ગુડ મૉર્નિંગ
સૌરભ શાહ
સુબ્રમણ્યમ સ્વામીની હાજરીમાં રાજીવ મલહોત્રાએ આપેલી માહિતી મુજબ મુસ્લિમોમાં પણ નાતજાતના બહોળા ભેદભાવો છે. અશરાફ, અજલાફ અને અઝલાફ આ ત્રણ જ્ઞાતિઓ વચ્ચે રોટીબેટીનો વ્યવહાર નથી. પાકિસ્તાનમાં આ ઘણો મોટો પ્રૉબ્લેમ છે. બિહારમાં જન્મેલા કેટલાક મુસ્લિમોને બીજા મુસ્લિમો નીચી જાતિના ગણે છે. ભારતના મોટાભાગના મુસ્લિમોના પૂર્વજો સ્વદેશી જ છે પણ તેઓને એનો ખ્યાલ નથી. ડીએનએ ટેસ્ટથી આ વાત પુરવાર થઈ શકે છે. આરબો આપણા જેટલા સિવિલાઈઝ્ડ નથી, સુધરેલા – સુસંસ્કૃત નથી. તમારે આપણા વારસા બદલ ગૌરવ અનુભવવું જોઈએ નહીં કે આરબોના વારસદાર બનવાની કોશિશ કરવી જોઈએ. ધર્મ અને સંસ્કૃતિ બે અલગ વાતો છે. ધર્મ ઈસ્લામ ભલે હોય, સંસ્કૃતિમાં આરબોનું અનુકરણ કરવું જરૂરી નથી, કારણ કે આ દેશની જે સંસ્કૃતિ છે, જે પરંપરા છે એ જ તમારી પણ સંસ્કૃતિ – પરંપરા છે. ક્યારેક સંસ્કૃતિને લગતી કેટલીક વાતો ધર્મમાં પ્રવેશી જતી હોય છે – ટ્રિપલ તલાક કે બહુપત્નીત્વ એવી વાતો છે. પણ એ ધર્મનો હિસ્સો નથી તે સમજવું જોઈએ. માટે જે સંસ્કૃતિના આપણે વારસદાર હોઈએ તે સંસ્કૃતિની પરંપરાને આપણે અનુસરવું જોઈએ. અહીં રહેતા મુસ્લિમોએ અહીંની પ્રજા સાથે હૉસ્ટિલિટી રાખવાની, દુશ્મનાવટ રાખવાની કોઈ જરૂર નથી. કે નથી જરૂર તેઓએ વેસ્ટ એશિયાના ઈસ્લામિક દેશોની પ્રજા સાથે પોતાને સાંકળવાની, કારણ કે અહીંના મુસ્લિમોની માતૃભૂમિ ભારત છે, જન્મભૂમિ ભારત છે, કર્મભૂમિ ભારત છે.
ઈસ્લામનો જ્યાં જન્મ થયો તે પ્રદેશ રણપ્રદેશ છે. જ્યારે ભારત વનપ્રદેશ છે. પેલો ઉજ્જડ પ્રદેશ હતો આપણી ભૂમિ હરીભરી વનસ્પતિ – જંગલોથી ભરેલી છે, ફળદ્રુપ છે. વિપુલતાની ભૂમિ છે. આપણે ભૂખી પ્રજા નથી. આપણે ત્યાં કશું ઊગતું નથી એટલે આપણે ભૂખ્યા છીએ એવું નથી. એટલે જ રણપ્રદેશોમાં વસતી જાતિઓના રીતરિવાજો અને એમની રહેણીકરણી જુદાં હોવાનાં. અહીંની ફળદ્રુપ ભૂમિમાં વસનારાઓએ પેલી રણપ્રદેશની જાતિઓની લાઈફસ્ટાઈલનું અનુકરણ કરવાની જરૂર નથી.
આ વાત સમજવાની અને સમજાવવાની જરૂર છે, કારણ કે આપણી વચ્ચે ભાગલા પડાવવા માટે બહારનાઓ કેટલાક વખતથી કામ કરી રહ્યા છે. અહીં મદરેસાઓ હોય એનો કોઈ વાંધો નથી. પણ એમાં શેનું શિક્ષણ આપવું તે નક્કી કરવાવાળા બહારના દેશોના અધિકારીઓ ન હોવા જોઈએ. એ લોકો અહીંની મદરેસાઓને ફંડિંગ મોકલીને પોતાને અનુકૂળ આવે એવા અભ્યાસક્રમો અહીંની મદરેસાઓમાં ચલાવે છે. એ ખોટું છે. અહીંના જ વિદ્વાનોએ નક્કી કરવાનું હોય કે અમે અમારી પરંપરા મુજબ, આ દેશની પરંપરા મુજબ અમારી મદરેસાઓમાં ભણતા અમારાં સંતાનોને શું ભણાવી શું.
આ જ વાત ખ્રિસ્તીઓને પણ લાગુ પડે છે. ભારતમાં વસતી જે લઘુમતી પ્રજાઓને વિદેશમાં રહેતા એમના જ ધર્મના વડાઓ ક્ધટ્રોલ કરે છે તેમને લઘુમતી કહેવાને બદલે વિશ્ર્વની શક્તિશાળી બહુમતી પ્રજાની ભારતમાં રહેનારી શાખાઓ (બ્રાન્ચ) તરીકે ઓળખવા જરૂરી છે. ભારતમાં આઈબીએમ કે મૅક્ડોનાલ્ડની કોઈ નાની ઑફિસ કે બ્રાન્ચ હોય તો તમે એમ ન કહી શકો કે આ કોઈ નાનકડું સાહસ છે, કારણ કે ભારતમાં જે છે તે તો એમના વિશાળ આંતરરાષ્ટ્રીય સામ્રાજ્યનો એક હિસ્સો છે. એ સામ્રાજ્ય તાકતવર છે, આ હિસ્સો એનો અંશ છે. એ જ રીતે કોઈ ચર્ચ કે મદરેસાને આપણે લઘુમતીનો દરજ્જો આપી દઈએ છીએ પણ હકીકત એ છે કે એનું ફન્ડિંગ પરદેશથી થતું હોય છે જ્યાં તેઓ બહુમતીમાં છે અને એ બહુમતી લોકો જ નક્કી કરે છે કે આ ચર્ચમાં કે મદરેસામાં કોણ વડો બનશે, એની પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલશે. આ ચર્ચ અને મદરેસાઓને માઈનોરિટીના લાભો આપવાની જરૂર નથી. તેઓ બહાર વસતી મેજોરિટીની બ્રાન્ચ ઑફિસો છે. વેટિકન દ્વારા ભારતના દરેક બિશપની નિમણૂક થતી હોય છે. કોઈ વિદેશી કંપની દ્વારા ભારતની શાખાઓમાં કોણ મેનેજર બનશે તે નક્કી થાય તેવી જ રીતે ચર્ચનું કામકાજ ગોઠવાયેલું છે. વેટિકન અહીંયા ચર્ચોનું ફન્ડિંગ ક્ધટ્રોલ કરે છે, આઈડિયોલોજી તો ક્ધટ્રોલ કરે જ છે. અહીંના લોકોને ટ્રેનિંગ માટે ત્યાં મોકલવામાં આવે છે. તમે કેવી રીતે કહી શકો કે આ બધાં ફોરેન એન્ટરપ્રાઈઝ નથી? મલ્ટિનેશનલ કંપનીઓ જેવો જ કારભાર આ લોકોનો છે. વેટિકન પોતે એક સ્વતંત્ર રાષ્ટ્ર છે, યુનોનું સભ્ય છે અને એક સ્વતંત્ર દેશ જ્યારે બીજા દેશોમાં પોતાના માણસોની નિમણૂકો કરે છે ત્યારે તેને આપણે કૉન્સ્યુલેટ કહીએ છીએ. આ અર્થમાં ભારતના દરેક ચર્ચને આપણે વેટિકનની કૉન્સ્યુલેટ ગણાવાની હોય. ધર્મના અંચળ હેઠળ ચાલતી આવી સંસ્થાઓને આપણાથી કંઈ કહેવાય નહીં, તેઓની ધાર્મિક લાગણી દુભાય એવું માનીને આપણે કંઈ બોલતા નથી અને ચૂપ રહીએ છીએ તે ખોટું છે. આ વાતે મુક્ત ચર્ચા જરૂરી છે, જરૂર પડે તો કોર્ટમાં જઈએ અને કોર્ટને નક્કી કરવા દઈએ. આ સંદર્ભમાં ચીનમાં સારી પ્રથા છે. ચીને નક્કી કર્યું છે કે ખ્રિસ્તી ધર્મ સામે કોઈ વાંધો નથી પણ ચીનમાંનાં ચર્ચોની કામગીરીમાં પરદેશની કોઈ દખલગીરી જોઈએ નહીં. વિદેશથી એપોઈન્ટ થયેલા બિશપ્સને ચીન સ્વીકારતું નથી. ચીનના જે લોકોને બાઈબલ વાંચવું હોય, ઈશુખ્રિસ્તની પૂજા કરવી હોય તેની બધી જ છૂટ છે પણ ચર્ચ ચલાવવા માટે વેટિકનના માર્ગદર્શનની કે જોહુકમીની કોઈ જરૂર નથી. તમે તમારો કારભાર સ્થાનિક પ્રજા દ્વારા જ ચલાવો, સ્વતંત્ર રહીને ચલાવો.
સ્વદેશી મુસ્લિમોએ સમજવાનું એ છે કે ગૌહત્યા કંઈ ઈસ્લામની પરંપરા નથી. ગૌહત્યા પર પાબંદી લાવવાથી ઈસ્લામના અનુયાયીઓના કોઈ ધાર્મિક હક્કોનું ઉલ્લંઘન થતું નથી. યુનોમાં આ વિશે એક વખત ચર્ચા થઈ ત્યારે મને એમાં ભાગ લેવા બોલાવવામાં આવ્યો હતો. ત્યાં જઈને મને ખબર પડી કે ભારતમાં હ્યુમન રાઈટ્સને લગતી બાબતોની દેખરેખ રાખવાની જવાબદારી યુનોએ એક પાકિસ્તાનીને સોંપી હતી!
એ ચર્ચાસભામાં મેં અનેક વિદેશી નિષ્ણાતોની હાજરીમાં કહ્યું કે ગાયને ઈસ્લામ ધર્મ કે પરંપરા સાથે કોઈ લેવાદેવા નથી, કારણ કે ગાય રણપ્રદેશનું પ્રાણી નથી. આરબો ઘેટાંબકરાં ખાતા, ઊંટ પણ ખાતા. ગાય નહોતા ખાતા. ઈસ્લામના આરંભથી આરબો બીફ ઈટર્સ નહોતા. આ તો અત્યારે ગૌમાંસ એક લકઝરી આયટમ થઈ ગઈ છે અને એ લોકો ખાતા થઈ ગયા છે. મેં કહ્યું કે તો પછી અત્યારે ગૌમાંસ ખાવાની જીદ શું કામ? શા માટે ઈસ્લામના અનુયાયીઓ એને પોતાનો હક્ક માનીને બેઠા છે. ગાંધીવાદી વિચારક, સ્વાતંત્ર્યસેનાની અને અઢારમી તથા ઓગણીસમી સદીના ભારતના ઈતિહાસના સંશોધક ધર્મપાલજીએ પોતાના સંશોધનમાં પુરવાર કર્યું છે કે ગૌમાંસનો ઉદ્યોગ ખૂણેખાંચરે નાના પાયે છૂટક રીતે ઘણા વખતથી ચાલતો આવ્યો છે પણ એને ભારતમાં વિશાળ સ્વરૂપ અંગ્રેજોએ આપ્યું. ગૌમાંસના ધંધાને વ્યાપક બનાવ્યો અંગ્રેજોએ અને આઝાદી પછી આ ધંધો ભારતમાં વધુ ફૂલ્યોફાલ્યો. આ કોઈ સઉદી અરેબિયા કે એવા દેશોની વિરાસત નથી, ભારતના અંગ્રેજ શાસનથી અને અંગ્રેજોના ગયા પછીના આ દેશના શાસનની દેણ છે. સ્વદેશી મુસ્લિમો આ વાત સ્વીકારે છે અને તેઓ એમના હિન્દુ ભાઈ-બહેનોની લાગણીને દૂભવવા નથી માગતા. વધુ કાલે.
આજનો વિચાર
પીડીપી ટૂટી તો કશ્મીર મેં સલાઉદ્દીન પૈદા હોંગે.
– મહેબૂબા મુફ્તી
તો અભી કોન સે વહાં
અબ્દુલ કલામ પૈદા હો રહે હૈ?
– વૉટ્સએપ પર વાંચેલું.
એક મિનિટ!
બકાના ઘરે રાત્રે ઈલેક્ટ્રિસિટી ગઈ.
બકી: આ ગેટનું લૉક બંધ નથી થતું. તમે આ ટૉર્ચ પકડો તો હું લૉક કરી દઉં.
(બકીએ બહુ મહેનત કરી પણ ગેટ બંધ ન થયો).
બકી: તમે ટ્રાય કરી જુઓ, હું ટૉર્ચ પકડું છું.
(ગેટ તરત જ બંધ થઈ ગયો)
બકી: સમજ પડી, ટૉર્ચ કેમ પકડાય?
ખરેખર આપણે ભારતીય હોય આપના દેશ ના હિત માટે જ બધા ધર્મ નાં કાયદા પણ બનાવા જોઈએ,
નહિ કે બહાર ના દેશ મુજબ ચાલવું
આવાજ વિચારો કહેવાતા બુધ્ધિજીવીઓ અને એવાર્ડ વાપસી વાળાઓને આવે તો દેશમાં હિન્દુ મુસ્લિમ અને ખ્રસ્તી વચ્ચે કોમવાદી તકરાર મટે.એખલાસ વધે..સરસ લેખ માટે આભાર….
ખૂબ સરસ વિચાર ને અમારી સમક્ષ લાવવા બદલ આભાર.
બહું જ સરસ રજુઆત. એકદમ સીધી વાત. મૌલિક વિચારો અને ઉત્તમ કક્ષાનું લખાણ. સૌરભ ભાઈ, ખુબ ખુબ ધન્યવાદ.
Very nice and mind blowing article.thanks Sir for such wonderful article on such subject..
????
Rajivbhai a ekdam sachot vat kari. Strict law hovo joiye Bhartiye sanscruti ne thoduk pan nukssan nahi thay ani mate.
સૌરભભાઈ,
રાજીવજીના સટીક વિચારો બરોબરના રજૂઆત પામ્યા..
હવે, સુબ્રમણ્યમ સ્વામીના વક્તવ્યનો પણ ઈંતેઝાર રહેશે..!!
It’s better for them, if they understand !
They r the Happier Muslims in India.. true Hindus r always a forgiving race. They are awakened & One, now !!
સમજ પડે તો સારૂં !!!
ઉંઘતાને ઉઠાડી શકાય; જાગતાને(ઉંઘવાનો ડોળ કરીને પડી રહેનારાને) ને તો તમાચા મારીને ઉઠાડવા પડે !
An eye opener…..
To the point.exellent.
Supar
Very nice