મોદીની લોકપ્રિયતા અને મોદીના વિરોધીઓ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2020)

જેઓ મોટાં કામ કરવા માગે છે એમના વિરોધીઓ પણ મોટા હોવાના—સંખ્યામાં અને કદમાં પણ. ગાંધીજીના જીવન દરમ્યાન અનેક લોકોએ એમનો વિરોધ કર્યો હતો. કમનસીબે, કોંગ્રેસી-સામ્યવાદી ઇતિહાસકારોએ ગાંધીજીનો વિરોધ ભાગ્યે જ થયો હતો એવી છાપ ઊભી કરી જે તદ્દન ખોટી છે.

તમે પ્રામાણિક બનવા જશો તો અપ્રામાણિકતાથી આખી જિંદગી જેઓ જીવ્યા છે એમના તરફથી તમારો વિરોધ થશે. તમે સત્ય બોલવા જશો તો અસત્યવાદીઓ તમારો વિરોધ કરશે. તમે સ્વચ્છ વહીવટ આપવા જશો તો ભ્રષ્ટાચારીઓ તમારો વિરોધ કરશે. તમે રાષ્ટ્રને આગળ લઈ જવાનો પ્રયત્ન કરશો તો જેઓ રાષ્ટ્રને પછાત ગણાવીને વિદેશમાંથી દાનધર્માદા ઉઘરાવી રહ્યા છે એ લોકો તમારો વિરોધ કરશે. તમે તમારા ધર્મ‐સંપ્રદાયમાં પ્રવેશી ગયેલી કોઈ બદીનો વિરોધ કરશો તો ગોરખધંધા કરીને પોતાના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ સાચવવા માગતા દલાલો તમારા વિરોધ કરવા ઊતરી પડશે.

નરેન્દ્ર મોદીએ, તેઓ મુખ્યપ્રધાન હતા ત્યારે અને અત્યારે વડાપ્રધાન છે ત્યારે પણ, અનેક વિરોધીઓનો સામનો કર્યો છે, કરી રહ્યા છે. આ વિરોધીઓ કોણ છે, એમના વિરોધ પાછળનાં કારણો શું છે તેની સમજૂતી ‘મોદીની લોકપ્રિયતા અને મોદીના વિરોધીઓ’ લેખશ્રેણીમાં આપીશું.

મોદીની 70મી વર્ષગાંઠ નિમિત્તે હરખાવાને બદલે એમના વિરોધીઓએ ભાજપના બનાવટી પોસ્ટરો તથા ફોટોશૉપ કરેલી મોદીની તસવીરો દ્વારા બેરોજગારીનો તદ્દન ગેરમાર્ગે દોરનારો ઇશ્યુ લઈને હવનમાં હાડકાં નાખવાની અત્યંત નીચ હરકતો સવારથી જ શરૂ કરી દીધી છે. આ જ પુરવાર કરે છે કે આ તબક્કે મોદીના વિરોધીઓ વિશેની આ સિરીઝનું કેટલું મોટું મહત્વ છે.

ગાંધીજીનું પ્રિય ભજન નરસિંહ મહેતાએ લખેલું ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ હતું. નરેન્દ્ર મોદીએ એક ટીવી ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે આનંદ બક્ષીની આ પંક્તિ એમને બહુ ગમે છેઃ ‘કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેના’ આ શબ્દો મોદી માટે જીવનમંત્ર બની ગયા છે. વિરોધીઓને અવગણીને આપણે સૌએ આપણા માર્ગે આગળ વધતા રહેવું હોય તો આપણે પણ આ શબ્દોને જીવનમંત્ર તરીકે અપનાવી લેતાં ઝડપથી શીખી લેવું જોઈએ.

નરેન્દ્ર મોદી સી.એમ. હોય કે પી.એમ., આ દેશના અમુક ચોક્કસ વર્ગો એમને સરિયામ નિષ્ફળ જતા જોવા માટે આતુર છે. મોદી આ દેશના વિકાસનું, દેશની પ્રગતિનું દેશની પરંપરાનું અને દેશની સંસ્કૃતિનું પ્રતીક છે અને આ જ વાત પેલાં વર્તુળોને આંખમાં કણાની જેમ ખૂંચે છે.
મોદીનો વિરોધ કરનારાઓનું વર્ગીકરણ કરીને એ સૌને 10 પ્રકારોમાં વહેંચી શકીએ, કહો કે 10 પાંજરાઓમાં એમને પૂરી શકીએ. એ દસ કેટેગરીની યાદી જોતાં પહેલાં પહેલાં એક ઝડપી નજર આટલી હકીકતો પરથી પસાર થવા દઈએઃ

2001ની સાલ, ઑક્ટોબરનો મહિનો. કેશુભાઈ પટેલની અને એમણે ઊભા કરેલા મળતિયાઓના તંત્રની બિનકાર્યક્ષમતાને લીધે એમને ખસેડીને મોદીને ગુજરાતના ચીફ મિનિસ્ટર બનાવવામાં આવ્યા. વિરોધીઓએ એક સૂરમાં ગાણું શરૂ કર્યું- મોદી સંઘના પ્રચારક તરીકે બરાબર છે, પણ એડમિનિસ્ટ્રેશન એમના બસની વાત નથી, સરકાર ચલાવવાની એમને આવડત નથી, આ માણસના હાથમાં ગુજરાતનું સુકાન સોંપીને ભયંકર મોટી ભૂલ કરવામાં આવી છે, મહિના-બે મહિનામાં હાઈ કમાન્ડને પોતાની ભૂલ સમજાશે અને એમને પાછા બોલાવી લેવામાં આવશે, એ અગાઉ જે જવાબદારી નિભાવતા હતા તે એમને પાછી સોંપી દેવામાં આવશે અર્થાત્ સંઘના પ્રચારકની.

2001નો ડિસેમ્બર મહિનો. મોદી રાજકોટ-બે વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવારી નોંધાવે છે. ચૂંટણીપ્રચાર દરમિયાન વિરોધીઓ ફરી પાછા બેઠા થાય છે હવે તો આ માણસ ગયો જ સમજો. જેણે જિંદગીમાં ગ્રામ પંચાયતની કે મ્યુનિસિપાલિટીની ચૂંટણી નથી લડી એ વળી વિધાનસભાની ચૂંટણી શું જીતવાનો? રિઝલ્ટ આવ્યું અને મોદીને જંગી બહુમતી મળી. થોડીવાર માટે સૌ કોઈ ચૂપ.

બે જ મહિનામાં, 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં હિન્દુ હત્યાકાંડ સર્જાયો. એના પડઘારૂપે ગુજરાતમાં કેટલાક ઠેકાણે રમખાણો શરૂ થયાં. રાજદીપ-બરખા-શેખર ગુપ્તા જેવા સેક્યુલર મીડિયાના દલાલો દ્વારા, તિસ્તા સેતલવાડ પ્રકારની એન.જી.ઓ.ની બહેનજીઓ દ્વારા, તદ્દન ખોટી માહિતીઓનો પ્રચાર-પ્રસાર કરીને ગુજરાતની પ્રજાને અને દુનિયાને ગુમરાહ કરવાની ઇન્ડસ્ટ્રી શરૂ થઈ. મોદીને દિવસરાત લાકડીએ લાકડીએ ફટકારવામાં આવતા, મોદી ચૂપ રહેતા. વિરોધીઓએ નક્કી કરી નાખ્યું કે મોદી હવે ચંદ દિવસોના મહેમાન છે. આજે નહીં તો આવતીકાલે એમણે સત્તા પરથી ઊઠી જવું જ પડશે. એ જ વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી.

મોદીએ જ નહીં, ભાજપે પણ શટર પાડીને સંન્યાસ લઈ લેવો પડશે એવા ઝેરીલા વાતાવરણમાં મોદીએ વિધાનસભાની 182 બેઠકોમાંથી 127 સીટ પર ભાજપને જીત અપાવી. આગલી (1998ની) ચૂંટણી કરતાં પણ દસ સીટ વધારે. વિરોધીઓ ચૂપ થઈ ગયા.

2004ની લોકસભાની ચૂંટણી આવી. મોદી વધુ પાવરફુલ ન બને એટલે એમનાં સૂચનોની ઉપરવટ જઈને દિલ્હીના મોવડીમંડળે એવા એવા ઉમેદવારોને ટિકિટ આપી જેમના જીતવાની શક્યતા નહીંવટ હતી. રિઝલ્ટ જે અપેક્ષિત હતું તે જ આવ્યું. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપને માત્ર 14 બેઠકો મળી (જે 1999ની ચૂંટણીમાં 20 હતી, ઇવન 1991માં પણ 20 હતી. એ વાત અલગ છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપને મળી અને કોંગ્રેસને ઝીરો) આ જ ગાળામાં અમદાવાદ સહિતનાં ગુજરાતનાં અન્ય મહાનગરોમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓ થઈ. મોદીએ ભાજપના અગાઉ હારેલા ઉમેદવારોને ફરીથી ટિકિટ ન મળે એ તો જોયું જ, જે સિટિંગ કૉર્પોરેટરો હતા તે બધાનું પત્તું પણ કાપ્યું. ભાજપમાં અલમોસ્ટ બળવાની પરિસ્થિતિ સર્જાઈ. મોદી મક્કમ રહ્યા. વીણી વીણીને સ્વચ્છ પ્રતિભા ધરાવતા, કાર્યક્ષમ વહીવટની ખાતરી આપી શકે એવા ઉમેદવારો ઊભા રાખ્યા. એમને જિતાડવા જાતેપોતે ચૂંટણીપ્રચાર કરવા માટે રસ્તા પર ઊતર્યા અને તે પણ આસોની નવરાત્રિના દિવસોમાં, જ્યારે એમને 9 દિવસના નકોરડા ઉપવાસ હોય. નવ દિવસ સુધી ઉકાળેલા પાણી સિવાય બીજું કશુંય પ્રવાહી પેટમાં ન નાખે—દૂધ કે જ્યુસ પણ નહીં, ફ્રૂટ કે અન્નની વાત તો દૂરની રહી. (આવા જ ઉપવાસ ચૈત્રી નવરાત્રિમાં પણ રાખે, આ કક્ષાનું કામ કરનારા અને આટલું બધું કામ કરનારા, આ ઉંમરના તો શું આના કરતાં અડધી ઉંમરના કોઈ કાર્યક્ષમ રાજકારણી જો તમે દીવો લઈને શોધી શકતા હો તો જાઓ, શોધી લાવો.)

કોર્પોરેશનોમાં અભૂતપૂર્વ બહુમતી સાથે જીત મેળવી ન મેળવી ત્યાં તો ફરી પાછી 2007ની વિધાનસભાની ચૂંટણી. આ વખતે 1998માં હતી એટલી બેઠકો મળી-117. 2002 કરતાં દસ જ ઓછી. છતાં ‘મોદી, તારાં વળતાં પાણી’ની બુમરાણ શરૂ થઈ ગઈ. પછી જ્યારે જ્યારે લોકસભાની (2009, 2014 કે 2019ની) ચૂંટણી આવતી કે વિધાનસભાની (2012 કે 2017ની) ચૂંટણી આવતી ત્યારે ‘એ…ય, ગયા! હવે તો મોદી ગયા જ સમજો’ એવા ગરબા ગાવાનું શરૂ થઈ જતું.

2014ની લોકસભાની ચૂંટણી આવી. મોદીએ વારાણસી અને વડોદરામાંથી ઉમેદવારી નોંધાવી. મોદીની મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે— વિરોધીઓએ નવો સૂર શરૂ કર્યો: આ વખતે તો મોદી હાર્યા જ સમજો, હવેલી લેવા જતાં ગુજરાત ખોવાનો વારો આવશે…પણ મોદીએ બેઉ બેઠકો પરથી પ્રચંડ જીત મેળવી એટલું જ નહીં, દિવસરાત એક કરીને, આખા દેશમાં ચૂંટણીપ્રચાર કરીને, ભાજપને એટલી બધી બેઠકો અપાવી જેની ભાજપના વિરોધીઓએ તો શું ખુદ ભાજપના ટેકેદારોએ પણ સ્વપ્નેય કલ્પના નહોતી કરી. લોકસભાની 545માંથી ભાજપને 282 બેઠકો. આની સામે કૉન્ગ્રેસની માત્ર 44. ભાજપની 282 બેઠકોમાં એના સાથી પક્ષોની બેઠકો ઉમેરો તો એન.ડી.એ.ની કુલ 336 બેઠકો એ વખતે થઈ ગઈ.વિપક્ષોની બોલતી અને વિરોધીઓની હવા બંધ થઈ ગઈ. 2019ની લોકસભા ચુંટણીમાં ભાજપને એકલે હાથે 303 બેઠકો મળી અને સાથી પક્ષોની બેઠકો ઉમેરો તો 353. વિરોધીઓ બાવરા થઈ ગયા.

જ્યારે જ્યારે મોદીવિરોધી છછૂંદરોનો સળવળાટ શરૂ થઈ જાય છે અને વીર્યવિહીન પુરવાર થઈ ચૂકેલા વિરોધીઓ, વિપક્ષીઓ અને સોશ્યલમીડિયાની નવરી બજારની દુકાનોના ઠેકેદારો મનમાં જે આવે તે પ્રગટ કરીને પોતાની અસલી જાત કઈ છે તેના પુરાવાઓ આપતા હોય છે ત્યારે મોદીના પેટનું પાણીય હાલતું નથી. એ મુસ્તાક છે પોતાની કામગીરી પર. મોદીના ટેકેદારોના પેટનું પાણી પણ ન હલવું જોઈએ. એમને ભરોસો હોવો જોઈએ મોદી પર. યથા રાજા તથા પ્રજા એવી સંસ્કૃત ઉક્તિ અનુસાર જો મોદીમાં ભરોસો હોય તો આપણને આપણા પોતાના પર પણ ભરોસો હોવો જોઈએ. આનો અર્થ એ પણ થયો કે જે લોકોને પોતાના પર ભરોસો નથી હોતો તેઓને મોદી પર પણ ભરોસો નથી.

વધુ આવતી કાલે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

14 COMMENTS

  1. Narendra Modi ji means not human but SUPER ROBOT COMPUTER, constantly working hard for Country that too without caring for praise or criticism.It is Our good luck that we have such Best KARMVEER of our country.God bless him best Health & Life.

  2. तुम्हे ओर क्या दु मैं दिल के सिवाय,तुमको हमारी उमर लग जाएँ।
    जुग जुग जीओ
    प्रभु परमात्मा आपको आगे बढ़ने की प्रेरणा देता रहे
    शुभकामना
    राम राम

  3. આદરણીય વડીલ શ્રી સૌરભભાઈ શાહ
    “સત્ય ને તમે પરેશાન કરી શકો છો પણ પરાજીત નહિ”
    આપના લેખો વાંચી ને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ ને વિરોધી ઓ કેટલી હદે પરેશાન કરે છે અને તેની સામે નરેન્દ્રભાઈ પોતાના કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ થી પરાસ્ત કરે વાંચી ખુબ હર્ષ થયો

  4. કદાચ ઇતિહાસમાં આ પ્રથમ વડા પ્રધાન હશે જે રોજ કોથળા મોઢે ગાાળો વગર વાંકે ખાય છે! મને એ નથી સમજાતું કે એણે શું ખરાબ કર્યું છે કે તમે તેને દુશ્મન જેમ વર્તો છો ? જય જય ગરવી ગુજરાાત જય હિંદ !!

  5. Modiji means power house. Amount of work he is doing and his commitment to work for Bharat, can be very hard to describe. He is an inspiration.

    • Yes very true and we are blessed to have some one like him without doubt the most hardworking sincere prime minister this country has ever got

  6. The most touching event I a have experienced in my life : Modiji washing feet of Safai Kamdar at Prayag during Kumbh Mela.

  7. વાહ સૌરભભાઇ વાહ. તમે તો મોદી વિરોધી ઓન હવા કાઢી નાખી.

  8. નરેન્દ્રભાઈ મોદી મોટા કામ કરવા જ સર્જાયા છે, માટે તેમના વિરોધીઓ પણ મોટા જ હોય સંખ્યા અને કદમાં , પણ વાસ્તવિકતા એ છે કે તેમના વિરોધીઓ સંખ્યામાં તો ગણા છે પણ કદમાં વહેંતિયાઓ છે.

  9. મોદી સરદાર અને ગાંધીજી નું કોકટેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here