કુછ મતભેદ: વાજપેયી અને અડવાણી વચ્ચેના

સન્ડે મૉર્નિંગસૌરભ શાહ

અટલ બિહારી વાજપેયી સાથે થયેલા બે મેજર મતભેદોનું બયાન લાલકૃષ્ણ અડવાણીએ ‘માય ક્ધટ્રી, માય લાઈફ’ શીર્ષકની આત્મકથામાં લખેલા પેટા પ્રકરણ ‘કુછ મતભેદ’માં આપ્યું છે.

અડવાણી આરંભમાં જ લખે છે: ‘મૈં યહાં દો ઉદાહરણ દેના ચાહતા હૂં, જબ અટલજી ઔર મેરે બીચ કાફી મતભેદ ઉત્પન્ન હુઆ થા. અયોધ્યા આંદોલન કે સાથ ભાજપા કે સીધે જુડને કે બારે મેં ઉન્હેં આપત્તિ થી. લેકિન ધારણા ઔર સ્વભાવ સે લોકતાંત્રિક હોને કે નાતે તથા હંમેશાં સાથિયોં કે બીચ સર્વસમ્મતિ લાને કે ઈચ્છુક હોને કે કારણ અટલજીને પાર્ટી કા સામૂહિક નિર્ણય સ્વીકાર કિયા.’

મતભેદનો બીજો બનાવ ૨૦૦૨માં બન્યો. ૨૭ ફેબ્રુઆરીએ કેટલાક મુસ્લિમોએ પૂર્વયોજિત કાવતરા મુજબ ૫૯ કારસેવકોને ટ્રેનમાં જીવતા સળગાવી દીધા. એ ઘૃણાસ્પદ ઘટનાની તીવ્ર પ્રક્રિયા રૂપે ગુજરાતનાં કેટલાંક સ્થળોએ કોમી રમખાણો ફાટી નીકળ્યાં જેમાં હિંદુ-મુસ્લિમ બેઉ મળીને કુલ હજારેક લોકોનાં મોત થયાં. માર્યા ગયેલાઓમાંના મોટાભાગનાઓ તોફાનીઓ હતા, પોલીસ ગોળીબારમાં માર્યા ગયા. પણ મીડિયાએ એવી છાપ ઊભી કરી કે ગુજરાતના હિંદુઓએ મુસ્લિમોનું જાતીય નિકંદન કાઢી નાખ્યું. આ રમખાણો પાછળના ગોધરા હિંદુ હત્યાકાંડના ઘૃણાસ્પદ બનાવને મીડિયાએ સાવ ભૂલાવી દીધો અને મુસ્લિમો પરના અત્યારના બનાવોને બઢાવી ચઢાવીને દિવસરાત ટીવીવાળા પત્રકારોએ લૂપમાં દેખાડવાનું શરૂ કર્યું. આને કારણે દેશભરમાં અને વિદેશમાં પણ એક તદ્દન ખોટી છાપ ઊભી થઈ કે ગુજરાતના હિંદુઓ જબરા છે – મુસલમાનો બિચારા છે, હિંદુઓ ખૂની છે મુસલમાનો ચૂપચાપ માર ખાઈ રહ્યા છે. આવા પર્સેપ્શનને કારણે ગુજરાતના તે વખતના ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનો અનેક ઠેકાણેથી વિરોધ થવા લાગ્યો. વિરોધી પક્ષો તો મોદીના રાજીનામાની માગણી કરતા જ હતા, ભાજપ-આરએસએસમાં પણ કેટલાંક તત્ત્વોે એવાં હતાં જેમને મોદીની ઑનેસ્ટી તથા કામ કરવાની નો-નૉનસેન્સ પદ્ધતિ આંખમાં કણાની જેમ ખૂંચતી હતી, કારણ કે તેઓએે માની લીધેલું કે અગાઉ જેમ કૉન્ગ્રેસના રાજમાં કૉન્ગ્રેસીઓનાં ખોટાં કામો સરકારમાં થઈ જતાં તેમ જ કેશુભાઈના રાજમાં કેશુભાઈના મળતિયાઓની ગેરવાજબી ફાઈલો તાત્કાલિક ક્લિયર થઈ જતી એમ મોદી સરકારમાં પણ પરંપરા મુજબ કાર્ય થશે. પણ મોદી જુદી માટીના નીકળ્યા. દેશ માટેની પ્રતિબદ્ધતા જેમનામાં ઠાંસી ઠાંસીને ભરેલી હોય, ઉપરાંત સરકારી તંત્રનો યોગ્ય ઉપયોગ કરવાની જેનામાં આવડત હોય એવો નેતા અગાઉ ભાગ્યે જ લોકોએ જોયો હતો. અને એટલે જ ૨૦૦૨નાં રમખાણોના બહાને કૉન્ગ્રેસીઓ-બિનકૉન્ગ્રીઓ સૌ કોઈ મોદીનું માથું વાઢી લેવા તલપાપડ બન્યા હતા.

અડવાણીને વાજપેયી સાથે બીજી વારનો સૌથી મોટો મતભેદ આ જ કારણોસર સર્જાયો.

અડવાણી લખે છે: ‘ભાજપના તથા એનડીએ ગઠબંધનના કેટલાક લોકો માનતા હતા કે મોદીએ પોતાના પદનો ત્યાગ કરવો જોઈએ. પણ આ બાબતે મારો મત તદ્દન ભિન્ન હતો. ગુજરાતમાં સમાજના વિભિન્ન વર્ગના લોકો સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ હું એવા નિર્ણય પર આવ્યો હતો કે મોદીને ટાર્ગેટ ન બનાવવા જોઈએ. હું માનતો હતો કે મોદી અપરાધી નથી પણ એ પોતે રાજનીતિના શિકાર બની ગયા છે.’

આ વિશે વાજપેયીનો મત અડવાણી કરતાં તદ્દન જુદો હતો. વાજપેયી એ વખતે વડા પ્રધાન હતા. ભાજપ અને એનડીએની ઈમેજ મોદીને કારણે ખરડાઈ રહી છે એવું માનનારાઓમાં વાજપેયી પણ હતા. વાસ્તવિકતાની આરપાર જોવા કોઈ તૈયાર નહોતું. સેક્યુલર મીડિયાના પ્રચારના નગારાના ઘોંઘાટમાં કાન દઈને સત્યની પિપૂડી સાંભળવામાં કોઈને રસ નહોતો. આવા સંજોગોમાં વાજપેયીએ નક્કી કરી નાખેલું કે મોદીને ગુજરાતના ચીફ મિનિસ્ટરપદેથી ઉઠાડી મૂકવા જેથી ભાજપની આબરૂ સચવાઈ જાય.

અડવાણી આ વખતે વાજપેયીની સામે પડ્યા.

આ આખીય કથા ખુદ અડવાણીના મોઢે સાંભળવા જેવી છે. વધુ સોમવારે.

કાગળ પરના દીવા

ચૌરાહે પર લુટતા ચીર
પ્યાદે સે પિટ ગયા વજીર
ચલૂં આખિરી ચાલ
કિ બાઝી છોડ વિરક્તિ રચાઉં મૈં?
રાહ કૌન-સી જાઊં મૈં?
સપના જન્મા ઔર મર ગયા,
મધુ ઋતુ મેં હી બાગ ઝર ગયા,
તિનકે બિખરે હુએ બટોરું
યા નવ સૃષ્ટિ સજાઉં મૈં
રાહ કૌની-સી જાઊં મૈ?
દો દિન મિલે ઉધાર મેં,
ઘાટે કે વ્યાપાર મેં,
ક્ષણ-ક્ષણ કા હિસાબ જોડૂં
યા પૂંજી શેષ લુટાઊં મૈં?
રાહ કૌન-સી જાઊં મૈં?

અટલ બિહારી વાજપેયી

( મુંબઇ સમાચાર : રવિવાર, 2 સપ્ટેમ્બર 2018)

7 COMMENTS

  1. હવે સોમવાર ની રાહ જોવી મુશ્કેલ છે

  2. Saurabhsir
    Wah Bajpijee ni series vachvani kharekhar khub maja pade che ghani avi intresting vato che j aj phela khabar nhoti keep it up sir

  3. સૌરભભાઈ સુપર્બ આર્ટિકલ મજા પડી ગઈ. આજે રજા હોવાથી ટાઈમ નીકળી જશે, કાલની રાહ જોવામાં તકલીફ નહીં પડે.

  4. Advani-Bajpayee duo have played vital role to eliminate Congress’s ill culture from BHARAT.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here