(ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : સોમવાર, 8 સપ્ટેમ્બર 2025)
હર્ષ બ્રહ્મભટ્ટ ચૂપચાપ પ્રવેશીને ભાવકના હૃદયનો કબજો લઈ લેતા આ યુગના એક મેજર પોએટ છે. હોહા વગરનું એમનું વ્યક્તિત્વ એમના સર્જન જેવું જ છે.
૨૦૧૭માં પ્રગટ થયેલો ‘મૌનની મહેફિલ’ હર્ષમિજાજનો ત્રીજો કાવ્યસંગ્રહ છે. ત્યાં સુધીમાં આઠ ગુજરાતી કાવ્યસંગ્રહો ઉપરાંત પાંચ ઉર્દૂ દીવાન હર્ષ બ્રહ્મભટ્ટ પાસેથી મળ્યાં હતાં અને એ પછીનાં ૮ વર્ષોમાં એમણે વિપુલ સર્જન કર્યું.
કવિ રાજેન્દ્ર શુક્લ પ્રસ્તાવનાઓ લખતા નથી. ‘મૌનની મહેફિલ’ માટે કવિએ અપવાદ કર્યો છે. રાજેન્દ્ર શુક્લ લખે છે: ‘ગઝલમાં, કવિતામાં બધું જ ન થાય અને બધું જ થાય. કોઈ પણ સ્વકીય અનુભૂતિને નિરૂપી શકાય, પણ તે ગઝલની, કવિતાની શરતે; અને એ શરત બહુ આકરી છે.’
આ આકરી શરત પાળીને હર્ષ બ્રહ્મભટ્ટે ‘મૌનની મહેફિલ’ને સજાવી છે. સંગ્રહની પહેલી જ ગઝલથી કવિનો મિજાજ ટેઈક-ઑફ લઈ ઊંચી ઉડાન તરફ રવાના થાય છે. ‘બોલ્યો’ ગઝલ (પૃ.૩)નો મત્લા છે:
સુખ વિશે જયાં હેસિયતની બહાર બોલ્યો,
સ્વપ્ન જુએ છે? તરત અંધાર બોલ્યો.
અધૂરાં સપનાઓને દીવાસ્વપ્નો દ્વારા સાકાર કરવાના પ્રયત્નો કેટલા જલદી વાસ્તવિક્તાની ધરતી પર પટકાતા હોય છે.કદાચ સ્વભાવમાં વ્યવહારૂપણું ઓછું હશે? કદાચ ક્યારેક થઈ ગયેલી ભૂલો નડતી હશે? કવિ કહે છે:
કેટલાં વરસો ગયાં એ ભૂંસવામાં,
ક્રોધમાં જે શબ્દ હું બે-ચાર બોલ્યો.
પોતાની માની લીધેલી ભૂલો સ્વીકારતા કવિને ખબર છે કે વ્યવહારની દુનિયામાં કેવા શબ્દોની બોલબાલા છે:
ખૂબ ઊંડી છે કહી સહુએ વધાવી,
વાત મામૂલી અગર વગદાર બોલ્યો.
કવિને દુનિયાદારી શું છે તેની ખબર છે, વ્યવહાર અને વાસ્તવિકતાની ઓળખ છે. દુનિયાએ સ્વીકારેલો ધર્મ ક્યો છે તેની પણ જાણ છે, પરંતુ એ ધર્મ તેઓ આચરી શકતા નથી. કારણ?
એક વેળા સાંભળ્યું મેં આતમાનું,
ત્યારથી વચ્ચે એ વારંવાર બોલ્યો.
અંતરાત્માના અવાજે સર્જેલી નોખી કેડી પર એક-એક ડગલું આગળ વધતા કવિ વિસામો લઈને વિચારે છે અને કહે છે (પૃ.૫):
જાત સુધીનું અંતર કાપી થાકી જઉં છું,
શ્ર્વાસ, ગજું ને પગલાં માપી થાકી જઉં છું.
તમે કેમ છો? કઈ બાજુ?ની લવડદેવડ,
એ જ જવાબો આપી આપી થાકી જઉં છું.
દુનિયામાં સસ્તા લોકો તમારા કરતાં આગળ વધી જાય ત્યારે શું એ લોકોએ ગયા ભવે કરેલાં પુણ્યનું એ પરિણામ હશે? તમારી નિષ્ઠાભરી દીર્ઘ સફર પછી આવી જતી પછડાટો શું તમારા ગયા જન્મના પાપનું પરિણામ હશે? ઈશ્વરમાંથી ઘડીભર આસ્થા ગુમાવી બેસો એવા તબક્કે જિંદગી આવીને ઊભી રહે છે ત્યારે કવિના શબ્દો પ્રગટે છે:
બધી ગણતરી, બધી માન્યતા ખોટી પડતી,
કોણ પુણ્યશાળી કે પાપી? થાકી જઉં છું.
‘ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા’ની આ અંધેરી નગરીના ગંડુ રાજાઓના જમાનામાં કવિ માટે ટકી રહેવું મુશ્કેલ છે. આ બધાથી અલિપ્ત થઈ જવાથી, વિરક્ત બની જવાથી કદાચ કંઈક વાત બને (પૃ.૨૩):
છોડવું શું? અને પકડવું શું?
જાત સાથે સતત ઝઘડવું શું?
આ જ ગઝલમાં કવિ આગળ કહે છે:
ડુસકાંનીય ક્યાં રહી ત્રેવડ,
એકઠું બળ કરીને રડવું શું?
અને આ ભાવ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે એક જાનદાર મક્તા પ્રગટે છે:
જ્યાં ટકે શેર હર્ષ છે સઘળું,
ત્યાં સુધરવું અને બગડવું શું?
અણગમતી પરિસ્થિતિઓમાં હૂંફ આપવા જ ભગવાને મનગમતા મિત્રો બનાવ્યા છે. ‘મિત્રો’ (પૃ.૩૩) ગઝલમાં હર્ષ બ્રહ્મભટ્ટ આવા મિત્રોને પોતાની મૌનની મહેફિલમાં બોલાવે છે, કારણકે કવિ જાણે છે કે તાળીઓના ગડગડાટ કરતા અને ક્યા બાત હૈનો વરસાદ વરસાવતા મિત્રો કરતાં વધુ મૂલ્યવાન એ મિત્રો છે જેઓ મારા મૌનને સાંભળી શકે છે:
છે ઘડી ધન્ય, ધન્ય પળ મિત્રો,
આંખ છે સ્નેહથી સજળ મિત્રો.
સ્વર્ગ ઊતર્યું છે આજ ધરતી પર,
આભ જોતું ચકળવકળ મિત્રો.
હોય સદભાગ્ય હર્ષ તો જ મળે,
ખૂબ સહેલાઈથી સરળ મિત્રો.
‘બારણું’ (પૃ.૪૩) ગઝલમાંનાં આ બે શે’ર આધુનિક મિજાજના ભાવકોને જરૂર ગમી જવાના:
આ આપણી વચ્ચે ઊઘડતું બારણું,
કાં લાગતું ગઈ કાલનું સંભારણું.
ઇ-મેઈલ બ્લેન્ક મોકલું છું હું તને,
વાંચી શકે તો વાંચ તું ખાલીપણું.
દરેક સમજદાર ભાવક માટે કોઈ પણ સારા કાવ્યસંગ્રહની ઓછામાં ઓછી એક રચના આખેઆખી પોતાના જીવનનું રાષ્ટ્રગીત બની શકે એવી મળી આવતી હોય છે. હર્ષ બ્રહ્મભટ્ટના દીવાન ‘મૌનની મહેફિલ’માં આવી એકાધિક રચનાઓ છે. એમાંની માત્ર એક, ‘થંભી હતી’ (પૃ.૪૧) ગઝલના પાંચેય શે’ર બોલકા બન્યા વિના, મૌનના વાતાવરણનો મલાજો રાખીને ટાંકું છું:
મેં જ તો એને સતત ઝંખી હતી,
વેદના મારી જીવનસંગી હતી.
વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી.
ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા,
જિંદગી હમણાં જ મેં રંગી હતી.
એક તરણાનો સહારો ના મળ્યો,
કમનસીબી પ્હાડ શી જંગી હતી.
મેં તરાપો પાણીમાં મૂક્યો અને-
એકદમ વહેતી નદી થંભી હતી!
૨૦૧૭ની સાલમાં ‘મૌનની મહેફિલ’ની સાથે કવિના આગલા બે કાવ્યસંગ્રહો ‘એકલતાની ભીડમાં’ (ત્રીજી આવૃત્તિ) અને ‘અંદર દીવાદાંડી’ (ચોથી આવૃત્તિ) પ્રગટ થયાં. ઉપરાંત ઉર્દૂ ‘દીવાનો સરગોશી’ (પાંચમું પુન:મુદ્રણ) તથા ‘કંદીલ’ (બીજી આવૃત્તિ) પણ પ્રગટ થયાં.
‘મૌનની મહેફિલ’માં બીજી પ્રસ્તાવના લખતાં કવિ હર્ષ બ્રહ્મભટ્ટના સમકાલીન અને ઊંચા ગજાના કવિ ‘રાજેશ વ્યાસ મિસ્કિન’ સાચું જ લખે છે: ‘ખરેખર તેમની (હર્ષ બ્રહ્મભટ્ટની) ગઝલો દિલની ઝબાનની ગઝલો છે. જીવન પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ પોઝિટિવ છે અને તેનું કારણ તે આવતી કાલની ફિકરમાં નથી જીવતા, ગઈ કાલના સંતાપમાં નથી જીવતા. પ્રત્યેક પળે જીવી લેવાને જ જિંદગી ગણે છે’
‘મૌનની મહેફિલ’ સંગ્રહના આરંભે પોતાની વાત કરતાં હર્ષભાઈ કહે છે: ‘આ મહેફિલ આપને એવી કેટલીક ક્ષણો ચોક્કસ પૂરી પાડશે, જે આપની સ્મૃતિમાં દીર્ઘકાળ સુધી સચવાઈ રહે.’
કવિના આ આત્મવિશ્વાસને સંગ્રહની પ્રત્યેક ગઝલમાંથી પ્રગટતી સચ્ચાઈ સમર્થન આપે છે. વિદાય લેતાં પહેલાં આ થોડા શેર (પૃ.૭૫) ગઝલના ખિસ્સામાં મૂકી દો. સફરમાં ભાથું બંધાવીને રાખ્યા હશે તો કામ આવશે:
સંધિ વિણ આરો નથી,
ત્યાં વળી તકરાર શું?
હોય પગમાં બેડીઓ,
રાખવી તલવાર શું?
ન્યૂઝ મેકર હું જ છું,
મારે વળી અખબાર શું?
જોડતો ને તોડતો,
એવો સર્જનહાર શું?
છળકપટનું આ જગત,
પ્રેમ શું ને પ્યાર શું?
૨૦૨૫ની શરદ પૂર્ણિમાના દિવસે, આજથી બરાબર એક મહિના પછી કવિ હર્ષ બ્રહ્મભટ્ટને ગુજરાતી કવિતાનો પ્રતિષ્ઠિત અવૉર્ડ નરસિંહ મહેતા પુરસ્કાર પૂજ્ય મોરારિબાપુના હસ્તે આપવામાં આવશે એવી જાહેરાત થઈ છે. આ ખુશખબર વાંચીને મેં મંગળવાર, ૧૮ એપ્રિલ ૨૦૧૭માં ‘મુંબઈ સમાચાર’ની મારી કૉલમ ‘ગુડ મૉર્નિંગ’ માટે લખેલો આ લેખ શોધીને તમારી સાથે શેર કર્યો છે. મૌન રહીને મહેફિલ સજાવનારા હર્ષ બ્રહ્મભટ્ટ જેવા હૂંફાળા કવિમિત્રો મારા મિજાજને વધુ અનુકૂળ આવે છે. અભિનંદન.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો