ગૌતમભાઈ હાઝિર હો—અદાણી સામે અમેરિકન અદાલતે મૂકેલા આરોપોનું સત્ય, અસત્ય અને અર્ધસત્ય: સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ’, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ : શુક્રવાર, 22 નવેમ્બર 2024)

બાળ વાર્તાઓમાં આવતું કે ફુલ સિક્યુરિટી ધરાવતા ભારે શક્તિશાળી રાજાની હત્યા કરવી શક્ય ન હોય ત્યારે રાજમહેલના પોપટની ડોક મરડી નાખો તો રાજા મરી જશે.

નરેન્દ્ર મોદીને સત્તાથી દૂર કરવામાં નિષ્ફળ જતા લોકો માની બેઠા છે કે મોદીનો જીવ અદાણીમાં છે, અદાણીને અધમૂઆ કરવાથી મોદીનું ધનોતપનોત નીકળી જશે.

મોદીવિરોધીઓ ગલત છે. મોદીને દૂર કરવા માટે એમનું દૃઢ સમર્થન કરી રહેલા કરોડો રાષ્ટ્રપ્રેમીઓને તમારે દૂર કરવા પડશે. બીજું, મોદીનો જીવ ન તો અંબાણીમાં છે ન તો અદાણીમાં ન અન્ય કોઈ ઉદ્યોગપતિમાં. અમેરિકા અને ચીન (તેમ જ બીજા ઘણા દેશો) પોતાના દેશના ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપીને દેશના અર્થતંત્રને વેગ આપતા હોય છે, વિદેશોમાં આ ઉદ્યોગપતિઓનો બિઝનેસ પ્રસરે એવી અનુકૂળતા કરી આપતા હોય છે.

અમેરિકાના દબાવથી કેન્યા અદાણીના બે કૉન્ટ્રાક્ટ રદ કરે છે ત્યારે ફાયદો કોને થાય છે? ચાઈનીઝ કંપનીઓને. ભારત અર્થતંત્રની બાબતમાં ચીનનું કટ્ટર હરીફ બની રહ્યું છે. અમેરિકન ડીપ સ્ટેટના પાયાના પથ્થરસમા જ્યૉર્જ સોરોઝ કોઈપણ ભોગે ચીનને પોતાની સાથે રાખવા માગે છે, આવું કરવામાં અમેરિકાનું નુકસાન થતું હોય તો ભલે થાય. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલન મસ્ક જ્યૉર્જ સોરોઝની આ અમેરિકાવિરુદ્ધ ચીનતરફી નીતિઓના વિરોધી છે.

કેન્યામાં પાવર લાઈન્સ બિછાવવાનો 700 મિલિયન ડૉલર્સનો અને ઇન્ટરનેશનલ ઍરપોર્ટ બાંધવાનો 1.8 બિલિયન ડૉલર્સનો અદાણીનો કૉન્ટ્રાક્ટ રદ કરવામાં આવે છે ત્યારે માત્ર ચીનને ફાયદો થાય છે એટલું જ નહીં, ભારતને નુકસાન થાય છે. આમ છતાં જ્યોર્જ સોરોઝના ઈશારે નાચતા પપ્પુ અને એના સાથીઓ અને ભારતના પેધા પડી ગયેલા મીડિયાના રાજદીપ-રવીશ જેવા દલાલો ભારતનું નુકસાન જોઈને ભારતનાટ્યમ અને ભાંગડા કરવા માંડે છે.

ગૌતમ અદાણી કે સાગર અદાણી પર ભારતનાં કેટલાંક રાજ્યોના સરકારી અધિકારીઓને લાંચ આપવાના આરોપસર અમેરિકન કોર્ટે કેસ દાખલ નથી કર્યો. કેસ એ બાબતે દાખલ થયો છે કે અદાણીની કંપની અમેરિકાના ઇન્વેસ્ટરો પાસેથી ઈન્વેસ્ટમેન્ટ મેળવવા જે ભરણું લાવી તેને લગતા સત્તાવાર ડિક્લેરેશનમાં કંપનીએ આ વાત કેમ નથી લખી કે : ‘અદાણી ગ્રુપ પર (અગાઉ) એવા આક્ષેપો થયેલા છે કે અદાણી ગ્રુપે ભારતમાં કેટલાંક રાજ્યોના સરકારી અરીધકારીઓને લાંચ આપી હતી.’

એક દાખલો આપીને સમજીએ. ધારો કે તમારા પર કોઈએ આક્ષેપ મૂકીને સિવિલ કે ક્રિમિનલ કેસ કર્યો છે. એ આરોપો કોર્ટમાં પુરવાર થાય તો જ તમે ગુનેગાર ગણાઓ. કેસ કે ટ્રાયલ ચાલુ હોય તો તમે ગુનેગાર નથી, આરોપી છો-એક નિર્દોષ નાગરિક જેટલા જ ચોખ્ખા છો.

હવે ધારો કે તમારે ભારતની બહાર કોઈ કામસર બે અઠવાડિયા માટે જવું છે. પરદેશ જવા માટે તમારી પાસે પાસપોર્ટ જોઈએ. તમારી પાસે પાસપોર્ટ નથી કે પછી પાસપોર્ટ રિન્યુ કરાવવાનો થયો છે. તો તમારે પાસપોર્ટ અરજીમાં લખવું પડે કે તમારા પર ફલાણી કોર્ટમાં ફલાણા નંબરનો કેસ ચાલે છે. ધારો કે તમે આ વાત મેન્શન કરો અને તમને પાસપોર્ટ મળી જાય તો તમે સહેલાઈથી પરદેશ જઈને બે અઠવાડિયામાં પાછા આવી શકો છો.

પણ જો તમે આ વાત પાસપોર્ટ બનાવડાવતી વખતે મેન્શન ન કરી અને પાસપોર્ટ ઇશ્યુ થઈ ગયો અને તમે પરદેશ જતા હો ત્યારે ભારતના એરપોર્ટ પર તમને એમ કહીને રોકવામાં આવે કે સરકારી માહિતી મુજબ તમારા પર કેસ ચાલે છે એ વિગત તમે શું કામ મેન્શન નથી કરી તો એવું ન કહેવાય કે તમારા પર આ કેસને કારણે પરદેશ જવા પર પ્રતિબંધ આવ્યો છે. આ કેસની વિગતો મેન્શન ન કરવાના ગુનાસર તમને રોકવામાં આવ્યા છે. કેસની વિગતો તમે મેન્શન કરી દીધી હોત ને તમને પાસપોર્ટ મળી ગયો હોત તો તમે સહેલાઈથી જઈ શકતા હતા.

એટલે જ લોકસભા-વિધાનસભાની ચૂંટણી વખતે તમે જોશો કે બધા જ ઉમેદવારો પોતાની સામે થયેલા કેસોની પૂરેપૂરી વિગતો ફૉર્મમાં લખી આપે છે. રાજકારણ જેવાં અમુક ક્ષેત્રોમાં જેમ બદમાશો પર એકાધિક કેસ ચાલતા હોય છે તેમ પ્રામાણિક રાજકારણીઓ પર પણ એમને હેરાન કરવા માટે વિરોધીઓ ખોટેખોટા કેસ ઠોકીને બદનામ કરતા હોય છે. ઉમેદવારી પત્રક ભરતી વખતે જો કોઈ પ્રામાણિક રાજકારણી એવું વિચારીને ફૉર્મમાં આવા ખોટા કેસોની વિગતો ન આપે કે આ કેસો તો ખોટા છે, હું તો નિર્દોષ પુરવાર થવાનો છું; અને ચકાસણી દરમ્યાન બહાર આવે કે આ ઉમેદવારે કેસની વિગતો નથી લખી તો તે ગુનો બને છે. આ સેપરેટ ગુનો છે. પેલા કેસમાં નિર્દોષ પુરવાર થાય તો પણ આ વિગતો નથી લખવાનો ગુનો તો ઊભો જ રહે છે.

સમજ્યા તમે?

છબાર મહિના પછી અમેરિકન કોર્ટ અદાણી પાસે વિગતો છુપાવવાના ગુનાસર મોટી રકમનો દંડ વસૂલ કરશે અને અદાણી ભરી દેશે ત્યારે પપ્પુપ્રેમીઓ ફરી તાંડવ કરશે કે જોયું, અમે નહોતા કહેતા કે અદાણી ગુનેગાર છે, દંડ ભરવો પડ્યો કે નહીં. તે વખતે આ લેખ શોધીને ફરી વાંચી લેવો.

અદાણીનો ગુનો એ છે કે એ ગુજરાતી છે, હિંદુ છે, ભારતના છે અને કરોડો ભારતીયોની જેમ તેઓ પણ દેશપ્રેમી છે અને એટલે જ મોદીની પ્રગતિશીલ નીતિઓના સમર્થક છે. અદાણી અત્યારે દુનિયાના 30% જેટલા પોર્ટનું સંચાલન કરે છે. ભવિષ્યમાં 70% પોર્ટનું સંચાલન કરતા હશે એવું ઈન્ડસ્ટ્રીમાં પ્રેડિક્ટ થાય છે. અદાણીની તાકાત ભારતની તાકાત છે (જેમ ભારતની તાકાત અદાણીની તાકાત છે.) અહીં બેઉ જગ્યાએ અદાણીને બદલે ભારતના કોઈપણ ઉદ્યોગપતિનું નામ તમે મૂકી શકો. (ફૉર ધેટ મેટર કોઈ પણ નાગરિકનું – તમારું પોતાનું – નામ મૂકી શકો : સૌરભ શાહની તાકાત ભારતની તાકાત છે. ભારતની તાકાત સૌરભ શાહની તાકાત છે. હવે તમારું નામ મૂકીને વાંચો જોઉં.)

અમેરિકન કોર્ટે જે આરોપનામું ઘડ્યું છે તેમાં 24 ઓક્ટોબર 2024ની તારીખ લખેલી છે. આ મામલો ઉછળેલો ક્યારે? 20 નવેમ્બર 2024ના રોજ, જ્યારે ભારતમાં 21મી નવેમ્બરની પૂર્વસવારના બે વાગ્યા હતા.

ત્રણ અઠવાડિયાનો વિલંબ શું કામ? એક તો, અમેરિકામાં ઇલેક્શનની ગરમાગરમીમાં આ ન્યુઝ દબાઈ ન જાય. બીજું, ભારતમાં 20 નવેમ્બરનું મતદાન પૂરું થઈ ગયું હોય અને રિઝલ્ટ આવવાનું બાકી હોય જેથી મીડિયાને વચ્ચેના બેત્રણ દિવસમાં ફ્રન્ટપેજ હેડલાઈન દ્વારા અને બ્રેકિંગ ન્યુઝ દ્વારા આને ચગાવવાનો મોકો મળી જાય. અને ત્રીજું, અગાઉ પણ અદાણી વિરુદ્ધના તેમ જ મોદી સરકાર વિરુદ્ધના ન્યુઝ વિદેશથી ત્યારે જ છોડવામાં આવ્યા છે જ્યારે ભારતમાં સંસદનું નવું સત્ર શરૂ થવાનું હોય, જેથી સંસદમાં ચર્ચા કરીને મંજૂર કરવાં ધારેલાં કામો બાજુએ રહી જાય, વિપક્ષ રાડારાડ કરીને આવા જ કોઈક નૉનઇશ્યુને લઈને સંસદનું કામ ખોરવી નાખે. સંસદના 25મી નવેમ્બરથી શરૂ થઈ રહેલા શિયાળુસત્રમાં વક્ફના કાયદામાં સુધારા કરતો ઘણો અગત્યનો ખરડો રજૂ થવાનો છે.

અમેરિકાની કોર્ટમાં ગૌતમભાઈએ હાજર થવાની કોઈ જરૂર નથી. એમના પર અરેસ્ટ વૉરન્ટ જારી થયું છે એ વાત ખોટી છે. શું ભારત સરકાર ગૌતમ અદાણીનું અમેરિકાને પ્રત્યાર્પણ કરશે? એવા સવાલો પણ હાસ્યાસ્પદ છે.

રહી વાત અદાણીએ ભારતમાં કેટલાંક રાજ્યના સરકારી અધિકારીઓને કુલ રૂપિયા ૨,૨૦૦ કરોડની લાંચ આપી છે કે નહીં તે આક્ષેપોની સચ્ચાઈની. એ વિશે ખરાઈ કરવાનો અમેરિકાવાળાને કોઈ હક્ક નથી. ત્યાં તો કેસ એટલા માટે થયેલો છે કે અદાણી ત્યાંના ઇન્વેસ્ટરો પાસેથી મૂડી રોકાણ લેવા માગતા હતા. લાંચ માટેની તપાસ ભારતીય રાજ્યોએ કરવાની છે. આ રાજ્યોમાં કેટલાંક કૉન્ગ્રેસશાસિત છે, કેટલાંકમાં ભાજપની સરકાર છે. તેઓ તપાસ કરશે ત્યારે સત્ય બહાર આવશે.

પોપટની ડોક મરડીને રાજાની હત્યા કરવાનો એક ઔર પ્રયાસ નિષ્ફળ ગયો છે.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here