‘મણિકર્ણિકા’ નહીં જુઓ તો પસ્તાશો: સૌરભ શાહ

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું મૂળ નામ ‘મણિકર્ણિકા’ જેના પરથી કંગના રાણાવતની દમદાર ફિલ્મ બની અને આજે પૂરી ભવ્યતા સાથે રિલીઝ થઈ.

રાષ્ટ્રપ્રેમ કોને કહેવાય એ આપણને રાણી લક્ષ્મીબાઈ પોતાનું બલિદાન આપીને કહે છે. ઝાંસીની રાણી કેવી રીતે પોતાની માતૃભૂમિ માટે બલિદાન આપે છે એની શૌર્યગાથા આ ભવ્ય ફિલ્મમાં વણી લેવાઈ છે. રાજીવ મસંદ અને અનુપમા ચોપડા જેવા બીજા અનેક સેક્યુલર રિવ્યુઅરો આ રાષ્ટ્રપ્રેમી ફિલ્મને પણ વન કે વન ઍન્ડ અ હાફ સ્ટાર્સ આપીને વખોડી કાઢશે, તમને આ ફિલ્મ જોતાં રોકશે. રાજીવ-અનુપમાના ગુજરાતી કાઉન્ટરપાર્ટસ્ પણ પાણીમાંથી પોરા કાઢીને ફિલ્મને વખોડશે. પણ તમે જો રાષ્ટ્રપ્રેમી હો તો આ વખતની ૨૬મી જાન્યુઆરી ઊજવવા ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે નજીકનાં થિયેટરમાં પહોંચી જજો. ફિલ્મનો સંદેશો સ્પષ્ટ છે: દેશ સે હૈ પ્યાર તો હર પલ યે કહના ચાહિયે/ મૈં રહું યા ના રહું ભારત યે રહના ચાહિયે.

જે ભારતવાસીઓને ફિલ્મની આ પંક્તિઓ સાથે નિસબત નથી તેઓ ભલે ‘મણિકર્ણિકા’ ન જુએ, તમે જરૂર જજો. ફિલ્મનો વિગતવાર રિવ્યૂ નિરાંતે પોસ્ટ કરીશું. હમણાં જ ‘મણિકર્ણિકા’નો શો પૂરો થયો. હવે લંચ માટે ટાઇમ મળે કે ન મળે બીજી રાષ્ટ્રવાદી ફિલ્મ જોવાની છે: ‘ઠાકરે’.

બેઉ ફિલ્મોનો વિગતવાર રીવ્યૂ મોડેથી www.newspremi.com પર મૂકું છું.

4 COMMENTS

  1. મણિકર્ણીકા.નામ બસ છે ,વંદન ,અભિનંદન સૌરભ શાહ ને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here