(‘ત્રિવિધા’, ન્યુઝપ્રેમી.કૉમ : શુક્રવાર, 29 નવેમ્બર 2024)
વક્ફ બોર્ડને લગતા કાયદામાં સુધારા સૂચવતો ખરડો સંસદના શિયાળુસત્રમાં રજુ કરવા ધારેલું. પણ હવે આ નહીં ને આવતા સત્રમાં અર્થાત્ બજેટ સેશનમાં રજુ થશે. આને લગતી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ના સભ્યો હજુ કેટલાક લોકોને મળવાના છે જેમને આ ધારામાં સૂચવેલા ફેરફારોને લીધે અસર પડી શકે એમ છે.
લોકસભામાં ભાજપ-એનડીએની 400 સીટો હોત તો કદાચ આ સુધારો રજુ થઈને અમલમાં આવી ગયો હોત એવું કેટલાકનું માનવું છે.
આ સમાચાર સાંભળીને કેટલાક હાઈપરડા હિંદુઓ કહેવા માંડશે કે મોદી પાણીમાં બેસી ગયા, અમે તો પહેલેથી જ કહેતા આવ્યા છે કે મોદીને બદલીને યોગીને મૂકો વગેરે.
હે, હાઈપરડા બાબા-બેબીઓ! મોદીમાં તમારા કરતાં વધારે અનુભવ, વધારે અક્કલ અને વધારે બધું જ છે. વક્ફના મુદ્દે કેટલાક નેતાઓ પોતાની કોમમાંના તોફાની સભ્યોને ઉશ્કેરીને રસ્તા પર હુડદંગ મચાવવા આતુર છે. મોદી એમને આવો કોઈ ચાન્સ આપવા નથી માગતા. સીએએ વિરુદ્ધના શાહીન બાગના અને ખેડૂત આંદોલનોને જે ધીરજથી મોદીએ ટૅકલ કર્યા તે કાબિલેદાદ છે. મોદીએ 370 હટાવીને, પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓનો નાશ કરીને, રામ મંદિર બનાવીને તેમ જ બીજાં કેટલાંય કામ કરીને 56ની છાતીનો હિસાબ આપ્યો જ છે અને આપી જ રહ્યા છે.
હાઈરડા હિંદુઓએ માની લીધું છે કે મોદીએ શાંતિપ્રિય કોમના એકએકને ભારત બહાર મોકલી દેવા જોઈએ. કાં તો દરિયામાં નાખી દેવા જોઈએ. પોતાને મોદી-યોગી-શાહ કરતાં પણ સવાયા હિંદુ ગણતા આ હાઈપરડાઓ માને છે કે મોદીનું ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ સૂત્ર બોગસ છે, નકામું છે, નિરુપયોગી છે. મોદીના વિઝનને સમજવા જેટલી અક્કલ આ હાઈપરડાઓમાં હોત તો પૂછવું જ શું હતું.
વક્ફમાં સુધારા આવશે, જરૂર આવશે. આપણને જે જોઈએ છે તેના કરતાં પણ અદ્ભુત સુધારા આવશે. આવા વિશ્ર્વાસનું કારણ શું? એક જ. મોદી હૈ તો મુમકિન હૈ.
આ પીસ મેં વક્ફના કાયદામાં કરવા ધારેલા સુધારાઓ વિશે જાણ કરવા નથી લખ્યો. પીસ લખવાનું કારણ એ છે કે શું તમારી પાસે વક્ફ બોર્ડ વિશેની એ ટુ ઝેડ માહિતી છે? શું તમે વક્ફ બોર્ડના ઇતિહાસ વિશે પૂરેપૂરી જાણકારી ધરાવો છો? શું તમારે વક્ફ બોર્ડ વિશે અહીંથી-ત્યાંથી મળેલી છૂટક માહિતી કરતાં કંઈક વિશેષ જાણવું છે?
આ સવાલો તમને પૂછવાનું કારણ એ કે જો તમને જિજ્ઞાસા હોય અને વક્ફને લગતી માહિતી એકસાથે એક નાનકડા પુસ્તકરૂપે (એટલે કે મોટી પુસ્તિકારૂપે) વાંચવી હોય, સરળ શબ્દોમાં જાણવું હોય કે વક્ફ બોર્ડની બદમાશી ભારત માટે, હિંદુઓના ભાવિ માટે કેટલી ખતરનાક છે અને એ બધું જાણીને બીજા મિત્રો-સગાં-પરિચિતોને જણાવવું હોય તો હું મારા એક રાષ્ટ્રવાદી પ્રકાશક જેના માટે મને વારંવાર આગ્રહ કરે છે તે કામ હાથમાં લઈને એને બને એટલું જલદી પૂરું કરું. વક્ફ વિશેની એક પરિચય પુસ્તિકા મારે લખવી અને સરળ ભાષામાં સૌને સમજાય તે રીતે આખી વાતની રજુઆત કરીને જનમત કેળવવો એવી એમની ખૂબ આગ્રહભરી વિનંતી છે.જો તમને આ વિષય પર (પૈસા ખર્ચીને) વાંચવામાં રસ હોય, એટલું જ નહીં આનો વધુમાં વધુ પ્રચાર થાય એ માટે બને એટલી વધુ પુસ્તિકા ખરીદીને બીજાઓને ભેટ આપવામાં રસ હોય તો મને કમેન્ટ/મેસેજમાં લખીને મોકલો. આ એક વિષય એવો છે જેના વિશે ખૂબ લખી શકાય એમ છે. લખવું પણ છે. તમારે આ વિશે (પૈસા ખર્ચીને) વાંચવું/વંચાવવું છે કે નહીં તે મારે જાણવું છે.
ડિજિટલ અને સોશ્યલ મિડિયા આવ્યા પછી લોકોને મફતિયા વાચનની એવી ટેવ પડી ગઈ છે કે અધરવાઈઝ રાષ્ટ્રપ્રેમની, હિંદુપ્રેમની વાતો કરનારાઓ પણ કહેતા હોય છે કે ‘સાબરમતી રિપોર્ટ’ની પાયરેટેડ પ્રિન્ટ કોઈ જગ્યાએથી મળે? ઓટીટીના કોઈ લવાજમ વગરના પ્લેટફોર્મ પર ક્યારે આવવાની છે?
‘વક્ફ’ની ચોપડીની કોઈ ફુગટિયા પીડીએફની માગણી ના કરે એટલી જ વિનંતી.
***
ભાવનગરથી કુરિયરમાં આવેલું પાંચેક કિલો વજનનું પાર્સલ શેનું છે ખબર છે ? ચારસો-પાંચસો રૂપિયા તો માત્ર કુરિયરના જ ખર્ચાયા હશે. બન્યું એવું કે દિવાળી પહેલાં મેં ભાવનગરની ‘બુકપ્રથા’માં બે-ત્રણ પુસ્તકોનો ઑર્ડર આપ્યો હતો. એ પુસ્તકો ત્યાંથી રવાના થાય એ પહેલાં મારા ધ્યાનમાં બીજાં એક-બે નવાં પુસ્તકો આવ્યા એટલે મેં મેસેજ કર્યો કે આ પણ ઉમેરજો. તહેવાર દરમ્યાન નવાં નવાં પુસ્તકો (બધાં જ ગુજરાતી) છપાતાં જાય અને હું મેસેજ કરતો જાઉં કે આ પણ ઉમેરજો, આ પણ ઉમેરજો. એમ કરતાં કરતાં દિવાળી આવી ગઈ અને કુરિયર સર્વિસની રજાઓ આવી. રજાઓ ખુલી પછી વળી બીજાં નવાં પુસ્તકો ઉમેરાયાં. છેવટે મેં કહ્યું કે હવે જેટલાં છે એટલાં રવાના કરીને બિલ મોકલી આપો. વધુ જોઈતાં હશે તો ફરી ક્યારેક.
હજુ પાર્સલ ખોલ્યું નથી. યાદ પણ નથી કે કયાં કયાં પુસ્તકોનો ઑર્ડર લખાવ્યો હતો. નિરાંતે ખોલીશું ત્યારે વધારે રોમાંચ થશે.
ભાવનગરમાં ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંત મેઘાણીએ એક નાનકડો બુક સ્ટોર ‘પ્રસાર’ નામે શરૂ કર્યો હતો. જયંતભાઈ મારા વડીલમિત્ર હતા. એમના પુત્ર નીરજ મેઘાણી મારા ખૂબ સારા મિત્ર છે. એમણે ‘પ્રસાર’ને ‘પ્રથમ’ નામ આપ્યું અને ‘પ્રથમ’ના આગલા શબ્દોની આગળ ‘બુક’ પ્રીફિક્સ લગાડીને ‘બુકપ્રથા’ નામ આપીને વેબસાઈટ શરૂ કરીને ઑનલાઈન વેચાણ શરૂ કર્યું. એટલું સરસ ચાલ્યું કે ભાવનગરમાં પુસ્તકોનો વિશાળ શોરૂમ પણ શરૂ કર્યો.
મને નીરજ મેઘાણીની ‘બુકપ્રથા’માંથી પુસ્તકો ખરીદવાની એટલી મઝા આવે છે કે અનેક વખત હું મારાં પોતાનાં લખેલાં પુસ્તકો મારા માટે મગાવું કે મારે કોઈને ગિફ્ટ આપવાનાં હોય ત્યારે મગાવું તો મોટેભાગે મારો ઑર્ડર ભાવનગર જ જાય. અમદાવાદમાં મારા પ્રકાશક છે. એમણે છાપેલાં મારાં પુસ્તકો પર મને લેખક તરીકે વધારે ડિસ્કાઉન્ટ મળે. ‘બુકપ્રથા’માંથી નૉર્મલ વાચકને મળે એટલું જ ડિસ્કાઉન્ટ મળે. પ્રકાશકને ત્યાંથી ખરીદું તો મારે પૈસા મોકલવાની પણ ઝંઝટ નહીં. વરસે-બે ત્રણ વરસે પ્રકાશક રૉયલ્ટી મોકલે ત્યારે એમાં મેં ખરીદેલાં પુસ્તકોની રકમ એડજસ્ટ થઈ જાય.
આમ છતાં મને ‘બુકપ્રથા’ની સર્વિસ ખૂબ ગમે. એમનું પાર્સલ એટલી કાળજીથી બંધાયું હોય કે કોઈ એવરેસ્ટની ટોચ પર લઈ જઈને નીચે તળેટીમાં ફેંકે કે પછી ‘ટાઈટેનિક’ ડૂબી તેની સાથે ‘બુકપ્રથા’નું પાર્સલ પણ ડૂબી ગયું હોય તોય તમારા હાથમાં આવે ત્યારે એક પણ પુસ્તકની કિનારી વાંકી ના વળી હોય, ક્યાંય જરાસરખું ડૅમેજ ન થયું હોય. અને પુસ્તક મોકલવાની સ્પીડ પણ જબરજસ્ત. અર્જન્સીમાં કોઈ વખત સાંજે ઓર્ડર આપ્યો હોય તો તાબડતોબ ભાવનગરથી કુરિયર કરી દે અને એક દિવસ રહીને મુંબઈમાં તમારા ઘરે પહોંચી જાય.
મેઘાણી પરિવારની આ જ ખૂબી છે. જયંત મેઘાણીના મોટાભાઈ મહેન્દ્ર મેઘાણીએ ‘લોકમિલાપ’ દ્વારા ગુજરાતી પુસ્તકપ્રેમીઓને આ જ રીતે ખૂબ લાડ લડાવ્યા. મહેન્દ્રભાઈના પુત્ર અને મારા અંગત મિત્ર ગોપાલ મેઘાણીએ પિતાનો આ અમુલ્ય વારસો જાળવ્યો જેને એમના પુત્ર યશ મેઘાણીએ ચાલુ રાખ્યો છે.
‘લોકમિલાપ’નો ભાવનગરના લેન્ડમાર્ક સમો પુસ્તકભંડાર હવે ભાવનગરમાં બીજે ઠેકાણે લઈ જવામાં આવ્યો છે, ઑનલાઈન વેચાણ તો ખરું જ ખરું.
મને એમ થાય કે મુંબઈ આવડું મોટું જ્યાં નહીં નહીં તોય 35-40 લાખ ગુજરાતીઓ વસે છે, અમદાવાદ-વડોદરા-રાજકોટ પણ કેટલાં મોટાં શહેરો – પણ મારે ગુજરાતી પુસ્તકો મગાવવા હોય તો ભાવનગરનાં બે ખ્યાતનામ પુસ્તકપ્રેમીઓ જ કેમ યાદ આવતાં હશે? ‘બુકપ્રથા’ અને ‘લોકમિલાપ’ સાથે મારે પર્સનલ નાતો છે એ જ શું એકમાત્ર કારણ હશે?
***
2025નું વર્ષ શરૂ થવાને માંડ મહિનો બાકી છે અને ડાયરીની સિઝન પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. પપ્પાની યુવાનીમાં એમને ઘણી ડાયરીઓ આવતી જેમાંથી એલઆઈસીની ડાયરી મારે ભાગે આવતી. ટેન્થ સ્ટાન્ડર્ડમાં મેં આવી ડાયરીમાં રોજની થોડી થોડી નોંધ લખી હતી. કૉલેજમાં આવ્યા પછી ખોવાઈ ગઈ.
‘ગુડ મૉર્નિંગ’ની ફર્સ્ટ સિઝન વખતે ‘મુંબઈ સમાચાર’ તરફથી કવર પર સોનેરી અક્ષરોમાં મારું નામ લખેલી ડાયરી દર વર્ષે આવતી. હું એમાં હિસાબ લખતો – મારો કયો લેખ કયા દિવસે લખાયો છે તેનો હિસાબ! દરેક પાને લેખનું મથાળું અને પેટામથાળું લખું. ચાર વર્ષ સુધી આવો હિસાબ રાખ્યો. પુસ્તક બનાવતી વખતે આ હિસાબ બહુ કામમાં લાગતો.
દર દિવાળીએ ચોપડા પૂજન માટે દિવાળી-ટુ-દિવાળી રોજમેળ ખરીદવાનો હોય. કાપડના લાલ પૂંઠાનું બાઇન્ડિંગ ખૂબ ગમે. આ દિવાળીએ પણ આવી ડાયરી (અડધિયું) લીધા પછી એના કરતાં ડબલ સાઈઝનો કોરા પાનાંવાળો રોજમેળ લેવાનું મન થયું. પ્રિન્સેસ સ્ટ્રીટના પ્રકાશકમિત્ર અશોક શાહને કહીને એક નહીં બે ફુલસાઈઝના રોજમેળ મગાવી લીધા. બબ્બેનું શું કરીશું? એકમાં રોજનીશી લખવાનો વિચાર છે. બીજામાં? બીજામાં એકાદુ નવલકથા લખશું!
રોજનીશી જિંદગીમાં ક્યારેય નથી લખી. એલઆઈસીની ડાયરીવાળી નોંધો અપવાદ. પણ રોજનીશી લખવા વિશેનો એક નિબંધ જરૂર લખ્યો છે જે મારા પ્રથમ નિબંધ સંગ્રહ ‘પ્રિય જિંદગી’માં છે. મહારાષ્ટ્રમાં ગુજરાતી મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓની ‘કુમારભારતી’ની ટેક્સ્ટબુકમાં એ નિબંધ પાઠ તરીકે ભણાવાય છે.
ચંદ્રકાંત બક્ષીએ યુવાનીના દિવસોમાં રોજનીશી ખૂબી લખી છે. જો એ સચવાઈ હોય તો એને પુસ્તકરૂપે પ્રગટ કરવી જોઈએ. નરસિંહરાવ દિવેટિયાની રોજનીશી પુસ્તકરૂપે પ્રગટ થઈ છે. મારી પાસે છે. એના વિશે લખ્યું પણ છે. ઝવેરચંદ મેઘાણીના પત્રો મોર ઑર લેસ એમની દૈનંદિનીની ગરજ સારે એવી છે. વારસદારોએ બે દળદાર ભાગમાં ‘લિખિતંગ હું આવું છું’ શીર્ષક હેઠળ એ પત્રો પ્રગટ કર્યા છે.
ડાયરીઓમાં ગીતાપ્રેસ, ગોરખપુરની ડાયરી પણ ખૂબ ગમે. 2025ના વર્ષ માટેની થોડીક નકલો મગાવી લીધી છે. એક ઘરમાં રાખવા, બાકીની મિત્રો માટે. દરેક પળે ભગવદ્ ગીતાના બે-બે શ્ર્લોક.
આ વખતે એક નવી ડાયરી મગાવી. ‘ધ લેગસી ઓફ ગુરુદત્ત: 2025 ડાયરી.’ જમણે પાને સાત દિવસનાં સાત ખાનાં. ડાબે પાને ગુરુદત્તની વાતો, એમની તસવીરો. નસરીન મુન્ની કબીરની મહેનતથી તૈયાર થઈ છે. સ્પાઇરલ બાઈન્ડિંગ છે. અગાઉ પૃથ્વી થિયેટર્સે આવી ડાયરી પૃથ્વીરાજ કપૂર તથા અન્ય કલાકારો વિશે પ્રગટ કરી છે.
આ ઉપરાંત કોઈ એવી જગ્યાએ જતા હોઈએ ત્યારે નોંધ લેવા માટે નાનીમોટી ડાયરીઓનો સ્ટોક તો સ્ટડીમાં એક ખાનામાં હોય જ. ચંદ્રકાંત બક્ષીએ 1986ના અરસામાં સહકુટુંબ બેત્રણ દિવસ સુરતના અમારા ઘરે ઉતારો રાખ્યો ત્યારે મેં નોંધ્યું હતું કે એ જ્યાં જાય ત્યાં હાથમાં ડાયરી રાખે જ. કંઈક નવી વાત જાણવા મળે તો તરત ટપકાવી લે. કોઈ સંકોચ નહીં કે કેવું લાગશે. આ નોંધો પરથી એમણે ‘સમકાલીન’માં એક સરસ લેખ લખ્યો હતો. ‘હુરટ, હિયર આય કમ.’
મને નાઈટિંગેલની સ્ટેશનરી બહુ ગમે. 2024માં એની મોટી સાઈઝની લેધરબાઉન્ડ ડાયરી મગાવેલી. આ વર્ષે જરાક નાની A/5 સાઈઝની મગાવી છે.
નવા વર્ષની આટલી બધી ડાયરીઓ ભેગી કરીને કરશું શું?
‘ફિડલર ઑન ધ રૂફ’નો ગરીબ પણ મોજીલો ખેડૂત એક ગીતમાં ગાય છે કે હું પૈસાદાર થઈશ તો શું કરીશ? એક સરસ ઘર બનાવીશ એમાં ત્રણ નિસરણી નખાવીશ. એક ઉપર ચડવા માટે, એક એથીય લાંબી નીચે ઉતરવા માટે અને ત્રીજી? ત્રીજી, બસ આમ જ.
આપણું પણ એવું જ છે. બસ, આમ જ.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
ઉતાવળે આંબા ન પાકે. વફક સુધારા થશેજ, મોદીભાઈ ઉપર દેશવાસીઓ ભરોસો રાખે.