મસ્જિદ હોલી છે, મંદિર સેક્રેડ છે

ગુડ મૉર્નિંગ

સૌરભ શાહ

રાજીવ મલહોત્રાએ શિવાજી પાર્કના વીર સાવરકર સભાગૃહમાં જે પ્રવચન કર્યું તે આખેઆખું જોવા/સાંભળવા માટે તમે યુ ટ્યુબ સર્ચ કરી શકો છો. મલહોત્રાએ આંખ ઉઘાડનારી એક જબરજસ્ત વાત અયોધ્યાના રામ મંદિરની બાબતમાં કરી. કમ સે કમ મારા માટે તો આ વાત સાવ નવી હતી. સભામાં ઉપસ્થિત અનેક શ્રોતાઓ માટે પણ આ વાત નવી હશે. રાજીવ મલહોત્રાએ કહ્યું: ‘ઈસ્લામમાં હોલી (એચ.ઓ.એલ.વાય.) સ્થળો (સાઈટ્સ) છે, પણ સેક્રેડ (એસ.એ.સી.આર.ઈ.ડી.) સાઈટ્સ નથી. સેક્રેડ સ્થળ કોને કહીશું? આ એક પથ્થર છે જે દૈવી છે, ડિવાઈન છે એવી આપણને શ્રદ્ધા હોય તો એ જગ્યા સેક્રેડ થઈ ગઈ. એ દિવ્ય પથ્થર કે મૂર્તિ સાથે હું મનોમન સંવાદ કરી શકું છું, પ્રાર્થના કરી શકું છું, મારી વ્યથા વ્યક્ત કરી શકું છું, આભાર વ્યક્ત કરતી લાગણી રજૂ કરી શકું છું, કશુંક માગી શકું છું, કારણ કે મને શ્રદ્ધા હોય છે કે મારી વાત આ પથ્થરની મૂર્તિ સુધી પહોંચી રહી છે, પણ ઈસ્લામમાં જો કોઈ કહે કે મસ્જિદમાં અલ્લાહ છે તો તે ધર્મવિરુદ્ધની વાત કહેવાશે. અલ્લાહનો નિવાસ મસ્જિદમાં નથી હોતો, પણ મસ્જિદ માત્ર એક કમ્યુનિટી સેન્ટર છે, ઈસ્લામના અનુયાયીઓ માટે ભેગા થઈને અલ્લાહની બંદગી કરવાનું સ્થળ છે. આ સ્થળ કેવું હોવું જોઈએ એ વિશે કોઈ બંધન નથી. તમે તમારા ઘરમાં રહીને અલ્લાહની બંદગી કરી શકો છો, તમે રસ્તા પર અલ્લાહની બંદગી કરી શકો છો, કોઈ પણ સ્થળેથી તમે અલ્લાહની બંદગી કરી શકો છો, ઍરપોર્ટ પર અલ્લાહની બંદગી કરી શકો છો. તમારે એવા કોઈ સ્થળની જરૂર નથી જ્યાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાની વિધિ થઈ હોય. એટલે જ મસ્જિદ કોઈ સેક્રેડ જગ્યા નથી, હોલી જગ્યા છે. તમે જો કોઈ ઈસ્લામના અનુયાયીને મસ્જિદ સેક્રેડ જગ્યા છે એવું કહેશો તો એની ધાર્મિક લાગણી દુભાશે, કારણ કે સેક્રેડ જગ્યાઓમાં મૂર્તિપૂજા થતી હોય છે અને ઈસ્લામમાં મૂર્તિપૂજા પર પાબંદી છે. એ જ રીતે કુદરતનું કોઈ પણ સ્વરૂપ ઈસ્લામ માટે સેક્રેડ નથી – નદી, વૃક્ષ, મકાન, પર્વત જેવી કોઈ વસ્તુને ઈસ્લામ સેક્રેડ નહીં માને, કારણ કે આ સર્વને આકાર છે, જ્યારે એમના મતે અલ્લાહ નિરાકાર છે. આપણે ઈશ્ર્વરને આકારરૂપે પણ ભજીએ છીએ.

મારી પાસે એવા અનેક દાખલાઓ છે જેમાં સાઉદી અરેબિયા જેવા દેશોએ મસ્જિદોને ડિમોલિશ કરીને અહીંથી ત્યાં ખસેડી છે, નવેસરથી બાંધી છે. અયોધ્યાની બાબતમાં આપણે પુરાવો આપવાની જવાબદારી નથી કે આ સ્થળે રામનો જન્મ થયો હતો. આપણા માટે એટલો પુરાવો આપવો પૂરતો છે કે આપણે આ જગ્યાએ પ્રાણપ્રતિષ્ઠા કરીને ભગવાન રામની મૂર્તિની પૂજા કરતા આવ્યા છીએ અને એને કારણે આપણા માટે આ સેક્રેડ પ્લેસ છે. અને એટલે એને બીજે ખસેડી શકાય નહીં. આ જગ્યાએ રામનો જન્મ થયો હતો કે નહીં એવા પ્રશ્ર્નને કે વિવાદને કોઈ અવકાશ જ નથી. જોકે, હું (રાજીવ મલહોત્રા) પર્સનલી માનું છું કે હા, જન્મ થયો હતો.

માટે આ વિવાદમાં બીજા કોઈ મોટા મોટા પુરાવાઓની જરૂર જ નથી. સુબ્રમણ્યમ સ્વામીની તો એક જ દલીલ છે કે ‘મને એ જગ્યાએ પૂજા કરવાનો, પ્રાર્થના કરવાનો હક્ક છે.’ બસ, આટલી જ દલીલ પૂરતી છે. બીજા કોઈ પુરાવાની જરૂર જ નથી. ભગવાન રામની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા આ જગ્યાએ થઈ ચૂકી છે અને હિંદુ તરીકે મને એમની પૂજા કરવાનો હક્ક છે. બસ, આટલી જ વાત છે. પછી વધુ પુરાવાઓ વિશે ચર્ચા કરીને ચોળીને ચીકણું કરવાનો કોઈ અર્થ નથી. પ્રાણ-પ્રતિષ્ઠાની વિધિ નિર્ણાયક છે. મસ્જિદમાં એ થતી નથી એટલે મસ્જિદ ખસેડવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારની ધાર્મિક બાબતની અવગણના થતી નથી, પરંતુ જ્યારે મૂર્તિનું ખંડન થાય છે ત્યારે ધાર્મિક બાબતમાં દખલગીરી થાય છે. મેં જે સ્વદેશી મુસ્લિમો સાથે વાર્તાલાપ શરૂ કર્યો છે તેઓ માને છે કે અમારે રામ મંદિર બાંધવા માટે હિંદુઓને મદદરૂપ થવું જોઈએ. આવું જ આર્ટિકલ 370ની નાબૂદી અને યુનિફોર્મ સિવિલ કોડની બાબતમાં છે. સ્વદેશી મુસ્લિમો આ મુદ્દાઓ વિશે આપણી સાથે જ છે. આપણે શું કરવું જોઈએ કે આ બધા મુદ્દે સુશિક્ષિત પ્રોફેશનલ યંગ મુસ્લિમ સ્ત્રીઓથી શરૂઆત કરવી જોઈએ. તેઓ ઈમામો અને પુરુષોની જોહુકમીથી વાજ આવી ગઈ છે. આપણે એમને મદદ કરવી જોઈએ. હું ઈસ્લામની વિરુદ્ધ છું અને ઈસ્લામનો આ દેશમાંથી નિકાલ કરી દેવો જોઈએ એવું બધું બોલવાની જરૂર નથી, માનવાની પણ જરૂર નથી, કારણ કે એવું કહેવાથી લોકો તમારાથી દૂર થઈ જશે, તમારી નજીક નહીં આવે. તમે ઈસ્લામમાંથી ક્ધવર્ટ થઈને હિન્દુ થઈ જાઓ એવું કહેવાની પણ જરૂર નથી. એને બદલે આપણે એમને કહેવાનું હોય કે મારે તમારો મુસ્લિમ તરીકે આદર કરવો છે અને હું ઈચ્છું છું કે તમે હિંદુ તરીકે મારો આદર કરો. હું ઈસ્લામના પાયાના સિદ્ધાંતોનો આદર કરું છું. ભારતના મુસ્લિમોએ ઈસ્લામની અરબી પરંપરામાંથી બહાર આવીને ભારતીય સંસ્કૃતિના મુખ્ય પ્રવાહમાં જોડાઈ જવું જોઈએ. અને મેં (રાજીવ મલહોત્રાએ) જોયું છે કે સ્વદેશી મુસ્લિમો પણ આ જ ઈચ્છે છે – સંકુચિત આરબ રૂઢિઓમાંથી બહાર નીકળીને ભારતીય સંસ્કૃતિમાં ભળીને આધુનિક જમાના સાથે ચાલવા માગે છે. પરસ્પરના ધર્મ માટે આદર ધરાવતા થઈશું ત્યારે ભારતીય પ્રજામાં આ બાબતે કાયમી સમતુલા સર્જાશે.

કાલે સુબ્રમણ્યમ સ્વામીના પ્રવચન વિશેની વાતો.

આજનો વિચાર

બંધ કબાટમાં પુસ્તકે આત્મહત્યા કરી. ચિઠ્ઠીમાં લખ્યું હતું: ‘મોબાઈલના ત્રાસથી.’

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

લગ્નમાં દુલ્હનનો એક્સ બૉયફ્રેન્ડ પણ આવ્યો હતો.

દુલ્હનના પિતાએ પૂછયું: તું શું કામ આવ્યો છે અહીં?

એક્સ બૉયફ્રેન્ડ: જી, હું સેમી ફાઈનલમાં હારી ગયો હતો. ફાઈનલ જોવા આવ્યો છું!

11 COMMENTS

  1. ખૂબ જ સરસ સૌરભભાઈ
    આભાર
    બંન્ને વક્તાઓ ને પૂરા સમય સાંભળ્યા.

  2. નવો દ્રષ્ટિકોણ વિચારવા યોગ્ય છે. સરસ બહુજ સરસ ?

  3. ખૂબ જ સરસ લેખ, રામમંદિર વિશે એક નવી વિચારધારા તેમણે આપી, જે ખૂબજ સાચી છે, આપે તેમના વિચારો ને સરળ ગુજરાતી ભાષામાં દરેક વ્યક્તિ સુધી પહોંચાડ્યા જે ખૂબજ ઉત્તમ છે.

  4. Very nice one. Thanks for sharing.
    Rajivji’s concept of ” SWADESHI MUSLIM” which is really heart touching by knowing that a large number of muslims also aggres to it.
    I watched that whole vedeo on u- tube really a eye opener & higjly informative.
    Thanks for making us known to RAJIV MALHOTRA.

  5. સૌરભ ભાઈ, ખુબ જ ઉત્તમ કક્ષાનું કથન. રાજીવ મલ્હોત્રાના નિવેદનને વાંચકો સુધી સરળ અને અસરકારક ભાષામાં પહોંચાડવા માટે જેટલા ધન્યવાદ આપું એટલાં ઓછાં છે. અને,આ રાજીવ ભાઈ તો એક યુગપુરુષ ગણાવી શકાય. એમની છેલ્લાં પચીસ વર્ષથી ચાલતી તપસ્યા અને અતિ આગવી અને મૌલિક સૂઝ માટે શબ્દો જડતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here