ઈશરત જહાન એન્કાઉન્ટરવાળા કેસમાં મણિસર પાસે ગુજરાત હાઈ કોર્ટમાં જુઠ્ઠી ઍફિડેવિટ ફાઈલ કરાવવામાં આવી

ગુડ મૉર્નિંગ: સૌરભ શાહ

(Newspremi.com શનિવાર, ૨૭ એપ્રિલ ૨૦૧૯)

(હિન્દુ આતંકવાદની ભ્રમણાઃ લેખ– ૧૨)

આર.વી.એસ. મણિસરના કિડનેપિંગનું કાવતરું નિષ્ફળ ગયા પછી એ કેસની ફાઈલ બંધ કરાવવા માટે તે વખતના ગૃહપ્રધાન પી.ચિદમ્બરમ મણિસર પર અને દિલ્હી પોલીસ પર પ્રચંડ દબાણ લાવ્યા હતા. એ તમામ વિગતો ‘ધ મિથ ઓફ હિન્દુ ટેરર’માં દર્જ થયેલી છે. આપણે એના ઊંડાણમાં જવાને બદલે આગળ વધીએ અને જાણીએ કે ગૃહપ્રધાન ચિદમ્બરમે અમદાવાદમાં ઠાર મરાયેલી ઈશરત જહાન નામની આતંકવાદી યુવતીના એન્કાઉન્ટર બાદ મણિસર પાસે ગુજરાત હાઈ કોર્ટમાં કેવી રીતે જુઠ્ઠી ઍફિડેવિટ ફાઈલ કરાવડાવી.

સોનિયા ગાંધીના ઈશારે નૃત્ય કરતી મનમોહન સિંહની કૉન્ગ્રેસ યુ.પી.એ. સરકારના એક દશકના શાસનનો ગાળો ભારતમાં મોગલકાળ પછી હિન્દુઓ માટેનો સૌથી કપરો ગાળો હતો. સેક્યુલરવાદના ઓઠા હેઠળ હિન્દુઓને સાઈડ લાઈન કરી, હડહડતો અન્યાય કરી અને કૉન્ગ્રેસના બનાવટી સેક્યુલરિયા ચહેરા પરથી નકાબ હટાવી રહેલા હિન્દુઓ સામે દ્વેષ-કિન્નાખોરી રાખી છળકપટ દ્વારા એમનું અસ્તિત્વ ભૂંસી નાખવાની કોશિશ કરતી સોનિયા ગાંધીની સરકારે એટલું જ મોટું પાપ મુસ્લિમ આતંકવાદીઓને છાવરવાનું કર્યું. સમગ્ર દેશ માટે ૨૦૦૪ થી ૨૦૧૪નો એ દસકો ભયંકર યાતનાનો સમય હતો જેમાંથી આ લખનાર તથા મણિસર ઉપરાંત આપણામાંના બીજા અનેક વિવિધ ક્ષેત્રના લોકો પસાર થયા છીએ. ૭૦ વર્ષના શાસન દરમ્યાન વહીવટીતંત્રને કરપ્ટ બનાવી તેના પર જડબેસલાક પક્કડ જમાવી દેનારા કૉન્ગ્રેસી શાસકોએ તમામ બંધારણીય સંસ્થાઓને કેવી રીતે પોતાના બગલબચ્ચા સમાન બનાવી દીધી તેના કિસ્સાઓનું વિગતવાર વર્ણન કરવા બેસીએ તો એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા કરતાં વધારે વોલ્યુમ્સ લખવાં પડે. આ પવિત્ર બંધારણીય સંસ્થાઓમાં ન્યાયતંત્ર, સંસદ, પોલીસતંત્ર (જેમાં સી.બી.આઈ. વગેરે પણ આવી ગયાં), ચૂંટણી પંચ તેમજ બીજી અનેક મહત્વની સંસ્થાઓ આવી જાય જેને ભારતના બંધારણના ઘડવૈયાઓએ લોકશાહીના સર્વોચ્ચ આદર્શો આંખ સામે રાખીને આખરી સ્વરૂપ આપ્યું હતું.

કૉન્ગ્રેસે ૧૯૪૭ પછી, ૧૯૫૨માં પ્રથમવાર દેશમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી સરકાર રચાઈ ત્યારથી માંડીને ૨૦૧૪માં મોદીએ એને જડમૂળથી ઉખાડીને ફેંકી દીધી ત્યાં સુધી, આ દેશની લોકશાહી પરંપરાના પાયાઓને ઉધઈની જેમ ફોલી ખાધી છે. કરપ્શન કૉન્ગ્રેસી ખાદીધારીઓને ગળથૂથીમાંથી મળ્યું છે. મુખ મેં રામ અને બગલ મેં (કસાઈ કી) છુરી અત્યાર સુધીના બહુમતિ ખાદીધારી રાજકારણીઓનો જીવનમંત્ર રહેલો છે.

બહારથી સાદગીનો દેખાડો કરનારા કરપ્ટ કૉન્ગ્રેસીઓની ભપકાદાર જીવનશૈલીમાં ચારિત્રહિનતા, ભ્રષ્ટાચાર તથા દેશની સાથેની ગદ્દારી – આ ત્રણેયનો કુસંગમ જોવા મળતો. સત્તા પ્રાપ્ત કરવા માટેનો એમનો એકમાત્ર ઉદ્દેશ ગરીબોને નામે સરકારી યોજનાઓ બનાવીને કાગળ ઉપર એની સફળતા દેખાડી તમામ મલાઈ પોતાની તિજોરીમાં સેરવી દેવાની અને બાકી રહેલુ દૂધ પોતાના પિઠ્ઠુઓને પીવડાવી દેવાનું – એ જ રહેતો. ગત ૭૦ વર્ષમાં નેહરુથી માંડીને એમના પ્રપૌત્રશ્રી પપ્પુજીએ ગરીબોનું કલ્યાણ કરવાનાં માત્ર નારાઓ લગાવ્યા. જો ગરીબ કલ્યાણની યોજનાઓ નિષ્ઠાપૂર્વક લાગુ પાડવામાં આવી હોત તો આઝાદી પછીના પ્રથમ બે દાયકામાં ગરીબી દૂર થઈ ગઈ હોત અને ઈંદિરા ગાંધીએ ‘ગરીબી હટાવ’ના નારાઓ ચિલ્લાવા ન પડ્યા હોત. એને બદલે ઈંદિરાજીની ત્રીજી પેઢી આવી ગઈ અને હજુય એમના વારસદારે ગરીબોને વર્ષે ૭૨,૦૦૦ રૂપિયાનાં ઠાલાં વચનો આપવાં પડે છે. ગરીબો પોતાના પગ પર ઊભા થાય એ માટે એમને સશક્ત બનાવવાને બદલે સબસીડીઓની કાખઘોડીઓ આપવાની રાજરમત કૉન્ગ્રેસને એટલી ફાવી ગઈ છે કે હવે નવી પેઢીના કૉન્ગ્રેસી રાજકારણીઓ પણ એ ખેલ બંધ કરવા નથી માગતા. કાખઘોડી આપવાનો ફાયદો એ છે કે ગરીબો મોહતાજ રહે, કૉન્ગ્રેસના કહ્યામાં રહે. પ્રજાને સશક્ત બનાવશો તો તે પોતાની મેળે સ્વતંત્ર નિર્ણયો લેતી થઈ જશે. કૉન્ગ્રેસના હાથમાંથી છટકી જશે.

આ ભયથી રાજકીય ખટપટોની પરંપરા કૉન્ગ્રેસીઓને વારસામાં મળતી રહી છે જેનું બીજું એક મોટુ દૂષણ મુસ્લિમ અપીઝમેન્ટ છે. મુસ્લિમોને મોહતાજ રાખીને, એમને હિન્દુઓનો કાલ્પનિક ભય દેખાડીને પોતાના વશમાં રાખવાની નીતિ નેહરુથી માંડીને મનમોહન સિંહ સુધી ચાલી. મનમોહન સિંહે સાચર કમિટીની ભલામણોને દેશ સામે મૂકતાં કહ્યું હતુ કે ‘આ દેશના સંસાધનો, રિસોર્સીસ પર સૌથી પહેલો હક્ક મુસલમાનોનો છે.’ આવું કહેવાય? પી.એમ.થી નહીં કોઈ સામાન્ય નાગરિકથી પણ ન કહેવાય. આવું સ્ટેટમેન્ટ જો કોઈ પી.એમ. તો શું તાલુકા પંચાયતનો પ્રમુખ પણ ‘મુસ્લિમ’ને બદલે હિન્દુ’ શબ્દ મૂકીને જાહેરમાં બોલે તો એને કોમવાદી કહીને પીંખી નાખવામાં આવે. મનમોહન સિંહની સેક્યુલર, લેફ્‌ટિસ્ટ, દેશદ્રોહી, મીડિયાએ જરા સરખી પણ ટીકા કરી નહોતી. સાચર કમિટીની ભડકાઉ ભલામણો ભુલાઈ ગઈ છે એ સારું નથી થયું. એ યાદ રાખવી જોઈએ. સતત. ભૂલેચૂકેય ભવિષ્યમાં કૉન્ગ્રેસ પાછી સત્તા પર આવી તો આ દેશમાંથી હિન્દુ પરંપરાનું અસ્તિત્વ મિટાવી દેવામાં આવશે એવો નકશો સાચર કમિટીની ભલામણોમાં છે. ૨૦૧૪માં મોદીએ એકલે હાથે આ દેશની સૂતેલી પ્રજાને જગાડી ન હોત તો આજે દેશમાં ઠેકઠેકાણે કોમી રમખાણો થતાં હોત અને એમાં પકડાયેલા મુસ્લિમો છૂટી જતા હોત, હિન્દુઓ જેલમાં જતા હોત. સાચર કમિટીની ભલામણોનો સાર એ જ છે – હિન્દુઓનું અસ્તિત્વ મિટાવી દો, હિન્દુસ્તાનમાં એમનું જીવવું દોહ્યલું બનાવી દો. સાચર કમિટીની ભલામણો અમલમાં મૂકવાનો અવસર કૉન્ગ્રેસને નહોતો મળ્યો તે છતાં એની સરકારમાં રહેલા પી. ચિદમ્બરમ્‌ જેવા રાજકારણીઓ કેવી રીતે હિન્દુઓને ફસાવીને મુસ્લિમ આતંકવાદીઓને શહીદનો દરજ્જો આપવા માગતા હતા એ માટે મણિસરે ઈશરત જહાનના જેન્યુઈન એન્કાઉન્ટરને ફેક મૂઠભેડમાં ખપાવવા માટે ગૃહખાતા વતી જુઠ્ઠું સોગંદનામું ફાઈલ કરવું પડ્યું તેની વાત આવતી કાલે.

આજનો વિચાર

‘આપણું શરીર પંચતંત્રનું બનેલું છે.’ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ વડાપ્રધાને વારાણસીમાં ઉમેદવારીપત્રક ભર્યું તે વિશેના રિપોર્ટમાં ‘પંચમહાભૂત’ને ‘પંચતંત્ર’ ગણાવ્યું. આવા રિપોર્ટરો તથા સંપાદકો હિન્દુઓ વિશે તથા હિન્દુ પરંપરા વિશે જે કંઈ લખે તેની વિશ્વસનીયતા કેટલી?

_વૉટ્‌સઍપ પર વાંચેલું

એક મિનિટ!

પીઢ કૉન્ગ્રેસી કાર્યકર્તાઃ આજકાલ તબિયત બરાબર નથી રહેતી. બધા ટેસ્ટ કરાવી જોયા પણ શું બિમારી છે એની ખબર પડતી નથી.

રાહુલ ગાંધીઃ પોસ્ટ મોર્ટમ કરાવી જુઓ એક વાર…

3 COMMENTS

  1. છવ્વીસ-સત્યાવીશ એપ્રીલના સનસનીખેજ લખાણો પછીની, અઠ્ઠાવીસ એપ્રીલના ન્યુઝપ્રેમીના કન્ટીન્યુઅલ આર્ટિકલની રાહ જોઉં છું, સૌરભભાઈ !!

  2. Your articles in Mumbai Samachar is missing last few weeks. I missed Veer Savarkar’s Book articles. Good morning was best. Bharat (Not India) was land of Veer and we gave lot to Humanity We like your articles.

  3. ઘણું બિહામણું સત્ય જે ફરીથી કયારેય મૂર્ત સ્વરૂપે સામે ન આવે તે માટે વૉટ તો જરૂર કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here