જિંદગીને સમજવામાં સહેલી પડે એવી વાતો ગુંચવાઈ ગઈ છે: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગઃ બુધવાર, 29 જુલાઈ 2020)

ધર્મ અને અધ્યાત્મ – આ બંને છેવટે તો છે માણસના જીવનને વધુ સારું બનાવવા માટે. આ બેઉની જીવનમાં અનિવાર્યતા છે. કારણકે જીવન માત્ર વૈજ્ઞાનિક વહેવારોથી નથી ચાલતું. આત્મા, પુનર્જન્મ અને મોક્ષ વિશે અનેક ઋષિમુનિઓ તથા વિદ્વાનો તથા મહાપુરુષોએ પોતપોતાની રીતે વિચારો કર્યા. એમનું ચિંતન-મનન આપણા શાસ્ત્રોમાં સંઘરાયેલું છે. આમાંથી કશાયનો નકાર કર્યા વિના આપણે આપણી સમજ અને પાત્રતા મુજબ કશુંક ઉમેરીને આગળ વધવાનું છે.

આત્મા શું છે?
શું પુનર્જન્મ થતો હોય છે?
અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?

બહું લાંબું કર્યા વિના ટૂંકમાં જ થોડી વાતો કરીએ. આ વાતો સાથે સંપૂર્ણપણે તમે અસહમત થતા હશો તોય તમારો આદર છે, એમાંની કેટલીક વાતો નકારીને કેટલીક સ્વીકારશો તોય તમે સરઆંખો પર અને બધી જ વાતો તમારા ગળે ઊતરી જાય તો તમારા આ સ્વીકાર બદલ તમને વંદન.

વનસ્પતિ સજીવ છે છતાં ગુલાબનું ફૂલ કરમાઈને ખરી પડે છે ત્યારે બીજાં ગુલાબો એકબીજાંને પૂછતાં નથી કે પેલા ખરી પડેલા ગુલાબનો આત્મા ક્યાં ગયો. કીડીમાં પણ જીવ છે છતાં એક કીડીનો મૃતદેહ જોઈને બાકીની કીડીઓને આત્મા વિશે સવાલ થતો નથી. આત્મા વિશેના પ્રશ્ર્નો માણસને જ થાય છે, કારણ કે એ વિચારી શકે છે.

આત્મા વિચારને કારણે જન્મે છે, આત્માનું અસ્તિત્વ વિચારના સ્તર પર છે. આત્મા એક કન્સેપ્ટ છે, જેને પ્રતીક રીતે સમજવાની કોશિશ કરવાની હોય. એને એક રૂપક ગણીને જીવનના તત્ત્વજ્ઞાનમાં ઊંડા ઊતરવાનું હોય.

અવિનાશી શું હોઈ શકે જીવનમાં? જીવનનાં મૂલ્યો, જીવન જીવવામાં હોકાયંત્રની જેમ કામ લાગતા સિદ્ધાંતો તથા જીવનની ગુણવત્તા માપવાની ફૂટપટ્ટી જેવી નીતિમત્તા.

એને બદલે થયું છે શું? આત્માની આગળપાછળ એક મસમોટી જાળ ગૂંથી લેવામાં આવી. આત્માને વૈચારિક સ્તરેથી ઉપાડીને લગભગ ભૌતિક સ્તરે મૂકી દેવામાં આવ્યો. અને પછી તો આત્માનાં વર્ણનો, ક્યારેક તો ચિત્રાત્મક વર્ણનો પણ, થવાં લાગ્યાં. આત્માનું તેજ બતાવવા ચિત્રમાં આભામંડળ મૂકાય અને મૃત્યુ પછી આત્મા શરીર છોડીને જતો હોય એવું દર્શાવવા શરીરમાંથી અવકાશ ભણી જતો તેજલિસોટો દેખાડાય. મારે ખૂબ નમ્રતાપૂર્વક અને આગ્રહપૂર્વક કહેવું છે કે આત્મા વિશેની આવી ભ્રમણાઓમાંથી બહાર આવ્યા વિના કોઈ વ્યક્તિનો ખરો વિકાસ થવો શક્ય નથી.

આત્મા એટલે માણસના વિચારો તથા એના અનુભવોમાંથી ઘડાયેલું એનું અંગત માનસિક વિશ્વ. હૃદયનું કામ યાંત્રિક રીતે શરીરનું સંચાલન કરવાનું. પણ મનુષ્ય ફક્ત હૃદય નામના શરીરના એક અગત્યના અવયવને લીધે કે માત્ર અન્ય તમામ અવયવોને લીધે જીવતો નથી. એ પોતાની પાસેના માનસિક વિશ્વને કારણે પણ જીવે છે.

કોઈકના મૃત્યુ પછી આપણે જ્યારે એમને શ્રદ્ધાંજલિ આપતાં કહીએ છીએ કે એમનો આત્મા બહુ ઉચ્ચ કોટિનો હતો ત્યારે એમ કહેવા માગતા હોઈએ છીએ કે એમણે જીવનના અનુભવો દ્વારા તથા પોતાના વિચારો દ્વારા એક એવા અંગત માનસિક વિશ્વનું સર્જન કર્યું જેને કારણે એમને પોતાને તો જીવવાનો આનંદ-સંતોષ મળ્યો જ, એમને લીધે એમની આસપાસની દુનિયાના લોકો પણ એ આનંદ-સંતોષનો સ્પર્શ અનુભવતા થયા. માણસનો સ્વભાવ તથા એના અસલ વ્યક્તિત્વના સરવાળામાંથી આ ‘આત્મા’ સર્જાય છે. માણસના આ અનુભવો- વિચારોમાંથી ઘડાતા સ્વભાવનું તથા વ્યક્તિત્વનું કાઠું એટલું મજબૂત હોવું જોઈએ કે બહારનું કોઈ પણ પરિબળ એને નાનો સરખો ઘસરકોય કરી ન શકે. કોઈના દબાણ હેઠળ ઝૂકી જતા વ્યક્તિત્વની કે કોઈના ડરને લીધે ઢંકાઈ જતા મનુષ્યના અસલી સ્વભાવની જ્ઞાનીઓએ તથા મનીષીઓએ દયા ખાધી છે.

આત્મા અમર છે એનો અર્થ શું થયો? ભગવદ્ ગીતાના ‘સાંખ્યયોગ’ નામક દ્વિતીય અધ્યાયમાં કહ્યું કે આત્માને શસ્ત્ર છેદી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતો નથી, વાયુ સૂકવી શકતો નથી. નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ, નૈનં દહતિ પાવક:; ન મૈનં કલેદ્યન્ત્યાપો, ન શોષયતિ મારુત:. અને મહર્ષિ વેદવ્યાસે જ્યારે કહ્યું કે ન હન્યતે હન્યમાને શરીરે, આ આત્મા કદી જન્મતો પણ નથી અને મરતો પણ નથી અર્થાત્ એ નિત્ય છે, અવિનાશી છે- ત્યારે એનો અર્થ શું થયો?

સમજીએ. અવિનાશી શું હોઈ શકે જીવનમાં? જીવનનાં મૂલ્યો, જીવન જીવવામાં હોકાયંત્રની જેમ કામ લાગતા સિદ્ધાંતો તથા જીવનની ગુણવત્તા માપવાની ફૂટપટ્ટી જેવી નીતિમત્તા. જે અવિનાશી છે તે મૂલ્યો, આ સિદ્ધાંતો, આ નીતિમત્તા છે. પૃથ્વી પર જ્યાં સુધી મનુષ્ય વસે છે ત્યાં સુધી આ સઘળું રહેવાનું છે. કારણ કે એ (મૂલ્યો, સિદ્ધાંતો, નીતિમત્તા) દ્વારા જ જગતનું સંચાલન ઠીક રીતે થઈ શકે એમ છે એવું આપણે જોઈ લીધું છે, આપણા પૂર્વજોએ પણ જોઈ લીધું છે, આપણા પછીની પેઢીઓને પણ એ જ અનુભવ થવાનો છે. આજે એક આખી જનરેશન વૃદ્ધ થઈ જાય, મૃત્યુ પામે, નવી પેઢી આ દુનિયાને ભોગવતી થઈ જાય, સંભાળતી થઈ જાય તો પણ મૂલ્યો, સિદ્ધાંતો, નીતિમત્તાનું મહત્ત્વ નામશેષ નથી થવાનું. હા, જમાના મુજબ એમાં ફેરફારો થવાના. ફેરફારો એટલે કેવા ફેરફારો? ચાર પગે ચાલતો મનુષ્ય ઉત્ક્રાંતિ દરમ્યાન બે પગે ચાલતો થઈ જાય એ પછી એને વાંદરાની જેમ એક ડાળીએ લટકીને બીજી ડાળીએ જવા માટે કે કૂદકો મારતી વખતે બૅલેન્સિંગ માટે પૂંછડીની જરૂર ન રહે ત્યારે ક્રમશ: એ અવયવ શરીરમાંથી નામશેષ થઈ જાય. બસ, એવો ફેરફાર થાય, એ સિવાયનો નહીં. (જોકે, કેટલાકમાં એ પર્ટિક્યુલર અવયવ આજની તારીખે પણ મોજૂદ હોય છે એ વાત જરા જુદી છે અને એ અવયવને ભોંયમાં દાટ્યા પછી પણ એનો આકાર યથાવત્ રહે એવાય આત્માઓ હજુ જોવા મળે છે આ જગતમાં, એ વાત તો વળી સાવ જ જુદી.)

આત્મા અમર છે એનો અર્થ એ છે કે આ મૂલ્યો, સિદ્ધાંતો, નીતિમત્તા જેવા સદ્ગુણો અમર છે. કોઈ પ્રામાણિક વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે જગતમાંથી પ્રામાણિકતા મરી પરવારતી નથી (કોઈ જુલમી વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે પણ જગતમાંથી જુલમ મરી પરવારતો નથી. ગાંધીજીના અવસાનને કારણે સત્ય કે હિટલરના મોતને કારણે જુલમ આ દુનિયામાંથી નામશેષ થઈ ગયાં નથી.)

શાશ્વત અને અવિનાશી એવા સદ્ગુણોથી ઘડાતા સ્વભાવ અને વ્યક્તિત્વમાંથી સર્જાતા વિચારોને ધાકધમકીથી કોઈ ડરાવી શકતું નથી. એને કોઈનાય શસ્ત્રનો ડર નથી હોતો, ન તો અગ્નિ- પાણી- વાયુ જેવાં નૈસર્ગિક તત્ત્વો આપત્તિ બનીને એનું કશું બગાડી શકવાનાં. મનુષ્યના જીવનમાં કુદરત દ્વારા સર્જાયેલા સંજોગોમાં પણ આ સદ્ગુણો અડીખમ રહે છે.

અને આત્મા અમર છે એ વાતને હજુ વધુ સરળતાથી સમજી લઈએ. કાલ ઊઠીને હું ગુજરી જઉં (કાલ એટલે કાલે ને કાલે નહીં) તો હું મારા વર્તન દ્વારા, મારાં લખાણો દ્વારા જે જે વ્યક્તિઓના સીધા- આડકતરા સંપર્કમાં આવ્યો છું તે દરેકના મનના એક નાનકડા ખુણે યાદ રહેવાનો છું, મારી છાપ છોડી જવાનો છું. જેમ મારા પિતાના વ્યક્તિત્વ- વિચારોનો એક અંશ એમના ગયા પછી એમના તમામ સગાં-સંબંધી, વારસદારો, અંગત અને ધંધાદારી મિત્રો, પરિચિતોમાં જીવે છે એમ જ. અને ભવિષ્યમાં જ્યારે તમારાં સો વર્ષ પૂરાં થઈ જશે ત્યારે તમારો એક અંશ આ બધામાં જ જીવતો રહેશે- એ અંશ જેમાં મારો અંશ ભળેલો છે અને મારા એ અંશમાં મારા પિતાનો એક અંશ પણ છે. આમ મારા પિતાનો આત્મા ક્યારેય નહીં મરે. આમ મારો આત્મા ક્યારેય નહીં મરે. આમ તમારો આત્મા ક્યારેય નહીં મરે. આપણા ગયા પછી આપણે આપણા સંપર્કમાં આવેલા, ભૌતિક કે વૈચારિક રીતે સંપર્કમાં આવેલા, તમામ લોકોમાં- એમના વિચારોમાં, એમના સબકોન્શ્યસમાં, એમના હૃદયના કોક છાને ખૂણે જીવતા જ હોઈએ છીએ. આત્મા અમર છે એનો અર્થ આ થયો. આત્માની સમજને આવા વ્યવહારુ તથા તદ્ન સરળ સ્તરે લઈ ગયા પછી જિંદગીની ગૂંચ ઓછી થાય છે અને જીવવાની ગંભીરતા વધી જાય છે.

આજનો વિચાર

મનોમન માનતા હોઈએ કે આવું તો કંઈ થવાનું જ નથી તો પછી એ ઘટના બને એવી આશા રાખીને શું કામ બેસી રહેવું.

– નેલ્સન મન્ડેલા
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

11 COMMENTS

  1. je rite prakash nu vigyan ane GANIT aapne manushyo mate quantum physics thaki available chhe, tevi rite, aatma nu vigyan, sajiv ni andar na chaitany ni gati ne asar karta factors ane tenu GANIT manushyo ne uplabdh thase tevo mane vishwas chhe.
    Mara Vicharo no samuh jene hun atma hova ni shakyata tarike joun chhu; jo maru HydroCarbon ni shrunkhala thi banelu sharir sachvi shakvani kshmta gumavi deshe tyare, aa vicharo no samuh(ie ATMA) mara sharir ne tyagshe ke jene aapne mrutyu ganie chhe.
    Ane aa atma tene anrup navu HC nu malkhu shodhi leshe ane aa nava sharir thaki pun:janma prapt karshe.
    Atma, teni mathematically calculated inherent properties mujab navo janma leshe tevo maro vishwas chhe.
    Adikal thi manushyone prerna thay chhe ke atma, chaitanya…. vigere shun chhe parantu mathemetical calculation achiv kari lidha pachhi aa issue pan light energy ni jem clear ane human being na upyog ma lai shakay tevo engineering subject thai jase.
    Name of this subject should be “adhyatmik vigyan nu ganit”.

          • પ્રકાશ નુ વિજ્ઞાન અને ગણિત quantaum physics થકી શક્ય બન્યુ છે ( E=mC^2….) પરંતુ આત્મા હજી સુધી સંભાવના પર આધારિત વિષય બની રહ્યો છે.
            * ‘જીવ ના વિચારો નો સમુહ’ તે જ આત્મા હોવા ની સંભાવના હું જોવું છું. અને મારું શરીર આ આત્મા ને સાચવવાની biological ક્ષમતા ગુમાવશે ત્યારે ખાસ પ્રકારે બનેલું આ HydroCarbon નુ આ શરીર છોડીને, મા ના ગર્ભમાં ઉછરી રહેલા નવા HaydroCarbon ના માળખાં મા પ્રસ્થાપિત થશે.
            *જે તે આત્મા ની નવા શરીર ની પસંદગી તે આત્મા ની inherent properties પર આધારિત રહેશે અને આ properties આપણે મનુષ્યો માટે હજુ સુધી વૈજ્ઞાનિક રહસ્ય છે.
            * આત્મા, ચૈતન્ય…વિગેરે શું છે તેની પ્રેરણા આદિકાલ થી મનુષ્યો ને થતી આવી છે પરંતુ વિચાર વિજ્ઞાન ના ગાણિતિક સુત્રો મેળવી લીધ પછી આ વિષય પણ સ્પષ્ટ અને માનવ ના ઉપયોગ મા લાવી શકાય તેવો Engineering વિષય બની રહેશે તેવી મારી મૌલિક ધારણા છે.

  2. We live simultaneously in multiple modes.
    Two important modes are Physiological and Psychological. Both are interdependent. Being aware is part of Psychology and that makes all types of feelings, thinking, etcetera. Concept of ATMA is as good as concept of The Almighty. The main aim is to support RELIGION. Religion guides to do proper duty.
    By the way, each one of us is not one entity. Billions of lives in each body. Every living cell is a life. Likewise The Almighty is not ONE. It’s beautifully conceived as PURNA (absolute). Each one is part of that PURNA. ” Aham Brahmansi” (Adwaitism) follow this thinking. !!!!
    ASTU

  3. સૌ પહેલાં તો ભગવદ્ ગીતાજીને આટલા સરળ અને ચોટદાર રીતે સમજાવવા બદલ. એક નિખાલસ કબૂલાત કે મેં પૂરી ગીતાજીને ક્યારેય વાંચ્યા નથી. માટે એ વિશેની મારી સમજ પણ સાવ મર્યાદિત હોવાની. અને જે કંઈ છે, તે ઈધર-ઉધરથી વાંચેલી, સાંભળેલી કે ક્યાંક જોયેલી જ છે.
    મને ૨ પ્રશ્નો છે…
    ૧) જો આત્મા અમર છે, ક્યારેય જન્મતો કે મરતો નથી તો, વિશ્વની પોણા આઠ અબજની માનવવસ્તી અને એ સિવાયના તમામ સજીવો, દા.ત. દસ અબજ સજીવોમાં આમ લગભગ અઢાર અબજ કુલ જીવો હયાત છે. એમાંના દર સેકન્ડે અમુક મરે છે અને એથીય વધુ સંખ્યામાં જન્મે છે. જો આ બધા જ સજીવો ની સંખ્યા અચળ હોય (કોઈ જન્મતું કે મરતું નથી માટે) તો એ સંખ્યામાં વધારો કંઈ રીતે અને કેમ થાય છે? કારણ સીધું જ છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે જ એ સ્થીર છે. આમ કેમ?
    બીજો પ્રશ્ન– દરેક જીવને જો પોતાના કર્મો આધારિત એ જ જન્મ કે એ પછીના જન્મોમાં ફળ મળતું હોય (ગીતાજીમાં કે આપણાં વેદો, ઉપનિષદમાં કહ્યા મુજબ) અને દરેકને આ “લખચોરાસી” ભવો પાર કરવાના હોય, તો શું એ જીવને એક ભવ એવો નહીં આવે જ્યાંથી એણે જુનું જ “બાકી આગળ ખેંચવું” નહીં પડે? મતલબ કે એ જીવને અમુકતમુક જન્મો પછી પોતાનું અલગ જીવવા જ નહીં મળે ને? અહીં એ વાત ખાસ છે કે એ જીવના અમુકતમુક જન્મો અર્ધા કલાકના ય હશે, જેમાં એ જુની ખાધ કે પુરાંત પણ પૂરી નહીં કરી શકે…
    આ બીજા પ્રશ્નનો સંદર્ભ ઑશોના પુસ્તક ‘શીવ સૂત્ર’માં છે જ.

  4. આત્મા અને અમરત્વ નુ બહુ સચોટ અને ધારદાર નીરુપણ થયું છે.
    આત્મા અને અમરત્વ ને અલગ અન્દાઝ થી સમજવા નો સરસ મોકો મળયો આ લેખ દ્વારા.
    Words never suffice ….but it does not mean they are not to be said.
    Thank you so much…:)

  5. Ek din mit jaye ga mayi ke mol, jag me rahe jayenge pyare tere bol, duje ke hotho pe de kar apne geet, koi nishani chhod , phir duniya se bol….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here