અધકચરી માહિતીમાં ગપગોળા વત્તા કલ્પના તથા પૂર્વગ્રહો ઉમેરીને બનતા કૉકટેલનો જમાનો છે

ગુડ મોર્નિંગસૌરભ શાહ

રજનીશજીએ કહ્યું છે: સત્ય કી તરફ કેવલ વહી જા સકતા હૈ જો ભેડચાલ સે ઉપર ઉઠે, જો ધીરે ધીરે અપને કો જગાએ ઔર દેખને કી ચેષ્ટા કરે કિ જો મૈં કર રહા હૂં, વહ કરના ભી થા યા સિર્ફ ઈસલિએ કર રહા હૂં કિ ઔર લોગ કર રહે હૈ.

રજનીશજીની વાત અહીં પૂરી થઈ. આપણી વાત કરીએ. રોજેરોજ આપણી આસપાસ પચાસ હજાર ઘટનાઓ બને છે જેમાંથી પાંચ હજાર આપણા સુધી પહોંચે છે જેમાંની પાંચસો ઘટના વિશે આપણે વિચારીએ છીએ અને પચાસ વિશે આપણે મનોમન કમેન્ટ્સ કરીએ છીએ, વિશ્ર્લેષણ કરીએ છીએ અને પછી એમાંની પાંચ વાત બીજાઓ સુધી પહોંચાડીએ છીએ. મારું કહેવાનું એ છે કે શું આ જરૂરી છે?

પ્લેનમાં બેસતી વખતે પાઈલટને તમે સલાહ નથી આપતા કે એણે વિમાન કેવી રીતે ઉડાડવું, રિક્શામાં બેસતી વખતે રિક્શાવાળાને ક્લચ, ગિયર અને એક્સલરેટર વિશે સમજ નથી આપતા પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ કેવી રીતે ચલાવવો એના વિશે નાકમાંથી નીકળતું પ્રવાહી પણ સાફ કરતાં જેને નથી આવડતું એવા લોકો સલાહ આપવા આવી જશે. કોઈ પપ્પુ આ દેશની પરિસ્થિતિ વિશે ભદ્દી કમેન્ટ કરીને છી છી કરશે તો એનું બાળોતિયું બદલવા હજારો સેક્યુલરો, ડાબેરીઓ અને ચશ્મિસ્ટ પોલિટિકલ વિવેચકો દોડી જશે.

દેશ અને દુનિયામાં જે કંઈ બને છે એ દરેક ઘટનાની માત્ર પચ્ચીસ ટકા માહિતી જ હોય તો પણ મૂર્ખાઓ એમાં બીજા પચ્ચીસ ટકાની કલ્પના, વધુ પચ્ચીસ ટકાનાં ગપગોળા અને બાકીના પચ્ચીસ ટકાનો પોતાનો પૂર્વગ્રહ ઉમેરીને રોજ રોજ ટીવી પરની મચ્છી બજારમાં, છાપાંની કૉલમોમાં તથા નાકા પરના પાનવાળાના ગલ્લા પર હાજર થઈ જતા હોય છે. ત્રણેય ઠેકાણે ચર્ચાનું ધોરણ એકસરખું જ હોય છે.

સોનિયા ગાંધી તથા એમના કુટુંબીઓ તેમ જ એમની સાથે સત્તાની ભાગીદારી કરી ચૂકેલા નેતાઓને ખબર છે કે એ સૌના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. સત્તા પર રહીને એ તમામ લોકોએ જે જે કાળાં કામ કર્યાં તે સૌને મોદીકાકો ઉઘાડાં પાડ્યાં વિના રહેવાનો નથી. કૉન્ગ્રેસીઓએ બિસ્કિટના ટુકડા નાખી નાખીને જે જે લોકોને ભસતા બંધ કર્યા હતા તે ઍકેડેમિશ્યનો, એનજીઓ ચલાવનારાઓ, મિડિયાવાળાઓ તથા પક્ષના કાર્યકર્તાઓને પણ ખબર છે કે છેલ્લાં સાડાચાર વર્ષમાં એ લોકોની દુકાનોને તાળાં લાગી ગયા છે. દાયકાઓથી હરામ હાડકાંની બની ગયેલી આ પરોપજીવી જીવાતો હવે મરવા પડી છે અને ૨૦૧૯માં મોદી જાય, રાહુલ આવે એવા જાપ જપી રહી છે. એમને ખબર છે કે બહુ જલદી તેઓ સૌ ડાયનોસોરની જેમ વિલુપ્ત થઈ જવાના. એક્સટિન્કટ. દેશ બદલાઈ રહ્યો છે. જૂનો સડો બધો જ સાફ થઈ રહ્યો છે. સેક્યુલર અને લેફ્ટિસ્ટ મેન્ટાલિટીવાળાઓને ખબર છે કે હવે તો એમને ગટર સાફ કરવાનું કામ પણ કોઈ આપવાનું નથી. નૉટ ધૅટ કે એવું કે કોઈપણ પ્રકારનું મહેનતભર્યું કામ તેઓ કરવા માગે છે. કૉન્ગ્રેસના ૭ દાયકાના શાસનમાં ગવર્નમેન્ટની ગ્રાન્ટ, સબસિડીઓ, ફંડફાળા થકી બેઠ્ઠી આવક કરીને ઐય્યાશીથી જીવનારી આ સેક્યુલર, ડાબેરી, સ્યુડો ઈન્ટલેક્ચ્યુઅલ પ્રજાનું અસ્તિત્વ રોહિંગ્યા જેવું બની ગયું છે. કોઈ એમને સ્વીકારવા, આશરો આપવા તૈયાર નથી. આ રેફ્યુજીઓ, નિરાશ્રિતો પાસે અત્યારે બીજો કોઈ ચારો નથી એટલે તેઓ દિવસરાત ટ્વિટર પર, ફેસબુક પર, ટીવીની ડિબેટ્સમાં અને છાપાંની કરન્ટ ટૉપિક્સની કૉલમોમાં મોદી વિરુદ્ધ ઝેર ઓક્યા કરે તે સ્વાભાવિક છે. એમનાથી દોરવાઈ જવાનું ન હોય. તેઓ પોતાના વમન પર ચાંદીનો વરખ લગાડીને તમને ધરે એટલે તમારાથી એને લઈ ન લેવાય. સાવધ રહેવાનું. એમના આશયો સ્પષ્ટ છે. તેઓ નથી ઈચ્છતા કે મોદી સેક્ધડ ટર્મ મેળવે. તેઓ નથી ચાહતા કે હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ ધર્મ અને હિન્દુ પ્રજા સુખ, શાંતિ અને સલામતીથી જીવે અને વધુ ને વધુ સમૃદ્ધ થતી રહે. તેઓ નથી ઈચ્છતા કે ભારત આ વિશ્ર્વનું નંબર વન રાષ્ટ્ર્ર બને. તેઓ નથી ઈચ્છતા કે ડાબેરીઓની પોલ અને સેક્યુલરોની બદમાશીઓ ખુલ્લી પડી જાય. તેઓ નથી ઈચ્છતા કે આર.એસ.એસ. જેવાં રાષ્ટ્રવાદી સંગઠનોની નિષ્ઠા, કર્મઠતા તથા સંસ્કારિતા ભારતના કરોડો લોકો સુધી પહોંચે.

એટલે જ તેઓ ૨૫+૨૫+૨૫+૨૫ની ફોર્મ્યુલા વડે બેફામ બોલતા-લખતા થઈ ગયા છે. રોજના અનેક ઉદાહરણો તમને આપી શકાય. લેટેસ્ટ દાખલો લો. ખુદ પ્રધાનમંત્રીને ખબર નથી કે સી.બી.આઈ.નો અત્યારનો ઝઘડો એક્ઝેટલી કયા કારણે જાહેર વિખવાદમાં પરિણમ્યો છે. સી.બી.આઈ.ના નંબર વન તથા નંબર ટુને વડા પ્રધાને મળવા બોલાવ્યા. બધી જાણકારી મેળવી. ફ્રોમ ધ હોર્સીસ માઉથ. અફકોર્સ, મળતાં પહેલાં મોદીએ પોતાની રીતે બીજાં સોર્સીઝમાંથી જાણકારી મેળવી જ હશે. પણ મામલો એવો અટપટો છે કે જ્યાં સુધી એ પોતે પેલા બેઉને રૂબરૂમાં વિગતે સાંભળે નહીં ત્યાં સુધી કોણ સાચું છે, અને કોણ બદમાશી કરી રહ્યું છે તેનો તાગ મળે નહીં. આવી વાતોમાં તો ઘણી વખત ત્રીજો છૂપો એન્ગલ પણ હોય છે એની એમના જેવા ચાણક્યબુદ્ધિ રાજનેતાને ખબર હોવાની.

આ બાજુ પીએમ જેવા પીએમ પોતે સાચી માહિતી સુધી પહોંચવા આટલી મહેનત કરતા હોય તો એ પરિસ્થિતિમાં આપણી પાસે તો આખી ઘટનાની ૨૫ ટકા માહિતી પણ ન હોય. આમ છતાં ટીવીના બોલબચ્ચનો તથા છાપાંના કલમવીરલાઓ પોતાની મૂર્ખામીનું પ્રદર્શન કરવાની લાલચ છોડી શકતા નથી.

જે પુરુષોને પોતાની વાઈફ મંદિરે જઈને શું કરતી હશે એવી શંકા જતી હોય તેમણે છૂટાછેડા લઈને મનનું સમાધાન કરી લેવું જોઈએ. અને જો એવું કરવું શક્ય ન હોય તો પ્રેમથી હળીમળીને આનંદથી સંસાર ચલાવવો જોઈએ.

જેમને લાગતું હોય કે રાફેલ બાબતે મોદી ગાફેલ રહ્યા અને નીરવ મોદી-ચોકસી-માલ્યાને ભગાડવામાં મોદીએ મદદ કરી અને સી.બી.આઈ.ના વિવાદમાં મોદી ગિલ્ટી છે તો એ લોકોએ પોતાને મોદીપ્રેમી કે મોદીના સપોર્ટર કહેવડાવવાને બદલે તાત્કાલિક સોનિયાજીનું શરણું લઈ લેવું.

અને જો શ્રદ્ધા હોય તમને તમારા નેતામાં, મોદીની ઈન્ટેગ્રિટીમાં તો બાકી બધાની વાતો અનસુની કરીને અવિચળ રહેવાનું, વાતે વાતે શંકા કરવાની નહીં, આનંદથી કૅરમ રમવાનું અને જ્યુસ પીવાનો.

આજનો વિચાર

દિવાળી માટે મોહનથાળ બનાવી રાખ્યો છે. હવે ચોસલાની સાઈઝ બાબતે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ આવે એની રાહ જોઉં છું. પછી ચોસલાં પાડું.

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

પકો: ફટાકડા ફોડવાની પ્રથાનો ઉલ્લેખ રામાયણમાં ક્યાંય નથી એવું સુપ્રીમ કોર્ટ કહે છે.

બકો: રામાયણમાં તો સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ પણ ક્યાંય નથી.

( મુંબઇ સમાચાર : સોમવાર, 29 ઓક્ટોબર 2018)

7 COMMENTS

  1. sir
    Hakikat MA Rahul ND parivar NE khabar chhe K national Harald cash MA te o ne jell thavani chhe. Mate atyar thi Modi virudh bhrastachar na humla vadhari didha chhe. Jethi jyare Gandhi parivar NE jell thy to kahi sake K as badlani bhavna thi thayelu Karya chhe.

  2. હાલ ની પરિસ્થિતિ નું સચોટ વિવરણ.Propegenda નું હથિયાર રાષ્ટ્રવાદીઓ પણ સારી રીતે વાપરતા ક્યારે શીખશે?

  3. વાહ !! વાસ્તવિકતા વાળાે લેખ
    ૨૫+૨૫+૨૫+૨૫ વાળા લાેકાે થી બચવાનુ છે.

  4. પણ સાહેબ આપડે જયારે રાષ્ટવાદી બની મોદી જી તરફેણ કરીએ છીએ ત્યારે એલોકો ના રોજ ના બફાટ ના જવાબ કેમ વાળવા
    તમારી જેવી સ્થિત પ્રજ્ઞયતા કેમ કેળવવી

  5. ઘણા લોકો તો સુપ્રીમ કોર્ટના જજ કરતાં પણ હોશીયાર પોતાને માનતા હોય છે. તમારી વાત સાચી છે.
    ફેસબૂક પરના તમારા ગુજરાતી લખાણમાં એક ભૂલ વારંવાર જણાય છે.
    સેકન્ડ ને બદલે સેક્ધડ એમ પ્રિન્ટ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here