( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 16 જુલાઈ 2025 )
કૉમ્પ્યુટરના જમાનામાં અંગ્રેજી વિના ચાલે જ નહીં, માતૃભાષામાં પડ્યા રહીશું તો કૉમ્પ્યુટર ક્ષેત્રે પછાત રહી જઈશું, બરાબર?
બિલકુલ ખોટી વાત. ચીનમાં અંગ્રેજી ભાષાની જાણકારી પોણો ટકા કરતાં પણ ઓછા લોકો પાસે છે. ત્યાં સાક્ષરતા ૯૫ ટકા છે. અંગ્રેજી જાણનારાઓની આટલી ઓછી સંખ્યા હોવા છતાં ત્યાંની ૪૦ ટકા કરતાં વધુ પ્રજા ઈન્ટરનેટ વાપરે છે.
ભારતમાં સાક્ષરતા ૭૪ ટકા છે, ચીન કરતાં ઓછી, પણ અંગ્રેજી જાણતા હોય એવા લોકોનું પ્રમાણ ૨૦ ટકા છે. (પાંચ ટકા લોકો પાસે તો અંગ્રેજીની ફાંકડી જાણકારી છે.) માત્ર આ પાંચ ટકાનો જ આંકડો લો તોય ચીનમાંના અંગ્રેજી જાણકારો કરતાં લગભગ સાત ગણા ભારતીયો અંગ્રેજી જાણે છ. આમ છતાં ચીન કરતાં ચોથા ભાગના ઈન્ટરનેટ યુઝર્સ છે આપણે ત્યાં. સાડાઅગિયાર ટકા જેટલી વસ્તી ભારતમાં ઈન્ટરનેટ વાપરે છે, ચીનની ૪૦ ટકા વસ્તી ઈન્ટરનેટ વાપરે છે.
ભારતની મઝાની વાત શું છે કે અહીંના ઈન્ટરનેટ યુઝર્સમાંથી ૪૨ ટકા લોકો જ્યારે તક મળે કે જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે સ્થાનિક ભારતીય ભાષામાં સર્ચ કરે છે.
આપણે એમ માની લીધું છે કે ભારતીય કૉમ્પ્યુટર નિષ્ણાતો પાસે અંગ્રેજી ભાષાની જાણકારી છે એટલે તેઓ સોફ્ટવેરની દુનિયામાં આગળ છે. એવું નથી. દિલ્હી જેટલી વસ્તી ધરાવતા ઈઝરાયલીઓ માતૃભાષા હિબ્રૂમાં શિક્ષણ પામીને પણ સોફ્ટવેરની દુનિયામાં ભારતીયોની ગળાકાપ સ્પર્ધા કરી રહ્યા છે. ચીનનું સાક્ષરતાનું પ્રમાણ આપણા કરતાં વધુ છે, છતાં ત્યાં અંગ્રેજીના જાણકારોનું પ્રમાણ આપણી સરખામણીએ (તેમ જ સ્વતંત્ર રીતે) નહિવત્ છે અને ચીન કૉમ્પ્યુટર લિટરસીની બાબતમાં તેમ જ ઈન્ટરનેટના વપરાશની બાબતમાં આપણા કરતાં આગળ છે.

ચીની પ્રજા પોતાની માતૃભાષામાં કૉમ્પ્યુટર શીખે છે અને વાપરે છે. સારા કૉમ્પ્યુટર પ્રોગ્રામર બનવા માટે ચીનમાં અંગ્રેજી અનિવાર્ય નથી. એ જ રીતે સારા એન્જિનિયર, અકાઉન્ટન્ટ, ડૉક્ટર, વકીલ વગેરે બનવા માટે પણ ચીનમાં અંગ્રેજીની જરૂર પડતી નથી. સોફ્ટવેર ક્ષેત્રે ટૂંક સમયમાં જ ચીન ભારત કરતાં આગળ નીકળી જવાનું છે. ચીનનું બિઝનેસ મૉડેલ એવું છે કે એક પ્રોજેક્ટ મૅનેજરને ઈંગ્લિશ આવડતું હોય તો બસ છે, એ બીજા લોકો સાથે – દુનિયાભરના ક્લાયન્ટો સાથે – અંગ્રેજીમાં વ્યવહાર કરી લેશે અને દસ ચાઈનીઝ લૅન્ગવેજ પ્રોગ્રામર્સ પાસેથી કામ લેશે. આ બધી માહિતી જે પુસ્તકમાં આપી છે તે પુસ્તક ‘ભાષા નીતિ: ધ ઈંગ્લિશ મિડિયમ મિથ’ના ત્રણ લેખકોમાંના એક કાર્લ ક્લેમન્સ આ બાબતે પોતાનો અનુભવ ટાંકે છે.
કાર્લ ક્લેમન્સે માઈક્રોસોફ્ટમાં સોફ્ટવેર કવિલ્ટન્ટ તરીકે કામ કર્યું છે. એમની આખી ઓનશોર ટીમ ચીનમાં જન્મેલા અને ભણતર પામેલા લોકોની. એમનો મૅનેજર વર્ષોથી અમેરિકામાં રહે અને અમેરિકન સિટિઝન પણ બની ગયો છતાં એણે ઈન્ફર્મેશન ટેક્નોલોજી – આઈટી – વિશે કંઈ પણ લેટેસ્ટ માહિતી જોઈતી હોય તો એ ચાઈનીઝ ભાષાનાં પુસ્તકોમાંથી મેળવે. કાર્લની ઑફશોર ટીમ શાંઘાઈથી કામ કરે. ત્યાંની ટીમમાં થોડાક લોકો ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી બોલે. એ લોકો કાર્લની સાથે કમ્યુનિકેટ કરે. બાકીની ઑફશોર ટીમને અંગ્રેજી બોલતાં બિલકુલ ના આવડે. અગત્યની વાત એ છે કે અંગ્રેજી બોલી શકનારાઓને ટીમના સિનિયર મેમ્બરપદે બેસાડી દેવામાં નહોતા આવ્યા. એ લોકો માત્ર અમેરિકાની ટીમ અને ચાઈનાની ટીમ વચ્ચે લાયઝનનું કામ કરે. રિયલ ટેક્નિકલ કામ કરનારા સિનિયર કે પછી જુવાન તરવરિયા પ્રોગ્રામર્સ બધા જ નોન-ઈંગ્લિશ સ્પીકિંગ ચાઈનીઝ હતા.
હવે અહીં સવાલ એ આવે કે આપણે ત્યાં કયાં માતૃભાષામાં કૉમ્પ્યુટર શિક્ષણ આપવાની સગવડ છે. એ જ તો રિયલ પ્રૉબ્લેમ છે. આઝાદી પછી તરત રચાયેલી કૉન્ગ્રેસી સરકારના વામપંથી સલાહકારોએ જો ભારતીય વિદ્યાર્થીઓને મૅકોલેની ગુલામી માનસવાળી શિક્ષણ પ્રથામાંથી બહાર લાવીને માતૃભાષામાં ભણાવવાનું મહત્ત્વ સમજાવ્યું હોત, ત્યારથી જ એવી સિસ્ટમો ઊભી કરી દીધી હોત તો આજે આ વિકરાળ પ્રશ્ર્નનો આપણે સામનો કરવો પડતો ન હોત. રોજનાં બે પાકીટ સિગારેટ પીધા પછી ત્રીસ વર્ષ બાદ, કોઈનાં ફેફસાં કેવાં થઈ જાય? એવી હાલત અત્યારે આપણા શિક્ષણક્ષેત્રની છે. આજેને આજે જ જો સિગારેટ છોડી દેવામાં આવે તો પણ તરત ને તરત એનાં ફેફસાંની તાકાત પાછી ન આવી જાય. એના માટે સમય લાગે. તબિયતને રિસ્ટોર કરવા માત્ર સિગારેટ છોડી દેવાથી કંઈ નહીં થાય, સિગારેટે કરેલું નુકસાન ભરપાઈ કરવા માટે બીજી ઘણી કાળજી લેવી પડે.
એ જ રીતે ઉચ્ચ શિક્ષણ કે ટેક્નિકલ શિક્ષણ માતૃભાષામાં આપી શકાય એવું વ્યવસ્થાતંત્ર ઊભું કરવામાં જ થોડાં વર્ષ વીતી જવાનાં અને એ પછી દાયકા – બે દાયકા લાગવાના, ચીનની જેમ માતૃભાષામાં ભણીગણીને તૈયાર થયેલા સ્માર્ટ ડૉક્ટરો, ઈજનેરો, સોફટવેર નિષ્ણાતો વગેરેને વ્યવહારની દુનિયામાં લાવવામાં. પણ કોઈ કામ અઘરું હોય કે કોઈ પ્રોજેક્ટ પાછળ વર્ષો લાગવાનાં હોય તેને કારણે એ કામ કરવું જ નહીં કે એવા પ્રોજેક્ટો હાથમાં લેવા જ નહીં એવું કોણે કહ્યું? યાદ છે, ગયા અઠવાડિયે જ આ વિષયનો આરંભ કરતી વખતે મેં લખેલું કે દિલ્હી ભલે દૂર હોય પણ એમ તો નીલ આર્મસ્ટ્રોન્ગે પહેલું પગલું મૂક્યું ત્યારે ચંદ્ર પણ ક્યાં નજીક હતો? માતૃભાષાના જતન અને સંવર્ધન વિશેની
બાકીની વાતો આવતા બુધવારે કરીને આ વિષયની પૂર્ણાહુતિ કરીએ.
સાયલન્સ પ્લીઝ!
જો તમે કોઈની સાથે એ જે ભાષા સમજી શકતો હોય તે ભાષામાં વાત કરશો તો તમારી વાત એના દિમાગમાં બેસી જશે પણ જો તમે
એ જે ભાષા બોલતો હોય એ ભાષામાં એની સાથે વાત કરશો તો તમારી વાત એના દિલમાં ઉતરી જશે.
—નેલ્સન મંડેલા
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












