(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ, બુધવાર, 26 નવેમ્બર 2025)
આજથી બરાબર 17 વર્ષ પહેલાંની 26મી નવેમ્બરની મોડી સાંજથી બીજા દિવસની વહેલી સવાર સુધી, પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા 10 મુસ્લિમ આતંકવાદીઓએ મુંબઈ શહેર પર જે ખૂની હુમલો કર્યો એ તમને યાદ છે.
મુંબઇના લૅન્ડમાર્ક સમી હૉટેલ તાજ મહાલ સહિતનાં કુલ 6 સ્થળો પર પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો – કોલાબાની લિયોપોલ્ડ કાફે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સી.એસ.ટી.એમ.), નરીમાન પૉઇન્ટની હૉટેલ ઑબેરોય ટ્રાઈડન્ટ, સીએસટીએમ નજીકની કામા હૉસ્પિટલ, નરિમાન હાઉસ પર એકે–ફોર્ટી સેવન, આરડીએક્સ અને હેન્ડ ગ્રેનેડ્સથી હુમલો થયો.
166 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી. 10માંના 9 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. દસમો અજમલ કસાબ જીવતો પકડાયો. એના પર અદાલતમાં કેસ ચાલ્યો. ફાંસી થઈ.
સત્તર વર્ષ દરમ્યાન આ ઘટના વિશે ખૂબ લખાયું, ફિલ્મો પણ બની. એક પુસ્તક 2020માં પ્રગટ થયું: ‘26/11 બ્રેવહાર્ટ: માય એકાઉન્ટર વિથ ટેરરિસ્ટ્સ ધૅટ નાઇટ’ લેખક છે પ્રવીણ કુમાર તેવટિયા. રૂપાએ પબ્લિશ કર્યું છે. એમેઝોન પર મળી જશે. જરૂર વાંચજો.
26/11ની બચાવ કામગીરીમાં ભાગ લેનાર બહાદુરો તરફથી એમણે જોયેલી/કરેલી કામગીરીનાં વિવિધ બયાનો આપણને મળ્યાં છે. એક સ્વતંત્ર પુસ્તક સ્વરૂપે ફર્સ્ટ હૅન્ડ અકાઉન્ટ આ કદાચ પહેલું જ છે અને તે પણ કોઈ જેવી તેવી વ્યક્તિ તરફથી નહીં, એક ‘માર્કોસ’ તરફથી.
ભારતીય સૈન્ય દળમાં ‘ માર્કોસ’ એટલે અલમોસ્ટ અમેરિકન સૈન્યના ‘સીલ.’ સી, ઍર અને લૅન્ડ (SEAL) – ત્રણેય પાંખમાં કામ કરવાની સૌથી આકરી ટ્રેનિંગ લેનારા સૈનિકો અમેરિકામાં ‘સીલ’ તરીકે ઓળખાય. ક્લિન્ટ ઇસ્ટવુડે ડિરેક્ટ કરેલી ‘અમેરિકન સ્નાઇપર’ ફિલ્મ જેમણે જોઈ છે એમને ખબર હશે કે કેટલી આકરી ટ્રેનિંગ એમને આપવામાં આવે છે અને સૈન્યમાં જોડાયેલા અન્ય સૈનિકોમાં યુદ્ધના મેદાનમાં એમનો મરતબો કેવો હોય છે. પાકિસ્તાનના અબોત્તાબાદમાં છુપાયેલા ઓસામા બિન લાદેનને 2011ના મેમાં એના ઘરમાં ઘૂસીને ઠાર કરી એની લાશને મધદરિયામાં પધરાવી દેવાયું સમગ્ર ઓપરેશન અમેરિકન સૈન્યની ‘સીલ’ ટીમે જ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આ વિશેની ફિલ્મ ‘ઝીરો ડાર્ક થર્ટી’ ન જોઈ હોય તો એકવાર જરૂર જોઈ લેજો.
ભારતમાં મરીન કમાન્ડો (‘Marco’) તરીકે જેમને ટ્રેનિંગ મળે છે એ ચુનંદા સૈનિકો ‘માર્કોસ’ તરીકે ઓળખાય છે. પ્રવીણ કુમાર તેવટિયા ‘માર્કોસ’ છે ‘માર્કોસ’નું હેડ કવાર્ટર વિશાખાપટ્ટનમાં ‘આઇ.એન.એસ. કર્ણ’ પર આવેલું છે અને એનું સૂત્ર છેઃ ‘ધ ફ્યુ, ધ ફિયરલેસ.’ આ માર્કોસને સૈન્યમાં ‘મગરમચ્છ’ના લાડકા નામે પણ ઓળખવામાં આવે છે. દરિયા પર, આકાશમાં અને જમીન પર – ત્રણેય ક્ષેત્રોમાં દુશ્મનો સામે લડવાની આકરી તીલિમ લઈ પ્રવીણ કુમાર તેવટિયા વિશે અને 26/11ના એમના અભૂતપૂર્વ અનુભવ વિશે તમને એમના પુસ્તકમાં જાણવા મળશે.
‘માર્કોસ’પ્રવીણકુમાર તેવટિયા વિશે એક સૌથી મોટી વાત ટૂંકમાં જાણીને આગળ વધીએ. ૨૬/૧૧માં બહાદુરી બતાવીને આતંકવાદીઓને પડકારતી વખતે પ્રવીણકુમારના શરીરમાં એક નહીં, બે નહીં, ચાર-ચાર બુલેટ્સ ઘૂસી ગઈ જેમાંની એક ફેફસાની અને એક કાનની આરપાર નીકળી ગઈ. પ્રવીણકુમારને આ બહાદુરી બદલ રાષ્ટ્રપતિ દ્વારા ‘શૌર્ય ચક્ર’ આપીને સન્માનિત કરવામાં આવ્યા પણ એમનું શરીર હવે પહેલાં જેવું રહ્યું નથી એવું કારણ આપીને એમને સક્રિય ફરજ પરથી દૂર કરવામાં આવ્યા. પ્રવીણકુમારે પોતે શારીરિક-માનસિક રીતે ફિટ છે એવું પુરવાર કરવા કુલ ચાર ફુલ મેરેથોનમાં ભાગ લીધો જેમાંની એક મેરેથોન લેહ-લદ્દાખની પાતળી હવામાં યોજાઈ હતી. પ્રવીણકુમારનું નામ આજે હરેક ભારતીય નાગરિકના મોઢે રમવું જોઈએ.
પાકિસ્તાને મોકલેલા દસ આતંકવાદીઓ ફિદાઇન હતા. આ નાપાક ષડયંત્ર જેના શૈતાની દિમાગની પૈદાશ હતું તે લશ્કર–એ–તૈયબાના ઝકિઉર રહમાન લખવી (ઉર્ફે ‘ચાચુ’)ને ખબર હતી કે આ દસમાંનો એક પણ આતંકવાદી જીવતો રહેવાનો નથી. આ સૌના ખિસ્સામાં જે પહેચાનપત્રો મૂકવામાં આવેલા તે એમને ભારતીય નાગરિકની બનાવટી આઇડેન્ટિટી આપતા હિન્દુ નામ ધરાવતા જુઠ્ઠા પુરાવાઓ હતા જેથી ભારતની પ્રજાને લાગે કે આ કાવતરું ભારતના જ લોકોએ કર્યું છે. આ આતંકવાદીઓનાં કાંડા પર રક્ષા પોટલી પ્રકારનાં હિંદુ આસ્થાળુઓ બાંધે એવા દોરાઓ પણ હતા. મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાએ લખેલી આત્મકથા ‘લેટ મી સે ઇટ નાઉ’માં આ બાબતનો ઘટસ્ફોટ થયો ત્યારે ઘણા કૉન્ગ્રેસીઓના પગ તળેથી ધરતી ખસી ગઈ હતી.

કૉન્ગ્રેસીઓ 26/11ની ઘટનાને હિન્દુ આતંકવાદ તરીકે ભારતીય પ્રજાના અને દુનિયા આખીના મનમાં પેસાડવા માગતા હતા. ઇનફેક્ટ ભારતના કૌભાંડકારોમાં જેમનું નામ પ્રથમ હરોળમાં બોલાય છે તે સુબ્રતો રોયે શરૂ કરેલા મીડિયાહાઉસના એક ઉર્દૂ પ્રકાશનના એડિટર ઇન ચીફ અઝીઝ બર્નીએ ‘26/11: આર.એસ.એસ. કી સાઝિશ’ નામનું એક બેબુનિયાદ અને ડિફેમેટરી પુસ્તક પણ લખી નાખ્યું હતું જેના ઉદ્ઘાટન સમારંભમાં કૉન્ગ્રેસીઓમાં ખૂબ આદરણીય ગણાતા દિગ્વિજય સિંહ, બોલીવુડના સેક્યુલરો જેમને ખભે લઇને નાચે છે તે મહેશ ભટ્ટ તેમજ મહારાષ્ટ્રમાં જયારે કૉન્ગ્રેસી ચીફ મિનિસ્ટર વિલાસરાવ દેશમુખનું રાજ હતું ત્યારે રાજયના ગૃહ મંત્રી રહી ચૂકેલા કૃપાશંકર સિંહ પણ હાથમાં આ રહી પુસ્તકની નકલ બતાવીને હસતાં હસતાં ફોટા પડાવતા હતા. કૃપાશંકર સિંહ પર તોતિંગ ભ્રષ્ટાચારના કેસ થયા છે અને 2011માં એમનો દીકરો ટુ-જી કૌભાંડમાં સામેલ છે એવું બહાર આવ્યું ત્યારે એમણે કૉન્ગ્રેસના મુંબઈ પ્રદેશના પ્રમુખ તરીકે રાજીનામું આપવું પડ્યું હતું.
કૉન્ગ્રેસને અત્યારે જે ગાળો પડે છે તે સર્વથા-યથાર્થ છે એ યાદ કરાવવા થોડીક જૂની સ્મૃતિઓ તાજી કરી લેવી જરૂરી છે.
આ તો ભલું થજો તુકારામ ગોપાલ ઓંબળેનું જેણે ચોપાટી જંક્શન નજીક કારમાં જતા અજમલ કસાબને રોકીને, પોતે નિઃશસ્ત્ર હોવા છતાં કસાબની એકે-47 રાયફલના નાળચાને પકડી રાખ્યું, પલકવારમાં છૂટેલી ૪૦ (ચાળીસ) ગોળીઓ પોતાના શરીર પર ઝીલીને મુંબઈ પોલીસના જાંબાઝ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ( એ.એસ.આઈ.) તુકારામ ઓંબળે મોતને ભેટ્યા પણ કસાબ જીવતો પકડાઈ ગયો. જો કસાબ જીવતો ન પકડાયો હોત તો પાકિસ્તાનની યોજના મુજબ દસેદસ આતંકવાદીઓની પહેચાન ભારતના હિન્દુઓ તરીકે સ્થાપિત થઈ હોત અને જો એવું થયું હોત તો ભારતમાં ‘હિન્દુ આતંકવાદ’ છે એવી ભ્રમણા ફેલાવવામાં સોનિયા-મનમોહનની કૉન્ગ્રસને સફળતા મળી હોત. અને આપણે સૌ આજે પણ એ જ ભ્રમણામાં રહયા હોત કે આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી— ઇસ્લામમાં પણ હોય અને સનાતન ધર્મમાં પણ હોય. પણ છેવટે તો મદનમોહન માલવીય દ્વારા પ્રકાશમાં લાવવામાં આવેલા મંડુકોપનિષદ્ના (૩:૧:૬)ના આ મંત્ર પ્રમાણે : સત્યમેવ જયતે (નાનૃતં સત્યેન પંથા વિતતો દેવયાનઃ)માં આપણા સૌની આસ્થા છે અને એવું જ થયું. આ કાવતરા પર હિન્દુ આતંકવાદનું બનાવટી લેબલ ચીપકાવી દેવાના પાકિસ્તાનપરસ્ત કૉન્ગ્રેસીઓના મનસૂબા પર પાણી ફરી વળ્યું.
૨૦૧૯ના માર્ચ અને એપ્રિલમાં લખેલા 13 લેખની શ્રેણીની યાદી આ સાથે આપી
છે. આ તમામ લેખો તમને Newspremi. com પર જઈને સર્ચ કરવાથી મળશે.
‘માર્કોસ’ પ્રવીણ કુમાર તેવટિયાના 26/11 વિશેના પુસ્તકને એમેઝોનમાંથી મગાવીને એમાં ઊંડા ઉતરતાં પહેલાં તમે આ લેખો પર ધીરજપૂર્વક નજર ફેરવી જશો તો આ દેશનું શાસન કૉન્ગ્રેસના હાથમાં હતું ત્યારે આપણે સૌ કેટલા કપરા કાળમાંથી પસાર થયા છીએ તેનો ખ્યાલ આવશે. 26/11 વિશેની ઘટના વિશે, અમેરિકાના તે વખતના પ્રેસિડેન્ટ બરાક ઓબામા ડિસેમ્બર 2010માં ભારત આવ્યા ત્યારે એમણે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહને પૂછયું હતું કે: તે વખતે તમે કેમ પાકિસ્તાન સામે કોઈ પગલાં લીધાં નહીં? સોનિયા ગાંધીના હજુરિયા બની ગયેલા ભારત દેશના વડાપ્રધાને ઓબામાને જવાબ આપ્યોઃ ભારતના મુસ્લિમોને ખોટું ના લાગે એટલે. આ વાત ઓબામાની આત્મકથા ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’માં નોંધાયેલી છે.
નીચે આપેલી તેર લેખોની યાદીના તમામ લેખ વાંચવા જેટલો સમય ન હોય તો હિન્દુ આતંકવાદની ભ્રમણા ફેલાવવા કૉન્ગ્રેસ સરકાર તરફથી દેશભરમાં કેવી કેવી નીચ હરકતો થઈ તે જાણવા લેખ નં. 1, 3 તથા 5 જોઈ જશો.
અને જો વધારે સમય હોય તો લેખ નં 7થી10માંના કોઈ પણ બે લેખ વાંચી જશો તો ખાતરી થઈ જશે કે 26/11ના આ પર્ટિક્યુલર હાદસામાં પાકિસ્તાની કાવતરાખોરો સાથે મળીને, જેહાદીઓને લાડ લડાવતી દેશદ્રોહી કૉન્ગ્રેસ ગવર્નમેન્ટે કેવી હિચકારી ભૂમિકા ભજવી હતી. તમારું લોહી ઉકળી ઊઠશે.
તમામ 13 લેખની સંપૂર્ણ શ્રેણી વાંચવાનો સમય કાઢી શકશો તો ‘માર્કોસ’ પ્રવીણકુમાર તેવટિયાની દૄષ્ટિએ 26 નવેમ્બર 2008ના બુધવારની રાત્રિનું રૂંવાડાં ઊભાં કરી દેનારું સિલસિલાબંધ બયાન વાંચતી વખતે તમારી પાસે પૂરતું બૅકગ્રાઉન્ડ હશે.
*
1. 25 માર્ચ 2019: હિંદુ આતંકવાદની ભ્રમણા કોણે ઊભી કરી, કેવી રીતે કરી
2. 26 માર્ચ 2019: માલેગાંવ, સમઝૌતા, હૈદરાબાદઃ યાદ છે આ બધા બૉમ્બ બ્લાસ્ટ?
3. 27 માર્ચ 2019: દરેક કેસમાં મુસ્લિમોને છોડીને સ્વામી અસીમાનંદજીને આરોપી બનાવવામાં આવ્યા
4. 29 માર્ચ 2019: જ્યારે મણિસર કેન્દ્રીય ગૃહમંત્રીની કૅબિનમાં એક પોલીસ અફસરને મળ્યા
5. 30 માર્ચ 2019: ‘હિંદુ આતંકવાદ’ શબ્દો કયા કેસથી પ્રચલિત થયા?
6. 31 માર્ચ 2019: હિંદુ આતંકવાદની ભ્રમણા ફેલાવનારાઓએ જ સાચાં એન્કાઉન્ટરને ફેક બનાવ્યાં
7. 1 એપ્રિલ 2019: 26/11નો મુંબઈ હુમલો કૉન્ગ્રેસ અને પાકિસ્તાનનો સહિયારો પ્રોજેક્ટ હતો?
8. 2 એપ્રિલ 2019: હુમલા વખતે કૉન્ગ્રેસીગૃહમંત્રી શિવરાજ પાટિલનો એટિટ્યુડ જાણે એવો હતો કે, ‘મારા બાપના કેટલા ટકા?’
9. 2 એપ્રિલ, 2019: હિંદુ આતંકવાદની કૉન્ગ્રેસી ભ્રમણા
10. 3 એપ્રિલ 2019: પાકિસ્તાનવાળાઓને ખબર હતી કે હુમલા વખતે તાજમાં કેટલા વીવીઆઈપી છે
11. 5 એપ્રિલ 2019: મણિસરના બદલામાં કસાબને છોડાવવાની સાઝિશ
12. 26 એપ્રિલ 2019: રાષ્ટ્રપતિ ભવનથી ઘરે જઈ રહેલા મણિસરનું અપહરણ કરવાનું કાવતરું
13. 27 એપ્રિલ 2019: ઈશરત જહાન એન્કાઉન્ટરવાળા કેસમાં મણિસર પાસે ગુજરાત હાઇકોર્ટમાં જુઠ્ઠી એફિડેવિટ ફાઇલ કરાવવામાં આવી
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













