નવેમ્બરનું નિમંત્રણઃ સૌરભ શાહ

( સોમવાર, 9 નવેમ્બર 2020 )

પ્રિય ન્યુઝપ્રેમીઓ,

કોરોનાને કારણે આપણે સૌ અને દુનિયા આખીના તમામ લોકો જબરજસ્ત પડકારોમાંથી પસાર થઈ રહ્યા છે. આ ચેલેન્જ ફિઝિકલ છે. બીજી બીજુ માનસિક પડકારો છે – કયો મત, કયો અભિપ્રાય સાચો અને કયો ખોટો – અમેરિકાથી માંડીને બિહારનાં ઇલેકશન રિઝલ્ટ્સ અને મહારાષ્ટ્ર, બંગાળ તથા કેરળ જેવાં કેટલાંક રાજયોની સરકારોમાં ચાલી રહેલા ગુંડારાજથી માંડીને સ્પષ્ટવકતા પત્રકારો, પોલિટિકલ કમેન્ટેટર્સ અને ઓપિનિયન મેકર્સની હેરાનગતિ સુધીના અનેક ઇશ્યુઝ છે.

આવા સંજોગોમાં ‘ન્યુઝપ્રેમી’ને સામા વહેણે તરવામાં તમે તાકાત આપી રહ્યા છો. સ્પષ્ટ અને તર્કબદ્ધ રીતે, સંસ્કારી છતાં બેધડક શૈલીમાં નિર્ભીક અને રાષ્ટ્રનિષ્ઠ અભિપ્રાયો તમારા સુધી પહોંચાડતાં જૂજ પ્રિન્ટ/ડિજિટલ/ઇલેકટ્રોનિક માધ્યમોમાં ‘ન્યુઝપ્રેમી’નું સ્થાન દેશમાં પ્રથમ હરોળમાં છે જેનું અમને ગૌરવ છે, તમને પણ એક ગુજરાતી તરીકે ‘ન્યુઝપ્રેમી’ માટે અભિમાન હશે.

8 એપ્રિલ 2020ની હનુમાન જયંતિએ સપોર્ટ માટેનો પ્રથમ સંદેશો તમારા સુધી પહોંચ્યો અને ત્યાર બાદ દર મહિને સૌરભ શાહના વૉટ્સએપ ગ્રુપમાં તમે જોડાયેલા છો એટલે ગ્રુપ દ્વારા તેમ જ અંગત વૉટ્સએપ દ્વારા તમને આ પ્રકારના સંદેશા મળતા રહે છે. આ સંદેશાઓના પ્રતિસાદરૂપે ‘ન્યુઝપ્રેમી’ને નિયમિત સપોર્ટ આપતા તમામ વાચકોનો હૃદયપૂર્વક આભાર.

તમે સૌ જાણો છો કે ‘ન્યુઝપ્રેમી’ની દરેક વાચનસામગ્રી કલાકોની જહેમત બાદ લખાય છે અને તમામ વાચકો સુધી વિનામૂલ્યે પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર આવતા વાચકે આ મૂલ્યવાન વાચનસામગ્રી વાંચવા એક પૈસો આપવો પડતો નથી. જે વાચકો પોતાના ઉમળકાથી આ લખાણો પ્રત્યેનો પોતાનો આદર વ્યક્ત કરવા નાનું મોટું કૉન્ટ્રિબ્યુશન મોકલતા રહે છે તેમના સાથસહકારથી આ વિચારયાત્રા વિનાવિધ્ને સડસડાટ આગળ વધતી રહે છે. તમે પણ વહેલી તકે ‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ આપતા વાચકોમાં સામેલ થઈ જાઓ એવું નિમંત્રણ આપવા માટે, તહેવારોની ઉજવણીના આ દિવસોમાં, તમારી પાંચ મિનિટ લીધી છે.

બૅન્ક ટ્રાન્સફર, પેટીએમ કે પછી ગૂગલ પે દ્વારા તમે ‘ન્યુઝપ્રેમી’ માટેનો તમારો ઉમળકો વ્યક્ત કરી શકો છો. વિગતો આ સાથે છે.

અગાઉ તમને મોકલાઈ ચૂકેલી સપોર્ટ માટેની અપીલોની લિંક પણ આ સાથે છે—જો તમારે ફરી એકવાર એના પર નજર નાખવી હોય તો.

‘ન્યુઝપ્રેમી’ના ચાહકો અને સૌરભ શાહના વાચકો માટે એક અગત્યની જાહેરાત

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

‘કટિંગ ચા સિરીઝ’ના શીર્ષકથી આઠ-નવ હપ્તાની એક વિગતવાર શ્રેણી પણ ‘ન્યુઝપ્રેમી’ના કામકાજ વિશે અને વન-પેન-આર્મીના બૅકગ્રાઉન્ડ વિશે તમને મોકલી હતી જે તમે વાંચી હશે. કદાચ સમયના અભાવે વાંચવાની રહી ગઈ હોય તો જરૂર નજર ફેરવી લેજો- ઇન્ટરેસ્ટિંગ છે, તમને મઝા આવશે. એની પણ લિંક આ સાથે છે.

તમને યોગ્ય લાગે તો તમારા સર્કલના બીજા લાઇકમાઈન્ડેડ મિત્રોને પણ ‘ન્યુઝપ્રેમી’ સાથે જોડાવાનું કહેજો. ગ્રુપમાં જોઈન થવાની લિન્ક આ સાથે છે.

https://chat.whatsapp.com/DMYl2rZ1ACo2XPqTMNgbgu

દિવાળી અને બેસતા વર્ષ નિમિત્તે અલગથી શુભેચ્છા સંદેશો મોકલીને તમારા ફોનની મેમરી બ્લૉક નહીં કરું. તમને અને તમારા પરિવારજનોને વિક્રમ સંવત 2077નું નવું વર્ષ સુખ, શાન્તિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે એવી ઇશ્વરને પ્રાર્થના.

—સૌરભ શાહ

1 COMMENT

  1. સૌરભભાઈ અને ન્યૂઝપ્રેમી પરિવારને દિવાળી ના શુભ તહેવારો અને નવા વર્ષના સાલમુબારક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here