ મેમરી તમારા મનમાં સ્થાયી કરીને, પત્ની તમને જેવા માને છે એવા બની જ જવાના. પત્નીની બાબતમાં પણ સેમ આવું, ડિટ્ટો, બનતું જ હોય છે.
આનો ઉપાય શું? નાનપણમાં જે છોકરા-છોકરી એવા વાતાવરણમાં ઉછરી રહ્યા હોય એમને જો અનાયાસે અથવા તો આયાસપૂર્વક આવા વાતાવરણથી દૂર થઈ જવાની તક મળી જાય – એવાં માબાપ/મિત્રો/સગાં/પાડોશીઓથી સલામત અંતરે રહેવાની તક મળી જાય તો તેમણે પોતાની પ્રતિભા પૂરેપૂરી ખિલવવાની તક મળી જાય. મોટા થયા પછી પતિને કે પત્નીને આવા નૅગિંગ, કંકાસભર્યા વાતાવરણથી છેટા રહેવાની સગવડ મળી જાય તો એ પણ પોતાની પ્રતિભાને ખિલવી શકે.
ભૂતકાળનું તો જે થવાનું હતું તે થઈ ગયું. આજે પણ જો તમને લાગતું હોય કે કોઈના કારણે તમારામાં આવી ફૉલ્સ મેમરી ઘૂસી રહી છે તો તમારે શું કરવું એની હવે તમને ખબર છે. ભૂતકાળનું તો હવે કંઈ થઈ શકવાનું નથી કારણ કે ભૂતકાળના કિસ્સાઓ ભૂંસી શકાતા નથી, ડીલીટ કરી શકાતા નથી. જાવેદ અખ્તરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે: “જો તમને તમારા વર્તમાનથી સંતોષ હોય, તમારી લાઈફ વિશે કોઈ મેજર ફરિયાદો ન હોય તો, તમને ગમે કે ન ગમે તમારે તમારા પાસ્ટને અન્કંડિશનલી સ્વીકારી લેવો જ જોઈએ… ચૉઈસ નહીં હૈ. જે ઘડીએ તમે તમારા જીવનની સ્ક્રિપ્ટમાંથી સીન નં. ૩૨ કાઢી નાખશો તે જ ઘડીએ સીન નં. ૭૮, સીન નં. ૯૭ પણ તમારે ડીલીટ કરી નાખવા પડશે!”
પાન બનારસવાલા
ફરિયાદો કરીને વિક્ટિમ તરીકે સહાનુભૂતિ મેળવ્યા કરવાથી કશું નહીં વળે. જે અણગમતી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે તેને દૂર કરીને અથવા બદલીને કે પછી સ્વીકારી લઈને જિંદગીમાં આગળ વધો. અન્યથા ત્યાંના ત્યાં રહીને ફેંકાઈ જશો, દુનિયા માટે નકામા બની જશો.
—અજ્ઞાત્
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Sir,
અફસોસ સાથે ઘણી બધી વાતો કરવાની છે…
But in short,
Boss 10 વર્ષ थी આ wakqf board bill સુધારા/ illinimation આવવાની રાહ જોઈ રહ્યા હતા…BJP ने હવે જ્યારે opposition strong થયું પછી યાદ આવ્યું..???
Secondly ,
110 seats લઈને કોંગ્રેસ તેને પસાર કરાવી શકી, જ્યારે આપણે 335 seats 10 વર્ષ અને now 240 seats chhata
पास नही karavi શકતા …
Kaik તો છે જે તેઓમાં વધું છે અને આપણાં ma કમી છે.
FYI..I m very strongly in love with BJP.