અરવિંદની આમદની અઠન્ની છે, અરવિંદ માટે આંગણું ટેઢું છે, અરવિંદ પાસે કૂટવા માટે ભગલો છે (કેજરીવાલની કલંકકથા: ભાગ-3) : સૌરભ શાહ

(ન્યુઝવ્યુઝ, NewsPremi .com : શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2025)

પંજાબ વિધાનસભાની ચૂંટણી 2022માં થઈ. ત્રણ વર્ષ પહેલાં થયેલી આ ચૂંટણીના પ્રચાર વખતે કેજરીવાલ અને એના પાપિયાઓએ પંજાબના મતદારોને દિલ્લીની જેમ આડેધડ વચનો આપ્યાં. 117 બેઠકોમાંથી 92 બેઠકો આમ આદમી પાર્ટીને મળી. બે તૃતિયાંશ જ નહીં, ત્રણ ચતુર્થાંશ કરતાં પણ વધારે બહુમતીથી ‘આપ’ની ભવ્ય જીત થઈ. કેજરીવાલે દારૂડિયા કૉમેડિયન ભગવંત માનને પંજાબની ખુરશી સોંપીને રિમોટ કંટ્રોલ પોતાના હાથમાં રાખ્યું. ત્રણ વર્ષના શાસન પછી પંજાબની આર્થિક હાલતને એક વાક્યમાં વર્ણવવી હોય તો કહી શકાય કે આમદની અઠન્ની, ખર્ચા રૂપૈયા. પંજાબની વાર્ષિક આવક લગભગ રૂ. 60,000 કરોડ છે ને એની સામે ખર્ચ રૂ. 83,000થી વધુ છે. પંજાબને માથે રૂ. પોણા ત્રણ લાખ કરોડથી વધુનું દેવું છે. પંજાબ સરકાર રેવડીઓમાં અને પગારો કરવામાં બજેટના 97% ટકા જેટલો ખર્ચ કરે છે અને રાજ્યના વિકાસ માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ, માત્ર 3(ત્રણ)% રૂપિયા વપરાય છે. આટઆટલી રેવડીઓ આપ્યા પછી પંજાબમાં ત્રણ વર્ષ અગાઉ અપાયેલું એક ચૂંટણીવચન પાળવામાં ‘આપ’ને નિષ્ફળતા મળી છે. સત્તા મેળવવા કેજરીવાલે કહ્યું હતું કે અમે પંજાબની મહિલાઓને દર મહિને રૂ.1,000 આપીશું. 36 મહિના થયા. હજુ આ વચન પળાયું નથી (આમ છતાં નફ્ફટ કેજરીવાલે દિલ્લીમાં દર મહિને રૂ.2,100 આપીશું એવું વચન આપ્યું હતું.) દિલ્લીમાં હાર્યા પછી કેજરીવાલ-ભગવંતની ખાપરા-કોડિયા જેવી જોડી કહે છે કે અમે પંજાબને એક આદર્શ રાજ્ય બનાવીશું ! ભઈલા, ત્રણ વર્ષ સુધી તમે જે કામ ના કર્યું તે હવે કરવાના છો? પંજાબની મહિલાઓને મહિને એક હજાર રૂપિયા આપવાનો વેંત નથી અને ગઈ કાલે કેજરીવાલે જાહેરાત કરી કે પંજાબમાં આર્થિક રીતે નબળા લોકો માટે સરકાર 1,500 એકર જમીન ખરીદીને એમાં ઘરો બનાવશે.

કેજરીવાલની રણનીતિના પાયામાં જૂઠ, જૂઠ અને વધુ જૂઠ સમાયેલું હોય છે. આ ત્રણેય જૂઠને સમજીએ :

1. લોકો યાદ કરાવે કે ફલાણું કામ કરવાનું તમે પ્રોમિસ આપ્યું હતું તે હજુ સુધી કેમ થયું નથી ? ત્યારે વિક્ટિમ કાર્ડ પ્લે કરવાનું. પોતે તો એ કામ કરવા માગે જ છે પણ કેન્દ્ર સરકાર આડે આવે છે, એલજી આડે આવે છે, પાડોશી રાજ્યો સહકાર નથી આપતા, કુદરત સાથ નથી આપતી. ટુ પ્લે વિક્ટિમ કાર્ડનો સુંદર અનુવાદ આપણે ત્યાં ઑલરેડી ઉપલબ્ધ છે : નાચ ના આયે, આંગન ટેઢા.

2. બીજું જૂઠ. કોઈકે કરેલાં કામને પોતાના નામે ચડાવી દેવાનાં. દિલ્લીમાં કેન્દ્રની સહાયથી ઇલેક્ટ્રિક બસો મળે તો કહેવાનું કે જુઓ દિલ્લીવાસીઓ, અમે તમારા માટે નવી બસો લઈ આવ્યા. કેન્દ્ર સરકાર સંચાલિત હૉસ્પિટલોમાં સાજા થતા દર્દીઓના આંકડા બતાવીને કહેવાનું કે અમે આ લોકોને પુનર્જીવન આપ્યું. જમવામાં જગલો અને કૂટવામાં ભગલો જેવાં અનેક ઉદાહરણો તમને (P)AAP ના દસ વરસના (કુ)શાસન દરમ્યાન મળી આવે.

3. ત્રીજું જુઠ્ઠાણું મીડિયાને ખરીદીને ચલાવવાનું. દિલ્લીની 1,250 જેટલી સરકારી શાળાઓમાંથી બે-પાંચ શાળાઓને રંગરોગાન કરાવીને ફોટા પડાવી લેવાના અને દાવો કરવાનો કે જુઓ, અમે ઈન્ટરનેશનલ કક્ષાની સ્કૂલો બનાવી છે. શાળાના બાથરૂમ-ટૉયલેટ્સને કાગળ પર વર્ગખંડ બનાવીને દાવો કરવાનો કે જુઓ, અમે આટલા હજાર નવા ક્લાસ રૂમ્સ બનાવ્યા. નવમા ધોરણમાં ભણતા અભ્યાસમાં નબળા હોય એવા વિદ્યાર્થીઓને એસ.એસ.સી.માં જતા રોકવાના જેથી દાવો કરી શકાય કે જુઓ, અમારે ત્યાં તો એસ.એસ.સી.નું રિઝલ્ટ 100% આવે છે, અમે શિક્ષણનું સ્તર સુધાર્યું છે. દિલ્લીમાં વીજળીકાપ વારંવાર થતો હોવા છતાં દાવો કરવાનો કે અમે 24 કલાક વીજળી આપીએ છીએ. કેટલાય વિસ્તારોમાં પાણી બબ્બેત્રણત્રણ દિવસ સુધી મળતું નથી અને મળે છે ત્યારે ટેન્કર માફિયાઓ પાસેથી મોંઘા ભાવે ખરીદવું પડે છે. અમુક વિસ્તારોમાં પીવા માટે તો શું ફ્લશ કરવા માટે પણ ના વાપરી શકાય એવું પાણી આવે છે છતાં દાવો કરવાનો કે અમે શુદ્ધ જળ ઘરે ઘરે પહોંચાડ્યું છે.

આ તેમ જ આવા અનેક દાવા કેજરીવાલે છાપાંઓમાં ફુલપેજ જાહેરખબરો છપાવીને નિયમિતરૂપે કર્યા છે. જે કામ માટે બજેટમાં પૈસા ફાળવ્યા હોય તે કામ કરવાનું નહીં પણ જાહેરખબરો દ્વારા પ્રોજેક્ટ એવું કરવાનું છે કે અમે સુંદર રીતે આ કામ કરીએ છીએ. બજેટના અડધા પૈસા મીડિયાના મુજરા પાછળ ઉડાવવાના અને બાકીના પોતાના મળતિયાઓમાં વહેંચી દેવાના.

વારંવાર પ્રેસ કૉન્ફરન્સ કર્યા કરતા કેજરીવાલને કે એના ગેન્ગસ્ટરોને આકરા સવાલો પૂછીને પુરાવાઓ માગતો મીડિયાનો એક પણ પત્રકાર હજુ સુધી તમે જોયો છે? ભાજપના નેતાઓની ઉલટતપાસ કરવા સદા તત્પર એવા મીડિયાવાળાઓ શા માટે કેજરીવાલ અને અન્ય પાપિયાઓને શીશમહલ વિશે, શરાબ કૌભાંડ વિશે અને એવા અનેક મુદ્દાઓ વિશે સવાલ પૂછતા નથી. કારણ જાણવું સહેલું છે. કેજરીવાલે એ સૌના મોઢામાં બિસ્કિટ ઠાંસેલાં છે, કોઈકના મોઢામાં તો ચાંદીનાં અને સોનાનાં બિસ્કિટ પણ ઠાંસેલાં હોય છે. મીડિયાને ખરીદીને પોતાનાં પાપ છુપાવવા અને પોતે નહીં કરેલા કામની સફળતા વિશે પ્રચાર કરાવવો એ કેજરીવાલની દસ વર્ષની સફળતાનું એક ઘણું મોટું પાસું રહ્યું છે.

નૌટંકી કરવામાં અરવિંદ ઉસ્તાદ છે. હું તમારા જેવો આમ આદમી છું એવું નાટક કરવા બદલ ઑસ્કારવાળાએ એને ઍવોર્ડ આપવો જોઈએ. પોતાની વામણી સાઈઝ કરતાં બે સાઈઝ લાર્જ એવું વાદળી રંગનું ખમીસ પહેરીને પગમાં લઘરા જેવા ચંપલ પહેરી ખિસ્સામાં દસ રૂપિયાની બ્લ્યુ ઢાંકણાવાળી રેનોલ્ડ પેન લટકાવીને અરવિંદે પોતાની ઇમેજ ઊભી કરી. મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પછી વેગનઆરમાં પોતાની ઑફિસ પહોંચવું, એ દિવસે ઘરેથી નીકળીને મેટ્રો રેલવેમાં પ્રવાસ કરવો, ચૂંટણી પહેલાં વચન આપવું કે મુખ્યમંત્રી તરીકે મને મોટી જગ્યાની જરૂર નથી, હું તો રહેવા માટે બે બેડરૂમનો ફ્લેટ સરકાર પાસેથી લઈશ. આવું એણે સોગંદનામા પર લખીને આપેલું છે. આ એફિડેવિટ તમને ગુગલ પર સર્ચ કરવાથી મળી જશે. મારે કંઈ સિક્યુરિટીના તામઝામની જરૂર નથી. મને કોઈનાથી ભય નથી. મારે શું કામ સુરક્ષાવ્યવસ્થા પાછળ સરકાર પાસે કરોડોનો ખર્ચ કરાવવો પડે? મારી જેમ મારી કેબિનેટના પ્રધાનો, મારા વિધાનસભ્યો પણ સાદગીથી રહેશે, સાદી ગાડી વાપરશે, પોતાની સુરક્ષા માટે સરકાર પાસે એક પૈસો ખર્ચ નહીં કરાવે આવું વારંવાર વારંવાર આ જુઠમાસ્ટરે કહ્યું છે.

આ જ મુદ્દાને આગળ વધારવા કેજરીવાલના દસ વર્ષના શાસનના પાંચ સૌથી મોટાં કૌભાંડની વાત કરીએ :

1. શીશમહલ : ચાર લાખનું ટીવી અને આઠ લાખનું બિલ, આવાં પંદર-વીસ ટીવી. લાખોના પડદા, લાખોના બાથરૂમ, સોને મઢેલા કમોડ, જિમનાં મોંઘાં સાધનો જેનું ભાડું દીકરાને ફાયદો થાય એવી કંપનીમાં જમા થાય, એક નહીં- બે નહીં પણ આસપાસના કુલ ચાર પ્લોટ ભેગા કરીને વિશાળ મુખ્યમંત્રી આવાસ બનાવી લેવાનો ચૂપચાપ-કોવિડ દરમ્યાન. જે ગાળામાં દેશ આખો સંકટમાં હતો ત્યારે દસ રૂપિયાની રેનોલ્ડ બૉલપેન દેખાડનારો આ ‘કૉમન મૅન’ પોતાના માટે રૂ. 75-80 કરોડના ખર્ચે શીશમહલ બનાવે છે. અને પી.ડબલ્યુ.ડી.ની ફાઈલમાં કારણ શું લખાવે છે ? ઘરમાં થોડું રિપેરિંગ કરાવવાનું છે- છતનો પોપડો ખરી પડ્યો એટલે. વિચાર કરો કે આ માણસને કેટલો કૉન્ફિડન્સ હશે કે પોતે આજીવન દિલ્લી રાજ્યનો સી.એમ. રહેવાનો છે કે એણે પોતાના માટે આવો લક્ઝુરિયસ મહલ બનાવી લીધો. તમને ખબર જ છે કે એણે જાહેરમાં કહેલું કે , ‘મોદી આ જનમમાં તો આમ આદમી પાર્ટીને દિલ્લીમાં હરાવી નહીં શકે.’

પાપિયાઓના આ અને આવા અનેક ભ્રષ્ટ ખર્ચાઓનો હિસાબ કિતાબ ખુલ્લો કરતો ઑડિટ રિપોર્ટ આવ્યો ત્યારે કાયદા મુજબ એને વિધાનસભાના ગૃહમાં રજૂ કરવાને બદલે કેજરીવાલે છુપાવી રાખ્યો. કેગ (CAG) ભારતની એક સ્વતંત્ર, સ્વાયત્ત અને બંધારણીય સંસ્થા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના આવક-ખર્ચનું ઑડિટિંગ કરતા કૉમ્પ્‌ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ ઑફ ઈન્ડિયાના છેલ્લાં આઠ વર્ષના રિપોર્ટ્સ કેજરીવાલે દબાવી રાખ્યા છે. કૉન્ગ્રેસનું રૂ. 14,000 કરોડનું ટુ-જી કૌભાંડ ‘કેગ’ ને કારણે ખુલ્લું પડ્યું હતું. રૂ.1,85,600 કરોડનું કૉન્ગ્રેસની યુપીએ સરકારનું કોલસા કૌભાંડ પણ ‘કેગ’ના ઑડિટિંગને કારણે બહાર આવ્યું હતું. લાલુ યાદવનું રૂ.950 કરોડનું ચારા કૌભાંડ, જેને કારણે કોર્ટે લાલુને ગુનેગાર ઠેરવીને જેલની સજા કરી તે કૌભાંડ પણ ‘કેગ’ ને કારણે બહાર આવ્યું.

મોદીએ દિલ્લીવિજયની સાંજે ભાજપના વડામથકે કરેલા પ્રવચનમાં કહ્યું કે અમારી સરકાર દિલ્લી વિધાનસભાના પહેલા જ સત્ર દરમ્યાન (કેજરીવાલનો કાળો ચિઠ્ઠો ખોલતો) ‘કેગ’ નો રિપોર્ટ સદનમાં રજૂ કરશે.

કેજરીવાલ અને એના ગેન્ગસ્ટરોના પાપના તમામ ઘડાઓ છલકાઈ ગયા છે.

2. શરાબ કૌભાંડ : કેજરીવાલના પાપના બીજા ઘડાનું નામ છે લીકર સ્કેમ. બહુ ઝડપથી આપણે આ કૌભાંડને સમજી લઈએ. દિલ્લીમાં 750 મિ.લી.ની એક ફુલ બૉટલનો હોલસેલ ભાવ અગાઉ રૂ. 166.73 હતો જેના પર રૂ. 223.89ની એક્સાઈઝ ડ્યૂટી ઉમેરાતી અને વેટ રૂ. 106 ઉમેરાતો. રિટેલરનો માર્જિન રૂ. 33.35 રહેતો અને રૂ. 530ની એમ. આર.પી.થી એ બૉટલ ગ્રાહકને વેચવામાં આવતી.

કેજરીવાલની નવી પૉલિસી મુજબ હોલસેલની બૉટલનો ભાવ રૂ. 166.73થી વધારીને રૂ. 188.41 બાંધી આપવામાં આવ્યો (જેથી હોલસેલરનો તેમ જ મેન્યુફેક્ચરરનો નફો વધે.)એક્સાઈઝ રૂ. 223.89 જેટલી હતી જે ઘટાડીને સીધી રૂ.1.88 (એક રૂપિયો અઠયાસી પૈસા) કરી નાખવામાં આવી. વેટ પણ રૂ. 106માંથી ઘટાડીને રૂ. 1.9 કરી નાખવામાં આવ્યો. રિટેલરનો માર્જિન રૂ. 33.35માંથી વધારીને રૂ.363.27 કરી નાખ્યો (જેથી દુકાનદારને વધુ માલ વેચવી ‘પ્રેરણા’ મળે.) એમઆરપીમાં રૂ. 530માંથી રૂ.555.73 નો મામુલી વધારો થયો જેથી ગ્રાહક ‘બિચારા’ પર ઝાઝો બોઝ ના પડે. એના પર રૂ. 4.54ની વધારાની એક્સાઈઝ લગાડીને રૂ. 560ના ભાવે ફુલ બૉટલ મળતી થઈ. આ બધા ખેલમાં સરકારની આવક રૂ. 329.89માંથી ઘટીને માત્ર રૂ.8.32 થઈ ગઈ.

આ આંકડાબાજીની સાથે કેજરીવાલે બીજી નીતિઓ પણ બદલી. દિલ્લીમાં દારૂ પીવા માટેની કાયદેસરની મિનિમમ ઉંમર 25 વર્ષની હતી જે ઘટાડીને 21 વર્ષની કરી નાખવામાં આવી. આ ઉપરાંત દિલ્લીમાં શરાબ વેચવાની દુકાનો ખોલવા માટેનાં સેંકડો લાયસન્સો અપાયાં. દરેક મહોલ્લામાં ઠેકાઓ ખુલી ગયા. શરાબના જૂના-નવા દુકાનદારો પાસેથી, હોલસેલરો પાસેથી અને મેન્યુફેક્ચરરો પાસેથી કેજરીવાલ આણિ મંડળીએ કરોડો રૂપિયા લાંચરૂપે મેળવ્યા. સરકારી તિજોરીને રૂ. 2,026 કરોડની ખોટ ગઈ. આ રૂપિયા અમારી પાસે તો છે નહીં એવું કહેતા આપિયાઓ તમારી આંખમાં ધૂળ નાખી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈ.ડી.) અને સીબીઆઈએ આ મનીટ્રેલ શોધી કાઢી છે અને એના આધારે કેજરીવાલ, મનીષ રિસોદિયા અને સંજય સિંહને જેલમાં મોકલવામાં આવ્યા. અત્યારે તેઓ શરતી જમીન પર બહાર છે, પુરાવાઓના અભાવે એમને છોડી મૂકવામાં આવ્યા નથી. સોલિડ પુરાવાઓ છે. કોર્ટે પ્રાઈમા ફેસી એવિડન્સ (પ્રથમાર્શી સાબિતીઓ) રૂપે એને સ્વીકાર્યા છે.

શરાબ કૌભાંડના પૈસા કેજરીવાલ પાસે નથી, સિસોદિયા પાસે નથી, સંજય પાસે નથી તો એ ગયા ક્યાં ? તપાસ એજન્સીઓએ દિલ્લીના ક્યા ક્યા આંગડિયાઓ દ્વારા ‘આપ’ના ગોવાસ્થિત એજન્ટોને આ કૌભાંડના રૂપિયા મોકલવામાં આવ્યા તેનો વિગતવાર હિસાબ ચાર્જશીટમાં લખ્યો છે. મઝાની વાત જુઓ કે શરૂઆતમાં શરાબ નીતિનો બચાવ કરતી કેજરીવાલની સરકારે આ કૌભાંડની તપાસ થઈ રહી છે એવી ગંધ આવતાં જ આ નવી પૉલિસી પાછી ખેંચી લીધી ! પણ જે ઑલરેડી થઈ ચૂક્યું છે તે કૌભાંડની સજા તો કેજરીવાલને મળવાની જ છે. આ ઉપરાંતમાં જે કંઈ આર્થિક કૌભાંડો બહાર આવતાં રહેશે એ દરેકની સજા કેજરીવાલે ભોગવવાની છે. મોદીના રાજમાં ક્યારેક દેર હશે, અંધેર નથી.

3. શાહીનબાગ : સી.એ.એ. અને એન.આર.સી.ના કાયદાઓ વિરુદ્ધ દિલ્લીના શાહીનબાગ વિસ્તારમાં 15 ડિસેમ્બર 2019થી 24 માર્ચ 2020 (કોરોનાનું લોકડાઉન જાહેર થયું ત્યાં સુધી) જબરજસ્ત આંદોલન થયું તેની તમને ખબર છે. આંદોલનકારીઓ મોદી સરકારને ઉશ્કેરવા માગતા હતા. મોદીએ ઠંડે કલેજે કામ લીધું અને ટીકાઓનો સામનો કરીને પણ કોઈ જલદ પોલીસ પગલાં ના લીધા. કેજરીવાલની દિલ્લી સરકારનો આ આંદોલનને દિલથી ટેકો હતો. આંદોલનકારીઓની તમામ લોજિસ્ટિક સગવડોને કેજરીવાલે ઉમળકાભેર સાચવી હતી.

4. ખેડૂત આંદોલન : ખેડૂતોને જબરજસ્ત આર્થિક લાભ કરાવતા મોદી સરકારના બે નવા કાનૂનોનો વિરોધ કરવા માટે અરાજકતાવાદીઓએ ખેડૂતનો નકાબ પહેરીને 9 ઑગસ્ટ 2020થી 11 ડિસેમ્બર 2021 સુધી (પૂરા સવા વર્ષથી પણ વધુ સમય માટે) દિલ્લીની પાદરે આંદોલન ચલાવ્યું જેના પરિણામે મોદીએ કમને બંને કાનૂનો પાછા ખેંચવા પડ્યા. આ આંદોલનને સળગાવવામાં અને બળતામાં ઘી હોમવામાં કેજરીવાલનો ઘણો મોટો ફાળો હતો. ‘ખેડૂતો’ને ખોરાક-પાણી-વીજળીની જે સગવડો જોઈતી તે બધી કેજરીવાલની દિલ્લી સરકાર પૂરી પાડતી.

5. ડૉનાલ્ડ ટ્રમ્પ દિલ્લી આવવાના હતા તે જ ગાળામાં ઈશાન દિલ્લીમાં હિન્દુ વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં. 23 ફેબ્રુઆરી 2020ના રોજ શરૂ થયેલાં આ રમખાણો 6 દિવસ સુધી ચાલ્યાં. કેજરીવાલનો નિકટનો સાથી અને ‘આપ’નો મ્યુનિસિપલ કૉપોરેટર તાહિર હુસૈન આ રમખાણોના સૂત્રધાર તરીકે પકડાયો અને જેલમાં ગયો. દિલ્લીનાં રમખાણો ફેલાવવામાં અને આરોપીઓને છાવરવામાં કેજરીવાલના સાથીઓએ ઘણો ભાગ ભજવ્યો.

કેજરીવાલના પાપના આ પાંચ સૌથી મોટા ઘડા. બિકાઉ મીડિયાએ ક્યારેય આ વિશે ફર્જીલાલને સવાલો કર્યા નથી. એટલું જ નહીં સતત આ પાપિયાઓને છાવર્યા છે.

કેજરીવાલની કલંકથાનો ચોથો હપતો આવતી કાલે.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here