(‘લાઉડમાઉથ’, સંદેશ, અર્ધ સાપ્તાહિક પૂર્તિ: બુધવાર, ૧૧ ડિસેમ્બર ૨૦૨૪)
કેટલીય એવી વાતો છે જે યુગોથી આપણે સાંભળતા આવ્યા છીએ પણ હજુ ય જીવનમાં એને સ્થાન નથી આપ્યું. આ વાતો અમલમાં નથી મૂકાઈ એનું કારણ એ હોય કે એટલી બધી વખત સાંભળી લીધી છે કે હવે એમાંની નવીનતા, એમાંનું આકર્ષણ, એમાં રહેલા સંદેશની સ્પષ્ટતા – બધું ય ખોવાઈ ગયું છે. કદાચ એવું પણ હોય કે જે વાત વારંવાર કહેવાતી હોય એના પ્રત્યે મન આપોઆપ બેધ્યાન બની જતું હોય, ક્યારેય કોઈનીય સાથે સરખામણી કરવી નહીં – એવું જ એક વાક્ય છે જે હજારો વખત સાંભળ્યું પણ અમલમાં મૂકવાનો વિચાર પણ આવ્યો નહીં.
આપણે સરખામણી બીજાની સાથે કરતા હોઈએ છીએ. પણ બીજા પર તમારો કોઈ કાબૂ હોતો નથી. એના વર્તન પર, એના પ્લાનિંગ પર, એની વિચારસરણી પર, એની પરિસ્થિતિ પર તમારો કોઈ કન્ટ્રોલ નથી. આપણે જ્યારે કોઈની સાથે આપણી કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે હંમેશાં ખોટનો ધંધો કરીએ છીએ. કારણ કે જે બાબતો પર આપણો કોઈ કાબૂ નથી એની સાથે આપણી સરખામણી કેવી રીતે થઈ શકે?
સરખામણી કરીને આપણે આપણું વિશ્વ સંકુચિત કરી નાખીએ છીએ. આપણે આપણી સરખામણી કોની સાથે કરીએ? મોટેભાગે એવી વ્યક્તિઓ સાથે જે આપણી આસપાસ હોય અથવા જેમની આસપાસના વર્તુળમાં આપણો સમાવેશ થતો હોય. અથવા એવી વ્યક્તિઓ સાથે જેમના વિશે આપણે આપણી નજીકના દોસ્તો-સગાં-પરિચિતો વિશે કંઈક સાંભળ્યું હોય. ધીરુભાઈ પોતાની સરખામણી ભૂલેશ્વરની એમની ચાલીની રૂમના પાડોશીઓ સાથે કરતા રહ્યા હોત એ ક્યરેય મોટા માણસ ન બની શક્યા હોત, બહુ બહુ તો પાડોશી કરતાં બે-ચારગણા વધારે પૈસાદાર બન્યા હોત અને એ જ ચાલીમાં બે દીકરાઓ મોટા થાય તો એમને પરણાવીને જુદા કાઢવા માટે બે વધારાની રૂમ ખરીદી લીધી હોત. શાહરૂખ ખાને બાન્દ્રાના નાનકડા ફ્લેટમાંથી બેન્ડ સ્ટેન્ડ પરના લેન્ડમાર્ક બંગલો (જેને એણે મન્નત નામ આપ્યું) સુધીની છલાંગ મારી કારણ કે એ પોતાની સાથેના બીજા અભિનેતાઓ બેને બદલે ચાર કે ચારને બદલે છ બેડરૂમના ફ્લેટ્સમાં રહેવા જાય છે એવી સરખામણી કરતો નહોતો. કરી હોત તો મન્નત સપનામાં જ રહી જાત.

સરખામણી તમને તમારી અસલી શક્તિનો પરિચય નથી આપતી. તમને નાનકડા ચોકઠામાં ગોંધી રાખે છે. સરખામણી તમારા કમ્ફર્ટ ઝોનને તમારું પાંજરું બનાવવાનું કામ કરે છે. બીજાઓ સાથે સરખામણી કરીએ છીએ ત્યારે બીજું એક નુકસાન જે થાય છે તે આ જ કે આપણે બીજાઓની શક્તિને જોઈને વિચાર્યા કરીએ છીએ કે મારામાં તો આ ટેલન્ટ છે જ નહીં. પછી એ ટેલન્ટ કલ્ટિવેટ કરવા આપણે ધમપછાડા કરીએ છીએ. આપણે સમજતા નથી કે બીજામાં જેવી યુનિકનેસ છે, એવી જ યુનિકનેસ તમારામાં પણ છે. એનામાં જે ટેલેન્ટ છે તમારામાં નથી તો તમારામાં જે ટેલન્ટ છે તે એનામાં પણ નથી. પણ એની સાથેની ચડસાચડસીમાં આપણે આપણામાંની ટેલેન્ટને ઓળખવાનું જ ભૂલી જઈએ છીએ અને જો ઓળખી હો તો એને જતનપૂર્વક ઉછેરવા પર ધ્યાન આપતા નથી. કારણ કે આપણું ફોકસ આપણી નહીં, સામેની વ્યક્તિની ટેલેન્ટ પર હોય છે.
બીજાની સાથે સરખામણી કરીને હંમેશાં નાસીપાસ જ થવાના. ધારો કે હું એના કરતાં મોટો પુરવાર થયો તો પણ શું? જિંદગીમાં મારો મકસદ કંઈ એના કરતાં વધારે મોટા બનવાનો થોડો છે? મારે તો મારું જે પોટેન્શ્યલ છે તે પૂરેપૂરું કેવી રીતે બહાર આવે તે જોવાનું છે.
બીજાઓ તમારા કરતાં શું કામ આગળ છે એ વિશે તમે વિચારતા હો છો ત્યારે તમને જે કારણો જડે છે તે બાહરી કારણો હોય છે. અંદરનાં કારણોની તમને ખબર પડતી જ નથી. અને તમે એની સાથે કૉમ્પીટિશન કરવા જાઓ છો ત્યારે પેલાં એક્સટર્નલ ફેક્ટર્સ જ ધ્યાનમાં રાખો છો. દાખલા તરીકે તમે કેમિકલ્સના ધંધામાં છો. તમે જુઓ છો કે તમારા કોમ્પીટિટર ખૂબ મોટો ધંધો કરે છે અને ખૂબ કમાય છે. આ બેઉ વાતો ઉપરછલ્લી રીતે સાચી હોવા છતાં વ્યવહારમાં તમને ખબર નથી કે એનું ટર્નઓવર તમારા કરતાં ઘણું વધારે છે. કારણ કે એનો પ્રોફિટ માર્જિન તમારા કરતાં ઘણો ઓછો છે. ઘણો એટલે ઘણો જ ઓછો. તમે એટલા માર્જિને ધંધો કરવા જાઓ તો તમારે ત્રણ મહિનામાં શટર પાડી દેવું પડે. તો પછી એની લાઈફસ્ટાઈલ આવી લેવિશ કઈ રીતે? ગયા મહિને એની દીકરીનાં લગ્નમાં કરોડોના ખર્ચે ડેસ્ટિનેશન વેડિંગ કર્યું તો કોના જોરે? તમને ખબર નથી કે એની પાસે બાપદાદાનો પૈસો છે જે એણે દાયકાઓથી શેરબજારમાં સારી રીતે ઈન્વેસ્ટ કર્યો છે અને એમાંથી જે કમાણી થાય છે તેમાંથી આ બધા ખર્ચા નીકળે છે, નહીં કે કેમિકલ્સના બિઝનેસમાંથી. અથવા તો એની પાસે ટોચના પોલિટિશ્યનો અને વગદાર લોકોની એવી એવી ઓળખાણો છે જેનો ઉપયોગ કરીને એ બીજાઓનાં તોતિંગ પ્રોજેક્ટ્સ પાસ કરાવીને ફેવર રૂપે સસ્તામાં જમીનો મેળવીને વખત આવ્યે એના વેચાણમાંથી મોટી કમાણીઓ કરે છે, જેની સાથે કેમિકલના બિઝનેસને કોઈ લેવાદેવા નથી. તમે ધંધામાં તમારી સરખામણી એની સાથે કરવા જશો તો ક્યાંથી ફાવશો?
સરખામણી તમારામાં ફ્રસ્ટ્રેશન પેદા કરે છે. કારણ કે તમે તમારું ધાર્યું કરી શકતા નથી. ક્યાંથી કરી શકવાના? જે ફેક્ટર્સ પર તમારો કોઈ કરતાં કોઈ કન્ટ્રોલ નથી એ પરિબળોને કાબૂમાં લેવાનાં નિષ્ફળ પ્રયત્નો તમારામાં હતાશા જ પેદા કરવાના ને? તમે જો તમારા તાબામાં હોય એવા તમારા સંજોગો, તમારા પ્લાનિંગ, તમારા વિચારો અને તમારા વર્તન પર હન્ડ્રેડ પર્સેન્ટ ફોકસ કરશો તો બીજાઓની સાથે તમારી જાતની સરખામણી કરવા માટે માથું ઊંચું કરીને ઉપર જોવાનો સમય જ નહીં રહે.
સાયલન્સ પ્લીઝ
બીજાઓ સાથેની સરખામણી કરવાનું જે ઘડીએ છોડી દેશો તે ઘડીથી તમને તમારા અસલી વ્યક્તિત્વનો પરિચય થવા માંડશે.
–શેનન એસ. એલ્ડર
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો