પોઝિટિવ થિન્કિંગની વાત પછી, પહેલાં નેગેટિવિટીથી તો દૂર થઈએ- સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 13 જુલાઈ 2025 )

પોઝિટિવ થિન્કિંગની વાતો બહુ ચાલી. છતાં આપણી જિંદગીમાં કોઈ ફરક પડતો નથી. એનું કારણ છે. પોઝિટિવ બનવાની સાથે સાથે નેગેટિવિટી છોડવાની વાત કોઈ કરતું નથી. પરિણામે કાણી બાલદીમાં ભરાતું પાણી ભરાયા કરે છે પણ બાલદીમાં ટકતું નથી.

થોડા દિવસ પહેલાં બહુ ઉત્સાહથી જોવા ગયેલા એક મોંઘી ટિકિટવાળા કાર્યક્રમમાં અડધેથી ઊભા થઈ ગયા પછી મને આ લેખનો વિચાર આવ્યો. કાર્યક્રમ ઘણો નબળો હતો. સારો હોત, ગમી ગયો હોત તો એના વિશે લખવાની મઝા આવી હોત. નથી ગમ્યો એટલે નહીં લખું એવું વિચાર્યું. જિંદગીમાં એવી ઘણી બાબતો બને છે જે નથી ગમતી. કેટલાંય પુસ્તકો નથી ગમતાં, કેટલાય લોકો નથી ગમતા. ન ગમતી વાતો વિશે લખીને બે વાર હેરાન થવાનું. પહેલી વાર જ્યારે એ કાર્યક્રમ જોઈએ, એ ફિલ્મ જોઈએ, એ પુસ્તક વાંચીએ કે એવા લોકોને મળીએ ત્યારે, અને બીજી વાર એના વિશે લખીએ ત્યારે.

ખરાબ ફિલ્મો, ખરાબ પુસ્તકો, ખરાબ લોકો દરેકના જીવનમાં આવતાં રહેતાં હોય છે. પોઝિટિવ અભિગમથી જીવવાનું શીખવું હોય તો આ બધી નેગેટિવ અસરોથી દૂર રહેતાં પહેલાં શીખવું પડે. અને સંગીતના કાર્યક્રમો, નાટકો, ફિલ્મો, પુસ્તકો, લોકો વગેરેની બાબતે શીખી જવાનું. અમુક હિન્દી, અંગ્રેજી, મરાઠી, ગુજરાતી ફિલ્મો કે નાટકોથી દૂર જ રહેવું. આમ છતાં કોઈ મોટા કલાકારની ફિલ્મ જોઈ, કચરો લાગી તો પણ એના વિશે લખવાથી, બોલવાથી કે પછી વિચારવાથી પણ દૂર રહેવું . જેને વખાણ કરવાં હોય તે કરે. દરેકને એમનો ટેસ્ટ મુબારક. પણ આપણે ખરાબ ફિલ્મ વિશે નથી લખવું. એનાં છોતરાં ફાડીને આપણામાં નેગેટિવિટીની વૃદ્ધિ નથી કરવી. અગાઉ થતું આવું બધું. જાણીતા અને મનગમતા ડિરેક્ટરની કોઈ ફડતૂસ ફિલ્મ આવેલી તેના વિશે ખૂબ ટીકાત્મક રિવ્યૂ લખેલો. હવે એવું બધું છોડી દીધું.

પુસ્તકો પણ કેટલાંય નકામાં નકામાં વાંચવામાં આવે છે. નકામું લાગ્યું તો એને તમારા મનમાંથી ડીલીટ કરીને પસ્તીમાં આપી દેવાનું. પણ એની ટીકા કરીને વખત નહીં બગાડવાનો. એવું જ કરવા બેસીશું તો સારું સારું વાંચવાનો વખત વેસ્ટ થશે. માણસોમાં પણ એવું જ. જેમની સાથે ઊઠબેસ કરવી ગમે એમની જ સાથે નિયમિત સંબંધ રાખવાનો. જેમને મળી લીધા પછી સમય બરબાદ થયેલો લાગે એમની સાથે હાય-હલ્લો પણ શું કામ કરવાનું. સારા, મળવા જેવા માણસો અગણિત છે આ દુનિયામાં. એ બધાને મળતાં મળતાં જ જિંદગી પૂરી થઈ જવાની. તો પછી ન મળવા જેવા માણસોનાં નામ ફોનબુકમાં પણ શું કામ હોવા જોઈએ.

પોઝિટિવ થિન્કિંગ કરો એવું કહેવાય છે ત્યારે એ વાત ઘણી કૃત્રિમ લાગે છે. લાફ્ટર ક્લબ ખોલીને સવારના પહોરમાં બગીચામાં જઈને કૃત્રિમ રીતે હસતા જોકરો જેટલું જ કૃત્રિમ. હસવું નૈસર્ગિક હોય, એની કંઈ થેરપી ન હોય. દુનિયામાં કોઈ બેવકૂફે કૃત્રિમ રીતે હાહાહાહા કરીને રાવણની જેમ હસવાના ફાયદાઓ વિશે ગપગોળા ચલાવ્યા અને આખી દુનિયાના બેવકૂફો ભેગા થઈને ગણપતિને દૂધ પીવડાવવા ભેગા થઈ ગયા. હાસ્યના ફાયદા ખરા પણ એ કુદરતી રીતે, સ્વાભાવિક તરીકાથી તમારા જીવનમાં આવે ત્યારે ફાયદા થાય.

એ જ રીતે પોઝિટિવ વિચારસરણીની બે ચમચી કોઈ તમને પ્રવચન દ્વારા પીવડાવી દે કે કન્સલ્ટિંગ રૂમમાં શીખવાડી દે એનાથી તમારી લાઈફ પોઝિટિવ બની જતી નથી. પણ લાઈફમાં નેગેટિવિટી ન હોય તે તમારા હાથમાં છે. નકારાત્મક ન બનવાનું શીખવાડી શકાય અને શીખી પણ શકાય.

જે વસ્તુ ન ગમી તેની સાથે નિસબત ન રાખવી. બને તો પહેલેથી જ એનાથી દૂર રહેવું. આમ છતાં પનારો પડે તો બને એટલા જલદી અળગા થઈ જવું અને છુટા થઈ ગયા પછી ગામ આખામાં કહેતાં ફરવું નહીં કે તમને આવો કડવો અનુભવ થયો. તમારી જાતને પણ ઘૂંટી ઘૂંટીને ન કહેવું કે આ અનુભવ કડવો હતો. શ્રેષ્ઠ ઉપાય એ કે નેગેટિવિટી દૂર કરવા ફરી એક વાર ગમતી ફિલ્મ જોવી, કડવી કાકડી ખાવામાં આવી જાય તો તરત રસગુલ્લું મોઢામાં મૂકી દઈએ એમ કોઈ ન ગમે એવી વાત વાંચવામાં આવે તો એના વિશે ઢંઢેરો પીટવાને બદલે જૂના મનગમતા પુસ્તકનાં દસ પાનાં વાંચી લેવાં. કોઈ અણગમતી વ્યક્તિ સાથે ભેટો થઈ જાય તો બને એટલો જલ્દી એનાથી પીછો છોડાવીને તરત જ મનગમતા દોસ્તને રૂબરૂ મળીને કે પછી ફોન પર એની સાથે વાત કરીને અને એ પણ શક્ય ન હોય તો એને સંબોધીને એક પ્યારભર્યો પત્ર ઈમેલ કરીને પેલો કકળાટ મનમાંથી દૂર કરી નાખવો.

દુનિયામાં બધું જ છે – સારું અને ખરાબ બધું જ. અને આ દુનિયામાં જ આપણે રહેવાનું છે એટલે આ બધું ક્યાંક અને ક્યારેક આપણા સુધી પહોંચવાનું જ છે – સારું અને ખરાબ બધું જ. મરજી આપણી છે કે ખરાબ આપણા સુધી પહોંચે ત્યારે આપણે એને ભાવ આપીને એની સાથે સમય ગાળવા માટે રોકાવું છે કે નહીં, સારું આપણા તરફ આવે ત્યારે તરત એની આંગળી પકડીને ચાલવું છે કે નહીં.

પાન બનારસવાલા

એણે એક નાની ભૂલ કરી.
એ યાદ રાખીને તેં મોટી ભૂલ કરી.

-અજ્ઞાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here