( ‘લાઉડમાઉથ’ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, ૨૮ ઑગસ્ટ ૨૦૨૪)
જન્માષ્ટમીનો આખો દિવસ પ્રસન્ન ગયો. શ્રીકૃષ્ણ વિશેની અંગત વિભાવનાની સ્પષ્ટતા જાહેરમાં પ્રગટ કરી દીધી એની પ્રસન્નતા હતી. ભગવાનના જન્મદિવસની પ્રસન્નતા તો હતી જ. ઠેર ઠેર દહીંહાંડીઓ વીસ ફીટથી ઊંચી બંધાઈ રહી હતી – ક્યાંક તો ૪૦-૪૫ ફીટ – એની પણ પ્રસન્નતા હતી. રસોડામાં રંધાતા ફરાળની સુગંધ તો પ્રસન્નતા આપવાની જ હોય.
તહેવારના એ વાતાવરણમાં આખો દિવસ વીત્યો અને રાત્રે બાર વાગ્યે ભગવાનના જન્મની ખુશાલી વ્યક્ત કરીને પથારીમાં સૂતાં સૂતાં એક વિચાર સતત મનમાં વહેતો રહ્યો. નજરની સામે શ્રીકૃષ્ણની છબી દેખાતી રહી. રાધાજી સાથેના શ્રીકૃષ્ણની નહીં. એક પગ વાંકો કરીને વાંસળી વગાડી રહેલા શ્રીકૃષ્ણની પણ નહીં. સાડા છ ફીટ ઊંચા, ભવ્ય વ્યક્તિત્વ ધરાવતા તાકાતવર પુરુષની. જેમના હાથમાં પાંચજન્ય શંખ છે, સુદર્શન ચક્ર છે. જેમનું હૃદય નિર્મળ છે. જે યુદ્ધ ટાળવા માગે છે. વિષ્ટિ કરાવવા માગે છે. પાંડવો અને કૌરવો વચ્ચે કોઈ ભેદ કરવા નથી માગતા. બેઉને ઈક્વલ ચાન્સ આપવા માગે છે. એક પક્ષની સાથે મારી આખી સેના હશે તો બીજા પક્ષની સાથે નિ:શસ્ત્ર બનીને હું એકલો હોઈશ એવું કહ્યા પછી દુર્યોધન અને અર્જુનમાંથી કોને પહેલી માગણી કરવાનો હક્ક છે તેની પસંદગી થાય છે. અહીં પણ ભરપૂર ઉદારતા છે અને પછી જ્યારે જ્યારે કટોકટી સર્જાય છે ત્યારે એમનું મુત્સદ્દીપણું પ્રગટ થાય છે.
સમજણનો ભંડાર છે એમનામાં. જીવનની કોઈ સમસ્યા એવી નથી જેને એ ઉકેલી ના શકે. એમનાં ચરણ પાસે બેસીને ચરણ જ માથે ચડાવીને એમની શરણાગતિ સ્વીકારી લેવાની હોય અર્થાત્ એ જે કહે તે કરવાનું હોય અથવા તો એમ કહો કે એ જે થવા દે છે તેમ થવા દેવાનું હોય.
જન્માષ્ટમીનો આખો દિવસ અને રાત્રે બાર વાગ્યા પછીના ગાળામાં પણ શ્રીકૃષ્ણ પણ મારા પર પ્રસન્ન હતા. પિતા આંગળી પકડીને દીકરાને મૉલમાં લઈ જઈને પૂછે કે ચાલ બેટા, શું જોઈએ છે તને? જે જોઈએ તે અપાવું. કંઈક આવા જ અંદાજમાં જાણે શ્રીકૃષ્ણ મને ધીમા સાદે પૂછી રહ્યા હતા: બોલ, શું જોઈએ છે? અપાવું તને.
ભગવાન આશીર્વાદ આપી રહ્યા હોય તો કેટલું બધું માગવાનું મન થાય. મેં એક પછી એક આઈટમ રજૂ કરી. કંઈ બાકી રહી ન જવું જોઈએ. જે કંઈ નથી મળ્યું, જે મેળવવા આટલાં વર્ષોથી કામ કરી રહ્યા છીએ, જે મેળવીને ચાર લોકોમાં વટ પડે તે બધું જ યાદ કરી કરીને આખું લિસ્ટ ગણાવ્યું. પછી એકાએક અટકી ગયો. ભગવાને પૂછયું: શું થયું? હજુ કંઈ બાકી છે? બોલતો જા. મને કોઈ ઉતાવળ નથી. આજે આખો દિવસ તારા ઘરમાં જ છું.
મેં ખચકાઈને કહ્યું કે ના, કંઈ રહી જતું તો નથી, પણ ઑન સેકન્ડ થૉટ આ યાદી પાછી આપી દો, પ્લીઝ. ફાડી નાખો. મેં જે કંઈ માગ્યું છે તે તો કરોડો લોકો માગી ચૂક્યા છે અને લાખો લોકો મેળવી ચૂક્યા છે. તમે પોતે જ્યારે મારું કોઈ કામ કરવા માગો છો ત્યારે હું શું કામ તમને કહું કે પ્રભુ, આજે શાકવાળા પાસેથી લીમડો નથી મળ્યો અને ઘરમાં કઢી બની રહી છે તો જરા કઢીપત્તો લાવી આપો. મારી આ આખી યાદી કઢીપત્તાની માગણી જેવી છે. તમે માગવાનું કહેતા હો તો મારે કંઈક બીજું માગવું જોઈએ. નરસિંહ મહેતા કહેતા હતા એવું: ‘તમને જે વલ્લભ હોય, હોય જે દુર્લભ…’ તમારા જેવા ભગવાન માટે પણ પ્રિય છતાં અલભ્ય હોય એવી ચીજ માગવાની હોય, આવા કઢીપત્તાઓ તો લાખો લોકો મેળવી ચૂક્યા છે. એ નથી જોઈતું. તો શું જોઈએ છે?
હું પણ મૂંઝવણમાં કે શું જોઈએે છે?
જે જોઈએ છે તે મેળવવાની પાત્રતા હોવી જોઈએ. અન્યથા ગધેડા પર અંબાડી જેવું લાગે. પાત્રતા વિના મળેલું કંઈ પણ ઝાઝું ટકતું નથી અને એના કરતાંય ખરાબ, એ જ્યારે જાય છે ત્યારે તમને ડૂબાડીને જાય છે. માટે એવું કંઈ નથી માગવું કે જે મેળવવાની મારી હેસિયત ન હોય, મારી ઔકાત ન હોય.
તો શું જોઈએ છે?
ફરી એ જ સવાલ.
જોઈએ તો છે જ, પણ એવી પાત્રતા સર્જાય ત્યારે જોઈએ છે. અત્યારે નહીં. અત્યારે હું મારી પાત્રતા, મારી કૅપેસિટી, મારી યોગ્યતા વધારવાની કોશિશ કરીશ.
આર યુ શ્યોર?
શ્યોર, ભગવાન
શ્રીકૃષ્ણને મળીને તમને ખ્યાલ આવે છે કે તમે કેટલા અધૂરા છો. શ્રીકૃષ્ણને મળીને તમને ખ્યાલ આવે છે કે તમારું પોટેન્શ્યલ કેટલું બધું છે, જેની કોઈનેય ખબર નથી. તમને પણ નહોતી. શ્રીકૃષ્ણને મળીને તમને ખ્યાલ આવે છે કે જે જોઈએ છે તે મળી જાય એને ભગવાનના આશીર્વાદ ના કહેવાય. જે નથી તે મેળવવા માટેની પાત્રતા સર્જવાની સમજ આવે તેને ભગવાનના આશીર્વાદ કહેવાય.
સાક્ષાત્કાર શું આને જ કહેતા હશે?
કોને ખબર.
સાયલન્સ પ્લીઝ
એક વખત જો લખવાની લતમાંથી તમને જો જિંદગીની મોટામાં મોટી મજાઓ આવવા માંડી તો મરતાં દમ તક તમે એ જ કરવાના.
– અર્નેસ્ટ હેમિંગ્વે
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
“.. જોઈએ તો છે જ પણ પાત્રતા સર્જાય ત્યારે..”…. એ ખૂબ જ સરસ પ્રાર્થના/માગણી છે શ્રી કૃષ્ણ પાસે.. ખૂબ જ સરસ વાંચી ને શ્રીકૃષ્ણ ને નમન..! અને તમને પણ..!
જે શ્રીકૃષ્ણ